News of Tuesday, 9th September 2025
સામાજીક અગ્રણી અનુપમ દોશીનો જન્મદિનઃ ૬૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જાણીતા સામાજિક અગ્રણી, અલગારી ઓલીયા અનુપમ દોશીનો ૬૬મો જન્મદિવસ છે. જસદણ તાલુકાનાં નાના એવા ભાડલા ગામના મૂળ વતની અને પાંચ દાયકાથી પણ વધુ સમયથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર તેમજ સંધના સંનિસ્ઠ સ્વયંસેવક છે. સૌને સાથે રાખીને ચાલનારા, સેવા, સાદગી, સરળ સ્વભાવ ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સેવા સંસ્થાનો એવોર્ડ મેળવનાર વિવેકાનંદ યુથ ક્લબના મધ્યમથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. રક્તદાન, ચક્ષુદાન, દેશદાન, થેલેસેમિયા જન જાગૃતિ પ્રવૃતિઓમાં તેઓ નેત્રદિપક કામગીરી બજાવી રહ્યા છે. સાહિત્યિક પ્રવૃતિને વેગ મળે નાના મોટા સૌ કોઈ મોબાઈલના ઉપયોગથી દૂર રહી અને પુસ્તક વાંચન તરફ વળે તે માટે સહિત્યિક કાર્યક્રમો કરી રહ્યા છે. સ્ટેટ બેંકમાં ૩૭ વર્ષ સુધી ફરજ બજાવી પાંચ વર્ષ પહેલા નિવૃત થયેલા નિવૃતિમાં પણ પ્રવૃત રહી શહેરની વિવિધ સંસ્થાઓ દીકરાનું ઘર- ઢોલરા, સાહિત્ય સેતુ, રક્તદાન-ચક્ષુદાન-દેહદાન-થેલેસેમિયા જન જાગૃતિ અભિયાન સમિતિ, લેંગ લાઈબ્રેરી, ગીતા જ્ઞાન મંદિર, ભાડલા હવેલી, એસ.બી.આઈ. પેનસેનર્સ એસોસીએશન, પીઠડ માતાજી મંદિર, સહિતની સંસ્થાઓમાં સક્રિય કાર્યરત છે. તેઓને ફૂલછાબ એવોર્ડપ ગાર્ડી એવોર્ડ, પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ, સંસ્કાર ભુક્ષણ એવોર્ડ, માનાભાઈ ભટ્ટ એવોર્ડ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, એસ.બી.આઈ. એમ્પ્લોયઝ યુનિયન, પુરૂષાર્થ યુવક મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે. અનુપમભાઈ દોશીને તેમના જન્મદિને તેમના (મો.૯૪૨૮૨૩૩૭૯૬) ઉપર શુભકામનાઓ વરસી રહી છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
