આઠને જીવતા સળગાવ્યા : હિંસામાં વધુ ૧૦૦ હોમાયા : બાંગ્લાદેશમાં બેકાબુ હિંસા : ઢાકામાં હસીનાના પક્ષ અવામી લીગના નેતાની હોટલ ઉપર હુમલો : ભીડની તાલિબાની બર્બરતા : કુલ મૃત્યુઆંક ૫૦૦ :તોફાની તત્વો શેખ હસીનાના સમર્થકોને વીણી વીણીને હુમલા કરી રહ્યા છે : ઠેરઠેર પોલીસ - બદમાશો વચ્ચે અથડામણ : ગોળીબાર - અશ્રુવાયુ : હિન્દુ મંદિરો નિશાના પર3:06 PM IST
પેરિસ ઓલિમ્પિક 2024 ભારત વિ જર્મની હોકી મેચ : જર્મનીએ સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમને 3-2થી હરાવીને પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી : હવે ભારતીય ટિમ બ્રોન્ઝ મેડલ માટે લડાઈ કરશે : ગોલ્ડ - સિલ્વર મેડલનું કરોડો ભારતીય ખેલ રસિકોનું સપનું તૂટ્યું : લાંબા સમય સુધી ભારત અને જર્મનીના ખેલાડીઓ બે-બે પોઈન્ટ સાથે સંઘર્ષ કરતા રહ્યા : ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો12:24 AM IST
ઘર ખરીદનારાઓને મોદી સરકારની ભેટ, તેમને ફરીથી પ્રોપર્ટી ટેક્સ પર ઈન્ડેક્સેશનનો વિકલ્પ મળશે. : મોદી સરકારે ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો:સરકારે રિયલ એસ્ટેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈનમાં મોટા ફેરફારો કર્યા:ઘર ખરીદનારાઓને ફરી એકવાર ઇન્ડેક્સેશનનો વિકલ્પ અપાયો:રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પરના કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં કરદાતાઓને રાહત આપવાનો પ્રસ્તાવ 12:21 AM IST
ભારત સાથેની સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોની ભીડ કેમ? શાંતિની પુનઃસ્થાપના પર મીટ મંડાઈ : હિંસા અને બળવા પછી ભારતમાં ફસાયેલા ઘણા બાંગ્લાદેશી નાગરિકો ચિંતિત:કેટલાક બાંગ્લાદેશીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર અટવાયા:આ લોકોએ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી પાડવાનો વિરોધ કર્યો:કહ્યું કે આંદોલનકારીઓને પાછળથી પસ્તાવો થશે11:57 PM IST
અવકાશમાંથી પૃથ્વી પર પાછી ફરશે ભારતની દીકરી ! સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે નાસાની નવી યોજના શું છે? : ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવા vNASAએ નવી યોજના બનાવી:નિષ્ણાતોની ટીમે 100,000 થી વધુ કમ્પ્યુટર સિમ્યુલેશન્સ કર્યા 6:53 PM IST
શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાશે : શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા અને વ્રત કરવાનું વિધાન : નાગ પંચમીના દિવસે ચાંદીના બનેલા નાગ-નાગિનના જોડાને કોઈ મંદિરમાં દાન કરવુ શુભ : સૂર્યાસ્તના સમયે નાગ દેવતાના નામ પર મંદિરો અને ઘરના ખૂણામાં કાચી માટીના દીવાઓમાં ગાયનું દૂધ રાખવામાં આવે છે4:34 PM IST
મોરબીના હાર્ડવેરના વેપારીનો પત્ની અને પુત્ર સાથે સામુહિક આપઘાત : વસંત પ્લોટમાં રોયલ પેલેસમાં રહેતા હરેશભાઇ કાનાબાર, પત્નિ વર્ષાબેન અને પુત્ર હર્ષઍ ઘરમાં અલગ અલગ જગ્યાઍ ગળેફાંસો ખાઈ લીધો : જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે : સ્યુસાઇટ નોટમાં અંગત કારણોસર પગલુ ભર્યાનું અને કોઇ જવાબદાર ન હોવાનું ઉલ્લેખ4:45 PM IST
