નિંભર તંત્ર મોત...માતમ... ચિત્કારની રાહ જોતું'તું : પુલ દુર્ઘટના મામલે પ્રજામાં ભારે આક્રોશ : મોરબીકાંડ પછી પણ કોઇ બોધપાઠ ન લીધો : ઓગષ્ટ ૨૦૨૨માં જ પુલ ‘મોતનો પુલ' બનશે એ મુજબની રજુઆતથઇ હતી પણ તંત્ર ઉંઘતું રહયું : પત્ર લખી - રિમાઇન્ડર લખી પુલ બંધ કરવા જણાવાયું હતું છતાં તંત્ર બેદરકાર રહયું : ૨૦૨૨ની ચેતવણીની અવગણના ભારે પડી : મૃત્યુઆંક વધીને ૧૫ : હજુ ચાર લોકો લાપત્તા : તંત્રને ઢંઢોળવા ર૦રરમાં જે પત્ર થકી ધ્યાન દોરાયુ તે પત્રની નકલ3:06 PM IST
પીએમ મોદીનો અનોખો રેકોર્ડઃ ૧૭ વિદેશી સંસદોને સંબોધિત કરી : આ આંકડો કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો દ્વારા આપવામાં આવેલા કુલ ભાષણો જેટલો છેઃ ૨૭ દેશોનું સર્વોચ્ચ સન્માન મળી રહ્યું છે : આ મહિનાના પહેલા અઠવાડિયામાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો અને નામિબિયાની સંસદોને સંબોધિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે10:13 AM IST
આશ્ચર્યજનક ભાષાશાસ્ત્રીય ખુલાસો : અંગ્રેજીમાં ૦ થી ૯૯૯ સુધીના કોઈ પણ આંકડાના શબ્દમાં 'એ' (a) અક્ષર આવતો નથી! : સત્તાવાર અમેરિકન અંગ્રેજીની જોડણી પ્રણાલી મુજબ 'અને' (and) શબ્દને બાકાત રાખતા કરાયેલા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બહાર આવ્યું અનોખું સત્ય : શું તમે ક્યારેય આ રસપ્રદ તારણ પર ધ્યાન આપ્યું હતું?11:29 PM IST
ભુવનેશ્વરમાં કોંગ્રેસની બંધારણ બચાવો રેલી: રાહુલ ગાંધી અને ખડગે ભાગ લેશે: પોલીસે ટ્રાફિક એલર્ટ જારી કર્યું : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે ભુવનેશ્વરની મુલાકાતે : કોંગ્રેસની 'બંધારણ બચાવો' રેલીને સંબોધિત કરશે. રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી 1:13 AM IST
ડંકી રૂટ કેસમાં ઇડીની મોટી કાર્યવાહી :પંજાબ અને હરિયાણામાં 11 સ્થળોએ દરોડા :30 પાસપોર્ટ જપ્ત : કરોડોના વ્યવહાર ખુલ્યા : અનેક ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને ગુનાહિત રેકોર્ડ જપ્ત : એજન્ટો દ્વારા કરોડો રૂપિયાના રોકડ અને હવાલા વ્યવહારો હોવાના નક્કર પુરાવા મળ્યા :ઘણા એજન્ટો અને ઇમિગ્રેશન કંપનીઓના નામ સામે આવ્યા 12:40 AM IST
મથુરા હોળી ગેટ અતિક્રમણ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો: એક મહિનાનો સમય આપ્યો : મથુરાના હોલી ગેટ પર અતિક્રમણ દૂર કરવા માટેની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી. ઉત્તર પ્રદેશ સરકારને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો : આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી1:11 AM IST
'મી મહારાષ્ટ્રચી મુલગી આહે': મહારાષ્ટ્ર ભાષા વિવાદ પર શિલ્પા શેટ્ટીનો બોલ્ડ જવાબ, 'KD: ધ ડેવિલ' ના પ્રમોશન ઇવેન્ટમાં કરી સ્પષ્ટતા! : જુઓ વિડીયો : અભિનેત્રીએ પોતાની આગામી ફિલ્મની સર્વસમાવેશક પ્રકૃતિ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, "અમારી ફિલ્મ બહુભાષી છે. ઇસકો હમ મરાઠી મેં ભી ડબ કર સકતે હૈ," 10:49 PM IST
રશિયામાં કામદારોની અછત ! આ વર્ષે ભારતમાંથી 10 લાખ લોકોને નોકરી આપશે: અલગ અલગ સેક્ટરમાં મળશે રોજગાર : ભારતીય કામદારોને ધાતુના કારખાનાઓ, મશીન ઉદ્યોગ અને બાંધકામમાં નોકરી મળશે : આ યોજનાને સરળ બનાવવા માટે, રશિયા ભારતમાં એક નવી સિસ્ટમ બનાવી રહ્યું છે જેથી વિઝા અને દસ્તાવેજોનું કામ પણ ઝડપથી થઈ શકે10:47 PM IST
આ મંદિરને આજે પણ રેલવે ચડાવે છે ચઢાવો! 200 વર્ષ જૂનો છે ઇતિહાસ, માન્યતા પણ છે રસપ્રદ: જ્યાં પાટાઓ પર ટ્રેનો રોકાઈ જતી હતી, ત્યાં બન્યું ચમત્કારી 'લોદી બાબા ધામ'! : રેલવે અધિકારીઓએ આ મંદિર પરિસરમાં પૂજા-પાઠ કરાવ્યા અને લોદી બાબાને ચઢાવો ચડાવ્યો. આશ્ચર્યજનક રીતે, આ પછી તમામ અવરોધો દૂર થઈ ગયા 9:51 PM IST
ભારતનું આકરું વલણ: અમેરિકા સામે WTO માં પ્રતિશોધાત્મક ટેરિફનું આયોજન, સ્ટીલ-એલ્યુમિનિયમ પરના શુલ્કનો આપશે જવાબ! વેપાર કરાર વાટાઘાટો વચ્ચે તણાવ! : આ નિર્ણયનો સમય અત્યંત મહત્વપૂર્ણ છે, કેમ કે બંને દેશો વેપાર કરાર અંગે ચર્ચાઓ કરી રહ્યા છે, જેનો પ્રારંભિક તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.9:50 PM IST
સમુદ્રમાં જંગની નવી તૈયારી: ચીન 95% ગ્લોબલ ઇન્ટરનેટને દાવ પર લગાવી રહ્યું છે? 4000 મીટર ઊંડે સુધી કેબલ કાપતું 'ગુપ્ત' ડિવાઇસ બનાવી દુનિયામાં ખળભળાટ મચાવ્યો! : એન્જિનિયર હૂ હાઓલોંગનના ડિવાઇસમાં 6 ઇંચનું હીરા ગ્રાઇન્ડિંગ વ્હીલ છે જે 1600 RPM (રિવોલ્યુશન પર મિનિટ) ની ઝડપે ફરે છે. 1 કિલોવોટની મોટર અને 8:1 ના ગિયર રીડ્યુસરથી પાવર 9:49 PM IST
