News of Saturday, 31st May 2025
સેવાભાવી રમેશભાઇ ઠકકરનો કાલે જન્મદિનઃ૭૭માં વર્ષમાં પ્રવેશ
ગરીબ અને થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે ગિરીરાજ હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પ

રાજકોટઃ રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ તા. ૧/૬/૧૯૪૯ ના રોજ થયેલ હતો તેઓનાં પરિવારમાં તેમના અર્ધાગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.-ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર શ્રી ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) છે. ૭૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઇ રહી છે. પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે રમેશભાઇ ઠકકરના પરિવાર તથા મિત્રવર્તુળ દ્વારા સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, લાઇફ બ્લડ બેંક, જીવનદિપ બ્લડ બેંકના સહયોગથી થેલેસેમીયા પીડીત બાળકો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણના લાભાર્થે તા. ૧ જૂન, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ સુધી શ્રી ગિરીરાજ હોસ્પિટલ, ર૭- નવજયોત પાર્ક, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રમેશભાઇ ઠકકર શ્રીજી ગૌશાળામાં જોડાયેલ છે. અત્યાર સુધીમાં તેમાં ૧ર લાખ જેવા અબોલ જીવોની નિઃશુલ્કસારવાર થકી જીવતદાન અપાયું છે. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ૧૯૬ર શરૂ કરવામાં આવેલછે. એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વેજીટેરીયન સોસાયટી, ગૌ સેવા, જીવદયા અભિયાન સમિતિ વગેરેના સંચાલક રહેલ છે. અઢી લાખથી વધુ ચકલીનાં માળા અને કુંડા વિતરણની અનેક માનવતાં લક્ષી કામમાં તેઓ અગ્રેસર રહયાં છે. સાથે સાથે દરરોજ ૪૦૦ થીવધુ શ્વાનોને દુધ રોટલા પહોંચાડવામાં આવે છે. રમેશભાઇ ઠકકરને જન્મદિનની પૂર્વ સંધ્યાએથી જ તેમના ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
