<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કોંગ્રેસ કાર્યસમિતિ દ્વારા ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાનને બદલે માત્ર બે અંતરા ગાવવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી છે અને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો ખુલ્લો અનાદર : અમિતભાઇ શાહ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના ‘વંદે માતરમ્’ના માત્ર બે જ અંતરા ગાવવાના કોંગ્રેસના નિર્ણય સામે આકરા પ્રહાર:1937માં કોંગ્રેસે કેટલાક વર્ગોને ખુશ કરવા માટે ‘વંદે માતરમ્’ને બે ભાગમાં વહેંચી દીધું હતું, જેનાથી દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને બળ મળ્યું અને અંતે દેશના ભાગલાનો માર્ગ મોકળો થયો:વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર મોદી સરકારે આ ઐતિહાસિક ભૂલને સુધારી અને સમગ્ર ગીતને કાનૂની આધાર આપ્યો, પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ફરી એકવાર તુષ્ટિકરણના માર્ગે ચાલી રહી છે7:15 PM IST

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-૨૦૨૬નો પ્રારંભ : દેશના અર્થતંત્રમાં મજબૂત સહયોગ આપનાર ફૂડ સેક્ટરને ગંભીરતાથી લેવું રહ્યું: સ્ટેટ્યૂ ઓફ યુનિટથી લઈને કચ્છ સુધી ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે: ફૂડ ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને અગ્રતા આપવા અનુરોધ: ફૂડ ડિલિવરી ખર્ચ કિલોમીટર દીઠ ૨.૫ રૂપિયાને બદલે ૫૦ પૈસા જેટલો નીચો આવી શકે:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વડાપ્રધાનના વિઝનથી સાકાર થયેલા ગિફ્ટ સિટીમાં પણ ફૂડ સેક્ટર માટે અનેક તક છે1:44 PM IST

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી :ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: રાજ્યભરમાં ૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં દરોડા દરમિયાન છ રેસ્ટોરન્ટ્સ સીલ, જ્યારે ૧૩૭ રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે સંપૂર્ણ બંધ : રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ : નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે2:55 PM IST

પાલીતાણામાં ભુગર્ભ ટાંકી ન હોવા છતા ૫૦.૪૩ લાખનું બિલ મંજુર કરી દેતા પ્રફુલ પાનશેરીયાની આકરી કાર્યવાહી : પાલીતાણા હોસ્‍પિટલમાં સ્‍થળ પર ૨.૫૫ લાખ લીટર ક્ષમતાની ટાંકી ન હોવા છતાં બીલ મંજૂર કરવાના મામલે આરોગ્‍ય મંત્રીની કડક કાર્યવાહીઃ બિલ રજૂ કરનાર જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ અને સસ્‍પેન્‍શનની સૂચના ધર્મનંદન કન્‍સ્‍ટ્રકશન-સુરતને બ્‍લેકલિસ્‍ટમાં મુકવા તથા બે ઈજનેરો સામે સસ્‍પેન્‍શન (બરતરફ)ની કાર્યવાહી કરવા આદેશ થવા સુચના રાજ્‍યની આરોગ્‍ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીઃ આરોગ્‍ય મંત્રી પ્રફુલ પાનશેરીયા11:44 AM IST

રાજકોટ શહેરના ૨૪ મુખ્‍ય રાજમાર્ગો હોકર્સ ફ્રી જાહેર કરાશે : રાજકોટની ટ્રાફિક સમસ્‍યા ઉકેલવા તંત્રએ આળસ ખંખેરીઃ ત્રણ ઝોનમાં રેકડી-કેબીન ધારકો માટે અલાયદી જગ્‍યા : નવા હોકર્સ ઝોનમાં ચા-પાન, ઈંડા-નોનવેજને ‘નો એન્‍ટ્રી' : ૮૦ ટકા જગ્‍યા શાકભાજી-ફ્રૂટ-કટલેરી માટે અનામતઃ હોકર્સ ફ્રી રોડ પર દબાણ દેખાશે તો જવાબદાર કર્મચારીની જવાબદારી ફિક્‍સ થશે : રસ્‍તા પર રેકડી-કેબીનના દબાણો સામે તંત્ર કડકઃ જામનગર રોડ, યુનિવર્સિટી રોડ અને મોરબી રોડ પર રાઈડ માટે અલાયદા ઝોનઃ સાપ્તાહિક બજારોને પણ ચાર નિヘતિ સ્‍થળે ખસેડાશે : રાજકોટની સકલ બદલવા મેયર નેહલભાઇની નિર્ણાયક સક્રિયતાઃ હોકર્સ ઝોનની ખાસ પોલીસીની અરજન્‍ટ વિમીનેશ દરખાસ્‍ત રજૂ3:30 PM IST