દક્ષિણ ભારતના રાજ્યોની સફળતા બાદ ગુજરાત પણ અપનાવશે GPR મોડલ : નાગરિકોને હવે અરજીની રીઅલ - ટાઇમ માહિતી WhatsApp / SMS પર મળશે! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પારદર્શિતા વધારવા અને સરકારી કચેરીઓમાં ભીડ ઘટાડવા કમિશનનો અહેવાલ મંજૂર : ૬૩ તાલુકામાં અમલ : દક્ષિણના રાજ્યો અને વૈશ્વિક મોડલનો અભ્યાસ8:10 PM IST
જુઓ ઢગલાબંધ મહત્વના સમાચારો ઉડતી નજરે7:52 PM IST
શ્રાવણમાં બારે મેઘ ખાંગા : 3 દિવસ સુધી વાવાઝોડા અને મુશળધાર વરસાદ પડશે : હવામાન વિભાગનું એલર્ટ જાહેર : દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા-પંજાબ, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢમાં વાવાઝોડા, વીજળી અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી : બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર 7:25 PM IST
કન્હૈયા કુમારને રાહુલ ગાંધી સાથે વાહનમાં બેસતા કેમ રોકવામાં આવ્યો? કોંગ્રેસે RJDના દબાણમાં કન્હૈયાને રાહુલ સાથે જવા દીધો ન હતો : : ઘણા લોકો તેને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે RJD એ કન્હૈયાને રોક્યો હતો : કન્હૈયાની જેમ, પૂર્ણિયાના લોકસભા સાંસદ પપ્પુ યાદવ પણ રાહુલ ગાંધીની કારમાં ચઢવા માંગતા હતા પરંતુ તેમને પણ રોકવામાં આવ્યા 6:57 PM IST
પારિવારિક મૂલ્યો અને સંબંધોની મધુરતાને ઉજાગર કરશે ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' : ગુજરાતી સિનેમામાં તા. ૧૮ જુલાઇના રોજ ઉમેરાશે એક નવો અધ્યાય : પરિવારથી મોટું સુખ કોઇ નથી, પારિવારીક મૂલ્યોની વાત કરતી અદ્ભૂત સફર એટલે ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' : ફિલ્મના ક્રિએટીવ પ્રોડયુસર, જાણીતા લેખક અને પત્રકાર આશૂ પટેલ : આ ફિલ્મ અમદાવાદ, માધવપુર ઘેડ (જયાં કૃષ્ણએ રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા) અને વૃંદાવન સહિતના વિવિધ સ્થળોએ ફિલ્મ શૂટ કરવામાં આવી છે. વૃંદાવનમાં ભગવાનનું મુખારવિંદ, ગિરિરાજજી પરિક્રમા માર્ગ, ચંદ્ર સરોવર, વિશ્રામ દ્યાટ સહિત અનેક જગ્યાઓ દર્શાવાઇ છે. ‘પ્રેક્ષકોએ પાયરેટેડ ફિલ્મો ન જોઇ થિયેટરમાં જવું જ જોઇએ. ગુજરાતી ભાષાનું સ્વાભિમાન હોવું જરૂરી છે. : ફિલ્મમાં પિતા, પુત્ર, વહુ, કાકા-મામા-માસા-ફઇ-ફુવા-ભાણેજ સહિત બધાને વણી લેવાયા છે. કુલ ૩૫ : જેટલા કલાકારો ત્રણ પેઢી સાથે બેસી જોઇ શકે તેવી આ ફિલ્મ2:27 PM IST
દિલ્હીમાં હૃદય કંપાવી દેનારો બેવડો હત્યાકાંડ : 'માસૂમનો સોદો, ગર્ભપાત કરાવ્યો અને પછી...!' મજનુ કા ટિલા ડબલ મર્ડરમાં ખુલ્યા ભયાનક રહસ્યો! : મુખ્ય આરોપી નિખિલ ઉત્તરાખંડથી ઝડપાયો : પૂર્વ લિવ-ઇન પાર્ટનર અને ૬ મહિનાના બાળકને ગળું કાપી પતાવી દીધા : હત્યા પાછળ સંબંધોની શંકા અને ગર્ભપાતનો બદલો : એક બાળકીને ₹૨ લાખમાં વેચી દેવાનું પણ ચોંકાવનારું સત્ય બહાર આવ્યું!6:41 PM IST
દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી બન્યું વિશ્વનું નંબર 1: આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે સૌથી વ્યસ્ત હબ તરીકેનો તાજ પાછો મેળવ્યો! : "આ રેન્કિંગ વૈશ્વિક ઉડ્ડયનના કદ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે, જે જટિલ વૈશ્વિક વાતાવરણ છતાં સતત વૃદ્ધિ પામી રહ્યું છે.": ACI વર્લ્ડ ડાયરેક્ટર જનરલ એર્બાચી6:05 PM IST
આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હરિયાણાના હિસાર જિલ્લાના નારનૌંદના બાસ બાદશાહપુરમાં કરતાર મેમોરિયલ સિનિયર સેકન્ડરી સ્કૂલના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ જગબીર સિંહ પાનુની બે વિદ્યાર્થીઓ દ્વારા હત્યા : શાળા સંચાલક અને આચાર્ય જગબીર શાળા પરિસરમાં ઉભા હતા ત્યારે બે યુવાનો શાળામાં ઘૂસી ગયા અને તેમના પર હુમલો કર્યો : વિદ્યાર્થીનો તાજેતરમાં શાળાના મેનેજર સાથે વિવાદ થયો હતો4:41 PM IST
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કટોકટીની નિંદા કરી : ૧૯૭૫માં લોકોએ જોયું કે સ્વતંત્રતા કેવી રીતે ખતમ થઈ ગઈ છે પરંતુ આજનું ભારત ૧૯૭૫ કરતાં અલગ છે , સત્તાનું કેન્દ્રીકરણ અને અસંમતિને દબાવવાની લાલચ હંમેશા રહે છે : શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ઘણીવાર ક્રૂરતાના કૃત્યોમાં ફેરવાઈ ગયા જેને વાજબી ઠેરવી શકાય નહીં,'સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી અભિયાન ચલાવ્યું હતું'4:26 PM IST
