<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગીર સોમનાથ જીલ્લા અધિક કલેકટર રાજેશ આલનો જન્મદિવસ

     ( મીનાક્ષી ભાસ્કર વૈધ દ્વારા)પ્રભાસ પાટણ તા.૨૯ :     ગીર સોમનાથ જીલ્લા અધિક કલેકટર રાજેશ આલનો આજે 29 મેના જન્મદિવસ છે.

      તા 29-5-84 ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મેલા 

રાજેશ આલ ગોંડલ-અમદાવાદ અભ્યાસ કરી 2011મા સનદી નોકરીએ જોડાયા હતા.નવસારી,રાજકોટમા કોરોના કાળ દરમ્યાન ગોંડલથી તેઓને ખાસ ફરજ ઉપર મુકવામા આવ્યા હતા જ્યા તંત્રની સુપેરે કામગીરી બજાવી પ્રજાને સંતોષ આપેલ ગોંડલમા મામલતદાર તેમજ જૂનાગઢ અમરેલીમા નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલ છે. 

         ગીર સોમનાથમા જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લામા અસામાજિક-ગેરકાયદેસર બાબતો પ્રત્યે ધોંસ બોલાવી સરકારી જમીનો પરના દબાણો હટાવ્યા છે.

મતદાન જાગૃતી માટે અખૂટ પ્રયાસો અને સરકારની લોકકલ્યાણ લક્ષી યોજનાઓ પ્રજાના છેવાડાના વર્ગ સુધી પહોંચે તેવા પ્રયાસો કર્યા છે.ઓછુ બોલવુ, કામ પ્રત્યે લગન, નક્કર દયેય અને સારા સ્વભાવ સાથે પરિશ્રમી રાજેશ આલને (મો.97277  56448)ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

       

(9:18 AM IST)