બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો ડેટા લીક : બેંક ખાતેદારની તમામ વિગતોથી લઇને આધાર નંબર સુધીનો ડેટા લીકઃ હેકરનો દાવો... ડાર્ક વેબ પર લીક થયો ૧ટીબી કસ્ટમર ડેટા : એક યુઝર્સના સનસનીખેજ દાવાથી ખળભળાટઃ લીક ડેટામાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઇડી, આધાર નંબર, બેંક ખાતાની વિગત, નેટ બેન્કીંગ રેકોર્ડ, લોન દસ્તાવેજ વગેરે ફાઇલો હોવાનો દાવો3:38 PM IST
શાંતિપૂર્વક દેખાવો મૌલિક અધિકારઃ આંદોલનમાં લાઠીચાર્જ અયોગ્ય : કાયદેસર અને શાંતિપૂર્ણ આંદોલન નાગરિકોનો મૌલિક અધિકારઃ પેપર લીક વિરોધ પર સુપ્રીમ કોર્ટની પોલીસને આકરી ફટકારઃ પોલીસ એકશનમાં નિષ્પક્ષ તપાસનો આપ્યો આદેશ : દેશભરમાં વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે એક સમાન રાષ્ટ્રીય પ્રોટોકોલ ઘડવાની હિમાયત કરીઃ દિલ્હીના સાંસદ ચલો માર્ચ દરમિયાન થયેલી પોલીસની કાર્યવાહી અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી3:38 PM IST
પેપ્સી સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર, કેમ્પા એનર્જી અથવા હેલ એનર્જીની બોટલ પર હવે "Energy Drink" શબ્દ નહિ લખી શકો : FSSAIનો મોટો નિર્ણય : ગ્રાહકોને ભ્રામક દાવાઓથી બચાવવાનો અને લેબલિંગને વધુ પારદર્શક બનાવવા આ તમામ કંપનીઓને તેમના ઉત્પાદનો પરથી "Energy Drink" અથવા તેના જેવા દાવા દૂર કરવાનો આદેશ આપ્યો1:02 AM IST
દિલ્હી વિરોધ પ્રદર્શનમાં વિદેશી ષડ્યંત્ર :સોશ્યલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવતા 500થી વધુ એકાઉન્ટ્સની ઓળખ: મહારાષ્ટ્ર પોલીસનો મોટો ઘટસ્ફોટ : તપાસમાં AIથી તૈયાર કરાયેલા ફોટા, વીડિયો, વોઇસ ક્લોનિંગ અને મોર્ફ્ડ કન્ટેન્ટનો ઉપયોગ:કેટલાક એકાઉન્ટ્સ વિદેશમાંથી સંચાલિત થતા હોવાનું ખુલ્યું :સમગ્ર મામલે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી શરૂ 12:38 AM IST
નીટ/યુજી પરીક્ષા વિરોધ આંદોલનને લઈને બિહાર સરકારની મોટી જાહેરાત : પ્રદર્શનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવા અને ધરપકડ કરાયેલા લોકોને ત્વરિત મુક્ત કરવા આદેશ : ૨૬ જુલાઈ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના વિરોધ પ્રદર્શનોમાં સામેલ વ્યક્તિઓ સામે કોઈ દંડાત્મક પગલાં ન લેવા અને ભવિષ્યમાં પણ કાર્યવાહી ન કરવાની ગૃહ વિભાગ દ્વારા લેખિત ખાતરી10:47 PM IST
રાહુલ ગાંધી ઇરફાનને મળ્યા: જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન બંધારણની પ્રસ્તાવના વાંચતા વાયરલ થયા હતા : રાહુલ ગાંધીએ કહ્યું - બંધારણ પ્રત્યેની તેમની સમજ, દેશ પ્રત્યેનું તેમનું દ્રષ્ટિકોણ અને શીખવાની તેમની ઇચ્છા દર્શાવે છે કે ભારતની સૌથી મોટી તાકાત તેના યુવાનોમાં રહેલી છે. ઇરફાન જેવા લાખો યુવાનો દેશની સાચી આશા છે 11:19 PM IST
વૈશ્વિક મંચ પર ભારતનું વધશે કદ: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી રાજદ્વારી પ્રવાસો અને વૈશ્વિક શિખર સંમેલનોની યજમાનીથી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ગરમાશે : કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં સહભાગિતા, નવી દિલ્હીમાં મહાશક્તિઓની હાજરી વચ્ચે બ્રિક્સ (BRICS) સંમેલનની યજમાની અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી પીએમ મોદી વૈશ્વિક સુરક્ષા, આર્થિક રોકાણ અને વ્યાપારિક સંબંધો અંગે રાખશે ભારતનો મજબૂત પક્ષ10:39 PM IST
CJP ના અલ્ટીમેટમ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં : નીટ વિરોધ પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહીની સમીક્ષા શરૂ : ટૂંક સમયમાં મોટા નિર્ણયની શક્યતા : બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં થયેલી કારવાઈ અંગે રાજ્યો પાસેથી મંગાયો રિપોર્ટ : શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે દંડાત્મક પગલાં ન લેવા કેન્દ્રના સંકેત8:39 PM IST
નોઈડામાં ખાદ્યપદાર્થોના શોખીનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં: અત્યંત ગંદકી અને અશુદ્ધ વાતાવરણમાં સોયા ચાપ બનાવતી ફેક્ટરીનો લાઈવ વીડિયો વાયરલ થતાં ખળભળાટ : કારીગરોની બેદરકારીના કારણે સેંકડો લોકો બીમાર પડવાની આશંકા: ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ ઘટનાસ્થળે ધામા નાખી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો10:37 PM IST
ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના પીઓકે અંગેના કડક વલણથી ઘેરાયેલા પાકિસ્તાને વિરોધ પત્રમાં કરી મોટી ભૂલ: 'રોગ' (બદમાશ) લખવાને બદલે 'રૂઝ' (લાલી) લખતા સોશિયલ મીડિયા પર ઉડી જોરદાર મજાક : કારગિલ વિજય દિવસ પર ભારતના આકરા તેવર જોઈને લાલચોળ થયેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જ અંગ્રેજીનું બાળમરણ કર્યું, રાજદ્વારીઓને ડિક્શનરી વાપરવાની સલાહ આપતા નેટીઝન્સ10:40 PM IST
સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની છબી ખરડાવનારા તત્વો સામે બોમ્બે હાઈકોર્ટનું કડક વલણ: નકલી ઓડિયો-વિડિયો અને ડીપફેકના ગંભીર મામલે અદાલતે ગડકરીને સિવિલ દાવો દાખલ કરવાની આપી મંજૂરી : કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી વિરુદ્ધ ભ્રામક તથા માનહાનિકારક સામગ્રી પ્રસારિત કરવા બદલ હવે મેટા, ગુગલ, યુટ્યુબ અને એક્સ (ટ્વિટર) સહિતની દિગ્ગજ ડિજિટલ કંપનીઓએ અદાલત સમક્ષ આપવો પડશે જવાબ10:37 PM IST
દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે થતી રમત અટકાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ: પેપર લીક વિરોધી કાયદાને વધુ મજબૂત કરવા લાવવામાં આવેલા સંશોધન બિલ પર સંસદમાં સહયોગ આપવા વિપક્ષને ખુલ્લી અપીલ : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ગૃહની ગરિમા જાળવી સાર્થક ચર્ચા કરવા વિનંતી કરી: સરકારી ભરતી અને જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 'પબ્લિક એક્ઝામિનેશન' સુધારા વિધેયક પર રાજનીતિથી પર રહીને સાથે આવવા આહવાન10:36 PM IST
સમુદ્રની મધ્યમાં પ્રકૃતિના પ્રકોપ વચ્ચે દેવદૂત બની ત્રાટકી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ: તોફાની મોજાં અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : મધદરિયે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા નાગરિકોને બચાવવા જવાનોએ જીવના જોખમે ચલાવ્યું અભિયાન: કુદરતી આફત સામે ભારતીય જાંબાઝોની બહાદુરીનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયા પર સરાહના10:38 PM IST
બર્લિનમાં ગૌરવયાત્રા (પ્રાઇડ ફેસ્ટિવલ) દરમિયાન માનવમેદની પર મિનિવાન ચઢાવી દઈને માચેટી વડે આતંક મચાવનારો મોસ્ટ વોન્ટેડ ઇસ્લામિક આતંકવાદી અબ્દુલ બલૌત આખરે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર: ચોવીસ કલાકની સઘન શોધખોળ બાદ સ્પાનદાઉ વિસ્તારમાં ઘેરાયેલા જેહાદી તત્ત્વે હથિયાર સાથે સુરક્ષા દળો પર હુમલો કરવાનો પ્રયાસ કરતા જવાબી કાર્યવાહીમાં ખેલ ખતમ : આઈએસઆઈએસ (ISIS) સાથે સીધા કનેક્શન ધરાવતા ૨૧ વર્ષીય જર્મન-લેબેનીઝ નાગરિક અબ્દુલ બલૌતે શનિવારે રાત્રે ટિયરગાર્ટન પાર્ક નજીક મિનિવાન ઘુસાડી એક મહિલાની લીધી હતી બલી, ૨૯થી વધુ લોકોને કર્યા હતા ઇજાગ્રસ્ત: જર્મનીના ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ટે આ ઘટનાને ઘાતકી ઇસ્લામિક આતંકી હુમલો ગણાવી દેશભરમાં હાઈ-એલર્ટ જાહેર કર્યું10:38 PM IST
કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સનો બીટેક ગ્રેજ્યુએટ બનેલો સાયબર માફિયા: દુબઈ બેઠા પ્રતિબંધિત ગેમિંગ એપ્સ અને આઈપીએલ સટ્ટાબાજી દ્વારા ઉભું કર્યું ૨૫૦ કરોડથી વધુનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક : 'સુલ્તાન મિર્ઝા' ઉર્ફે અભય શુક્લાના ઈશારે ભારતમાં ડમી બેંક ખાતાઓનું મોટું રેકેટ: કાનપુર પોલીસે મુખ્ય સાગરીતોની ધરપકડ કરતા હવાલા કૌભાંડ અને દુબઈના ડિસ્કોથેકમાં લાખોની અય્યાશીના ચોંકાવનારા વીડિયો સામે આવ્યા10:35 PM IST
"વિરોધની આડમાં ગુનેગારોનો જમાવડો!": દિલ્હી પોલીસે 'ફેસ રેકગ્નિશન' દ્વારા જંતર-મંતર પરથી ૨,૮૭૩ હિસ્ટ્રીશીટરોને ઝડપી પાડ્યા : જંતર-મંતર હિંસામાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના રીઢા ગુનેગારોની સંડોવણીની તપાસ શરૂ; વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ્સ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કડક નોટિસ8:56 PM IST
"ખાનગી શાળાઓ છોડી ૨૪,૦૦૦ બાળકો સરકારી શાળામાં જોડાયા!": હિમાચલના CM સુખુએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કર્યા મોટા સુધારા; રોબોટિક સર્જરી અને ૩૩૦ નવી PG સીટોની જાહેરાત : કાંગડા અને નાગરોટા બાગવાનમાં રૂ. ૨૬ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ; શિમલાથી લઈને ટાંડા સુધી વિશ્વસ્તરીય મેડિકલ સુવિધાઓ ઊભી કરાશે8:51 PM IST
શાંતિપૂર્ણ આંદોલનકારી વિદ્યાર્થીઓની કાનૂની મદદ માટે સીજીપીની જાહેરાત : કપિલ સિબ્બલે જાહેર ફંડ માટે ₹૧ કરોડના યોગદાનની ઘોષણા કરી : દેશભરમાં ખોટા કેસોમાં ફસાયેલા પ્રદર્શનકારીઓ માટે વકીલોનું નેટવર્ક અને પોર્ટલ તૈયાર કરાશે : રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજીપી પ્રવક્તા સૌરવ દાસ સાથે યોજી પત્રકાર પરિષદ7:03 PM IST
"રેલવે કર્મચારીઓ માટે મોટા રાહત સમાચાર!": ચાઈલ્ડ કેરથી લઈને ડ્યુટી પર ઈજા સુધી, રજાના નિયમોમાં કરાયા ઐતિહાસિક ફેરફાર; રેલવે બોર્ડે જારી કર્યો સત્તાવાર આદેશ : IREC ના પ્રકરણ ૫ માં સુધારો કરીને નવો 'WRIL' નિયમ લાગુ; મહિલા કર્મચારીઓને ૭૩૦ દિવસની ચાઈલ્ડ કેર લીવ અને ઓન-ડ્યુટી ઈજા પર મળશે ૧૦૦% સંપૂર્ણ પગાર7:33 PM IST
