<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

રાજકોટ કલેઈમ બાર. એસો.ના પ્રમુખ અજય જોષીનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૩૦: રાજકોટ મોટર એકસીડન્‍ટ કલેઈમ બારના પુર્વ પ્રમુખ તથા વકિલાત ક્ષેત્રે સક્રિય નામ ધરાવતા એડવોકેટ અજય જોષીનો આજે જન્‍મદિવસ છે. અજય જોષી સાદગી, પ્રમાણિકતા અને કાર્યપ્રતી શ્રધ્‍ધા ધરાવતા વ્‍યકિત તરીકે જાણીતા છે. વર્ષ ૧૯૯૯થી કાનુની વ્‍યવસાય સાથે જોડાયેલા છે. તેઓએ રાજકોટ સહિત ગોંડલ, મોરબી, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામખંભાળીયા, જેતપુર, ધોરાજીવી. સૈરાષ્‍ટ્રના વીવીધ ક્ષેત્રોમાં ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીના તેમજ સંસ્‍થાના એડવોકેટ તરીકે પોતાની સેવા આપેલ છે. જટીલ કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટ સુધી લડતો આપેલ છે.

સરળ સ્‍વભાવ, મીતભાષી વલણ તથા લોકસંપર્કમાં પ્રભાવશાળી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા એડવોકેટ અજય જોષી આજે વકીલાત ક્ષેત્ર સાથે સાથે સમાજજીવનમાં પણ આગવી ઓળખ ધરાવે છે. હાલ તેઓ શહેરની મધ્‍યમાં આવેલ દશાશ્રીમાળી હોસ્‍પીટલમાં ઓનનરી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ તરીકે, ડીસ્‍ટ્રીકટ સર્વિસ ઓથોરીટીમાં મીડીયેટર તરીકે, રાજગોર બ્રાહ્મણ યુથકલબમાં પ્રમુખ તરીકે, જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે, જય સોમનાથ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાં વાઈસ ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપે છે. તો આજે તેમને જન્‍મદિવસ હોય તેમના મોબાઈલ નં.૯૯૨૫૪ ૦૦૦૧૧ પર મિત્રવર્તુળ, સગા-તોહીઓ, ધારાશાષાીઓ ધ્‍વારા શુભેરછાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:29 PM IST)