1 નવેમ્બર, 2025 થી યુપીના બે જિલ્લાઓમાં 10 અને 15 વર્ષ જૂના વાહનોને બળતણ આપવામાં આવશે નહીં : ઉત્તર પ્રદેશના નોઈડાની અને ગાઝિયાબાદ જિલ્લામાં વાહનોથી થતા પ્રદૂષણની સમસ્યા દૂર કરવા નિર્ણય લેવાયો : સામાન્ય લોકોએ CAQM અને દિલ્હી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો : પહેલા ડીઝલ કારનું રજીસ્ટ્રેશન 15 વર્ષ માટે આપવામાં આવતું તેથી જો તેઓ આવા વાહનોને પૂરા 15 વર્ષને બદલે ફક્ત 10 વર્ષ માટે ચલાવે તો તેમને ભારે નુકસાન થાય લોકોના વિરોધ બાદ સરકારે થોડા સમય માટે નિર્ણયમાંથી રાહત આપી 4:35 PM IST
આ ચૂંટણી પંચનું કામ નથી... કપિલ સિબ્બલે બિહાર મતદાર ચકાસણી પર સુપ્રીમ કોર્ટમાં વાત કરી; ઘણા કઠિન પ્રશ્નો ઉઠાવ્યા : વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં મતદાર યાદી સુધારણાને પડકાર્યો : તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી જેવા નેતાઓ વિરોધમાં જોડાયા : એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે, ત્યારબાદ RJD અને કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી4:25 PM IST
ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ઓળખ છુપાવીને ઢાબા ચલાવવાનો કિસ્સો : મુરાદાબાદ-લખનૌ હાઇવે પર થાણા મુંડાપાંડે હેઠળ ચાલતા નીલકંઠ ફેમિલી ઢાબાનો માલિક શરાફત હુસૈન હોવાનું ખુલ્યું : સત્ય બહાર આવતાની સાથે જ ભગવાન શિવના નામે ચાલતા આ ઢાબાના માલિક શરાફતે અધિકારી સમક્ષ આજીજી શરૂ કરી અને કહ્યું, સાહેબ, અમે નામ બદલીશું...4:11 PM IST
યુક્રેન પર રશિયાનો નવો અને ભયાવહ હુમલો: કીવ પર 'Z' આકારના ડ્રોન હુમલાથી હાહાકાર, મૃત્યુ અને વિનાશનું તાંડવ! : રશિયાના હુમલાઓમાં વધેલી ક્રૂરતા અને દેખીતા વ્યૂહાત્મક ફેરફારો, તેમજ નવીનતમ આંતરરાષ્ટ્રીય કાયદાકીય નિંદા, યુક્રેનમાં ઊંડાતી કટોકટીને રેખાંકિત કરે છે. યુદ્ધ નવા અને વધુ ભયાનક તબક્કામાં?4:01 PM IST
દર મહિને ૧૩ લાખ પગાર : છતાં માંડ-માંડ ચાલી રહયુ છે ગુજરાન : આખા મહિનાના ખર્ચા ગણાવ્યા! ૧૩ લાખ પગારમાં પણ મૈત્રીનું પૂરું નથી પડતું : વર્ષે ૧.૬ કરોડનું છે પેકેજ : ગૂગલમાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બતાવતી મૈત્રી મંગલે જણાવ્યું કે, તેને કંપની તરફથી મોટું સેલેરી પેકેજ મળે છે, પરંતુ અહીં રહેવાનો ખર્ચો એટલો છે કે આ પૈસા પણ પૂરા પડતા નથી. ૨.૫ લાખ રૂપિયા તો ફક્ત મકાનના ભાડામાં જ ચાલ્યા જાય છે3:59 PM IST
EDના સાણસામાં આવ્યા વિજય દેવરાકોન્ડા, રાણા દગુબટ્ટી સહિત સાઉથના ૨૯ સેલિબ્રિટી : ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને પ્રોત્સાહન આપવા બદલ EDએ સાઉથના ૨૯ સેલિબ્રિટી, યુટયુબર્સ અને પ્રભાવકો સામે ગુનો નોંધ્યો : ઉદ્યોગપતિએ સેલિબ્રિટી પર યુવાનોને આવી એપ્લિકેશનોમાં નાણાં રોકાણ કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ મુકયો છે4:00 PM IST
ટ્રેનમાંથી પડીને જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને નિર્ધારિત નિયમો હેઠળ વળતર આપવામાં આવે : દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ મનોજ જૈને રેલ્વે ક્લેમ્સ ટ્રિબ્યુનલને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો : આ અગાઉ રેલવેએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે મૃતક ખુર્જા સ્ટેશન પર પાટા ઓળંગી રહ્યો હતો અને બીજી ટ્રેન સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું ટ્રિબ્યુનલે રેલવેની તરફેણમાં ચુકાદો આપ્યો'તો3:46 PM IST
અમેરિકામાં ભારતીય અબજોપતિઓનો ડંકોઃ જય ચૌધરી સૌથી ધનિક : ભારતે ચીન અને ઇઝરાયલને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યુ : ફોર્બ્સ અનુસાર, એલોન મસ્ક માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક વિદેશી અબજોપતિ છે, દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્ક કેનેડા થઈને અમેરિકા આવ્યા હતા અને તેમની કુલ સંપત્તિ લગભગ ૪૦૦ બિલિયન છે10:44 AM IST
મ્યુ. ફંડમાં રોકાણ ૫ મહિના પછી વધ્યું : SIP એ નવો રેકોર્ડ બનાવ્યો : જૂન ૨૦૨૫ માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ચોખ્ખું રોકાણ ૨૪% વધીને રૂ. ૨૩,૫૮૭ કરોડ થયું. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ રૂ. ૨૭,૨૬૯ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું : જૂન મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રૂ. ૨,૦૮૧ કરોડનું રોકાણ થયું: ગોલ્ડ ETF ૬ ગણો ઉછળ્યો11:37 AM IST
