બજારના કલાકો પછી, અદાણી ગ્રુપની એક કંપનીએ બે મોટા અહેવાલ આપ્યા : ₹10,000 કરોડના ભંડોળ એકત્રીકરણ અંગે અપડેટનો સમાવેશ : કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે ભંડોળ એકત્ર કરવામાં એક અથવા વધુ તબક્કામાં ₹10 ની ફેસ વેલ્યુ સાથે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝ જારી કરવાનો સમાવેશ થઈ શકે 11:56 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્થાયી કરાર માટે દોહામાં મંત્રણા શરૂ : સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે ચર્ચા : ક્રૂડ ઓઈલના ભાવ ગગડીને ૭૧ ડોલરના સ્તરે પહોંચ્યા : ઓમાન અને પાકિસ્તાનની મધ્યસ્થતામાં યોજાયેલી ૧૪ મુદ્દાના વચગાળાના કરાર આધારિત બેઠક : ઈરાને ફ્રીઝ થયેલી ૬ અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરવા માંગ કરી : પરમાણુ નિરસ્ત્રીકરણ અંગે પ્રગતિ થઈ રહી હોવાનો ટ્રમ્પનો દાવો11:42 PM IST
NEET UG પરીક્ષામાં બદલાવ: ૨૦૨૭થી પેન-પેપર પેટર્ન બંધ : JEE Mainની જેમ કમ્પ્યુટર પર મલ્ટિ-શિફ્ટમાં લેવાશે કસોટી : સંસદીય સમિતિને ભલામણ : ૨૨ લાખથી વધુ મેડિકલ ઉમેદવારો માટે એક જ દિવસે પરીક્ષા લેવાનું સુરક્ષા જોખમ ટાળવા ભલામણ : ગ્રામીણ ક્ષેત્રોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર અને MBBS તેમજ આયુષ માટે અલગ-અલગ પ્રવેશ પરીક્ષા યોજવાનું વિચારાધીન10:30 PM IST
વિપક્ષ રામ મંદિર દાનના મુદ્દા પર અટવાયેલો: કેન્દ્ર સરકારે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : ૧૩૦મું બંધારણીય સુધારો બિલ: જેલમાં ૩૦ દિવસ વિતાવનાર PM કે CM આપમેળે પદ ગુમાવશે : ચોમાસુ સત્રમાં સરકાર લાવશે ઐતિહાસિક 'તોફાની બિલ' : બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરતા આ કાયદાના સમર્થન કે વિરોધ મુદ્દે વિરોધ પક્ષો ભયંકર ધર્મસંકટમાં મૂકાયા : પ્રાદેશિક પક્ષોના મતો પર ટકેલી દેશભરની નજર10:29 PM IST
ભારત-સેશેલ્સ મિત્રતા વધુ મજબૂત: INS તર્કશ અને INS ઇક્ષકની સેશેલ્સ મુલાકાત સંપન્ન, ‘મહાસાગર’ અભિયાનને વેગ મળ્યો : હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગ વધારવા ભારતનો નિર્ધાર: સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ અને સુવર્ણ જયંતી મહોત્સવમાં ભારતીય નૌકાદળની સહભાગિતાથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ10:15 PM IST
ખેડૂતોને મોટી રાહત: બિહારના છ જિલ્લાઓમાં નવી 'VB-G RAM G' યોજના ૨૧ જુલાઈ સુધી સ્થગિત : મનરેગાનું સ્થાન લેનાર પ્રોજેક્ટ પર બ્રેક : ડાંગરની રોપણી અને ખેતીની પીક સીઝનને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે લીધો મહત્વનો નિર્ણય : જમુઈ, ભાગલપુર અને મુંગેર સહિતના વિસ્તારોમાં કૃષિ મજૂરોની તંગી ન સર્જાય તે માટે ગ્રામીણ વિકાસ વિભાગની મોટી જાહેરાત10:08 PM IST
સિંધુ જળ વિવાદને પાકિસ્તાને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડ્યો: ભારતના કડક વલણથી ઈસ્લામાબાદમાં ફફડાટ: પાણી મુદ્દે યુદ્ધની ધમકી : મે ૨૦૨૫થી ભારતે નદીઓનો ડેટા આપવાનું બંધ કરતાં પાકિસ્તાન અંધારામાં: ચેનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટથી ૧૯ લાખ એકર ફૂટ પાણી વાળવાની તૈયારી અને બિલાવલ ભુટ્ટોની લશ્કરી પ્રતિક્રિયાની ગર્જના10:08 PM IST
આરોગ્ય ક્ષેત્રે એક્શન મોડમાં કેન્દ્ર સરકાર: કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ટીબી મુક્ત ભારત અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે બોલાવી હાઈલેવલ બેઠક, હવે AI મશીનોથી થશે સચોટ નિદાન : દિલ્હી સરકાર સાથેની સમીક્ષા બેઠકમાં જનભાગીદારી વધારવા પર ભાર; પ્રત્યેક વોર્ડ પર વરિષ્ઠ અધિકારીઓ રાખશે સીધી નજર, પાયાના સ્તરે 'માય ભારત' સ્વયંસેવકો મોરચો સંભાળશે9:03 PM IST
પુણેમાં બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડ: આરોપીઓએ લોહગઢ કિલ્લા પરથી નીચે ધકેલતા પહેલા અન્ય એક પહાડી પર કરી હતી 'ડેમો' રિહર્સલ : પોલીસની કડક પૂછપરછમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કબૂલ્યું પોતાનું ક્રૂર કાવતરું; હત્યાના અંજામ વખતે કોઈ ભૂલ ન થાય તે માટે અગાઉથી કરી હતી તમામ તૈયારીઓ, હવે 'ગેટ એનાલિસિસ' દ્વારા થશે વૈજ્ઞાનિક તપાસ8:53 PM IST
વડાપ્રધાન મોદીની ઐતિહાસિક સેશેલ્સ મુલાકાત: કૃષિ ક્ષેત્રે ભારત-સેશેલ્સ વચ્ચે થયા કરોડોના કરાર; પાંચ વર્ષના માસ્ટર પ્લાન સાથે ગ્લોબલ ફૂડ સિક્યોરિટી પર કરાશે સંયુક્ત કામ : ICAR અને સેશેલ્સના કૃષિ વિભાગ વચ્ચે હસ્તાક્ષર: ૨૦૨૬ થી ૨૦૩૧ સુધીની ક્લાઇમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર યોજના તૈયાર; ટેકનોલોજી ટ્રાન્સફર અને વૈજ્ઞાનિકોના આદાનપ્રદાનથી ખેડૂતોને થશે મોટો ફાયદો8:52 PM IST
ભારતીય રેલ્વેનો મેગા ડિજિટલ પ્રોજેક્ટ: રાયપુર ડિવિઝનના ૧૩ સ્ટેશનો માટે ₹૨૨૬ કરોડના હાઇટેક ‘ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ’ ને મંજૂરી, ટ્રેન અકસ્માતો પર લાગશે લગામ : દુર્ગ-તારોકી સેક્શન પર જૂની પેનલ સિસ્ટમ કબાડમાં જશે અને કમ્પ્યુટર આધારિત આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ લાગશે; ટ્રેનોની સ્પીડ અને સુરક્ષા બંનેમાં થશે ધરખમ વધારો8:47 PM IST
માર્ગ અકસ્માત વળતરમાં વિવાદોનો અંત: પીડિતોની વાર્ષિક આવકની ગણતરી માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક માર્ગદર્શિકા જાહેર કરી : પગારદાર કર્મચારીઓ માટે માત્ર છેલ્લા વર્ષનું ITR ગણાશે માન્ય, જ્યારે સરકારી-ખાનગી નોકરી વગરના સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે ૩ વર્ષની સરેરાશ આવક ધ્યાને લેવાશે; દેશભરની અદાલતો માટે સર્વોચ્ચ અદાલતનો મોટો ચુકાદો8:44 PM IST
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મહા-અંતિમ સંસ્કારમાં ભારતનું નેતૃત્વ કરશે પદ્મશ્રી આચાર્ય લોકેશ મુનિ: અમેરિકાથી સીધા તેહરાન પહોંચશે શાંતિદૂત, ઈરાન સરકારનું વિશેષ આમંત્રણ : વિશ્વના સૌથી મોટા રાજકીય જનમેદની કાર્યક્રમમાં ૨ કરોડ લોકો ઉમટવાની શક્યતા; બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરીટા પણ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે જોડાશે8:23 PM IST