બ્રિટનનું શેખ હસીના મામલે 'નર રોવા કુંજ રોવા'! : શેખ હસીનને આશ્રય આપવા બાબતે કહ્યું કે વ્યક્તિએ ફક્ત તે જ દેશમાં આશ્રય મેળવવો જોઈએ જ્યાં તે વ્યક્તિ પહેલા સુરક્ષિત રીતે પહોંચ્યો હોય : એક રીતે બ્રિટને શેખ હસીનાને બ્રિટનની બદલે ભારતમાં આશ્રય લેવાનું સૂચન કર્યું : ભારત સરકાર શેખ હસીનાના ભોગે ઢાકા સાથેના સંબંધો બગાડશે?5:16 PM IST
પેરિસ ઓલિમ્પિક્સ 2024 : નીરજ ચોપરા પહેલા જ થ્રોમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, તેણે ટોક્યો ઓલિમ્પિક્સનો ગોલ્ડ મેડલનો રેકોર્ડ તોડ્યો : પેરિસ ઓલિમ્પિક 2024નો આજે 11મો દિવસ છે : આ ઓલિમ્પિકમાં ભારતે 3 મેડલ જીત્યા છે : ભારતને શૂટિંગમાં ત્રણેય બ્રોન્ઝ મેડલ મળ્યા : એકંદરે, ભારતે ઓલિમ્પિકમાં કુલ 38 મેડલ જીત્યા4:52 PM IST
મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસ: હિન્દુ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં બીજી ચેતવણી દાખલ કરી : હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને મથુરા કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કેવિયેટ દાખલ કરી: અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહયુ કે જો શાહી ઈદગાહ કમિટી આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવે છે, તો કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ જારી ન કરવો જોઈએ. : વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટે આ સંબંધમાં 18 અરજીઓને સુનાવણી માટે યોગ્ય ગણી છે અને તેમની સાથે મળીને સુનાવણી કરવાની અપીલ પણ સ્વીકારી છે4:41 PM IST
ચીન અને પાકિસ્તાનની હમદર્દી શેખ હસીનાની દુશ્મન નંબર-1, કોણ છે ખાલિદા ઝિયા જે બની શકે છે બાંગ્લાદેશની પીએમ ? : બેગમ ખાલિદા ઝિયા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખ છે : બેગમ ખાલિદા ઝિયાએ તેમના પતિના મૃત્યુ પછી રાજકારણમાં પ્રવેશ કર્યો : તેમના પતિ 1977 થી 1981 સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા : ભ્રષ્ટાચારના કેસમાં 2018થી જેલમાં સજા કાપી રહેલી ખાલિદા ઝિયા મુક્ત થવા જઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયા દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. તેમના પતિ 1977 થી 1981 સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને 1978 માં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી'તી4:27 PM IST
"મંદિરો પર હુમલો થયો, બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ', અમે છેલ્લા 24 કલાકથી બાંગ્લાદેશના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં વિદેશ મંત્રીએ સંસદમાં કહ્યુ : બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ BSFએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કર્યું : બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે વચગાળાની સરકાર ચાર્જ સંભાળશે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના આયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો 4:31 PM IST
