<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજકોટના યુવા એડવોકેટ જયભારત ધામેચાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ આગવી ઓળખ ધરાવતા યુવા એડવોકેટ જયભારત ધામેચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જાણીતા રીયલ એસ્‍ટેટ ડેવલોપર જેઆર ગ્રુપ, રાજકોટના ચેરમેન રમેશભાઈ ધામેચાના પુત્ર છે. જયભારત ધામેચા છેલ્લા ૯ વર્ષથી ધારાશાષાના ક્ષેત્રમાં છે અને રેવન્‍યુ, સિવિલ તેમજ ક્રિમિનલ પ્રેક્‍ટિસ કરી રહ્યા છે તેમજ જેઆર ગ્રુપના લીગલ કાઉન્‍સિલર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. યુવા વયે તેઓ અનેક સામાજિક પ્રવળત્તિઓ તથા સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. જયભારત ધામેચા છેલ્લા ૯ વર્ષથી જલારામ જયંતી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે. તેમના જન્‍મદિવસના અવસરે તેમના પરિવારજનો, મિત્રો, વેપારીઓ, રાજકીય આગેવાનો તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તરફથી (મો. ૯૦૩૩૭ ૧૧૧૧૮) શુભેચ્‍છાઓની વર્ષા થઈ રહી છે.(૪૦.૩૦)

 

(2:16 PM IST)