કૃષિ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર: NTA દ્વારા ICAR PG અને PhD પ્રવેશ પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર, ૪ જુલાઈએ યોજાશે પરીક્ષા : AIEEA-PG અને AICE-JRF/SRF માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) નું આયોજન; એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેર8:33 PM IST
અમેરિકાની ધરતી પર ભારતીયોની યશપતાકા: નિકેશ અરોરા સહિત ૪ અગ્રણી દેશભક્તોને મળ્યું સર્વોચ્ચ ‘ગ્રેટ અમેરિકન્સ-ગ્રેટ ઈમિગ્રન્ટ્સ સન્માન’ : ન્યૂયોર્કની કાર્નેગી કોર્પોરેશનની પ્રતિષ્ઠિત યાદીમાં ચાર ભારતીય-અમેરિકી નાગરિકો ઝળક્યા; અમેરિકાની ૨૫૦મી સ્વતંત્રતા વર્ષગાંઠ નિમિત્તે પ્રગતિમાં યોગદાન આપનાર વૈશ્વિક હસ્તીઓની થઈ પસંદગી8:09 PM IST
મુંબઈમાં રૂવાડાં ઊભાં કરી દેતો બચાવ: દહિસરની બિલ્ડિંગના કઠેડા પરથી નીચે કૂદવા જઈ રહેલા ૧૮ વર્ષના કિશોરને પાડોશીએ વાતોમાં પરોવી મોતના મોંમાંથી પાછો ખેંચ્યો, નાટકીય વિડીયો વાયરલ : માતા-પિતાના અવારનવાર થતા ઝઘડા અને બેરોજગારીથી કંટાળીને કાકીના ઘરે આપઘાતનો પ્રયાસ કરનાર યુવક માટે દેવદૂત બનીને આવ્યા સોસાયટીના રહીશો; દહિસર પોલીસે તપાસ શરૂ કરી8:06 PM IST
૧૬મી સદીના ગુપ્ત દસ્તાવેજો ખોલશે મુઘલ સામ્રાજ્યના ચોંકાવનારા રહસ્યો: ઔરંગઝેબ વિશે ઇતિહાસકારોનો દાવો બદલાયો, પુત્રી ઝીનત-ઉન-નિસાના રાજકીય વર્ચસ્વનો થયો મોટો ખુલાસો : કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઇતિહાસકાર મુનિસ ડી. ફારૂકીએ બે દાયકાના સંશોધન બાદ 'અખબાર-એ-દરબાર-એ-મુઆલ્લા'નો અભ્યાસ કરી જાહેર કર્યો નવો ઇતિહાસ; ધર્માંતરણ અને શીખ સમુદાય પરના દમન અંગે મળ્યા ચોંકાવનારા સંકેતો8:03 PM IST
યુક્રેનના વિસ્ફોટક ડ્રોન હુમલાથી રશિયામાં ઇંધણનો હાહાકાર: રશિયન ૧૧ ટાઈમ ઝોનમાં પેટ્રોલની તીવ્ર અછત વર્તાતા પુતિન સરકારે ભારત પાસે માંગી મદદ, સમુદ્ર માર્ગે ગેસોલિન મોકલવાનું શરૂ કરાયું : વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંના એક રશિયામાં ફિલિંગ સ્ટેશનો પર લાગી લાંબી કતારો; પરિસ્થિતિને થાળે પાડવા માટે ભારતના રસ્તેથી ઇંધણની આયાત શરૂ કરાઈ અને ટેક્સના નિયમો પણ બદલાયા7:33 PM IST
જાપાનમાં સળગતો સવાલ: દેશની સૌથી નાની ઉંમરની મહિલા મેયર પ્રસૂતિ રજા પર જતાં જ કેમ ફાટી નીકળ્યો વિવાદ? વિરોધીઓએ માગ્યું રાજીનામું! : યાવાતા શહેરના ૩૫ વર્ષીય મહિલા મેયર શોકો કાવાતા ૧૬ અઠવાડિયાની મેટરનિટી લીવ પર જતાં રાજકારણમાં ગરમાવો; ઘટતા જન્મદર વચ્ચે મહિલા નેતાના અધિકારો પર સમાજ બે ફાંટામાં વહેંચાયો7:23 PM IST
રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે પર અભિનેત્રી શ્રીલીલાનો મોટો ખુલાસો: એમબીબીએસ પરીક્ષાની તૈયારી સાથે કેવી રીતે કર્યું વાયરલ 'વાયયારી' ગીતનું શૂટિંગ? : શૂટિંગ પૂરું કરીને પ્રેક્ટિકલ્સ માટે દોડતી અને બ્રેકમાં સેટ પર જ વાંચતી; ગ્લેમર વર્લ્ડની વચ્ચે ડૉક્ટર બનવાનું વચન પૂરું કરનારી કન્નડ બ્યુટીની સંઘર્ષગાથા6:57 PM IST
સોશિયલ મીડિયા પર સેન્સરશીપના એંધાણ? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો '₹૩૭૦ બિરયાની' વિવાદ : સ્ટેન્ડ-અપ અને AI પર લગામ કસવાની માંગ! : કોમેડિયન પ્રણિત મોરેની વિવાદાસ્પદ ટિપ્પણી અને ન્યાયાધીશો વિશે સોશિયલ મીડિયા પર ફેલાયેલા ફેક ન્યૂઝ બાદ કોર્ટમાં અરજી: ઓનલાઈન કન્ટેન્ટ, પોડકાસ્ટ અને એઆઈ માટે કડક નિયમો બનાવવાની જોરદાર રજૂઆત6:39 PM IST
હોર્મુઝની સામુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય હલચલ: અધવચ્ચે દરિયામાં ફસાયું વિદેશી કન્ટેનર જહાજ, ઈરાનનો નિયત રૂટ ન અનુસરવાનો ગંભીર દાવો : અમેરિકા અને ઈરાન વચ્ચે કતારમાં મહત્વની શાંતિ વાટાઘાટો ચાલુ છે તેવા સમયે જ સર્જાઈ નવી કટોકટી; છીછરા પાણીમાં ફસાયેલા માલવાહક જહાજના નામ અને ગંતવ્ય અંગે રહસ્ય અકબંધ6:32 PM IST
રમતગમતના શોખીન ડોનાલ્ડ ટ્રમ્પ પર ભેટસોગાદોનો વરસાદ: વાર્ષિક નાણાકીય ખુલાસામાં $૧૨૦,૦૦૦ ની કિંમતની સ્પોર્ટ્સ ટિકિટો મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો : ફિફા વર્લ્ડ કપ ફાઇનલ, સુપર બાઉલ અને યુએસ ઓપન જેવી મેગા ઇવેન્ટ્સની ટિકિટો ગિફ્ટમાં મળી; ફિફા પ્રમુખ અને રોલેક્સ સહિતની દિગ્ગજ હસ્તીઓએ અમેરિકી રાષ્ટ્રપતિને મોકલી કિંમતી ભેટ6:15 PM IST
ભુજની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ભારતીય સીમામાં રૂ.૫૭૫ કરોડનું હેરોઇન ઘુસાડવાના ત્રણ મોટા કેસમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત કુલ ૧૯ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલરોને ૨૦ વર્ષની સખત કેદની સજા : જજ વી.એ.બુધ્ધે દેશની આંતરિક સુરક્ષા સામે સંકત ઊભું કરવાનું રાષ્ટ્રીય સ્તરનું સુનિયોજિત કાવતરું ગણાવી તમામ ગુનેગારોને ભારે દંડ ફટકાર્યો : મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાની ધારદાર દલીલો અને એટીએસ-કોસ્ટગાર્ડના ઓપરેશન બાદ કાયદાનો સકંજો5:58 PM IST
ન્યુઝીલેન્ડ જઈને ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: પ્રવાસના ઓછામાં ઓછા ૩ મહિના પહેલા વિઝા અરજી કરવા ઈમિગ્રેશનની તાકીદ : વિઝા અરજીઓમાં ૨૦% નો તોતિંગ વધારો અને જટિલ ચકાસણીને કારણે પ્રોસેસિંગમાં લાગી રહ્યો છે વધુ સમય; મોડી અરજી કરનારા વિદ્યાર્થીઓનો જુલાઈ ઇન્ટેક ચૂકી જવાનો મોટો ખતરો6:03 PM IST
બેંગલુરુમાં કાળજું કંપાવતી ઘટના: આઈટી કંપનીના ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકોને વૉશિંગ મશીનમાં પૂર્યા, બાથરૂમમાં બંધ કરી બર્બર અત્યાચાર ગુજારનાર ૫ મહિલા કર્મચારીઓ સામે ગુનો દાખલ : ટેક પાર્ક કેમ્પસમાં આવેલી પ્રતિષ્ઠિત ક્રેચ (ડે-કેર) માં ૨ થી ૪ વર્ષના ભૂલકાઓ સાથે રાક્ષસી વ્યવહાર; વાલીઓએ સીસીટીવી ફૂટેજ જોતા જ નરાધમ સ્ટાફના પાપનો ભંડો ફૂટ્યો, સમગ્ર દેશમાં ભારે આક્રોશ5:48 PM IST
રથયાત્રા દરમિયાન પુરી જઈ રહ્યા છો? તો જગન્નાથ મંદિર સિવાય આ ટોચના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ થશે : ગુન્ડિચા મંદિરથી લઈને પવિત્ર નરેન્દ્ર સરોવર સુધી: ઓડિશાના દરિયાકાંઠે આવેલા આ પૌરાણિક સ્થાનોનો મહિમા છે અપરંપાર, ભગવાન જગન્નાથની યાત્રા સાથે જોડાયેલો છે રસપ્રદ ઇતિહાસ5:30 PM IST