કોક્રોચ જનતા પાર્ટીનું કેન્દ્ર સરકારને આકરૂં અલ્ટીમેટમ - "વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામેની તમામ એફઆઈઆર પાછી ખેંચો નહિતર ફરી દેશવ્યાપી આંદોલન માટે તૈયાર રહો" : દિલ્હી પોલીસ અને ભાજપ શાસિત રાજ્યોની પોલીસ દ્વારા કરારનો ભંગ કરી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી અને સતામણી કરાતી હોવાનો CJP ના પ્રવક્તા આશુતોષ રાંકાનો ગંભીર આરોપ :કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડો. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને સોશિયલ મીડિયા પર આકરી ચેતવણી આપી5:59 PM IST
"અમે દરેકને શોધી કાઢીશું!": પોલીસ વાન રોકીને ચર્ચામાં આવેલી મોડેલ રિયા યાદવે ટ્રોલ્સ સામે લાલ આંખ કરી; સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ : ઓનલાઈન ટ્રોલિંગ અને વાંધાજનક ટિપ્પણીઓથી નારાજ થઈને મહારાષ્ટ્ર સાયબર સેલના શરણે પહોંચી મોડેલ; કહ્યું- "અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ મહિલાની ગરિમા હણવાનો નહીં"7:23 PM IST
અમેરિકામાં મિનેસોટાથી મિસિસિપી સુધી ગરમીનું મોજું: ૪ કરોડ લોકો ઝપેટમાં : યુનાઇટેડ સ્ટેટ્સમાં વધતી ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને NGO હાઇએલર્ટ પર : લોકોને એર કન્ડીશનીંગ અથવા કૂલિંગ સેન્ટરનો ઉપયોગ કરવાની, પુષ્કળ પાણી પીવાની અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે9:49 AM IST
"જેફરી એપસ્ટેઇનના મૃત્યુ પછી ૯૬૨ કરોડનો વારસો!": કોણ છે કારિના શુલિયાક? જેની પાછળ પેરિસના એપાર્ટમેન્ટ અને ખાનગી ટાપુઓ છોડી ગયો વિવાદિત મિલિયોનેર : જેલમાં ફાંસી લગાવતા પહેલા એપસ્ટેઇને જેની સાથે છેલ્લી વાત કરી હતી તે બેલારુસિયન ડેન્ટિસ્ટ શુલિયાક ટ્રસ્ટની મુખ્ય લાભાર્થી નીકળી; કાનૂની ગૂંચવાડા વધ્યા5:42 PM IST
"એવરેસ્ટ પર લહેરાયો આસામનો તિરંગો!": માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા રૂપામણી ગોરનું મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા સન્માન : આર્થિક તંગી અને અતિશય મુશ્કેલીઓને માત આપી ૮,૮૪૯ મીટર ઊંચું શિખર કર્યું સર; ગુવાહાટીના લોક સેવા ભવન ખાતે રૂ. ૧૦ લાખના પુરસ્કાર સાથે કરાયું ભવ્ય સ્વાગત5:26 PM IST
"જળસંકટ ઘેરાયું, ખેડૂતોની હિજરત શરૂ!": કર્ણાટકમાં તાજેતરના ઇતિહાસનો સૌથી ભયાનક દુષ્કાળ; કાવેરી અને કૃષ્ણા બેસિનના જળાશયોના તળિયા દેખાયા : ડેમોમાં પાણીનો સંગ્રહ તળિયે પહોંચતા કૃષિ પ્રવૃત્તિઓ ઠપ્પ; પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે દિલ્હીમાં સાંસદોની તાકીદની બેઠક બોલાવી5:25 PM IST
સંસદના ચોમાસુ સત્રમાં ભારે હંગામો: ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું 'મિથિલા પાગ' પહેરાવીને ભાજપ-NDA સાંસદોએ કર્યું ભવ્ય સ્વાગત : પેપર લીક વિવાદ અને વિપક્ષના આકરા સૂત્રોચ્ચાર વચ્ચે સત્તાધારી પક્ષના સાંસદોએ એકતા દર્શાવી; જાણો બિહારની સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરા 'મિથિલા પાગ'નું રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ5:24 PM IST
બિહારના સિવાનમાં વિદ્યાર્થી આંદોલન પર વિસ્ફોટક સ્થિતિ: પ્રદર્શનકારીઓ પર AK-47 થી ફાયરિંગ કરનારા પોલીસ કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી : NEET પેપર લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલો વિરોધ હિંસક બન્યો; રાહુલ ગાંધીએ કડક શબ્દોમાં વિરોધ નોંધાવી વડાપ્રધાન પાસે માફીની માંગ કરી5:23 PM IST
વિદેશમાં ભણવાનું હવે આસાન નથી રહ્યું: ડોલરના વિસ્ફોટ, કડક વિઝા નીતિઓ વચ્ચે ભારત વૈશ્વિક શિક્ષણનું નવું સુવર્ણ કેન્દ્ર બનવા તરફ : US અને કેનેડામાં વિઝા અસ્વીકારનો દર વિક્રમી સ્તરે પહોંચ્યો; NEP 2020 ના પ્રતાપે બ્રિસ્ટલ અને લિવરપૂલ જેવી ટોચની વૈશ્વિક યુનિવર્સિટીઓ હવે ભારતમાં જ આપશે વિશ્વસ્તરીય શિક્ષણ5:23 PM IST
અંધારપટ અને મોંઘા વીજબિલમાંથી કાયમી મુક્તિનો માસ્ટરપ્લાન: કેન્દ્ર સરકાર લાવવા જઈ રહી છે 'પીએમ સૂર્ય ઘર ૨.૦' (PM Surya Ghar 2.0) : બેટરી સ્ટોરેજ અને 'શેર્ડ રૂફટોપ સોલાર' જેવી સુવિધાઓ સાથે સોલાર મિશનનો બીજો તબક્કો શરૂ કરવાની તૈયારી; ફ્લેટ ધારકો અને ના નાના ઘરો માટે મફત વીજળી મેળવવી બનશે વધુ સરળ5:22 PM IST
યુક્રેનના ઓડેસા બંદર નજીક જહાજ પર ફરી ભીષણ હુમલો: ૪ ભારતીય ક્રૂ સભ્યો સંકટમાં; ભારત સરકારે યુક્રેનના રાજદૂતને સમન્સ પાઠવી કડક વિરોધ નોંધાવ્યો : કાળા સમુદ્ર (Black Sea) માં બગડતી સુરક્ષા સ્થિતિ વચ્ચે સતત બીજો હુમલો; બે ભારતીયો સુરક્ષિત જ્યારે બાકીના બે નાવિકો અંગે ઉત્કંઠા અને ચિંતાનો માહોલ5:22 PM IST
