<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

યુવા લોયર્સ ઍશો.ના પ્રમુખ કિરીટ નકુમનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા.૧૨ઃ તેજ, તાકાત અને તરવરાટનો સમન્વય ઍવા રાજકોટના યુવા ઍડવોકેટ કિરીટ નકુમ નો આજે તા. ૧૨ જુન ના રોજ જન્મ દિવસ છે. સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનપણથીજ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને રાજકોટની અનેક સામાજીક, શૈક્ષણીક, ધાર્મીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નિષ્ઠાવાન અને પ્રતીષ્ઠાવાન વ્યકિત તરીકે પોતાના મીલનસાર સ્વભાવના કારણે ખુબ જ લોકચાહના અને બહોળું મીત્રવર્તુળ ધરાવે છે. અને વિધાર્થી સહાય માટે હંમેશા તત્પર રહે છે.
યુવા લોયર્સ ઍશોસીઍશન, રાજકોટના પ્રમુખ કિરીટ નકુમ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્યારે વિશાળ મીત્ર વર્તુળ, સગા-સ્નેહીજનો–વડીલો તરફથી મોબાઈલ નંબર ૯૮૨૪૮ ૮૯૯૩૯ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(2:32 PM IST)