<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વાંકાનેરના સેવાભાવી હાર્દિકભાઇ સરૈયાનો જન્‍મદિને સેવાકાર્યો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૬: વાંકાનેરમાં માલધારી પરિવારમાં જન્‍મેલા અને નાની ઉંમરમાં મોટી લોક ચાહના પ્રાપ્‍ત કરનાર હાર્દિકભાઇ મેરૂભાઇ સરૈયા (ભરવાડ) આજરોજ તા.૧૬ મે ના રોજ જીવનના ૨૮ વર્ષ પુર્ણ કરી ૨૯ માં વર્ષમાં પ્રવેશ વિવિધ સેવાકીય પ્રવૃતિ થકી ઉજવણી કરશે. હાલ હાર્દિકભાઇ વાંકાનેર નગરપાલિકામાં હેડ કલાર્ક તરીકેની ફરજ બજાવે છે. વાંકાનેર પાલીકા તથા માલધારી સમાજમાં ભારે લોક ચાહના ધરાવે છે.આજે  તેમની વર્ષગાંઠ પ્રસંગે સમગ્ર પાલીકા સ્‍ટાફ, માલધારી અગ્રણીઓ આગેવાનો તથા તેમનો બહોળો મીત્ર વર્ગ દ્વારા તેમના મો. ૭૦૧૬૪ ૮૫૧૯૯ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(4:58 PM IST)