સાવધાન, તમારું ઘર ભાડે આપતાં પહેલાં ૧૦૦ વાર વિચારજો: ભાડૂઆતોએ મકાનમાલિકના નામે ₹૧૮ કરોડની લોન ઉઠાવી લીધી! : ઉદ્યોગપતિ હોવાનો ડોળ કરીને આવેલા ભેજાબાજોએ દિલ્હીની મહિલાના ઘરના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ૧૧ શેલ કંપનીઓ બનાવી આચર્યું કૌભાંડ : પોલીસ વેરીફિકેશન અને સિબિલ સ્કોર નિયમિત ચેક કરવા નિષ્ણાતોની ચેતવણી6:00 PM IST
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ અડધાથી વધુ હિન્દુસ્તાનને આવરી લીધું : આગામી બે દિવસમાં દિલ્હી-રાજસ્થાન ધમરોળશે : ગુજરાત, દમણ-દીવ અને ઉત્તર અરબી સમુદ્ર સહિત કાશ્મીરથી લદ્દાખ સુધી મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી : પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરથી પસાર થતી મોન્સૂનની લાઇન આગામી કલાકોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો4:39 PM IST
કેન્દ્ર સરકારનો ઐતિહાસિક અને મોટો નિર્ણય : મનરેગા યોજનાના સ્થાને આજથી દેશભરમાં નવો 'વીબી-જી રામ-જી' કાયદો લાગુ : શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતનમાં ૯.૫ ટકાનો મસમોટો વધારો : હવેથી રોજગારીની ગેરંટી ૧૦૦ દિવસથી વધારીને ૧૨૫ દિવસ કરાઈ અને રાષ્ટ્રીય સરેરાશ વેતન રૂ.૩૨૭.૪ નક્કી થયું : નવી વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રૂ.૯૫,૬૯૨.૩ કરોડનું વચગાળાનું ભંડોળ જાહેર કર્યું : જ્યારે વિપક્ષ શાસિત પાંચ રાજ્યોએ કાયદાનો વિરોધ કરી પ્રસ્તાવ પસાર કર્યો10:57 AM IST
પંજાબમાં ઇન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ: સલૂનની આડમાં ચાલતું હતું હથિયારો અને ડ્રગ્સનું કાળું સામ્રાજ્ય, ગૅંગસ્ટર વિશાલ પચારના ૧૨ સાગરીતો ઝડપાયા : અબોહરમાં પોલીસના દરોડા દરમિયાન પિસ્તોલ, જીવતા કારતૂસ અને હેરોઈનનો જથ્થો જપ્ત; પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના સરહદી વિસ્તારોમાં નેટવર્ક ફેલાયું હોવાનો ખુલાસો5:54 PM IST
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મુખ્ય આરોપી અવિનાશ શુક્લાનો ચોંકાવનારો ખુલાસો : ભક્તોએ ચઢાવેલા કરોડો રૂપિયાની રોકડ રકમ મંદિરના વૉશરૂમમાં છુપાવીને બહાર લઈ જવાતી હતી : સીસીટીવી કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવી આચરાયું મસમોટું કૌભાંડ : એસઆઈટીની રચના પહેલા જ આરોપીના ઘરેથી રૂ.૫૮ લાખ રિકવર કરાયા હતા : ટ્રસ્ટના હોદ્દેદારો અનિલ મિશ્રા અને ચંપત રાયના રાજીનામા બાદ પોલીસ પૂછપરછમાં સિન્ડિકેટનો પર્દાફાશ10:52 AM IST
એફઆઈઆરથી લઈને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ ડિજિટલ થશે : કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં એફઆઈઆર, તપાસ, પુરાવા અને ચાર્જશીટની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઈઝ કરવાનું લક્ષ્ય રાખ્યું : ઝડપી, પારદર્શક અને સમયસર તપાસ સુનિશ્ચિત થશે, જ્યારે ડિજિટલાઈઝેશન પહેલાથી જ ૨૫ ટકા સમય બચાવી ચૂક્યું છે9:53 AM IST
કાગળો સાચા, આંગળી પર શાહી પણ અસલી; છતાં એક ભારતીયે પોતાની જ માતૃભૂમિ પર નાગરિક સાબિત થવા કરવો પડ્યો લોહીપાણી એક કરતો સંઘર્ષ! : લખનૌથી આસામ સુધી ૧,૫૦૦ કિલોમીટરની કરુણ સફર: 'મુસ્લિમ અને આસામી' હોવાના લીધે પોલીસ સ્ટેશનમાં ૮ કલાક અપમાન વેઠ્યું, વોટ આપવા જતાં ઝૂંપડું તોડી પડાયું અને નોકરી પણ ગઈ5:12 PM IST
"આંધ્રપ્રદેશને એક જ મજબૂત રાજધાની જોઈએ, ત્રણ નહીં...", જગન મોહનના 'MAVIGUN' પ્લાન પર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના આકરા પ્રહારો : નેલ્લોરમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ નાયડુએ પૂર્વ મુખ્યમંત્રીના વિવાદાસ્પદ સૂત્રો અને ત્રણ રાજધાનીના વિચારને નકારી કાઢ્યો; રાજ્યના વિકાસ માટે સ્થાયી રાજધાનીને ગણાવી અનિવાર્ય5:44 PM IST
ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દિક્ષિતે સંભાળ્યો ચાર્જ, 'ઓપરેશન સિંદૂર'ના હીરોને મળ્યું મોટું પ્રમોશન : એર માર્શલ નાગેશ કપૂરની નિવૃત્તિ બાદ વાયુ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું ભવ્ય સ્વાગત; મિરાજ અને મિગ જેવા લડાયક વિમાનો ઉડાવવાનો ધરાવે છે ૩,૩૦૦ કલાકનો બહોળો અનુભવ5:12 PM IST
અરુણાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ: પૂર અને ભૂસ્ખલનથી હજારો લોકો બેઘર, જાણો પૂર્વીય હિમાલયના આ રાજ્યમાં કેમ વારંવાર સર્જાય છે આવી વિનાશક સ્થિતિ : ૧૨ જિલ્લાઓમાં હાહાકાર અને કી પન્યોરમાં મોતનો આંકડો વધ્યો: ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાઓ અને સિસ્મિક ઝોનની નાજુક ભૌગોલિક સ્થિતિએ વધારી મુશ્કેલીઓ5:09 PM IST
"તબીબો આપણી હેલ્થકેર સિસ્ટમની મજબૂત કરોડરજ્જુ": રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી હાર્દિક શુભેચ્છા : છેલ્લા એક દાયકામાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ; પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ ડૉ. બી. સી. રોયની સ્મૃતિમાં ઉજવાતા ખાસ દિવસ પર પીએમ મોદીએ ડૉક્ટરોના સમર્પણ અને કરુણાભાવને બિરદાવ્યો5:09 PM IST
ડિજિટલ ક્રાંતિનો નવો અધ્યાય: ભારતમાં UPI પેમેન્ટ્સનો આંકડો પ્રતિદિન ૭૫ કરોડને પાર, જૂન મહિનામાં ૨૨.૭૨ અબજથી વધુ વ્યવહારો નોંધાયા : દેશમાં ડિજિટલ અર્થતંત્રનું વિસ્તરણ: UPI દ્વારા પ્રતિદિન સરેરાશ ૯૬,૪૦૫ કરોડ રૂપિયાનું ભંડોળ સુરક્ષિત રીતે ટ્રાન્સફર, વૈશ્વિક ફિનટેક ક્ષેત્રે ભારતની અપ્રતિમ સિદ્ધિ5:06 PM IST
છઠ્ઠી સદીના બૌદ્ધ ધર્મથી બુલેટ ટ્રેનની સ્પીડ સુધી: શા માટે જાપાન છે ભારતનો સૌથી પાકો અને સુખ-દુઃખનો સાચો સાથી? સમજો આ અતૂટ મિત્રતાની રસપ્રદ કહાની : ચીનની આક્રમકતા અને વૈશ્વિક બદલાવો વચ્ચે નવી દિલ્હીમાં પીએમ મોદી અને જાપાનના પીએમ સના તાકાઈચીની ઐતિહાસિક મુલાકાત; મેટ્રોથી લઈને ક્વાડ (QUAD) સુધી બંને દેશો બન્યા એશિયાની મહાશક્તિ4:14 PM IST
દલાલ સ્ટ્રીટમાં રીંછ હાર્યા, આખલાઓની ધમાકેદાર વાપસી: સેન્સેક્સે લગાવ્યો ૪૪૩ પોઈન્ટનો કુદકો, નિફ્ટી ૨૪,૦૦૦ ને પાર: સેન્સેક્સ ૪૪૩.૯૭ પોઈન્ટના મજબૂત વધારા સાથે ૭૬,૯૨૨.૬૪ ની સપાટી પર બંધ બીજી તરફ, નિફ્ટી પણ ૧૪૦.૧૦ પોઈન્ટની તેજી સાથે ૨૪,૦૦૫.૮૫ ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ : ઓટો અને FMCG શેરોમાં આવેલી તોફાની તેજીથી બજારમાં રોકાણકારો ગદગદ; વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતોએ પણ ભરી હૂંફ4:13 PM IST