માત્ર ૨૦૦૦ રૂપિયાની SIP તમને ધનવાન બનાવી શકે છે : મ્યુચ્યુઅલ ફંડ SIP એક એવી પદ્ધતિ છે જેના દ્વારા તમે ધનવાન બની શકો છો અને ભવિષ્ય માટે મોટી રકમ કમાઈ શકો છો : તમારી ૨૦૦૦ રૂપિયાની SIP ૧૨% વળતર આપી રહી છે અને તમે ૨૫ વર્ષ સુધી સતત રોકાણ કરતા રહો છો, તો તમારી પાસે રૂ.૩૪,૦૪,૪૧૩ થશે, જેમાં તમારું રોકાણ ફક્ત ૬ લાખ રૂપિયા હશે અને વળતર રૂ.૨૮,૦૪,૪૧૩ હશે11:34 AM IST
કેરળના મુખ્યપ્રધાન પદ માટે શશિ થરૂર સૌથી લોકપ્રિય ઉમેદવાર! : સર્વેમાં ખુલાસો : કેરળના ૨૮.૩ ટકા મતદારોએ શશી થરૂરને મુખ્ય પ્રધાન પદના યોગ્ય ઉમેદવાર માન્યા છે : ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન કે કે શૈલજા LDF ગઠબંધનમાં સૌથી લોકપ્રિય ઉમેદવાર રહ્યા, તેમને ૨૪.૨ ટકા મત મળ્યા, જ્યારે વર્તમાન મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનને ફક્ત ૧૭.૫ ટકા મત મળ્યા10:34 AM IST
જામનગરના પ્રખ્યાત એચ. જે. વ્યાસ મિઠાઇવાળા જયંતભાઇ વ્યાસનો આપઘાત : આજે સવારે પોતાની રિવોલ્વરથી ગોળી ધરબી દીધીઃ આપઘાતના કારણ અંગે તપાસઃ પત્ની ઉમાબેનનું આજથી નવ માસ પહેલા વાહનના અકસ્માતમાં મળત્યુ નીપજયા બાદ તેઓ ગુમસુમ રહેતા હતાઃ એક સપ્તાહ માટે સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતીઃ પ્રતિદિન એક રીક્ષામાં વહેલી સવારે બેસીને તેઓ દર્શનાર્થે જતા હતા, આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાયા હતા3:36 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ11:51 AM IST
હવે અદાણી જૂથની પીવીસી ઉત્પાદનમાં એન્ટ્રી: ગુજરાતમાં પેટ્રોલિયમ ક્લસ્ટર ઊભું કરી ૧ મિલિયન ટન પીવીસી પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી : તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા કચ્છના મુન્દ્રામાં હોઈ અહીં નવું સાહસ શરૂ થાય એવી શક્યતા : ગ્રુપ વિવિધ મંજૂરી અને પ્રોજેક્ટ સ્થાપિત કરવાની સંમતિ સાથે વિભિન્ન ઉત્પાદન પ્રક્રિયા અમલમાં મૂકવાની વિચારણા9:31 AM IST
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક હૃદયદ્રાવક દ્રશ્ય : પુત્રની માનતા પૂરી કરવા જતા માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા : પાણીમાં ડૂબી રહેલી એક માતા પોતાના પુત્રને બચાવવા માટે આક્રંદ કરી રહી છે : પતિ રમેશભાઈ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું:પુત્રની માનતા પૂરી કરવા માટે પરિવારના ચારેય સભ્યો ઇકો કારમાં બગદાણા જતા હતા 9:29 PM IST
યુપીમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી જમા થશે : બુંદેલખંડના છ જિલ્લાઓ ઝાંસી, ચિત્રકૂટ, જાલૌન, હમીરપુર, મહોબા, બાંદા અને સોનભદ્રના એવા વિદ્યાર્થીઓને મુસાફરી ભથ્થું આપવાનો નિર્ણય સરકારી માધ્યમિક શાળાઓથી 5 કિલોમીટર કે તેથી વધુ અંતરે રહે છે.તેને મળશે લાભ 9:09 PM IST
સાઈબર ક્રાઈમનો સનસનાટીભર્યો ખુલાસો! દેશભરમાં ખળભળાટ: AAP નેતા મનીષ સિસોદિયાના જૂના નંબરનો ઉપયોગ કરી ઠગાઈ, પટિયાલા પોલીસે કર્યો મોટો પર્દાફાશ! : સાયબર ગુનેગારોની વધતી જતી ચાલાકી અને સતત સતર્કતાની જરૂરિયાતનો કડક રીમાઇન્ડર: દેખીતી રીતે કાયદેસરના સંપર્કો સાથે વ્યવહાર, નંબર ફરી જારી થવા અંગે પણ પ્રશ્નો 9:32 PM IST
ડિજિટલ ઇન્ડિયા માટે ઐતિહાસિક ક્ષણ : એલોન મસ્કની સ્ટારલિંકને સમગ્ર ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિ લાવવા લીલી ઝંડી! : ત્રણ વર્ષના લાંબા ઇંતજાર બાદ IN-SPACe અને DoT ની મહત્વપૂર્ણ મંજૂરી મળી : યુટેલસેટ વનવેબ અને રિલાયન્સ જિયો સાથે વધતી સ્પર્ધા ગ્રાહકો માટે સારા સમાચાર : રાજકોટ સહિત દેશના છેવાડાના વિસ્તારોમાં પણ હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટની આશા જીવંત9:33 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક આર્થિક હુમલો! : ૬ દેશો પર નવા ટેરિફ લાદયા : ઈરાક પર ૩૦% યુએસ ટેરિફ લાદતા વૈશ્વિક વેપારમાં ખળભળાટ! : અલ્જેરિયા, લિબિયા પર પણ ૩૦%, બ્રુનેઈ-મોલ્ડોવા પર ૨૫% અને ફિલિપાઈન્સ પર ૨૦% ટેરિફ લાદવામાં આવ્યો : બિન-પારસ્પરિક વેપાર સંબંધોને કારણે પગલું ભરાયું : વધુ વળતા પગલાંની ચીમકી!10:13 PM IST