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના પ્રસ્તાવિત FTA મુદ્દે રાજકીય સંગ્રામ: ભારતીયો માટે 'વિશેષ વિઝા' સવલતો ધરાવતો ગુપ્ત દસ્તાવેજ જાહેર કરવાનો સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો : નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સના સનસનાટીભર્યા આરોપો બાદ રાજકારણ ગરમાયું; ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે માહિતીની ગુપ્તતા ટાંકી વિનંતી ફગાવી5:22 PM IST
ગલ્ફ દેશોમાં ભારતીય મજૂરોની કરુણ સ્થિતિ: ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચે કાર્યસ્થળના અકસ્માતોમાં દર અઠવાડિયે સરેરાશ ૩ ભારતીયોના મોત; MEA ના આંકડાથી ભારે ચિંતા : વિદેશમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા ૮૦૦થી વધુ ભારતીયોમાંથી ૫૫%થી વધુ મોતો માત્ર ખાડી દેશોમાં; અસહ્ય ગરમી, નબળી સુરક્ષા અને માસિક પગારમાં વિલંબ માનસિક અને શારીરિક તણાવનું મુખ્ય કારણ5:43 PM IST
"કેનેડામાં ડ્રગ કાર્ટેલ પર મોટી સર્જિકલ સ્ટ્રાઈક!": $૯૭ મિલિયનના ડ્રગ્સ સાથે ૧૯ શંકાસ્પદોની ધરપકડ; મોટો ભાગ ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરોનો : ૧.૭ ટન નશાકારક દ્રવ્યો, ૧૭ હથિયારો અને લાખોની રોકડ જપ્ત; કેનેડા-યુએસ સરહદે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કનો ઓન્ટારિયો પોલીસે કર્યો પર્દાફાશ5:21 PM IST
કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય સમુદાય સ્તબ્ધ: ૨૬ વર્ષીય ભારતીય મૂળની મહિલાની સરેઆમ ગોળી મારીને હત્યા; આરોપી શરણજીત સિંહની ધરપકડ : ટૂંકી વાતચીત બાદ યુવતી પર ફાયરિંગ કરી ફરાર થયેલા ૩૭ વર્ષીય આરોપી સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ; કેનેડામાં ભારતીય મૂળની મહિલાઓ સામે ઘરેલુ અને ટાર્ગેટેડ હિંસાનો સતત બીજો કિસ્સો5:21 PM IST
કોણ છે નંદન નીલેકણી....?: ઇન્ફોસિસની સ્થાપના સાથે લખ્યો નવો ઇતિહાસ : ભારતના ડિજિટલ પરિવર્તનના શિલ્પકાર ને હવે દેશની પરીક્ષા સુધારણાની જવાબદારી સોંપતા નરેન્દ્રભાઈ મોદી આધાર યોજનાઃ ભારતની સૌથી મોટી ડિજિટલ ઓળખ વ્યવસ્થાના સર્જક, ડિજિટલ ઇન્ડિયાના મજબૂત આધારસ્તંભ, હવે પરીક્ષા સુધારણાની મોટી જવાબદારી4:01 PM IST
૧૬ રાજ્યોમાં મુશળધાર વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુના મોત : કુદરતી આફતે દેશભરમાં તબાહી મચાવી ! ભારતીય નકશા પર પૂરનું આટલું ભયાનક દ્રશ્ય પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી : કુદરતના પ્રકોપની ભયાનક તસ્વીરો આસામમાંથી પણ આવી રહી છેઃ બ્રહ્મપુત્ર નદીએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે તે બધું ગળી જવા તૈયાર લાગે છે10:31 AM IST
સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પનો 'એઆઈ' ધમાકો : ૬ કલાકમાં ૪૫ પોસ્ટ કરીને વિશ્વ રાજકારણમાં ગરમાવો લાવી દીધો : ઈરાન પર હુમલા અને ૨૦૨૮ની ચૂંટણીના સંકેતો આપ્યા : 'ટ્રમ્પ ૨૦૨૮' ના મગ, કેપ અને ટાઈમ ટ્રાવેલ મુવીના AI પોસ્ટરો શેર કર્યા (ન્યૂઝફર્સ્ટ) : સરેરાશ દર ૮ મિનિટે એક પોસ્ટ : ઈરાની ઓઈલ ટેન્કરો પર કબ્જો અને ખાર્ગ આઈલેન્ડ પર હુમલાના કૃત્રિમ ચિત્રો શેર કર્યા : વિરોધી રાજકીય નેતાઓ અને મીડિયા પર્સનાલિટીઝ પર પણ એઆઈ ઈમેજીસ દ્વારા આકરા પ્રહારો10:00 AM IST
પાણીની અછતને કારણે લંડનમાં સ્થિતિ વધુ ખરાબઃ એરપોર્ટના શૌચાલય અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા : રવિવારે લંડનના ગેટવિક એરપોર્ટ પર પાણી પુરવઠામાં વિક્ષેપ પડવાને કારણે મુસાફરોને મોટી અસુવિધાનો સામનો કરવો પડયો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજળી ગુલ થવાને કારણે એરપોર્ટનો પાણી પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા, એરપોર્ટ વહીવટીતંત્રે આ અસુવિધા બદલ માફી માંગી2:14 PM IST
ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ:સંસદમાં ચર્ચા કરવા મંત્રી કિરેન રિજીજુએ વિપક્ષને કરી અપીલ : તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંસદ કરતા ઉત્તમ મંચ લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે બીજો કોઈ હોઈ શકે નહીં. જો આટલા મોટા સુધારાઓ સામે પણ ગૃહમાં સાર્થક ચર્ચા ન થવા દેવાય, તો દેશના યુવાનોમાં ખોટો સંદેશ જશે.2:04 PM IST
જે હર્બલ ટીનો PM મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ તેનું કેટલું ટર્નઓવર રૂા. ૧૧ મહિલાઓએ માત્ર રૂા.૧ લાખથી કરી હતી શરૂઆત : વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમમાં નામ આવ્યા બાદ બિજનૌરની વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી ચર્ચામાં આવી : ગામની મહિલાઓએ નાના સ્તરે તેની શરૂઆત કરી હતીઃ આજે આ વ્યવસાય લાખોમાં પહોંચી ગયો છેઃ આ કામ સાથે જોડાયેલી મહિલાઓ દર મહિને સારી આવક પણ મેળવી રહી છે1:25 PM IST
