<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 યુવા કર્મયોગીઓનો નવો વર્ક ફોર્સ જોડાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા : વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપિલનો પ્રતિસાદ આપતા કૃષિ વિભાગ દ્વારા ગાંધીનગરમાં નિમણૂંક પત્રો વિતરણનો કાર્યક્રમ:ખેતી મદદનીશ તરીકેની લાંબી કારકિર્દીમાં યુવાઓને કાર્ય પદ્ધતિમાં વૈવિધ્યતા-ટેકનોલોજીનો ઉપયોગ અને પોતાને અપગ્રેડ કરતા રહીને અન્નદાતાને મદદરૂપ થવા મુખ્યમંત્રીનું આહવાન:કૃષિ ક્ષેત્ર સમગ્ર દેશના અર્થતંત્રનો પાયો છે અને કૃષિ વિભાગમાં જોડાવાની તક એ ખેડૂતોની સેવા માટેની ઉત્તમ તક છે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી7:26 PM IST

અમદાવાદની એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટના ડો.અમન પટેલની ઐતિહાસિક સિધ્‍ધિ : ગુજરાતમાં પ્રથમવાર ‘ટ્રાન્‍સ કેવલ ટાવર' અને ‘પલ્‍મોનરી વાલ્‍વ'ની જટીલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડતા ડો.અમન પટેલ : અમદાવાદની એપેક્‍સ હાર્ટ હોસ્‍પીટલના આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કાર્ડિયોલોજીસ્‍ટ પદ્મભૂષણ ડો.તેજસભાઇ પટેલના પુત્ર ડો. અમન પટેલે ગુજરાતના બે દર્દીઓ ઉપર વાલ્‍વને લગતા બે ખુબજ અઘરા કેસને સફળતા પૂર્વક પાર પાડયા. * બે જ દિવસમાં ડોક્‍ટર સાહેબે ગુજરાતના સૌ પ્રથમ બે યુનિક કેસ કરી ઇતિહાસ રચી દીધો. *૬૦ વર્ષના મહિલા દર્દીના ઓપન હાર્ટ સર્જરીના ૧૦ વર્ષ પછી શરૂ થયેલ વાલ્‍વના પ્રોબ્‍લેમમાં પગની નસો બહુ સાંકડી હોય અને સામાન્‍ય રસ્‍તો વાપરી શકાય તેમ નહોય, આ જટિલ કેસ ‘ટ્રાન્‍સ કેવલ ટાવર' પદ્ધતિનો ઉપયોગ કરી નવજીવન આપ્‍યું. *ટ્રાન્‍સ કેવલ ટાવર પધ્‍ધતિથી વાલ્‍વ બદલવામાં ૩ થી ૪ ટકા જોખમ રહેલું હોય છે. જ્‍યારે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ૧૫ થી ૨૦ ટકા હોય છે. *ગુજરાતમાં વાલ્‍વના દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે. *જનમથી અસામન્‍ય હાર્ટ સાથે રહેલા અને અચાનક બેભાન થઇ જતા દર્દી જે હાલ ૪૨ વર્ષના છે તેના પર ‘પલ્‍મોનરી વાલ્‍વ સર્જરી' અને પેસમેકર મુકી સ્‍વસ્‍થ કર્યા જે પણ ગુજરાતમાં પ્રથમવાર બન્‍યું.3:08 PM IST

સાસરીયામાં દુઃખી પરિણીતાને કુટુંબી દિયરે લગ્નની લાલચ દઇ દેહ પીંખ્‍યોઃ સગર્ભા થતાં કહ્યું-બાળક કોનું હોય કેમ ખબર પડે? : લગ્નના એક વર્ષ બાદ સાસરિયામાં ત્રાસ શરૂ થયોઃ પરિણીતાને રડતી જોઇ કુટુંબી દિયરે-ભાભી હું તમારી સાથે જ છું કહી મોબાઇલ નંબરની આપ લે કરીઃ પછી કહ્યું-તમે મને ગમો છો, તમારા પતિને છોડી દો તો હું લગ્ન કરી લઇશઃ પરિણીતા લાગણીમાં લપેટાઇ અને જિંદગી બગડી એક વખત ભાગીને લગ્ન કરવાના નામે અમદાવાદ લઇ ગયોઃ ત્‍યાં પણ હોટેલમાં શરીર સંબંધ બાંધ્‍યાઃ પરત આવતાં પતિએ અપનાવવાની ના પાડીઃ પછી જેના પર વિશ્વાસ મુક્‍યો હતો એ કુટુંબી દિયર પણ ફરી ગયોઃ પાંચ દિવસ પહેલા દિકરીને જન્‍મ દેનાર પરિણીતાની બી-ડિવીઝનમાં દૂષ્‍કર્મની ફરિયાદઃ પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. શ્‍યોરાએ તપાસ હાથ ધરી2:38 PM IST

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમત કથા પ્રસંગે ભવ્ય આયોજનઃ હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ ૧૧ અક્ષત કળશો રાજકોટમાં આગમન : તા. ૪ જૂન સાંજે ૬ વાગ્‍યે રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અક્ષત કળશનું ધાર્મિક અને સાંસ્‍કૃતિક મહત્‍વ ઉજાગર કરતી કળશ યાત્રા પદયાત્રા નીકળશે જેના દ્વારા સનાતન સેતુ હનુમંત કથામાં જોડાવવાનું નિમંત્રણ પાઠવવામાં આવશેઃ આજરોજપરમ પૂજ્‍ય સંત શ્રી ભક્‍તિ પ્રકાશ સ્‍વામી ખીરસરા ખાસ ઉપસ્‍થિતઃ રેસકોર્સ મેદાન ખાતે તા. ૫, ૬ અને ૭ જૂને પ. પૂ. શ્રી ધીરેન્‍દ્રકૃષ્‍ણ શાષાીજી મહારાજ (બાબા બાગેશ્વર ધામ) ના મુખ થી હનુમંત કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ2:20 PM IST