<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાષ્‍ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદના ઉપાધ્‍યક્ષ રાજેન્‍દ્રભાઈ દવેનો આજે ૬૮મો જન્‍મદિવસ

રાષ્‍ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ના ઉપાધ્‍યક્ષ અને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ હળવદ તાલુકાના પૂર્વ કાર્યવાહ રાજેન્‍દ્રભાઈનો આજે ૬૮મો જન્‍મદિવસ છે નાનપણથી નૈતિકતા - ઉદારતા-પરિવાર ભાવના-વડીલોની સેવા- રાષ્‍ટ્રભક્‍તિ જેવા અનેક સંસ્‍કારોથી તેમનું જીવન ભરેલું છે નાનપણથી જ ઘરની જવાબદારી અને ખેતીકામથી લઈ અનેક વ્‍યવસાયમાં કાળી મજૂરી કરી સંઘર્ષમય જીવન જીવી પરિવારની સાથે રાષ્‍ટ્રસેવાના કાર્યોમાં પણ અવિરત પોતાનું યોગદાન આપતા આવ્‍યા છે.

 નાનપણથી સંઘના સ્‍વયંસેવક તળતીય  વર્ષ શિક્ષિત સ્‍વયંસેવક ... તળતીય વર્ષ  હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે નાગપુર ખાતે કર્યું... ૨૦ દિવસ સાથે રહ્યા... નરેન્‍દ્રભાઇને મળવાનું થાય ત્‍યારે નામજોગ બોલાવે... ઘણા વર્ષો સુધી સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષક તરીકે સેવા આપવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થયું સંઘ માં પણ વિવિધ જવાબદારી સંભાળી અને હાલ રાષ્‍ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્‍ઠાન સંસ્‍થા માં ઉપાધ્‍યક્ષ તરીકે સેવા આપે છે  મચ્‍છુ જળ હોનારત વખતે એક અઠવાડિયું મોરબી ખાતે સેવામાં ખડેપગે રહ્યા હતા અને હોનારત માં મળત્‍યુ પામેલા  અનેક દિવંગત ના અગ્નિસંસ્‍કાર થી લઈ સ્‍વચ્‍છતા કાર્યમાં જોડાયા હતા ત્‍યારે કોઈ પણ કટોકટીના સમયે પોતે પોતાનું અમૂલ્‍ય યોગદાન આપતા આવ્‍યા છે પોતે અડગ મન ધરાવે છે જે કાર્ય ધારે તે પૂરૂ કરે છૂટકો... યુવાનો ને શરમાવે તેવી સ્‍ફૂર્તિ અને સ્‍વસ્‍થતા પ્રભુકળપાથી કાયમ છે અત્રે ઉલ્લેખનીય કે હળવદમાં સેવાના ભેખધારી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે જેવા પુત્રને જન્‍મ આપી તેમનામાં રાષ્‍ટ્રભક્‍તિ અને સેવાના સંસ્‍કારોનું સિંચન કર્યું છે આજે તેઓના જન્‍મદિવસ નિમિતે સ્‍નેહીજનો રાજેન્‍દ્રભાઈને તેમના મોબાઈલ નંબર ૯૦૧૬૪૬૧૦૦૦ પર શુભકામનાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. 

(11:29 AM IST)