‘‘ગંગા પર ચિકન બિરયાની ખાવી ગુનો નથી...'' : વારાણસીમાં ગંગા નદી પર બોટમાં ઇફતાર કરનારા ૧૪ મુસ્લિમ યુવકોની ધરપકડ અને લાંબા સમય સુધી જેલમાં રાખવાના મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાંએ સવાલ ઉઠાવ્યા : બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું અદાલતોની જવાબદારી ફોજદારી ન્યાય પ્રણાલીમાં એકસરખો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો10:39 AM IST
હવે ૨૧ વર્ષની ઉંમરે બની શકાશે MP અને MLA ? : તેલંગાણા સરકારે ઓગસ્ટમાં યોજાનારા વિધાનસભા સત્રમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી : આ પ્રસ્તાવ દ્વારા વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવાની ન્યૂનતમ વયમર્યાદા ૨૫ વર્ષથી ઘટાડીને ૨૧ વર્ષ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરાશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, દેશમાં Gen-Zની ૩૦% વસ્તી છે, પરંતુ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ ૧% થી ઓછું છે9:50 AM IST
અમરનાથ યાત્રામાં શ્રદ્ધાનો ઘોડાપૂરઃ પ્રતિકૂળ હવામાન વચ્ચે ૪.૧૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ટેકવ્યું માથું : જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનના પડકારો વચ્ચે ચાલુ વર્ષની અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ : હાલમાં પહલગામ માર્ગ પર સમારકામ ચાલુ હોવાથી યાત્રા સ્થગિત છે, જ્યારે બાલ્ટાલ રૂટ પરથી યાત્રા અવિરત ચાલુ છે10:30 AM IST
અમેરિકાના સિએટલ સેન્ટરમાં ગોળીબારની દર્દનાક ઘટના : બાઈટ ઓફ સિએટલ ફુડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગમાં ૨ લોકોના મોત : ૨ વર્ષના બાળક સહિત ૫ લોકો ઈજાગ્રસ્ત : જુઓ વિડીયો : ૭૪ એકરમાં ફેલાયેલા પાર્કમાં હજારોની મેદની વચ્ચે સરેઆમ ગોળીબારથી ભારે નાસભાગ અને અફરાતફરી : હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટરમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ : પોલીસે વિસ્તાર ખાલી કરાવી તપાસ હાથ ધરી9:04 AM IST
મહત્વના સમાચારો10:45 AM IST
ટ્રમ્પ-નેતન્યાહૂની વ્હાઇટ હાઉસમાં મહાબેઠક: ઈરાનનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ જંપશે નહીં? : ઈરાન સાથે ચરમસીમાએ પહોંચેલા યુદ્ધ અને અચાનક સેનેટર લિન્ડસે ગ્રેહામના નિધન વચ્ચે નેતન્યાહૂનો વોશિંગ્ટન પ્રવાસ: મધ્ય-પૂર્વના ભવિષ્ય અને સંભવિત પરમાણુ યુદ્ધની દિશા નક્કી કરશે આ ઐતિહાસિક મુલાકાત10:13 PM IST
'પિતા ભૂખમરાથી મૃત્યુ પામ્યા, ઘરે ખાવાનું નહોતું': પત્ની બે દિવસ મૃતદેહ સાથે રહી, દાનથી અંતિમ સંસ્કાર કરાયા : દીકરીની દર્દનાક દાસ્તાન : પડોશીઓને લાશ તપાસવાનું કહેવાયુ પરંતુ કોઈ તેને સ્પર્શ કરવા માંગતું ન હતું. બાદમાં લાશમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે લોકોએ ઉતાવળમાં તેનો અગ્નિસંસ્કાર કર્યો. 10:35 PM IST
LGBTQ લોકો પણ સમાજનો જ એક ભાગ છે અને તેમને સમાજમાં સમાન સ્થાન મળવું જોઈએ: સંઘ વડા મોહન ભાગવત : જુઓ વિડિયો : હૈદરાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે LGBTQ સમુદાયને લઈને મોટું નિવેદન આપ્યું: ભાગવતે જણાવ્યું કે આવા લોકોને નીચું જોવાને બદલે તેમની સાથે સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે વર્તવાની જરૂર છે.11:39 PM IST
મહારત્ન પીએસયુ 'સમુદ્ર મંથન' હાથ ધરશે, મહાનદી બેસિનમાં પ્રથમ ઊંડા પાણીનું ખોદકામ શરૂ કરશે; પ્રોજેક્ટ વિશે જાણો : એક જાહેર ક્ષેત્રની કંપની ONGC એ MN-DW18-1-H-D નામનો તેનો પ્રથમ ઊંડા પાણીનો ખોદકામ કૂવો ખોદવાનું શરૂ કર્યું: આ કૂવો મહાનદી ઓફશોર બેસિનમાં સ્થિત છે, જે ઓડિશાના કોણાર્ક કિનારાથી આશરે 23 નોટિકલ માઇલ દૂર છે 11:04 PM IST
નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ વડાપ્રધાનનો મોટો નિર્ણય : ટેકનોલોજી આધારિત માળખાકીય સુધારા કરવા કમિટીના વડા નંદન નિલેકણી, ISRO ભૂતપૂર્વ પ્રમુખ એસ. સોમનાથ, IB ભૂતપૂર્વ વડા તપન ડેકા, IIT ડાયરેક્ટર વી. કામકોટી, ભૂતપૂર્વ શિક્ષણ સચિવ શ્રીમતી અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ એક્સપર્ટ અમૃત લાલ મીણાને સોંપાઈ જવાબદારી : NTAમાં પરીક્ષા સુધારણા માટે 'હાઈ-પાવાર્ડ ટાસ્ક ફોર્સ' ની રચના : ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ : NTAના ૪૭ કર્મચારીઓ સામે કાર્યવાહી બાદ મોટો નિર્ણય9:22 PM IST

સફાઈ અભિયાન....

