News of Friday, 5th September 2025
વાંકાનેરના યુવા એડવોકેટ-નોટરી ભરત દેગામાનો જન્મ દિવસ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પ :. શાંત અને સરળ સ્વભાવ ધરાવતા વાંકાનેર ના કુશળ યુવાન એડવોકેટ એન્ડ નોટરી ભરત દેગામા નો આજરોજ તા.૦૫ સપ્ટેમ્બર ના રોજ શુભ જન્મ દિવસ છે. તેઓએ વર્ષ ૨૦૧૦ થી સનદ મેળવી વાંકાનેર ને જ પોતાની કર્મભુમી બનાવી ખુબ જ ટુંકા ગાળામાં રેવન્યુ તથા સીવીલ કાયદાના વિષયમાં ખુબ જ સારી એવી નામના મેળવેલ છે. વર્ષ ૨૦૨૫ માં તેઓની ભારત સરકાર તરફથી નોટરી તરીકે પણ નિમણુંક થયેલ. તેમજ હાલ તેઓ વાંકાનેર શહેર ભાજપ ના ઉપપ્રમુખ અને વાંકાનેર શહેર ભાજપ ના લીગલ સેલના સંયોજક તરીકે સેવા આપી રહયા છે તેમજ તેઓ વાંકાનેર બાર એસોશીયેશન ના પુર્વ પ્રમુખ પણ રહી ચુકેલ છે અને તેઓએ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં એક પ્રમાણીક અને પ્રતિષ્ઠિત વ્યકિત તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેઓના જન્મ દિવસે તેમના મિત્રો, શુભચિંતકો, વકીલો, જ્ઞાતીજનો તેમજ સગા-સંબંધીઓ તરફથી મો.નં.૯૮૨૫૪ ૩૦૬૨૨ પર શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
