News of Wednesday, 4th June 2025
માન-મોભાવાળા માનવંતા મશહુર માનવી વિજય કારિયાનો જન્મદિન
ભાજપના રઘુવંશી અગ્રણીના અમૃત વર્ષના દ્વારે ટકોરા

રાજકોટ : શહેર ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક અને જાણીતા રઘુવંશી અગ્રણી શ્રી વિજય કારિયાનો જન્મ તા. ૪ જુન ૧૯પ૧ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનના ૭પમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ, દીકરાનું ઘર આયોજિત વહાલુડીના વિવાહ, નાગરિક સહકારી બેંક, ગુજરાતી સ્ટેજ એન્ડ સ્ક્રીન એવોર્ડ આયોજન વગેરેમાં મહત્વનું યોગદાન આપેલ છે.
રાજકોટમાં પ્રથમ વખત ર૦૧૩માં ગ્લેમર એવોર્ડનું આયોજન તિહાઇની સાથે મળી કરેલ, રાજકોટમાં ઉભરતા કલાકારોને વિનામુલ્યે સ્ટેજ આપવાનું ‘‘રાજકોટ સીટી થિયેટર'' સંસ્થા દ્વારા પ્રમુખની જવાબદારી નિભાવી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ તેમજ ટી.વી. સિરિયલના કલાકારો સાથે પણ માર્ચ ર૦રપમાં ગુજરાતમાં કદાચ પ્રથમ વખત સ્વ. શ્રી રાજકપૂરની ૧૦૦મી જન્મ જયંતિ નિમિતે ‘‘ધ શો મસ્ટ ગો ઓન''નું આયોજન કરેલ. આજે ૭પમાં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમને ચોતરફથી શુભેચ્છા મળી રહી છે. મો. ૯૮૭૯પ પ૦૧૦પ અને ૯૮ર૪૮ ૩૪૪પપ રાજકોટ.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