વિકાસની "ટાંકી"

ચેન્નાઈ ઉત્સવ

"સંવિધાન" પ્રેમ!

ગાંધી ચીધ્યા માર્ગે.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ બાદ ગાંધીનગરમાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક : નુકસાનીનો સર્વે, રાહત-સહાય અને પુનઃસ્થાપનની કામગીરી પર મુખ્ય ફોકસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સવારે ૯:૩૦ વાગ્યે મંત્રીમંડળની સમીક્ષા બેઠક : કૃષિ, આરોગ્ય, સફાઈ અભિયાન, રોગચાળા નિયંત્રણ, વીજ પુરવઠો અને વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ અંગે થશે વિસ્તૃત ચર્ચા9:13 AM IST
અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારી: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સ્કોટલેટ પ્રવાસે : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વિશેષ કમિટીના સભ્યો સ્કોટલેન્ડમાં ચાલી રહેલી ગેમ્સનું નિરીક્ષણ કરવા પાંચ દિવસીય પ્રવાસે રવાના:પ્રવાસથી ગુજરાતને વૈશ્વિક સ્તરના રમતગમત ઇવેન્ટ મેનેજમેન્ટની આધુનિક પદ્ધતિઓ શીખવામાં મોટી મદદ મળશે12:45 AM IST
આજે સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ દાહોદના લીમખેડામાં ૨.૦૧ ઇંચ, મહિસાગરના સંતરામપુરમાં ૧.૯૩ ઇંચ, અમદાવાદના ધંધુકામાં ૧.૭૭ ઇંચ, દાહોદના ફતેપુરામાં ૧.૭૩ ઇંચ, ખેડાના ઠાસરામાં ૧.૭૩ ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં ૧.૬૫ ઇંચ, ખેડાના મહેમદાવાદમાં ૧.૬૫ ઇંચ અને અમદાવાદના દસક્રોઈમાં ૧.૫૪ ઇંચ વરસાદ નોંધાયો : રાજ્યમાં છેલ્લા ૧૬ કલાક દરમિયાન ૨૯ જિલ્લાના ૧૫૦ તાલુકાઓમાં વ્યાપક મેઘ મહેર : મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિવિધ પંથકોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં : જુઓ સંપૂર્ણ સૂચિ11:03 PM IST
સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના કાઉન્સિલરો સસ્પેન્ડ થતાં ખાલી પડેલી દેવગઢ બારીયા નગરપાલિકાની બેઠકો પર આવતીકાલે જંગ જામશે : દાહોદ જિલ્લાની મહત્વની નગરપાલિકાની કુલ ૬ ખાલી બેઠકોની પેટાચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ: હાઈકોર્ટના ચુકાદા બાદ યોજાનારા મતદાનને પગલે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું10:36 PM IST
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે પણ રાજ્યમાં વરસાદની ભારે અસમાનતા : ઉમરગામમાં માત્ર બે દિવસમાં સિઝનનો ૬૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો : હવામાન વિશ્લેષક અથ્રેયા શેટ્ટીના મતે એકાદ વિસ્તારમાં અતિભારે વરસાદથી સમગ્ર રાજ્યની ખાધ પૂર્ણ થતી નથી : એલ-નીનોની અસર હેઠળ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ2:52 PM IST
અમદાવાદમાં બેઝમેન્ટમાં થયા એક ઉપર એક કારના ઢગલા : અમદાવાદના જોધપુરમાં રમકડાંની જેમ તણાઈ કરોડોની લક્ઝુરિયસ કારો : અમદાવાદમાં ભારે વરસાદને કારણે જોધપુરની અર્થ-૧૨ એલિગન્સ સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ઘૂસતાં લક્ઝુરિયસ ગાડીઓનો હાલ જોઈ રહીશોના જીવ અદ્ધરઃ ગાડીઓ એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાઈ હતી9:51 AM IST
જાપાનમાં યોજાનારી ૨૦મી એશિયન ગેમ્સમાં ગુજરાતના 'રેકોર્ડબ્રેક' ૯ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે : ૧૨ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા ત્રણ ગણી વધી : ૨૦૧૪માં માત્ર ૩ ખેલાડીઓ હતા, હવે ૯ ખેલાડી અને ૧ રિઝર્વ ખેલાડીની પસંદગી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ખેલ મહાકુંભ' અને 'શક્તિદૂત' અભિયાનના પરિણામે ગુજરાત મલ્ટી-સ્પોર્ટ્સ ગ્લોબલ પાવરહાઉસ બન્યું12:54 PM IST
દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપવા ગાંધીનગરમાં 'ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026' લોન્ચ : પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ ક્લસ્ટર મંજૂર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય : રૂ. ૨૭,૦૦૦ કરોડથી વધુનું રોકાણ : ૫ લાખ લોકોને તાલીમ આપવાનું લક્ષ્યાંક1:47 PM IST
સુરતના ડુમસમાં હેવાનિયત :13 વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ડ્રાઈવરે કેબિનમાં લઇ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું : ગંભીર-વાંટા નહેર રોડ પરથી પસાર થતી ૧૩ વર્ષીય માસૂમ બાળકીનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું : નરાધમ ટ્રક ડ્રાઇવર માસૂમ બાળકીને અત્યંત નાજુક અને ભયાનક સ્થિતિમાં છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયો12:47 AM IST
કપરાડા ૪ ઇંચ, અમીરગઢ ૩.૧૫, ડીસા ૨.૮૩ અને રાહ ૨.૪ ઇંચઃ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૬ ફુટે પહોંચીઃ કોઝવે ઉપરથી હજુ ૪૩૦૦૦ ક્યુસેક પાણી વહે છેઃ મધુવન ડેમમાં પાણીની આવક ઘટી છતાં ૮ દરવાજા હજુ ખુલ્લા : રાજ્યના ૧૩૭ તાલુકાઓમાં ધીમીધારે વરસતા મેઘરાજા : પાણી ઓસર્યા ભારે તારાજી સામે આવી... કરોડો નુ નુકસાન... વીમા કંપનીઓ થઈ દોડતી વાવ, થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લા માં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે યલો એલર્ટ જાહેર કરાયું, તંત્ર સજ્જ10:34 AM IST