હાફિઝ અબ્દુલ રૌફ આતંકવાદી નથી પણ એક સામાન્ય પાકિસ્તાની છે : પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાનીએ ભારતના ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની નમાઝ-એ-જનાઝા અદા કરનાર હાફિઝ અબ્દુલ રૌફને નિર્દોષ જાહેર કર્યો : આતંકીને સામાન્ય નાગરિક ગણાવીને હિના રબ્બાની શરમજનક સ્થિતિમાં મુકાયા : ભારતીય પત્રકારે બોલતી બંધ કરી દીધી 10:18 PM IST
શું ટ્રમ્પ ખરેખર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવી શકે છે: કોણ નોમિનેટ કરી શકે છે, વિજેતાની પસંદગી કેવી રીતે થાય છે: જાણો સંપૂર્ણ માહિતી : ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર પાકિસ્તાન પછી, હવે ઇઝરાયલે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ કરી છે : નોબેલ શાંતિ પુરસ્કાર માટે પ્રાપ્ત થયેલા તમામ નામાંકનોની સમીક્ષા કર્યા પછી, 20 થી 30 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે: નોબેલ સંસ્થાના કાયમી સલાહકારો (જેમ કે પ્રોફેસરો અને સંશોધન નિર્દેશકો વગેરે) શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની સંપૂર્ણ સમીક્ષા કરે છે10:19 PM IST
NVIDIA એ ઇતિહાસ રચ્યો! AI ની તાકાતનો જલવો : 4 ટ્રિલિયન ડોલરના બજાર મૂલ્યને સ્પર્શ કરનારી વિશ્વની પ્રથમ કંપની બની : Apple અને Microsoft જેવી દિગ્ગજ કંપનીઓએ અહીંયા સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો : Nvidia નું મૂલ્ય એટલું બધું છે કે તે હવે કેનેડા અને મેક્સિકોના સમગ્ર શેરબજારના સંયુક્ત મૂલ્ય કરતાં પણ મોટું 10:28 PM IST
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર : ઈરાનના વરિષ્ઠ અધિકારીની ટ્રમ્પને ધમકી, "ડ્રોનથી કરાશે હત્યા, માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી!" : ૨૨ જૂને અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલા બાદ શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું : ઈરાની નાગરિકોમાં રોષ : ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરાયું હોવાનો પણ દાવો10:46 PM IST
અમેરિકાનો વિઝા હવે બમણાથી વધુ મોંઘો! : ટ્રમ્પ સરકારે લાદી $૨૫૦ ની 'સુરક્ષા ફી' : ભારતીયો માટે ₹૪૦,૦૦૦ નો ખર્ચ! : આવતા વર્ષથી 'વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ' લાગુ : પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને H-1B કામદારો માટે નવી ફી અનિવાર્ય : વિઝા શરતોનું પાલન કરનારને જ મળશે રિફંડ : વિવેચકો દ્વારા ભેદભાવપૂર્ણ ગણાવાઈ10:58 PM IST
અદાણી એન્ટરપ્રાઈઝિસના ₹૧,૦૦૦ કરોડના NCD ઇશ્યૂને ધુમ મચાવી : માત્ર ૩ કલાકમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ! : છૂટક રોકાણકારો, HNI અને કોર્પોરેટ્સનો પ્રચંડ પ્રતિસાદ : પ્રથમ આવો પ્રથમ પાઓના ધોરણે જારી કરાયેલ બોન્ડ ઇશ્યૂ નિર્ધારિત તારીખ પહેલાં જ બંધ થવાની શક્યતા : કંપનીનો મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ જવાબદાર12:05 AM IST
ડિજિટલ દુનિયામાં ભારતનો ડંકો : પ્રજાક્તા કોલી 'TIME100 ક્રિએટર્સ' યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બની : જય શેટ્ટી અને ચાર્લી ડી'એમેલિયો સાથે સામેલ! : 'મોસ્ટલીસેન' નામે જાણીતી પ્રજાક્તા કોલીના ૭૦ લાખ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ અને ૮૦ લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ : મનોરંજન શ્રેણીમાં સામેલ : અભિનય ક્ષેત્રે પણ 'મિસમેચ્ડ' અને બોલિવૂડ ફિલ્મોમાં છવાઈ12:10 AM IST
વડોદરા બ્રિજ દુર્ઘટના : મૂજપુરમાં મોડી રાત સુધી ચાલેલી બચાવ કામગીરીમાં વધુ ત્રણ મૃતદેહો મળ્યા : મૃત્યુઆંક વધવાની ભીતિ! : ૧૨ કલાકથી વધુ સમયથી કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે : કીચડ અને ટ્રક ખસેડવાની કામગીરી બાદ મૃતદેહો મળ્યા : મહી નદીમાં જળપ્રવાહ વધે તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા તંત્રનો તનતોડ પ્રયાસ : બે મૃતકોની ઓળખ થઈ9:46 PM IST
અમેરિકાનાં ટેક્સાસમાં ભયાવહ પૂર : મૃત્યુઆંક ૧૧૯ પર પહોંચ્યો : ૧૭૩ લોકો હજુ પણ ગુમ : કેર કાઉન્ટીમાં સૌથી વધુ નુકસાન! : જુઓ વિડીયો : લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલી શોધખોળ છતાં શુક્રવારથી કોઈ જીવિત વ્યક્તિ મળી નથી : રાહત-બચાવ કામગીરી અને પૂરની ચેતવણીઓ અંગે અધિકારીઓ પર સવાલો : રાજ્યપાલ એબોટે ટીકા કરનારાઓને 'હારેલા' ગણાવ્યા9:51 PM IST

યે હસી વાદીયા....

ભક્તોનું ઘોડાપુર.....

હર....હર... મહાદેવ.....

મોતનો કૂવો....

સન્માન......