ક્વોટા રો: તૈયાર NDA સરકાર પડી જશે? અલગ-અલગ લાઇન પર 2 મહત્વના સાથી પક્ષો, ભાજપ ખરાબ રીતે ફસાઈ! : કોર્ટે રાજ્યોને સામાજિક-આર્થિક પછાતતા, સરકારી નોકરીઓમાં ઓછું પ્રતિનિધિત્વ, SC ક્વોટાના 15% પછાત વર્ગોમાં જાય તેની ખાતરી કરવા માટે SC માં જાતિઓને પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સહયોગીઓની મદદથી કેન્દ્રમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર બનાવી પરંતુ હવે પહેલાથી જ રચાયેલી સરકાર મોટા મહત્વપૂર્ણ અને સળગતા મુદ્દા પર તૂટી શકે છે3:57 PM IST
મધ્યપ્રદેશમાં કોલેરા ફાટી નીકળ્યા બાદ 10 બાળકોના મોતના કારણે ચર્ચામાં રહેલી ચિલ્ડ્રન હોમની ત્રણ વર્ષની બાળકીનું સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : આશ્રમની ક્ષમતા કરતા વધુ બાળકોને રખાતા હોવાનો આક્ષેપ : મૃતક બાળક કુપોષણ અને દિવ્યાંકતાવાળું હતુ : હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ પ્રીતિ માલપાણીનું નિવેદન3:52 PM IST
IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિશાંત અગ્રવાલે 65 હજાર રૂપિયાથી માંડીને પાંચ લાખ સુધીની કિંમતના કૃત્રિમ હાથ તૈયાર કર્યા : એક જ ચાર્જ પર આખો દિવસ કામ કરશે : સમગ્ર દેશમાં ખૂબ માંગ : કાનપુરમાં 2015 થી 2018 સુધી અભ્યાસ દરમિયાન તેણે જોયું કે જેમના હાથ કપાઈ જાય છે તેમના માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે આ સમસ્યાના ઉકેલ માટે તેણે આ કૃત્રિમ હાથ તૈયાર કર્યો3:48 PM IST
દિલ્હી-યુપી સહિત ૫ રાજયમાં એક જ મોબાઈલ નંબરથી કરોડો રૂપિયાની છેતરપિંડીથી ખળભળાટ : 10 કરોડની ચોરી થઈ, બધાને એક જ વાત કહી : સાયબર પોલીસ પણ ચોંકી ગઈ : સાયબર ગુંડાઓએ હવે પોલીસને પણ પરેશાન કરી દીધી : બદમાશો નકલી નામથી સિમ લેતા હવે તેઓ મોબાઈલ ફોન પણ ખરીદી રહ્યા છે આ પછી એક જ નંબર સાથે ઘણા લોકો સાથે છેતરપિંડી : છેતરપિંડી કર્યા પછી, સિમ બદલાય છે અને તે જ ફોનમાં નવું સિમ નાખવામાં આવે છે પોલીસ હવે મોબાઈલ નંબર તેમજ ફોનને બ્લોક કરી રહી છે જેથી તેમાં બીજું સિમ લગાવી ન શકાય3:38 PM IST
હાથીઓએ પાંચ વર્ષમાં ૨૮૨૯ લોકોના જીવ લીધા10:36 AM IST
મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓ માટે નવી સિસ્ટમ લાગુ : હવે આધાર મારફત બાયોમેટ્રિક હાજરી પુરાશે : આ નવી સિસ્ટમ ઓફિસોમાં વિલંબ અને ગેરહાજરીને નિયંત્રિત કરશે. કર્મચારીનું EL અને CL ઓનલાઈન સિસ્ટમ દ્વારા મંજૂર અથવા નકારવામાં આવશે. સ્ટેટ ઈલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ કોર્પોરેશન ટેકનિકલ માર્ગદર્શન આપશે.10:39 PM IST
જાણો શું છે જમાત-એ-ઈસ્લામી? જેના પર પ્રતિબંધ મૂકવાનું શેખ હસીનાને ભારે પડી ગયું કે દેશ છોડવા મજબૂર થવું પડ્યું : હિન્દુઓ પર હુમલામાં સામેલ છે જમાત-એ-ઈસ્લામી :સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવતા કટ્ટરપંથી પાર્ટી પર આંદોલનનો ફાયદો ઉઠાવવા અને લોકોને હિંસા માટે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો11:39 PM IST

હલ્લાબોલ.....

ભક્તોનું ઘોડાપુર.....

વન મહોત્સવ

સન્માન....

