News of Wednesday, 16th July 2025
નીતિન ઢાંકેચા સહકારી ક્ષેત્રે ચમકયા, આજે શુભેચ્છકો મન મૂકીને વરસ્યા
સરધારનો વટ, રાજકોટમાં જમાવટઃ પ૬મું બેઠુ

રાજકોટ : હૈયામાં હેત અને હોઠ પર હાસ્ય, એ જ નીતિન ઢાંકેચાના સુખી જીવનનું રહસ્ય. આજે તેમના માટે વિશેષ મનગમતો દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૦ ના વર્ષની ૧૬ જૂલાઇએ થયેલ. આજે જીવનના પ૬માં વર્ષને ઉમળકાથી આવકાયું છે.
રાજકોટ તાલુકાના સરધારના પ્રતિષ્ઠિત ખેડૂત પરિવારના સૂપૂત્ર શ્રી નીતિન ઢાંકેચા જાહેર જીવનમાં વર્ષોથી જાણીતા છે. રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય, માર્કેટ યાર્ડના ડીરેકટર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વગેરે પદ પર રહી ચૂકયા છે. રાજકોટ-લોધિકા સહકારી સંઘમાં બે દાયકા સુધી ચેરમેન તરીકે રહેલ. ભકિતનગર સોસાયટીમાં પણ તેમનું યોગદાન છે. સરધાર સ્વામિનારાયણ મંદિર સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટી અને સંતોના કૃપાપાત્ર હરિભકત છે. તેઓ ઘડીયાલના કાંટા ચોટાડવામાં નહિ, સમયની સાથે ચાલવામાં માને છે. બહારો ફુલ બરસાઓ, આજ નીતિન ઢાંકેચા કા જન્મદિન આયા હૈ... મો. ૯૪ર૬૯ ૧૧૧૦૧ રાજકોટ
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