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી ૪ જિલ્લામાં રેડ એલર્ટ : બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઓડિશા-પヘમિ બંગાળના દરિયાકાંઠા નજીક સજાયેલ ડિપ્રેશન આજે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ઉત્તર ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડ ફોલ કરે તેવી શકયતા : જેના પ્રભાવથી પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતાવધવાની શકયતાઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ૧ ઓગસ્ટસુધી સાર્વત્રિક વરસાદ રહેશે 1:28 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR' સેવાનો પ્રારંભ : સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે ઘરબેઠાં જ ફરિયાદ નોંધવાની નવી ડિજિટલ સુવિધા : ૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા જ સિસ્ટમ દ્વારા આપોઆપ જનરેટ થશે ઝીરો એફઆઈઆર : પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરીને અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા : પ્રથમ કેસમાં જ અમદાવાદના પીડિતના રૂ. ૧૫.૭૬ લાખથી વધુની રકમ બચાવી લેવાઈ10:25 AM IST
જૂનાગઢ રેન્જના ૫૦ લાખના સાયબર ફ્રોડનો ૨ વર્ષથી વોન્ટેડ આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચે રાતોરાત ઉઠાવી લીધો : દેશ છોડી સાઉદી, થાઈલેન્ડ, દુબઈમાં છુપાયેલો આરોપી ઇન્ટરનેશનલ નેટવર્કથી પણ બચી ન શકયો : સુરત પોલીસ કમિશનર વાંબાગ જમીર અને એડિશનલ પોલિસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. પરમાર અને સ્ટાફને મોટી સફળતા12:59 PM IST
રાજકોટના રૂખડિયા પરામાં યુવાનની ક્રૂર હત્યા : મિત્ર ચા પીવાના બહાને બોલાવી ગયા બાદ બે શખ્સો ઘર પાસે લોહીલુહાણ હાલતમાં લાશ ફેંકી ફરાર : જુઓ વિડીયો : છરીના ઘા ઝીંકી કલરકામ કરતા ૨૩ વર્ષીય ઉમંગ જાખેલીયાની હત્યાથી ચકચાર : રોકડ રકમ અને સોનાની ચેન લૂંટી લીધાનો પરિવારનો આક્ષેપ : પ્ર.નગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ8:45 PM IST
કોમ્બીંગ નાઇટમાં છરી સાથે ૬૦, દારૂ પીધેલા ૪૬ પકડાયા : કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનેગારો પર પોલીસની ધાક રહે તે માટે પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનરની સુચનાથી કાર્યવાહી : શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ડ્રાઇવ યોજાઇઃ પકડાયલા તમામ સામે ગુના દાખલ કરવામાં આવ્યા3:41 PM IST
કાલે રાજકોટ પોસ્ટલ કર્મચારીઓ દ્વારા ધરણા 2:46 PM IST
‘નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ' અને ‘બાયોઇન્ફોર્મેટિક્સ' પર રાષ્ટ્રીય હેન્ડ્સ-ઓન વર્કશોપનો પ્રારંભ : રાજકોટ ખાતે ક્લિનિકલ વાયરોલોજી વર્કશોપમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૫ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો તાલીમમાં જોડાયાઃ ડો.દોરાયરાજનના હસ્તે ઉદ્ઘાટન : જિનોમિક સિક્વન્સીંગ આજે કિલનિકલ વાયરોલોજીનું અભિન્ન અંગ બની ગયેલ છેઃ કર્નલ અશ્વિની અગ્રવાલ : નેક્સ્ટ જનરેશન સીકવન્સીંગ અને જિનોમિક ટેકનોલોજી આધુનિક આરોગ્ય સેવામાં મોટું પરિવર્તન લાવી રહી છેઃ ડો.દોરાયરાજન2:43 PM IST
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS 'શલ્યતંત્ર' વિષયનું પેપર લીક થયાના આક્ષેપોથી ખળભળાટ : વાઇસ ચાન્સેલર નરેશ જૈન દ્વારા તપાસના આદેશ : જુઓ વિડીયો : ત્રણ અધિકારીઓની કમિટી દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ : કસૂરવાર સામે આકરી શિક્ષાત્મક કારવાઈ, દંડ અને એફઆઈઆર દાખલ કરવા સુધીના કડક પગલાં લેવાશે11:07 PM IST
દેવભૂમિ દ્વારકામાં ૨૦૦ને નોટિસ ફટકાર્યા બાદ બુલડોઝર ફરી વળ્યું : નેશનલ હાઇવે પરના ગેરકાયદે દબાણો હટાવવા નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેર વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ અને રેવન્યુની સંયુક્ત કામગીરી શરૂઃ ઓનેસ્ટ હોટલથી હાથીગેટ સુધી ૪ દબાણો હટાવાયા : દ્વારકાથી હર્ષદ સુધીના વિસ્તારમાં ૧૫૦ નોટિસો અને કુરંગાથી ખંભાળિયા સુધીના વિસ્તારમાં ૫૦ નોટિસો આપવામાં આવી11:15 AM IST
મોરબી જિલ્લાના માળીયામિયાણા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર સાડા ૩ કલાકમાં ૪ થી ૫ ઇંચ વરસાદથી ૫ ગામો જળબંબાકાર : ખેડૂતોમાં ખુશીની લહેર : રાત્રે જુના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, વેણાસર અને કુંભારીયામાં મુસળધાર વરસાદ, રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી : મોડી રાત્રિના બાર વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું1:06 PM IST