શોભાયાત્રા
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતના વહીવટી વિભાગમાં બદલીનો દોર : 10 IAS અધિકારીઓની સાગમટે ટ્રાન્સફર : એસ.ડી.ધાનાણીને પોરબંદર કલેકટર બનાવાયા : રત્નાકંવરની સાબરકાંઠા કલેકટર તરીકે ,સુજીત કુમારની ભાવનગર કમિશનર તરીકે જયારે સ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસમાં નિમણુંક : લલિત નારાયણસિઁધને હેન્ડલુમ ડેવલોપમેન્ટનો વધારાનો ચાર્જ સોંપાયો12:10 PM IST
સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન : ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર : ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે લાભો : વડોદરાના ગ્રિન સર્જીકલ નામના મધ્યમ કક્ષાના ઉદ્યોગે સતત સાત વર્ષથી ગોલ્ડ સર્ટિફિકેટ મેળવી નોંધાવી સિદ્ધિ1:49 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સોપાન સર થયું : નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા SDG ઈન્ડેક્સ ૨૦૨૩-૨૪ માં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશના તમામ રાજ્યોમાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ ક્રમે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય આરોગ્ય વિભાગે આ સિદ્ધિ મેળવી : આરોગ્ય વિષયક વિવિધ માપદંડોમાં કુલ ૧૦૦ માંથી ૯૦ ગુણ મેળવી ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે : વર્ષ ૨૦૧૮ માં SDG ઇન્ડેક્ષના આરોગ્ય માપદંડોમાં ગુજરાતનો સ્કોર ૫૨ અને વર્ષ ૨૦૧૯ માં ૬૭ હતો : વર્ષ ૨૦૨૨ ના રીપોર્ટમાં ૮૬ અને વર્ષ ૨૦૨૩-૨૪ના રીપોર્ટમાં ૯૦ ના સ્કોર સાથે સતત બીજી વખત ગુજરાત પ્રથમ ક્રમાંકે : માતા મૃત્યુદર ૭૫ (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને ૫૭ (SDG ઈન્ડેક્સ 4) થયો : પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોનો મૃત્યુદર ૩૧ (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને ૨૪ (SDG ઈન્ડેક્સ 4) થયો : ૯-૧૧ વર્ષના બાળકોમાં રસીકરણનો વ્યાપ ૮૭ (SDG ઈન્ડેક્સ 3) થી વધીને ૯૫.૯૫ (SDG ઈન્ડેક્સ 4) થયો : સંસ્થાકીય પ્રસૂતિ (%) ૯૯.૫૦ % (SDG ઈન્ડેક્સ 3) થી વધીને ૯૯.૯૪% (SDG ઈન્ડેક્સ 4) થઇ: HIVના પ્રતિ ૧,૦૦૦ નવા નોંધાયેલ કેસનો દર ૦.૦૫ (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને ૦.૦૩ (SDG ઈન્ડેક્સ 4) થયો : દેશમાં સરેરાશ આયુષ્ય ૭૦ ની સામે ગુજરાતમાં ૭૦.૫ વર્ષ : દેશમાં સંસ્થાકીય પ્રસુતિ સરેરાશ ૯૭.૧૮ ટકાની સામે ગુજરાતમાં ૯૯.૯૪ ટકા : દેશમાં સરેરાશ માતા મૃત્યુદર ૯૭ ની સામે ગુજરાતમાં ૫૭ : ૧૦ હજાર એ હેલ્થકેર વર્કર્સની ઉપલબ્ધતામાં દેશમાં ૪૯.૪૫ ની સામે ગુજરાતમાં ૫૫.૫૬ નું સંખ્યાબળ 3:26 PM IST
જરૂરી સુધારા સાથે સંવર્ધિતઃ માનવ કલ્યાણ યોજના ‘‘૨.૦'' અમલમાં મૂકાઇ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને : નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત : માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો માટે ઇ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું1:30 PM IST
