News of Saturday, 30th August 2025
પંચાયત વિભાગના અગ્રસચિવ મિલિન્દ તોરવણેનો જન્મદિન

રાજકોટ :.. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી તોરવણે મિલિન્દ શિવરામનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્ટ્રના વતની અને ર૦૦૦ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી મિલિન્દ તોરવાણે ભૂતકાળમાં નખત્રાણા (કચ્છ)માં મદદનીશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલમાં જિલ્લા કલેકટર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, લાઇવ લીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. શહેરી વિકાસ વિભાગ અને નાણા વિભાગમાં સચિવ, ગ્રામ વિકાસ કમિશનર, પેટ્રોલિયમ કોર્પોરેશનમાં એમ. ડી. પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૦૭૯૭,
મો. ૯૯૭૮૪ ૦૬૯૯૦ ગાંધીનગર
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