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મુજપુર - ગંભીરા પુલ દુર્ઘટના અંગે કડક નિર્ણય : ૪ જવાબદાર ઇજનેરોને તાત્કાલિક ફરજમોકૂફ કરાયા! : દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ : નિષ્ણાતોની ટીમ દ્વારા રિપોર્ટ બાદ કાર્યવાહી : રાજ્યના અન્ય પુલોની પણ સઘન સલામતી ચકાસણીની સૂચના અપાઈ : જવાબદારો સામે દાખલો બેસાડવાનો પ્રયાસ6:56 PM IST
ગુજરાતમાં રાજ્યમાં 12 જૂલાઈ બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદનું રાઉન્ડ શરૂ થશે : દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ વરાપ પણ નીકળી રહ્યો છે જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન 4:51 PM IST
રાજકોટ, સુરત સહિત ૨૦૦૦ મેડિકલ સ્ટોર પર નશાકારક સીરપ શોધવા સઘન ચેકીંગ : ગાંધીનગરમાં ગૃહમંત્રી અને મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની નિશ્રામાં યોજાયેલ ટોચના પોલીસ અધિકારીઓની બેઠકમાં ઘડાયેલ રણનીતિનો અમલ કરવા ભારે ધમધમાટ : સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ ૬ ડીસીપી, ૧૨ એસીપી, ૩૬ પીઆઇ, ૪૦ પીએસઆઇ સહિત કાફલો ઉતાર્યો છેઃ sog પીઆઇ અશોક ચોધરી સાથે અનિલની વાતચીત : ડાયમંડનગરીમાં ૩૩૩થી વધુ મેડિકલ સ્ટોર ફંગોળાયાઃ ૯૩થી વધુ બોટલ મળી, ઝુંબેશ યથાવત ચાલુ જ રહેવાની છેઃ ટોચના અધિકારીઓ દ્વારા જાહેરાત11:27 AM IST
આગામી 1થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળો :અરવલ્લીની ગીરીમાળાઓ ફરીથી 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજશે : ભાદરવી પૂનમ મહામેળા-2025ના સંદર્ભે કલેક્ટર મિહિર પટેલે બેઠક યોજી :યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય અને પીવાના પાણી પર જિણવટભર્યું આયોજન કરવા સૂચન10:51 PM IST
આખરે અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ તોડવા માટે ટેન્ડર મંજુર: ચોમાસા બાદ 3.90 કરોડના ખર્ચે તોડી પડાશે : શ્રીગણેશ કન્સ્ટ્રકશનને મળ્યો બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો: હાટકેશ્વર બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા રૂપિયા 42 કરોડના ખર્ચે બનાવાયો હતો અને દાવો કર્યો હતો કે આ બ્રિજની આયુ 100 વર્ષ હશે 8:02 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામ્ય હિતમાં ઐતિહાસિક નિર્ણય : પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના લાભાર્થીઓને વધારાની ₹૫૦,૦૦૦ સહાય અપાશે : હવે કુલ ₹૧,૭૦,૦૦૦ મળશે! : વધતી કિંમતોને ધ્યાને લઈ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત : ચાલુ વર્ષના બજેટમાં ₹૫૫૦ કરોડની જોગવાઈ : ૧.૧૦ લાખ પરિવારોનું 'પોતાના ઘરનાં ઘર' નું સપનું સાકાર થશે7:14 PM IST
રાજ્યભરમાં મેઘમહેર : આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ૧૮ જિલ્લાના ૬૩ તાલુકામાં વરસાદ : ભાવનગરના ગારીયાધારમાં ૧.૯૭ ઇંચ સાથે રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો! : ભાવનગર, સિહોર, સંખેડા, ભુજ અને વલ્લભીપુરમાં પણ ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં : ખેડૂતો અને જનજીવનમાં ખુશીનો માહોલ7:09 PM IST
ગુજરાત હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર બરતરફ કરાયેલા ન્યાયિક અધિકારીને પુનઃસ્થાપિત કર્યા : પુરાવાના અભાવને ટાંક્યો! : ડીઝલ ચોરીના કેસમાં જપ્ત કરાયેલા ઓઈલ ટેન્કરો માલિકોને પરત આપવા દબાણ કરવાના આરોપો પાયાવિહોણા સાબિત : હાઈકોર્ટે શિસ્તભંગની કાર્યવાહીને 'અન્યાયી અને ગેરકાનૂની' ગણાવી : સેવા બરતરફીનો આદેશ રદ કર્યો1:29 PM IST
શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ : સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે : ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોને રૂ. ૨૯.૪૫ કરોડના ખર્ચે ૩૦ પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે 11:58 AM IST
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન : વર્ષ ૨૦૩૫ સુધી ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) ૫૦ ટકા સુધી પહોંચાડવાનો સરકારનો મુખ્ય હેતુ :નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૨ ખાતે યોજાયેલી બે દિવસીય વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન:સંમેલનના પ્રથમ દિવસે NEPના અમલને ઝડપી બનાવવા માટેના મૂળભૂત સુધારાઓ પર ચર્ચા થઈ6:13 PM IST
૨૦૨૨માં આ બ્રિજને મોતનો બ્રિજ નામ અપાયું હતું તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતોને કાને ધરાઈ નહીં : મુજપુર ગામના વડોદરા જિલ્લા પંચાયતના સભ્યે જર્જરિત હાલતમાં મુકાયેલા બ્રિજની ઇન્ક્વાયરી કરવા તેમ જ જોખમી બ્રિજ બંધ કરવા પત્ર લખીને રજૂઆત કરી હતીઃ જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવા માગણી3:20 PM IST