કુલ્લુમાં મંજુ શર્માના મોત પર હોબાળો: ડૉ. અનુ બાદ નર્સ રેશ્મા પણ સસ્પેન્ડ થતાં ભભૂક્યો ડૉક્ટરોનો રોષ, બંટી સારાજી સહિતના ટોળા સામે ફરિયાદ : હોસ્પિટલમાં હજારોની ભીડ એકઠી કરી અરાજકતા ફેલાવવાનો અને મેડિકલ સ્ટાફને ધમકાવવાનો આરોપ; સુરક્ષા મુદ્દે ડૉક્ટર્સ એસોસિએશને મુખ્યમંત્રી સુખુ સુધી પહોંચાડી લડત4:13 PM IST
કેબિનેટનો મેગા ગિફ્ટ ધડાકો: દિલ્હીમાં ₹૬,૯૭૦ કરોડના ખર્ચે બનશે આધુનિક ૬-લેન ટનલ, યુપીને મળશે ₹૭,૧૪૫ કરોડનો શાનદાર ૪-લેન હાઇવે : વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ₹૧૪,૧૧૫ કરોડના બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લીલી ઝંડી; દક્ષિણ-પશ્ચિમ દિલ્હી વચ્ચે ટ્રાફિક જામનો આવશે અંત અને કાનપુર-કાબરાઈ વચ્ચે મુસાફરીનો સમય ૫૮% ઘટશે4:12 PM IST
ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઈતિહાસની સૌથી મોટી રેડ : ઈરાકમાં ભ્રષ્ટાચારી નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ કાઉન્ટર ટેરરિઝમ સર્વિસની એલીટ યુનિટ્સની લશ્કરી કાર્યવાહી : કરોડોનું સોનું અને ૨૭૦૦ કરોડની રોકડ જપ્ત : સાંસદ આલિયા નાસિફ અને પૂર્વ સાંસદ હિન્દ અલ અબ્બાસીના આલીશાન નિવાસો પર દરોડા: ધરપકડથી બચવા માટે ગ્રીન ઝોનમાંથી ભાગી રહેલા મોટા નેતાઓ અને અમીરોને પકડવા એરપોર્ટ્સ સીલ કરાયા4:11 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો : અમેરિકી વડાની સંપત્તિમાં ક્રિપ્ટોકરન્સીના જાદુથી તોતિંગ ઉછાળો : વર્ષ ૨૦૨૫માં ફેમિલી ક્રિપ્ટો વેન્ચર્સમાંથી કરી $૧.૪ બિલિયનની અધધ કમાણી : પોતાની નીતિઓ દ્વારા ક્રિપ્ટો માર્કેટને ફાયદો પહોંચાડતા ટ્રમ્પ પર હિતોના ટકરાવના ગંભીર આક્ષેપો : ૨૦૨૪ થી ૨૦૨૬ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની પર્સનલ વેલ્થ ત્રણ ગણી વધીને $૬.૫ બિલિયને પહોંચી4:10 PM IST
ભારત સામે પાકિસ્તાનનો પરમાણુ રાગ અને ગીધડભભકી : સિંધુ નદીના જળ વિવાદ મામલે વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને આપી પરમાણુ હુમલાની ખુલ્લી ધમકી : આ યુદ્ધને ગણાવ્યું દેશના અસ્તિત્વની લડાઈ : કાશ્મીરના પહેલગામમાં ૨૦૨૫ના આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ મોકૂફ રાખતા પાકિસ્તાનની કમર તૂટી : ૮૦ ટકા ખેતી જોખમાતા અને ગ્લેશિયર્સ પીગળવાની સ્પીડ બમણી થતા પાકિસ્તાની શાસકોના હોશ ઉડ્યા4:08 PM IST
શિમલા-માતૌર હાઇવે પર કુદરતનો પ્રકોપ : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ક્યારાર પંથકમાં કાળઝાળ ગરમી અને બદલાયેલા હવામાન વચ્ચે સર્જાયું વિકરાળ ભૂસ્ખલન : નામહોલ રૂટ પર વાહનોની અવરજવર અનિશ્ચિત મુદ્દત સુધી બંધ : જનજીવન પ્રભાવિત થતાં બિલાસપુર પોલીસ પ્રશાસને તુરંત એક્શનમાં આવીને મુસાફરો માટે બ્રહ્મપુખર, જુગ્યાલા, જબ્બલ બ્રિજ, રાણીકોટલા, ખારસી અને દરલામોડ થઈને જવા માટેના ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા4:08 PM IST
વેનેઝુએલામાં શંકાસ્પદ સંજોગોમાં મોતને ભેટેલા ભારતીય ખલાસી ના પાર્થિવ દેહમાંથી મગજ, હૃદય અને ફેફસાં સહિતના મુખ્ય અંગો ગાયબ હોવાનો સનસનીખેજ ખુલાસો : ફોરેન્સિક સીફેરર્સ યુનિયન ઓફ ઈન્ડિયાએ વિદેશ મંત્રાલય અને કેન્દ્ર સરકાર સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ : માનવ અંગોની તસ્કરી કે કાવતરાની શંકાથી પરિવાર અને મરીન ક્ષેત્રમાં ભારે આક્રોશ3:00 PM IST
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ : મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોના જળસ્તરમાં નજીવો સુધારો : નાગરિકોને મોટી રાહત : અવિરત વરસતા વરસાદને પગલે મુંબઈનો કુલ જળ જથ્થો ૭.૧૮ ટકા નોંધાયો : પાણી કાપની આશંકાઓ વચ્ચે જળાશયોમાં પાણીની આવક વધતાં પાલિકા તંત્રએ લીધો રાહતનો શ્વાસ2:59 PM IST
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને એઆઈ ટેકનોલોજી તરફના બદલાવ વચ્ચે ટેક જગતની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ ફરી એકવાર કરશે મસમોટી છટણી : આગામી અઠવાડિયે હજારો લોકોની નોકરીઓ પર લટકશે તલવાર : સેલ્સ, માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સિસ સહિતના વિવિધ મુખ્ય વિભાગોમાંથી કર્મચારીઓને ઘરભેગા કરાશે તેવી પ્રબળ શક્યતા : નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની શરૂઆતમાં ખર્ચ ઘટાડવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોકાણ વધારવા કંપનીનો આકરો નિર્ણય2:59 PM IST
હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાની આગાહી ૯૨%થી ઘટાડીને ૯૦% કરાઈ : વરસાદ વધુ ઓછો પડશે : દેશભરમાં સંકટના એંધાણ : ૯૦% વરસાદનો સીધો અર્થ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત સહિતના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિ નિર્માણ પામી શકે છે : વધુ પડતા ઓછા વરસાદની આશંકાથી ખેડૂતોમાં ભારે ચિતાનું મોજું : કૃષિ ઉત્પાદન અને દેશના અર્થતંત્ર પર પડશે ગંભીર અસર2:14 PM IST
ભારત માટે મોટી રાજદ્વારી અને વ્યાપારી જીત : રશિયા સાથે વેપાર કરવા બદલ પ્રતિબંધિત કરાયેલી અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સ સહિત દેશની ચાર કંપનીઓને અમેરિકાએ બ્લેકલિસ્ટમાંથી હટાવી : વોશિંગ્ટન સ્થિત યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મંગળવારે ચારેય ભારતીય કંપનીઓને એસડીએન યાદીમાંથી ડી-લિસ્ટ કરી : રશિયાના સૈન્ય ઔદ્યોગિક એકમોને એડવાન્સ ટેકનોલોજી, રડાર સાધનો અને માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સપ્લાય કરવાના લાગ્યા હતા ગંભીર આક્ષેપો1:35 PM IST
યુરોપ બાદ હવે અમેરિકામાં પણ જીવલેણ હીટવેવનો પ્રકોપ : આગામી સપ્તાહમાં અસહ્ય ગરમી અને ભેજ સાથે હીટ ઇન્ડેક્સ ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા : ૪ જુલાઈના સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યુએસના અડધાથી વધુ મુખ્ય ભૂમિ ભાગો લપેટમાં આવશે : ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડી.સી., શિકાગો અને ડેલાસ સહિતના મોટા શહેરોમાં રેકોર્ડબ્રેક તાપમાનની આગાહી વચ્ચે યુરોપમાં અત્યાર સુધી ૧,૩૦૦ થી વધુ લોકોના મોત1:03 PM IST