સાંદીપનિ ગુરુકુળ પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમા પૂર્વ સંધ્યાએ ગુરુજનોનું ભાવપૂજન : ‘પોરબંદર બન્યું સારસ્વતોનું સન્માન ધામ’ વિષયક શિક્ષણ પરિસંવાદ યોજાયો : ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા ઉપક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો અને એવોર્ડ વિજેતા સારસ્વતોનું સન્માન : શિક્ષણ, સંવેદના અને ઈનોવેશનના અનુભવોથી સાંદીપનિ પરિસર ગુંજી ઉઠ્યું11:40 PM IST
કચ્છમાં ટેન્કરમાંથી ૫૧ લાખનો દારૂ મળ્યો11:13 AM IST
અમિતભાઇ શાહ વર્ચ્યુઅલ જોડાશેઃ જામનગર જીલ્લા સહકારી બેન્કની મુખ્ય કચેરીની આધુનીક વિશાળ ઇમારતનું કાલે ઉદઘાટન : બેઠક રોડ પર ૨૫ હજાર ચો.ફુટ જમીન પર કરાયું નિર્માણઃ રાજયના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાશેઃ જી.એસ.સી.બેંકના ચેરમેન અજયભાઈ પટેલે રહેશે ઉપસ્થિતઃ હાલારના સાંસદ-ધારાસભ્યો-સહિતના સ્થાનિક રાજકિય અગ્રણીઓ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે1:24 PM IST
ઉપલેટામાં આડેધડ ખોદકામથી અનેક રસ્તાઓની હાલત બિસ્માર : ઉપલેટામાં ભૂગર્ભ ગટર જલશે નલ અને ગેસ પાઇપ લાઇનના કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ અને તેની ઉપર વરસાદના પાણી ભરાતા શહેરના રોડ રસ્તાઓ ઉપર ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય વાહન ચાલકો રાહદારીઓ ધંધાદારીઓ વેપારીઓ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં11:27 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી શોધ: હવે પ્લાસ્ટિકના કચરામાંથી એવિએશન ફ્યુઅલ તૈયાર થશે: ચીનના વિજ્ઞાનીઓની અદભૂત સિદ્ધિ : પ્લાસ્ટિક પ્રદૂષણ અને વિમાનના ઈંધણના ઉકેલ માટે નવી ટેકનોલોજી વિકસાવાઈ: કેમિકલ કન્વર્ઝન પ્રોસેસ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી હાઈ-ક્વોલિટી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા5:51 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
"ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કરવા સજ્જ રિલે સ્ટાર રાજેશ રમેશ; વધુ એક આંતરરાષ્ટ્રીય મેડલ પર નજર : ૨:૫૯:૦૫ નો એશિયન રેકોર્ડ હોલ્ડર અને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડાલિસ્ટ રાજેશ રમેશ ક્વાર્ટર-માઈલર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે; IIS ના સ્પોર્ટ સાયન્સ અને કઠિન ટ્રેનિંગને આપ્યો સફળતાનો શ્રેય5:23 PM IST
ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ : ભારતની વેઇટલિફ્ટર બિંદ્યારાણી દેવીએ મહિલાઓની ૫૮ કગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો : ભારતનો કુલ મેડલ આંક ૬ પર પહોંચ્યો : નાઇજીરિયાની રાફિયાતુ લાવલે ગોલ્ડ અને કેનેડાની એન સોફી તાસચેરાઉએ સિલ્વર જીત્યો : ૧૯૯ કગ્રા વજન ઊંચકીને બિંદ્યારાણીએ સતત બીજી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાની સિદ્ધિ મેળવી11:51 PM IST
માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ કેમ ? પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ કહ્યું --સવાલ માત્ર એક વ્યક્તિનો કેમ? જવાબદારી તો દરેકની નક્કી થવી જોઈએ : અજય જાડેજા એ કહ્યું કે, દેશભરમાં પરીક્ષાઓની વિશ્વસનીયતા જાળવવા માટે 'એક દેશ, એક જવાબદારીનો માપદંડ' હોવો જોઈએ. કોઈપણ રાજ્ય હોય કે કેન્દ્ર, પરીક્ષા સંબંધિત ગંભીર ગેરરીતિ સામે સમાન રીતે જવાબદારી નક્કી થવી જરૂરી છે.2:03 PM IST
"મેડલ તરફ ભારતની છલાંગ!": કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં મુરલી શ્રીશંકર, સાજન પ્રકાશ અને તેજસ શિરસે ફાઇનલમાં પહોંચ્યા, ગુરિન્દરવીર નિષ્ફળ : રાષ્ટ્રમંડળ રમતોના પાંચમા દિવસે ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતનું મિશ્ર પ્રદર્શન; મુરલી શ્રીશંકરે પ્રથમ પ્રયાસમાં જ ૮.૦૧ મીટરની કૂદકો મારી ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી5:27 PM IST
ઉત્તરાખંડની પહાડી ખીણોને વૈશ્વિક ઓળખ આપનારું અભિનેત્રી મંદાકિનીનું સદાબહાર ગીત 'હુસ્ન પહાડો કા' આજે ચાર દાયકા બાદ પણ ચાહકોના હૃદયમાં અકબંધ : હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' ના શૂટિંગની અજાણી વિગતો: કશ્મીર નહીં પરંતુ ઉત્તરકાશીની હર્ષિલ અને ધરાલી ઘાટીના કુદરતી ઝરણાંઓ વચ્ચે કલ્ટ લવ સોંગનું કરાયું હતું ભવ્ય ફિલ્માંકન10:34 PM IST
"જો તેમની ગર્લફ્રેન્ડ્સ આવીને નહીં લડે તો...": શું લોક અપ 2 ના સનસનાટીભર્યા ટ્વિસ્ટ બાદ ધીરજ ધૂપરે હર્ષદ ચોપડા અને શિવાંગી જોશીના સંબંધો પર મારી મહોર? : 'લોક અપ ૨' માંથી બહાર ફેંકાયા બાદ ટીવી એક્ટર ધીરજ ધૂપરના ઈન્ટરવ્યુએ મનોરંજન જગતમાં મચાવી સનસનાટી; હર્ષદ-શિવાંગી અને યોગેશ-આકાંક્ષાના રિલેશનશિપ અંગે કર્યો મોટો ઈશારો5:24 PM IST
શાપર-વેરાવળના પત્રકાર પંકજભાઇ ટીલાવતનો જન્મદિવસ11:26 AM IST
પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટનો જન્મદિવસ2:50 PM IST













































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