સારું છે ભાજપના નેતાઓએ ડેમ નથી બનાવ્યા, નહીંતર ગામોગામ તણાઈ જાતઃ ઈસુદાન ગઢવી : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગંભીરા બ્રિજની મુલાકાત લીધી : જ્યાં સુધી ભાજપનું રાજ રહેશે, ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટતી રહેશેઃમુખ્યમંત્રી અને તમામ જવાબદાર મંત્રીઓ રાજીનામું આપે : ઈસુદાન ગઢવી : પ્રજા ટેક્સ ભરે છે પછી પ્રજાને મોત મળે છે અને ભાજપના નેતાઓના ખિસ્સા ભરાય છેઃઆટલી દર્દના ઘટના બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીઓ શરમજનક નિવેદનો આપી રહ્યા છેઃ આ બ્રિજ પરથી મુખ્યમંત્રીનો કાફલો કેમ નીકળતો ન હતો ? ઈસુદાન ગઢવી3:44 PM IST
વિદ્યાર્થીઓ મહાદેવ દેસાઈ જેવા કર્મયોગી, ધર્માત્મા અને જીતેન્દ્રિય બને – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનો દીક્ષારંભ સમારોહ યોજાયો : રાજ્યપાલે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ માટેના ’શ્રી મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર’ એનાયત કર્યા :;પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુલપતિ ડૉ. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ’Digi વિદ્યાપીઠ' વેબ પોર્ટલનું લોકાર્પણ4:09 PM IST
લોકમેળો : મોટી રાઇડ માટે આજે છેલ્લો દિવસઃ પછી નો એન્ટ્રી : કલેકટરની સાફ વાત : નાની રાઇડ-ખાણીપીણી-રમકડા માટે ફોર્મ ઉપાડ-ભરવા અંગે વધુ પાંચ દિવસ વધારી દેવાયા : ૧પમી સુધી એન્ટ્રીની જાહેરાત : દબાણ અંગે કલેકટર આક્રમકઃ મહિકા-અમરગઢ -ભીચરીના દબાણો અંગે અભ્યાસ ચાલુઃ સ્ટાફ કે જેની પણ સંડોવણી હશે તેની સામે પગલાઃ ૮ દિવસ પછી પરીણામ આપીશ : કલેકટર સમક્ષ હાલ ૬રપ કેસો પેન્ડીંગ : બે વર્ષથી વધુ પેન્ડીંગ હોય તેવા રર૯ કેસોઃ તેને પહેલી પ્રાયોરીટી અપાશે : ચુંટણી પંચના નવા નિયમો મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં ૬રપ થી વધુ મતદાન મથકો વધી શકે છેઃ હાલ આ પ્રાથમીક સ્ટેજે3:06 PM IST
એસઓજીએ કાળીપાટથી રાજકોટના રાહીલને ૧૦ કિલો ગાંજા સાથે દબોચ્યો : અફીણ-ગાંજા અન્ય ૭ પકડાયા : રાજ્યભરમાં નશીલા પદાર્થો શોધી કાઢવાની ડ્રાઇવ અંતર્ગત રાજકોટમાં પોલીસની ૬૦ ટીમોએ પાડયા દરોડોઃ ૪૮૮ મેડીકલ સ્ટોર, ૮૯૮ પાન-બીડીના ગલ્લા, ૬૮૪ ચાની લારીઓ ચેક કરી : ભક્તિનગર પોલીસે ગુંદાવાડીમાંથી એક શખ્સને ૪૭૫ રૂપિયાના અફીણ સાથે, બી-ડિવીઝન પોલીસે એકને ૧૫૧ રૂપિયાના ગાંજા સાથે, એલસીબી ઝોન-૧ ટીમે માંડા ડુગર પાસેથી ૬૦૫ રૂપિયાના ગાંજા સાથે એકને, યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાંથી એક શખ્સને ૪૪૨૦ રૂપિયાના ગાંજા સાથે પકડયો હતો. તાલુકા પોલીસે ૧૬૭૯ રૂપિયાના ગાંજા સાથે એકને પકડયો હતો. પ્ર.નગર પોલીસના હાથે પણ એક શખ્સ રૂા. ૬૩૬૦ના ગાંજા સાથે પકડાયો હતોઃ આજીડેમ પોલીસે પ્રતિબંધીત સિગારેટ-તમાકુ પકડયા3:08 PM IST
રેઇનકોટ અને છત્રીનું ધૂમ વેચાણ ચાલુ4:29 PM IST
રામનાથપરાના નઝીર નોતીયારને રૂા.૨.૩૦ લાખના વ્યાજ સામે વડાળીની લાખોની જમીન લખી દેવા ભાવેશની ધમકી : ઘર નજીક પાનની દૂકાન ધરાવતાં શખ્સ પાસેથી એક વર્ષ પહેલા રકમ લઇ નિયમીત વ્યાજ ભર્યુઃ એક હપ્તો ચુકાઇ જતાં ચેકમાં મોટી રકમ ભરી રિટર્ન કરાવ્યોઃ જમીનનું સાટાખત કરી દેવા સતત ધમકીઓ અપાતાં એ-ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી3:08 PM IST
રાજકોટ, અમદાવાદના શખ્સ કોપી કરી સળીયા બનાવી વેંચતા'તાઃ ૩૨.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે : વાંકાનેરના જાલીડામાં અજય સ્ટીલ ફેક્ટરીમાં સીઆઇડી ક્રાઇમનો દરોડો : ભાવનગરની સળીયા કંપનીના અધિકારી આદિત્ય નાગરની રાજકોટ સીઆઇડી ક્રાઇમ ઝોનમાં ફરિયાદઃ અમદાવાદના કનૈયાલાલ પટેલ, કુંભારવાડાના યામીન ગાંજા વિરૂધ્ધ કોપીરાઇટનો ગુનો દાખલ થયો4:23 PM IST
કાંતિભાઈએ ચેલેન્જ કરી ગોપાલભાઈ ઉપાડી લીધી.. મોરબીથી માંડી ગુજરાતભરના રાજકારણમાં ભારે ગરમાવો, ચેલેન્જના આ નવા જન્મેલા રાજકારણમાં, સોમવારે શું થશે.. લોકોમાં ભારે ઉત્તજના. : ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય કાંતિલાલની ચેલેન્જ સ્વીકારી: ધારાસભ્ય જો સુરા હોય અને જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામુ ધરી દયે, હું ચેલેન્જ સ્વીકારવા તૈયાર : ગોપાલ ઇટાલિયા12:01 AM IST
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : ભાવનગરના ગારીયાધારમાં ૫ થી ૬ ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર : ચોમલ - માનગઢમાં પાણી ઘૂસ્યા: ૧૬ વર્ષના યુવાનનું કરુણ મોત! : જૂઓ વિડીયો : ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા કરણ પ્રવીણભાઈ વાઢેરાનો મૃતદેહ મળી આવ્યો : ગ્રામજનો અને પોલીસે શોધખોળ હાથ ધરી : ૧૦૮ મારફતે પીએમ માટે ખસેડાયો : પંથકમાં શોકનો માહોલ8:18 PM IST
