<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પર્યાવરણ જીવદયા અને દેશભકિતના કાર્યો કરતા સિનિયર કોર્પોરેટર ડિમ્‍પલબેન રાવલનો જન્‍મદિવસ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના સદસ્‍ય ડિમ્‍પલબેન રાવલનો આજે જન્‍મદિવસ છે, ડિમ્‍પલબેન ભારતીય જનતા પાર્ટી માંથી સતત બીજી ટર્મ કોર્પોરેટર છે આ પૂર્વે તેવો વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર હતા, ભાજપના સિનિયર મહિલા કોર્પોરેટર સાથોસાથ શહેરની અનેકવિધ સામાજિક અને સાંસ્‍કળતિક સંસ્‍થાઓ સાથે પણ તેવો જોડાયેલા છે, ભારત તિબ્‍બત સંઘના તેવો પ્રદેશ મહિલા સચિવ છે, રાષ્‍ટ્રીય સેવીકા સમિતિ, ભારત વિચાર મંચ, ઇટ્રામાં એન્‍ટી રેગીગ કમિટીના સદસ્‍ય,

ચેમ્‍બર ઓફ કોમર્સની પર્યાવરણ સમિતિમાં સદસ્‍ય, જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ જામનગર (વેસ્‍ટ), લાયન્‍સ કલબ ઓફ જામનગર (વેસ્‍ટ) અને બ્રહ્મસમાજમાં અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે, તેમજ છેલ્લા ૧૦ વર્ષોથી તેમના દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉપર શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં ચકલી બચાવો અભિયાન હેઠળ લોકોને વિનામૂલ્‍યે ચકલીના માળાનું અને પક્ષીને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે અને સરહદ ઉપર દેશની રક્ષા કરતા ફોજી ભાઈઓને જામનગરથી રાખડી મોકલવાનું દેશભક્‍તિનું કાર્ય પણ કરવામાં આવે છે, પર્યાવરણ અને દેશભક્‍તિનું કાર્ય કરતા ડિમ્‍પલબેનને નારીરત્‍ન એવોર્ડ, ટોપ આઇકોન ઓફ જામનગર અને પર્યાવરણ પ્રેમી વિગેરે એવોર્ડથી પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. (ેમો.૯૪૦ ૮૯ ૮૯૮૯૧ છે.(

(2:10 PM IST)