અમદાવાદ પોલીસે સામાન્ય પરિવારને ત્યાં થયેલ ચોરીનાં આરોપી સાથે : માત્ર ૧૦ દિવસમાં કોર્ટમાંથી મુદ્દામાલ પણ પરત અપાવી ઇતિહાસ રચ્યો એ જરૂરિયાતમંદ ફરીયાદીને જયારે પોલીસમાં ફરિશ્તા નાં દર્શન જેવો અહેસાસ થયો હતો સીપી જેવી પ્રજાલક્ષી નીતિ ધરાવતા સેન્ટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સની સાથે વર્ષોથી સકારાત્મક વલણ ધરાવતા એસીપી પ્રદીપસિહ જાડેજા સાથે માનવીય અભિગમ ધરાવતા પીઆઇ દીપક ઉનડકટ ટીમનાં સંગમે અશકય ને શકય બનાવ્યું3:41 PM IST
અમદાવાદમાં ભીખ માંગતા લોકોના મોટા રેકેટનો પર્દાફાશ : 26 લોકોની ધરપકડ: ચોંકાવનારા ખુલાસા : ધરપકડ કરાયેલ મોટા ભાગના બાળકો માતા-પિતા અથવા સગા સંબંધીઓ: એજન્ટો દ્વારા એક સ્ટેશનના માતા-પિતાને દર મહિને 35 હજાર અપાતા બાકીના પૈસા 65થી 70 હજાર રૂપિયા એજન્ટો લઇ જતા: મુખ્ય મુખ્ય ચાર રસ્તાની વહેંચણી માટે હરાજી કરતા12:44 AM IST
કાલે તા. ૭ મી ઑગસ્ટ - રાષ્ટ્રીય હાથશાળ દિવસ : ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી : ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી વધુની હાથશાળ-હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગરવી ગુર્જરીએ ગામડામાં વસતા અનેક કારીગરોને રોજગારી પૂરી પાડી : હાથશાળ દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન : અમદાવાદ ખાતેના ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરાશે4:29 PM IST
શહેરમાં સબસ્ટાર્ન્ડડ દવાનું વેચાણ : મેડીકલ સ્ટોર - હોલસેલર - ઉત્પાદકને ૧૫.૯૫ લાખનો દંડ : દેવપુષ્પ મેડીકલ સ્ટોર - રૈયા રોડ તથા પેટસન ફાર્મા - પંચનાથ પ્લોટ ખાતેથી નમૂના લેવાયેલ : વોલ્ગા કોર્પોરેશન - દાણાપીઠમાંથી લીધેલ ધી તથા નંદનવન ડેરી ફાર્મ - કોઠારીયા રોડનું દૂધ મિસબ્રાન્ડેડ નિકળ્યુ : બંનેને ૫.૨૦ લાખનો દંડ ફટકારતા એજ્યુડિકેટીંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેકટર2:58 PM IST
ગુંદા ગામે માતાજીને શ્રીફળ વધેરી પરત આવતાં શ્રધ્ધા પાર્કના પતિ-પત્નિને સજોડે કાળ ભેટયો : ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રક કન્ટેનરે બાઇકને ઉલાળતાં ૫૧ વર્ષના કાપડના વેપારી લાલજીભાઇ રૈયાણી અને તેમના પત્નિ ૫૦ વર્ષના ભાવનાબેન રૈયાણીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતઃ ટ્રક ચાલકની ધરપકડ બે સંતાને માતા-પિતા બંનેને એક સાથે ગુમાવતાં શોકની કાલીમા3:43 PM IST
એઇમ્સ રોડ ઝગમગ્યોઃ લાઇટનું લોકાર્પણ3:38 PM IST
વિશ્વને ઓલમ્પિકની રમતો આપનાર આપણું ‘ભારત' છે : કચ્છના ઘોળાવીરામાં સાડા પાંચ હજાર વર્ષ પહેલા રમતગમત માટેનું વિશ્વનું સૌથી જૂનું સ્ટેડિયમ હતું : સાપ અને સીડીનો જન્મ ભારતમાં ઇ.સ. ૧૨૯૦માં થયો હતો. સાપ-સીડીની રમતનું વર્તમાન સ્વરૂપ કવિ સંત જ્ઞાનદેવ દ્વારા ૧૩મી સદીમાં ઘડવામાં આવ્યું હતું. : ઓલિમ્પિક્સનો પ્રારંભ ઈ.સ. ૭૭૬ પહેલાં ભારતમાં થયેલો. : ઘોડેસવારી રમત આધુનિક પોલો જેવી જ ભારતના મણિપુર રાજયમાં ઇ.સ. ૩૪માં રમવામાં આવી હતી. : તીરંદાજીની શોધ ભારતમાં થઈ હતી. ધનુર્વેદ નામનો એક પ્રાચીન વેદ પણ છે જેમાં આ જ્ઞાનનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. : હોકીની ઉત્પત્તિ મૂળ ભારતનો પ્રાચીન કંબોજ દેશ જયાં હતો તે વિસ્તારમાં થયો હતો.3:33 PM IST