સુરેન્દ્રનગરના મૂળચંદ પાસેના નર્મદા કેનાલ ઉપરના પુલ પર ડાયવર્ઝન અપાયો પરંતુ જર્જરિત અને જોખમી હોવાથી લોકો તેમજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે : કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ? : તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ : સુરેન્દ્રનગર થી રાજપર, બાળા, મૂળચંદ સહિતના વિસ્તારને આ રોડ જોડતો હોય અને નાના મોટા વાહનો પસાર થાય છે લોકોને ટ્રાફિકના કારણે ભારે હાલાકી4:15 PM IST
તાલાલાના થોરડીના અલ્તાફનું નજીકના જાંબુરમાં બેભાન થયા બાદ મોતઃ પરિવારને મૃત્યુ અંગે શંકા : મહોરમ નિમીતે જાંબુર સસરાને ત્યાં આટો મારી બાદમાં મિત્રના ઘરે ગયો હતોઃ મિત્રની અગાસીએ બેભાન થઇ ગયા બાદ રાજકોટમાં દમ તોડયોઃ મોત દારૂથી થયું કે અન્ય કોઇ કારણે? તેની તપાસ કરવા પરિવારની માંગણી : ૨૨ વર્ષિય અલ્તાફની એક વર્ષ પહેલા સગાઇ થઇ હતીઃ શાપર વેરાવળની ફેક્ટરીમાં નોકરી કરતો હતો1:09 PM IST
ઉપલેટામાં કિસાન સભાએ રેલી યોજી દેખાવો કર્યા12:16 PM IST
ગુજસીટોકનો ફરાર આરોપી જુનાગઢના કારા રબારીને પોલીસે પીછો કરી ઝડપી લીધો : બે મહિનાથી પોલીસ દોડધામ કરતી'તીઃ બે પોલીસ વાહનને લોસ કરી નાખ્યા તેવી ટકકર મારી પણ જીવના જોખમે ઝડપી લેવાયો : આરોપી વિરૂધ્ધ ૧૦૭ ગુન્હા નોંધાયેલ છેઃ શરતી જામીન ઉપર હતોઃ કારમાં તેડવા ગયેલ સાગ્રીત રાજુ રબારીને પણ ફિલ્મી ઢબે ઝડપી લેવાયો2:11 PM IST
ગોપાલભાઈએ હજી શપથ જ ગ્રહણ કર્યા નથી, એટલે પહેલા રાજીનામુ આપવાની જવાબદારી ધારાસભ્ય કાંતિલાલની : આપ જિલ્લા પ્રભારી: જુઓ વિડિઓ : -વિડિઓ વાયરલ કરાવી પ્રજાને ગુમરાહ કરવાને બદલે આ રકમનો ઉપયોગ પ્રજાહિતમાં કર્યો હોત તો મોરબીની આ દશા ના થી હોત : મોરબીના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સનો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા વળતો જવાબ12:34 AM IST
મોરબી ચક્કજામના આંદોલનને લઇ રાજકારણ ગરમાયુ: મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જી.પં. ચેરમેન અજય લોરીયા ફરી આમને સામને! : દેણામાં આવી જાવ તો પણ દાતારી તો રહેવાની જ, હું મારા ખર્ચે કામ કરૂ એમાં પણ તમે ડીસ્ટર્બ કરો છો, ચક્કજામમાં લોકો વચ્ચે ગયો ત્યારે મારા પેટમાં પાપ ન હતું એટલે લોકોએ મને આવકાર્યો: ધારાસભ્ય કાંતિલાલ સામે અજય લોરીયાની તીખા પ્રતિક્રિયા.11:53 PM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશા સામે મોટી કાર્યવાહી : છેલ્લા ચાર વર્ષમાંનશાકારક દવાઓના વેંચાણ કરતા શખ્શો વિરુદ્ધ ગુનાઓ નોંધી લાખોનો મુદામાલ જપ્ત કરાયો : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા એસ.ઓ.જી. દ્વારા જિલ્લામાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ: કુલ-૧૧૩ મેડીકલ સ્ટોર ખાતે નશાકારક દવાઓ સંબધી ચેકિંગ કરાયું : 6 મેડિકલ સ્ટોર સંચાલકો સામે નિયમોનો ભંગ બદલ કાર્યવાહી 9:33 PM IST
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા : લગત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી લોકોની રજુઆતોનો સકારાત્મક નિકાલ લાવવા જણાવ્યું : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની આ પહેલથી નાગરિકોને તેમની સમસ્યાઓ સીધી સરકાર સમક્ષ રજૂ કરવાની અને તેના નિરાકરણની તક મળી : દર અઠવાડિયે રજૂઆત કરવા માટે આવતા અરજદારો2:47 PM IST
એ છે સદ્ગરૂ4:32 PM IST
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હીની ટીમે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી : ‘આપત્તિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્લાનિંગ- ટ્રેનિંગ ખૂબ જરૂરી' ‘ભૂતકાળની આપત્તિમાં કરેલ રાહત બચાવથી શ્રેષ્ઠ કામગીરી સંભવિત આપદામાં થવું જોઈએ': NDMAના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડે11:28 AM IST
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કના વાઘા-સેવંતી- ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર : 51 કિલો સુખડીનો પ્રસાદ : સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન-આરતી : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી12:20 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વિમ્બલ્ડનમાં મોટો અપસેટ સર્જાયો! : અમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડા એનિસિમોવાએ વર્લ્ડ નંબર-૧ સબાલેન્કાને હરાવી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો! : સેન્ટર કોર્ટ પર ૨ કલાક ૩૭ મિનિટ ચાલેલી રોમાંચક સેમિફાઇનલમાં ૬-૪, ૪-૬, ૬-૪ થી વિજય : હવે શનિવારે સ્વિયાતેક કે બેન્સિક સામે ટકરાશે : કારકિર્દીની સર્વોચ્ચ ૭મી રેન્ક પર પહોંચવાનું નિશ્ચિત10:35 PM IST


































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