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં બાબા બાગેશ્વરનો સનસનીખેજ દાવો - 'અત્યાર સુધી માત્ર નાની માછલીઓ જ પકડાઈ છે, જો દરબારમાં પર્ચી ખોલીશ તો મને પતાવી દેશે!' : જકાર્તામાં કથા દરમિયાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશની કાનૂની વ્યવસ્થા પર વરસ્યા - "ભારતનો કાયદો કરોળિયાના ઝાળા જેવો છે જેમાં મગરમચ્છ નીકળી જાય છે અને નાની માછલીઓ ફસાય છે" : સાચું બોલવા પર જાનનું જોખમ હોવાથી મોટા ધર્મસંકટમાં હોવાની કબૂલાત12:57 PM IST
ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત: જૂન મહિનામાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ વિક્રમો, સરકારી તિજોરીમાં રૂ. 1.95 લાખ કરોડનું અધધ યોગદાન : આયાતી માલ પરની ટેક્સ આવકમાં 34.6 ટકાનો તોતિંગ ઉછાળો અને ઘરેલું વપરાશમાં મજબૂત વૃદ્ધિના પગલે જૂન મહિનાના જીએસટી સંગ્રહમાં વાર્ષિક ધોરણે 13.9 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો12:40 PM IST
પીએમ મોદીએ ચાર કલાક સુધી ઉચ્ચ અધિકારીઓના ક્લાસ લીધા : નિર્ણયો નહીં, અમને પરિણામો જણાવો... : સરકાર શું ઇચ્છે છે અને કેવી રીતે કામ કરવું જોઈએ તે સમજાવ્યું: પીએમ મોદીનું ધ્યાન મુખ્યત્વે વ્યવસાય કરવાની સરળતા, જીવન જીવવાની સરળતા અને આત્મનિર્ભર ભારત પર હતું: પીએમએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણયોની અસર લોકોના જીવનમાં દેખાવી જોઈએ3:36 PM IST
પાછળની સીટમાં સૂઈ જા, કોઈને ખબર નહીં પડે : દિલ્હીમાં ચાલુ કારમાં યુવતી સાથે સંબંધ બાંધવાની કોશિશ, માંડ માંડ બચી : યુવતીનો આરોપ છે કે તેના પરિચિત યુવકે તેને મોમોઝ ખવડાવવાના બહાને ઘરેથી બહાર લઈ ગયો. ત્યાર બાદ તેને કારમાં બેસાડી સુમસામ વિસ્તાર તરફ ગાડી વાળી દીધી અને રસ્તામાં તેની સાથે યૌન સંબંધ બાંધવા માટે પ્રેશર બનાવતો રહ્યો10:24 AM IST
વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રિયાની અનોખી પહેલ: હવે વતનથી દૂર પણ નહીં સતાવે એકલતા; શિક્ષણથી લઈને કારકિર્દી સુધી મળશે સ્માર્ટ સપોર્ટ : ઓસ્ટ્રિયન રાજદૂત રોબર્ટ ઝિશ્ગની મોટી જાહેરાત: ભારતીય યુવાનોને 'હોમલી' વાતાવરણ આપવા ખાસ ઓનબોર્ડિંગ પ્રોગ્રામ શરૂ; IIT મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવી ટોચની સંસ્થાઓ જોડાશે9:07 PM IST
સુપ્રીમ કોર્ટનો ધડાકો: ઇથેનોલ સપ્લાય બદલવા પર સ્ટે : હાઇકોર્ટનો આદેશ ફગાવી સરકારની રાષ્ટ્રીય નીતિ પર લગાવી મહોર : દેશની અતિ મહત્વકાંક્ષી E20 ઇંધણ નીતિને ખોરવાતી બચાવવા માટે સર્વોચ્ચ અદાલતે કર્ણાટક હાઇકોર્ટના ક્વોટા વધારવાના આદેશ પર રોક લગાવી દીધી : જેનાથી 378 સપ્લાયર્સ અને ઓઇલ કંપનીઓને મોટી રાહત 9:56 PM IST
હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાની આગાહી ૯૨ ટકાથી ઘટાડીને ૯૦ ટકા કરાઈ : વરસાદ વધુ ઓછો પડશે: દેશભરમાં સંકટના એંધાણ : ૯૦ ટકા વરસાદનો સીધો અર્થ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત સહિતના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિ નિર્માણ પામી શકે છે : વધુ પડતા ઓછા વરસાદની આશંકાથી ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું: કૃષિ ઉત્પાદન અને દેશના અર્થતંત્ર પર પડશે ગંભીર અસર10:42 PM IST
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટતા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ડીઝલ અને એટીએફ પરના વિન્ડફોલ ટેક્સમાં કરાયો ધરખમ ઘટાડો : સ્થાનિક પુરવઠો જાળવવા પેટ્રોલ પર નિકાસ ડ્યુટી વધારવામાં આવી : પહેલી જુલાઈથી નવા દરો થશે અમલી : સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા મોરેશિયસ અને માલદિવ્સ ખાતે કરાતી પેટ્રોલ, ડીઝલ તેમજ વિમાન ઈંધણની નિકાસને પણ હવે ટેક્સમાંથી મુક્તિ અપાઈ11:40 PM IST
પાકિસ્તાનના લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં ૧૪ નિર્દોષ બાળકોના કરુણ મોત : કાટમાળ નીચે દબાતા ૨૦થી વધુ વિદ્યાર્થીઓ અને મહિલા શિક્ષિકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત : ગીચ વસ્તીવાળા કાહના નઉ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાં ચાલતા ક્લાસરૂમમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના અંગે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આપ્યા કડક તપાસના આદેશ : પોલીસ દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટરની ધરપકડ11:46 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના પીઆઈ વાય. જે. રાઠોડની ટીમનો પ્રોહિબિશન રેડમાં સપાટો : કતારગામ વેડ રોડ પરથી ૧૮.૩૨ લાખના મુદ્દામાલ સાથે ભરત મેવાડા, વિજય પરમાર અને મદારામ પુરોહિત નામના ૩ બુટલેગરો ઝડપાયા : જુઓ વિડિયો : ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ રેડ કરીને ૭.૯૧ લાખની વિદેશી દારૂની ૨,૩૪૧ બોટલો, મહિન્દ્રા એસયુવી કાર અને રોકડ-મોબાઈલ જપ્ત કર્યા : સપ્લાયર સોનુ, શિવામ સહિત ૪ શખ્સો વોન્ટેડ જાહેર 8:57 PM IST
રાજ્યના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકામાં બપોરે ૪:૦૦ થી સાંજે ૮:૦૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં મેઘરાજાની મહેર : નર્મદાના સાગબારામાં સૌથી વધુ ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો : ઉમરપાડામાં ૩.૩૮ ઇંચ, ગોંડલમાં ૨.૭૬ ઇંચ, જામકંડોરણામાં ૨.૧૨ ઇંચ અને માંગરોળમાં ૨.૨૮ ઇંચ વરસાદ સાથે જળબંબોળની સ્થિતિ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજાની તોફાની બેટિંગ8:39 PM IST
સુજલામ સુફલામ જળ અભિયાન થકી ગુજરાતની જળ સંગ્રહશક્તિમાં ચાલુ વર્ષે ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : છેલ્લા ૮ વર્ષમાં રાજ્યના જળ સંગ્રહશક્તિમાં ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટનો વધારો: છેલ્લા આઠ વર્ષમાં કુલ ૧,૨૩,૬૩૫ જેટલા જળ સંચયના કામો થકી ૨૦૬.૭૩ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ8:11 PM IST
