<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પ્રગતિ પરમાર્થ અને પ્રસન્‍નતાના પર્યાય રમેશ મેરજાનો જન્‍મદિન

યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ પર મુશળધાર શુભેચ્‍છા વર્ષા

રાજકોટ તા. ર૮: નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠા એવી ઠસોઠસ, ટકે વરસેવરસ... આ વાકય ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાને લાગુ પડે છે. આજે તેમના જીવનના વધુ એક નૂતન વર્ષનો પ્રથમ દિવસ છે. તેમનો જન્‍મ ર૮ જુન ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષના દ્વારે કદમ માંડયા છે.

શ્રી રમેશ મેરજા પ્રગતિ, પરમાર્થ અને પ્રસન્‍નતાના પર્યાય છે તેઓ મૂળ મોરબીના ચમનપર ગામના પાટીદાર રત્‍ન છે. જી.એ.એસ. અને આઇ.એ.એસ. કેડરમાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત થયા બાદ યાત્રાધામ બોર્ડમાં ચાવીરૂપ સ્‍થાને કાર્યરત છે. તેઓ રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, પાલીતાણામાં પ્રાંત અધિકારી, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજય સ્‍ટેમ્‍પ ડયુટી અધિક્ષકની કચેરીમાં અધિ. કલેકટર અને મહેસાણામાં નિવાસી અધિક કલેકટર ભાવનગરમાં કલેકટર, અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો પણ રમેશ મેરજા બારેમાસ... મો. ૯૯૦૯પ ૦૧પ૦૧ ગાંધીનગર. 

(2:03 PM IST)