News of Thursday, 5th June 2025
સદર ઉપાશ્રયના ટ્રસ્ટી મધુકાંત શાહનો જન્મદિનઃ ૮૦ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઇ શાહનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૯ પૂર્ણ કરી ૮૦ માં પ્રવેશ કરશે. તેઓએ ૩પ વર્ષ બેન્ક ઓફ બરોડામાં કામ કરેલ છે. અને ચીફ મેનેજર તરીકે રીટાયર્ડ થયેલા છે. રાજકોટ સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ, વાત્સલય જ્ઞાન વર્ધક સંધ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, બહેરા મુંગા શાળા, મધર ટેરેસા આશ્રમ, જીવદયા ગ્રુપ રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સાયલા પાંજરાપોળ વગેરમાં સેવા આપી રહયા છે. મધુકાંતભાઇ તથા તેમનાં પત્ની નિત્ય સામાયીક કરે છે. સાધુ સાધ્વજીઓની વૈયાવચ્ચમાં પણ અગ્રેસર રહે છે. તેમના મોટા પુત્ર સમ્યક લંડનમાં ચાર્ટડ એકાઉન્ટ છે અને તથા નાના પુત્ર ધર્માગભાઇ રાજકોટમાં એલ.આઇ.સી. એજન્ટ છે. મો. ૯૮૭૯૯ ૭૨૮૯૩
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