નવ અધિકારીઓ સામે તપાસઃ ૧૦ દિ'માં રિપોર્ટ : દેવાંગ દેસાઇ : મનપાના પૂર્વ એડીશ્નલ ઇજનેરના ઘરેથી ૩૭-ફાઇલો, ૫૭-રજીસ્ટર તથા ૨ મેજરમેન્ટ બુક કબ્જે ટેકનિકલ વિજિલન્સ સાંજ સુધીમાં રોજકામનો રિપોર્ટ કમિશનરને સોંપશેઃ આઉટવર્ડ રજિસ્ટરમાં એન્ટ્રી કરી બહાર લઇ જવાઇ હતી કે કેમ? તે મુદ્દે તપાસ થશેઃ જવાબદાર સામે પગલા4:02 PM IST
રાહુલ સોનીએ છેતરેલા લોકોની સંખ્યા ૧૦૦ને પારઃ ઠગાઇનો આંકડો ૩ કરોડઃ નાણા પાછા મળે તેવી કાર્યવાહીની આશા : દોઢ વર્ષ પહેલા રૈયા ચોકડીએ વેસ્ટ ગેઇટમાં એન્જલ માર્કેટના નામે ઓફિસ ખોલી શેર બજારમાં રોકાણ પર બાવીસ ટકા વળતરથી લાલચ આપી ૫૩ રોકાણકારોને છેતરતાં ગાંધીગ્રામમાં ગુનો નોંધ્યો હતોઃ ઠગ દંપતિ હુબલીથી ઝડપાતાં ૮ દિવસના રિમાન્ડ પર ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી અને ટીમ દ્વારા બંનેની વિસ્તૃત પુછતાછઃ પોતાની પાસે કંઇ નહિ હોવાનું અને નાણા શેર બજારમાં ગુમાવી દીધાનું રાહુલનું રટણઃ અમદાવાદમાં એક મકાન છે તે પણ તેના નામે નથી!: મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી થાય તેવી નાણા ગુમાવનારા નોકાણકારોની માંગણી3:59 PM IST
રેલનગર વિસ્તારમાં બસસ્ટોપ બનાવવા રજુઆત2:41 PM IST
તંત્રને રસ્તા ઉપર પડેલા કચરાના આ ઢગલા દેખાય છે? 4:32 PM IST
મોરબીના રણછોડનગરમાં ગટરના પાણીના તળાવ ભરાયા.1:09 AM IST
જામનગર ના રવિ પાર્કમાં વીજ ચોરી કરનાર ગ્રાહક ના ઘરે અદાલતના હુકમ મુજબ રિકવરી માટે ગયેલી ટુકડી સાથે ગ્રાહક પરિવારનો હંગામો : વિજ અધિકારી સાથે ગેરવર્તન કરી જપાજપી કર્યાનો મામલો સામે આવ્યો: વીજ ગ્રાહકના પરિવાર સામે પોલીસમાં રિપોર્ટ કરાયો : અદાલતના બેલીફ અને એક્સ આર્મીમેન ની હાજરીમાં વીજ અધિકારી સાથે હંગામા મચાવી ઘરમાં પ્રવેશવા ના દીધા : વીજ ટુકડી ના સર્વે દરમિયાન આસપાસના આશરે ૧૫ ઘરોમાં લંગારીયા વિજ જોડાણ ધ્યાનમાં આવતાં કટ કરાયા12:02 PM IST
થાનમાં જાહેરમાં ફાયરીંગ કરીને વિડીયો વાયરલ કર્યો12:13 PM IST
લીંબડીના ઉઘલ ગામે નદીમાંથી ૨ યુવકોની લાશ મળી11:02 AM IST
સિંહ પરિવાર રોડ પર મહાલતો નજરે પડયો 1:27 PM IST
ગોંડલના ભોજપરા પાસે પાણીની લાઇનનો વાલ્વ લીક12:08 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
આ ટાપુ પર આવેલ છે બિલાડીઓનું સામ્રાજ્ય 5:34 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વિનોદ કાંબળીની તબિયત લથડી છે કે દારૂની અસર?9:41 AM IST



















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































