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે : પ્રાકૃતિક ખેતીના શિક્ષણ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય:બી.એસસી. (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે મળશે બી.એસસી. (ઓનર્સ) એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી6:48 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યુ : વિકસિત ગુજરાત @ 2047ના વિઝનથી ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન તરફ રાજ્ય સરકારની એક નિર્ણાયક પરિવર્તનકારી પહેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના વિઝનને સુસંગત વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપ રાજ્યની વિકાસ યાત્રાનો એક નિર્ણાયક પડાવ છે.:સૌના સંકલિત અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી વિકસિત ગુજરાતનું નિર્માણ અવશ્ય થશે જ: મુખ્યમંત્રી 6:39 PM IST
હવામાન વિભાગની આપાતકાલીન ચેતવણી : પોરબંદર, રાજકોટ અને સુરત સહિત ૧૬ વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૫ મીમીથી વધુના અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની ગંભીર આગાહી : અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી કલાકો માટે નાઉકાસ્ટ બુલેટિન જાહેર : દેવભૂમિ દ્વારકા, જામનગર અને અમદાવાદમાં મધ્યમ જ્યારે ગાંધીનગર અને મોરબી સહિતના પંથકોમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે આકાશી વીજળી પડવાની ૬૦ ટકાથી વધુ આશંકા6:26 PM IST
બાયોટેક કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ : નિયમોનું ઉલ્લંઘન કરનારા સુરત અને અમદાવાદના ત્રણ જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ૧૩ મહિના માટે સસ્પેન્ડ : અબ્વી હેલ્થકેર કંપની દ્વારા સ્પોન્સર કરાયેલા રૂ.૨ કરોડના પેરિસ-મોનાકો જંકેટ પ્રકરણમાં રાષ્ટ્રીય મેડિકલ કમિશનની સુચના બાદ મોટી કાર્યવાહી : સુરતના ડો. જગદીશકુમાર સખીયા, ડો. અમી શાહ અને અમદાવાદના ડો. ગીતા પટેલ હવે સસ્પેન્શન ગાળા દરમિયાન ગુજરાતમાં ક્યાંય તબીબી પ્રેક્ટિસ નહીં કરી શકે4:53 PM IST
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની બેઠકનો ધમધમાટ : ચોમાસાની સ્થિતિ, સંભવિત અતિવૃષ્ટિ અને પૂર સામેના ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્શન પ્લાનની થશે વ્યાપક સમીક્ષા : વાઇબ્રન્ટ ગુજરાતની પ્રાદેશિક પરિષદોની પ્રગતિ અને બજેટની યોજનાઓના અમલીકરણની સમીક્ષા વચ્ચે આંદોલન કરી રહેલા ખેડૂતોના વીજ પોલ મુદ્દે સરકાર નવી રાહતલક્ષી નીતિ જાહેર કરે તેવી પ્રબળ શક્યતા : સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે યોજાનારી બેઠક પર રાજ્યભરના ધરતીપુત્રોની નજર મંડાઈ10:11 AM IST
"પહેલું સુખ તે જાતે નર્યા" અને " પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર"ના સંદેશને જીવનમાં ઉતારવાની જરૂર છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'નમો સ્વચ્છતા અભિયાન' અને 'અમૃતપાન અભિયાન'નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો : સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને સમાજનો સહજ સ્વભાવ બનાવવા મુખ્યમંત્રીનુ આહવાન : તા. ૦૧ થી ૦૭ જુલાઈ દરમિયાન રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે : સ્વચ્છતા હવે હોસ્પિટલોની રોજિંદી પ્રક્રિયા બનશે: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા3:48 PM IST
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : ૧ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૭૫ તાલુકાઓમાં મેઘરાજાએ નોંધાવી હાજરી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર મેઘવર્ષા : નવસારીમાં સૌથી વધુ ૪.૫૩ ઇંચ, જલાલપોરમાં ૩.૫૦ ઇંચ, કામરેજમાં ૩.૪૬ ઇંચ, સાવરકુંડલામાં ૩.૧૧ ઇંચ અને વલસાડમાં ૩.૦૩ ઇંચ વરસાદ ખાબક્યો1:43 PM IST
૨૪ કલાકમાં ગુજરાતના ૭૫ તાલુકામાં વરસાદ ખાબક્યો: પોરબંદર ગીર સોમનાથ સહિત ૧૦ જિલ્લામાં આજે સવારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું: જ્યારે વલસાડ અને દમણમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : દેશભરમાં ૨૬ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું: આજે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: કાશ્મીરથી પશ્ચિમ બંગાળ સુધી સક્રિય વરસાદી સિસ્ટમ્સ કાર્યરત બની: એમપી ના ૫૦ જિલ્લામાં એલર્ટ1:42 PM IST
ખેડૂતોના વીજ પોલના વિવાદિત મુદે નિર્ણયની આશા11:48 AM IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના પ્રતિભાશાળી યુવાધનને અપાતી પ્રોત્સાહન સહાયની રકમમાં કરાયો માતબર વધારો : સ્પીપાના તાલીમાર્થીઓ તેમજ સ્વપ્રયત્ને તૈયારી કરતા યુવકોને કુલ રૂ. ૧,૫૫,૦૦૦ અને યુવતીઓને રૂ. ૨,૦૫,૦૦૦ સુધીની આર્થિક સહાય મળશે: સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૪ જૂન ૨૦૨૬ના રોજ ઓફિશિયલ ઠરાવ બહાર પાડીને સુધારેલા નવા દરો જાહેર કરાયા12:30 PM IST
મેન પાવર અને ટેકનોલોજીના સમન્વય દ્વારા સુરક્ષાચક્ર રચ્યું છેઃ નીરજ બડગુજજર : ઇન્ચાર્જ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિકના માર્ગદર્શન હેઠળ પોલીસ તૈયારીઓ અંગે અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની બાબતો અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર વર્ણવે છે ૨૨૦૦થી વધુ કેમેરા, ગત વર્ષની ઘટના સદર્ભે ગજરાજોની મુમેન્ટ ટ્રેક, થ્રિડી મેપિંગ, ડ્રોન દ્વારા નિરીક્ષણ, ૧૨૦ થી વધુ અધિકારીઓના સુપરવિઝન નીચે ફૂટ પેટ્રોલિંગ2:29 PM IST
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધી : ભાજપના કેટલાય નેતાઓએ વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, પરંતુ એમના પર કોઈ કેસ નથી:આદિવાસી સમાજના મનમાં સવાલ છે કે વારંવાર ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવે છે, તો શું આદિવાસી સમાજનો હવે અવાજ દબાઈ જશે?:ડેડીયાપાડામાં 1 લાખ આદિવાસી સમાજના લોકો એક થઈને ભાજપને લલકાર ફેકશે: ઈસુદાન ગઢવી10:32 PM IST
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભુક્કા બોલાવશે : અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે: અંબાલાલ પટેલની આગાહી : વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે:જામનગર અને ગીરમાં ધોધમાર વરસાદની સંભાવના:દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 8:58 PM IST
રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપનની હાઈલેવલ સમીક્ષા બેઠક : ચોમાસાની પૂર્વ તૈયારીઓ માટે પોલીસ ભવનથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ : વાયરલેસ કમ્યુનિકેશન સજ્જ રાખવા, જનરેટર માટે ડીઝલ-પેટ્રોલનો જથ્થો રાખવા અને વરસાદ પહેલાં ઇમારતોની અગાશી સાફ કરવા શ્રી મલિકના આદેશ : પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRFની ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનો તહેનાત કરાયા8:41 PM IST
સ્પીપા ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ભારતમાં સીએસઆરના જનક ડો.ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન : ‘રાષ્ટ્રીય વિકાસ અને વિકસિત ભારત માટે એક વિકસિત અભિગમ’ વિષય પર રજૂ કર્યા બહોળા અનુભવો : સરકારની લોકહિતની યોજનાઓ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી દેશના વિકાસને મળી નવી ગતિ, કોર્પોરેટ સેક્ટરે પણ સરકારી પ્રયાસો અને સેબીના કડક નિયમોને મુક્તકંઠે બિરદાવ્યા : આંગણવાડી આધુનિકીકરણ અને જળસંચયના કાર્યોમાં ખાનગી ક્ષેત્ર પૂરક શક્તિ તરીકે જોડાશે8:18 PM IST
ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની ૩૭,૨૧૧ શાળાઓમાં કુલ ૧૬.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું: પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણી : ‘બેક ટુ સ્કૂલ સર્વે’ હેઠળ ૭૧,૨૨૯ જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો: કન્યા કેળવણીને વેગ આપવા ૧૩,૦૮૪ જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ8:09 PM IST
રાજ્યના ૧૪ જિલ્લાના ૮૫ તાલુકામાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મેઘમહેર : વલસાડના વાપીમાં સૌથી વધુ ૫.૩૧ ઇંચ અને જૂનાગઢના ભેસાણમાં ૪.૨૧ ઇંચ વરસાદ નોંધાયો : ઉમરગામમાં ૩.૯૪ ઇંચ, માળિયા હાટીનામાં ૩.૫૮ ઇંચ, લોધિકામાં ૩.૦૩ ઇંચ, કવાંટમાં ૨.૨૦ ઇંચ, વાંસદામાં ૨.૦૫ ઇંચ, બગસરામાં ૨.૦૧ ઇંચ, પારડીમાં ૧.૮૯ ઇંચ અને જામકંડોરણા - રાજુલામાં ૧.૭૭ ઇંચ આભમાંથી વરસ્યું પાણી7:00 PM IST
મહેસાણા જિલ્લા પંચાયતની રાજ્યમાં સૌપ્રથમ નવતર પહેલ: 'જિલ્લા પંચાયત આપને દ્વાર' કાર્યક્રમનો શક્તિપીઠ બહુચરાજીથી પ્રારંભ : પ્રજાના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે વહીવટીતંત્ર સક્રિય; રોડ-રસ્તા, પાણી અને પંચાયતના પડતર પ્રશ્નો અંગે લેવાયો ત્વરિત નિર્ણય:વહીવટી પ્રક્રિયાને વેગ આપવા તાલુકા કક્ષાએ મસ્ટર નિભાવી દર મહિને રિવ્યુ લેવાશે: જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ6:42 PM IST
ટીબી મુક્ત ભારત અભિયાન: કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર:પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી: : વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ટીબીના નવા દર્દીઓમાં ૩૪% અને મૃત્યુદરમાં ૩૭%નો નોંધપાત્ર ઘટાડો:ગુજરાત વર્ષ ૨૦૨૫માં "સ્ટેટ્સ વીથ મોસ્ટ ઈમ્પ્રુવમેન્ટ" શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ : ગુજરાતે દેશમાં સૌથી ઓછું ટીબીનું ભારણ ધરાવતા રાજ્યોમાં છઠ્ઠો તથા મોટા રાજ્યોમાં ચોથો ક્રમ હાંસલ કર્યો: નિ-ક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧,૦૫,૨૩૮ ટીબી દર્દીઓને રૂ. ૫૭.૬૦ કરોડની આર્થિક સહાય: વર્ષ ૨૦૨૫માં રાજ્યની ૩,૯૭૧ ગ્રામ પંચાયતોએ 'ટીબી મુક્ત પંચાયત'નો દરજ્જો પ્રાપ્ત થયો6:35 PM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો દાહોદ જિલ્લાનો ઝંઝાવતી પ્રવાસ : દેવગઢ બારીયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે ઊર્જાસભર સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કર્યું : 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં મોદી સરકારના ૧૨ વર્ષના શાસનની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી : પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહજી (બાબા) ના રાજવી પરિવાર સાથે કરી ખાસ મુલાકાત5:13 PM IST
બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં ગુજરાત સરકારની અનોખી પહેલ : ગુજરાત રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’ : 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે 1.89 કરોડ બાળકો (0-18)નું ચેકઅપ કરીને તૈયાર કરવામાં આવશે ‘હેલ્થ પાસપોર્ટ’ : જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બીમારીઓ (4D)નું ટ્રેકિંગ અને પોષણનું સ્તર હવે એક જ ડોક્યુમેન્ટમાં : 5 વર્ષ સુધીના અને શાળાએ ન જતા બાળકોનું કાર્ડ PHC મેડિકલ ઑફિસર, જ્યારે વિદ્યાર્થીઓનું કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે4:01 PM IST
હાઈકોર્ટની આકરી ફટકાર બાદ સુરત મનપા આખરે હરકતમાં : બહુચર્ચિત નાસીરનગર ગેરકાયદે ડિમોલીશનકાંડમાં ઝોન અને રોડ વિભાગના જવાબદાર અધિકારીઓ પર સસ્પેન્શનની લટકતી તલવાર : એક મહિનો વીતી જવા છતાં તપાસ સમિતિનો અહેવાલ ગુપ્ત રખાતા અદાલતે ઉઠાવ્યા હતા આકરા સવાલો : સરકારના દબાણ વચ્ચે પાલિકાની મુખ્ય કચેરીને બદલે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય ગુપ્ત બેઠકથી વહીવટી વર્તુળોમાં ભારે ગણગણાટ1:46 PM IST
બિન ખેતી સર્વે નંબરોના નમૂના નં.૭ હેઠળનું પ્રોપર્ટીકાર્ડ રદ થશેઃ મેપિંગ કરી નવું કાર્ડ બનશે : ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડને તાલુકા સ્તરે વિસ્તાર્યા બાદ મેપિંગ-માપણીની પ્રક્રિયા માટે આદેશો : લાખો રહેણાંક મિલકતોને પોતાનું અલગ પ્રોપર્ટીકાર્ડ મળશે, બબ્બે ટાઈટલનો અંત આવશે : નાગરીકોમાં ગૂંચવણનો અંત આવશે, ખેતી એટલે મામલદાર અને બિનખેતી-ILRનું તંત્ર9:57 AM IST
હવામાન નિષ્ણાંત વિશાલ પાનસૂરિયાની મોટી આગાહી : રાજ્યમાં રાત્રે અને આવતીકાલે દિવસ દરમિયાન મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા : દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની તોફાની ઇનિંગ્સ શરૂ થશે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિવિધ પંથકોમાં છૂટોછવાયો સારો વરસાદ વરસવાની સંભાવના11:19 PM IST
રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક ચાલતી ગેરકાયદે ફેક્ટરી પર મનપાનો સપાટો : ૫૦૦ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કરી આખું યુનિટ સીલ કરાયું જુઓ વિડિયો : અમદાવાદથી એનાલોગ પનીર મંગાવીને રાજકોટમાં શુદ્ધ દૂધના પનીર તરીકે છૂટક વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરાતી હોવાનો પર્દાફાશ : ઓપરેટર પ્રકાશભાઈ હરસોડાને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારાયો : ચીફ હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વાંકણીએ હોટેલ-રેસ્ટોરન્ટોને એનાલોગ પનીરનું બોર્ડ મારવા આપ્યા કડક આદેશ6:15 PM IST
લગ્ન બાદ કિન્નર હોવાનો ભાંડો ફુટતા અને પીછો ન છોડતા ચંદનકુમારને પતિ પિયુષકુમાર ખરવારે મોતને ઘાટ ઉતારી દીધો : જુઓ વિડિયો : શાપર-વેરાવળમાં પ દિ' પૂર્વે મળેલ મહિલાના કપડા પહેરેલ હાલતમાં મળેલ લાશનો ભેદ ઉકેલાયો : મૃતક ચંદનકુમાર પૂનમ નામ ધારણ કરી પિયુષકુમાર સાથે હેદ્રાબાદમાં લગ્ન કર્યા'તાઃ કિન્નર હોવાનો ભાંડો ફુટયા બાદ બંને વચ્ચે ઝઘડા થતા'તાઃ હત્યા કરનાર પિયુષકુમારની ધરપકડ 2:56 PM IST
બાળકોને જંકફૂડથી દુર રાખવા હોય તો, માતા પિતા પણ દુર રહેઃ ડો.વસુંધરા સાગંવાન : બાળકોને મેચ્યોર થયા પહેલા સ્વતંત્ર મોબાઈલ આપવાના ભયસ્થાનો સહીત વાલીઓને મુંજવતા સવાલોના જવાબો કોઈ સિદ્ધ હસ્ત મોટીવેશન સ્પીકર માફક વોકહાર્ટના જાણીતા સાયકીયાસ્ટ્રીક ફિજિશીયન દ્વારા, ડો.ભાવનાબેન શીંગાળાના માધ્યમ દ્વારા અપાયા.... નર્સરીથી માંડી, બોર્ડના સંખ્યાબંધ સ્ટુડન્ટોનું શિલ્ડ સાથે અભ્યાસ કીટ આપી સન્માન કરવામાં આવ્યું: સાદા છતાં ગૌરવપૂર્ણ સમારોહ માટે ડો.વસુંધરા સાગંવાન સહિતના અગ્રણીઓ અને મહેમાનો દ્વારા આયોજકો પર અભિનંદનવષર્યા અપરંપાર.... ઉત્કર્ષ ક્લબના પ્રમુખ રીટાબેન કોટક, અલકાબેન લાલ, ભાવનાબેન શીંગાળા, રશ્મિબેન પજવાણી, વંદનાબેન માથેક, દીપાલીબેન પોપટ, વૈશાલીબેન છાટબાર, મહેક પજવાણી, કરીશા શિંગાળા, વૈશાલીબેન મરડિયા સહીત ટીમ દ્વારા અનેરૂ આયોજન2:40 PM IST
રાજકોટ કલેકટરમાં ડે. કલેકટરની ૬ જગ્યા ખાલીઃ લોકોની જમીન, મહેસુલ કેસો અન્ય કાયદાકીય કામો અટવાયાઃ કોંગ્રેસનું આવેદન : સરકારની આવક-દસ્તાવેજોની નોંધણી પર પણ અસરઃ સમગ્ર વહિવટીતંત્ર ઇન્ચાર્જથી ચલાવાય છે... : અતિ મહત્વના ગણાતા ગોંડલમાં પણ આજ હાલતઃ ફાઇલોના ઢગલાઃ મહત્વના નિર્ણયો લેવામાં અધિકારીઓની ઉદાસીનતા...3:25 PM IST
લોધીકાના પીપળીયા પાળ ગામની પાંચ સોસાયટીના ૭ હજાર લોકો પ્રાથમિક સૂવિધાથી વંચિતઃ ૧પ૦૦થી વધૂ લોકો કલેકટર પાસે દોડી આવ્યા : પાણી આપો... પાણી આપો સહિતના ઉગ્ર સૂત્રોચ્ચારઃ કલેકટરને રૂબરૂ મૂલાકાત લેવા આમંત્રણ! પ્રશ્ન નહિ ઉકેલાય તો ધરણા પાકા રસ્તા, કચરા-ગંદકીનો નિકાલ, વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી સહિતના પ્રશ્ને મહાગુજરાત એસસી-એસટી મહાસભાનું આવેદન3:30 PM IST
મિત્રો સાથે નીકળેલા જયની પરાપીપળીયા તળાવમાંથી લાશ મળી : રાજકોટ પીડીએમ કોલેજ પાછળની પંચશીલ સોસાયટીનો આહિર પરિવારનો યુવાન ત્રણ દિવસ પહેલા મિત્રો સાથે રાજસ્થાન જવાનું કહીને નીકળ્યો હતોઃ ગત વહેલી પરોઢે અજાણ્યા શખ્સો પીછો કરતાં હોઇ કાર મુકી ચાર મિત્રો ભાગ્યા ત્યારે આ યુવાન તળાવમાં પડી ગયાનું ત્રણ મિત્રોનું કથનઃ ખરેખર શું બન્યું? તે અંગે તપાસનો ધમધમાટ : ક્રાઇમ બ્રાંચે નામચીનની છાપ ધરાવતાં જેનીશ મહાજન અને તેની સાથેના ભાવીન, ઋત્વીકની પુછતાછ કરીઃ ત્રણેયએ એવુ રટણ કર્યુ કે પુનીતનગરથી તેની કારનો પીછો થતો હોઇ ભાગીને પરાપીપળીયા આવ્યાઃ રસ્તો બંધ હોઇ કારમાંથી ઉતરીને ભાગ્યા ત્યારે જય તળાવમાં પડી ગયો હતોઃ બહાર કાઢયા બાદ ગૂમ થયો હતોઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચે મૃતકના ત્રણેય મિત્રોની પુછતાછ આદરી : આઠ મહિના પહેલા જ પિતા ગુમાવનાર ૨૨ વર્ષનો જય વિધવા માતા, બહેનનો આધાર હતોઃ શો રૂમમાં નોકરી કરતો હતો2:54 PM IST
રાજકોટ-દિલ્હીની ગઇકાલે રાત્રે ૮ વાગ્યાની ફલાઇટ એર ઇન્ડિયાએ એકાએક કેન્સલ કરતા મૂસાફરોમાં ભારે દેકારોઃ પ્રશ્નોની તડાપીટ : ૭૦થી વધૂ પેસેન્જર માટે માત્ર એક મેડમ ગાઇડ મરતા હતાઃ બીજા સ્ટાફને બોલાવાયો પરંતુ કલાક સૂધી ડોકાયુ નહી.. : રાજકોટના અગ્રણી જયેશભાઇ સંઘાણી કહે છે... એર ઇન્ડિયાએ ફલાઇટની કંડીશન અને સર્વીસ સૂધારવાની ખાસ જરૂર છે.??3:35 PM IST
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જૂનાગઢ જિલ્લો પાણી-પાણી : ધોધમાર ૪.૨ ઇંચ વરસાદથી ભેંસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર : તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ : માળિયાહાટીનામાં પોણા ૪ ઇંચ અને માંગરોળમાં ૨.૮ ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ બન્યા બેટ : પરબધામ પાસેનું ડાયવર્ઝન નદીમાં ફેરવાતાં વાહનવ્યવહાર ઠપ્પ : જનજીવન અસ્તવ્યસ્ત11:45 PM IST
ભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો : ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ૨૫૬૯ લાભાર્થીઓને ૨.૪૮ કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ :વૃદ્ધજનો અને દિવ્યાંગજનોની સેવા એ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિક: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: વૃદ્ધજનો પરિવાર અને સમાજની અમૂલ્ય મૂડી; તેમના અનુભવથી નવી પેઢી સંસ્કાર અને જીવનમૂલ્યો પ્રાપ્ત કરે છે: રાજ્યપાલ:ભાવનગરમાં ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું8:19 PM IST
ધોરાજી પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ચોમાસાના પ્રારંભ સાથે જ આભમાંથી સવા ઈંચ પાણી વરસ્યું : ગેલેક્સી ચોક, અવેડા ચોક અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા : ભારે અસહ્ય બફારા અને ગરમી બાદ વાતાવરણમાં પ્રસરતી ઠંડકથી લોકોમાં આંશિક રાહત : આગોતરા વાવેતરને મોટો ફાયદો થતાં ધરતીપુત્રો ખુશખુશાલ6:34 PM IST
જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી અને પીએસઆઈ એમવી ભાટીયાની ટીમનો સપાટો : દ્વારકા જતા પદયાત્રી સંન્યાસીના થેલામાંથી ચોરી કરનારા આરોપીઓ ઉદલભાઈ કનૈયાભાઇ પરમાર બાવરી અને ભરતભાઈ માલાભાઇ રાઠોડ સહિત ત્રણેય શખ્સો રોકડ અને મોટરસાયકલ સાથે ઝડપાયા જુઓ વિડિયો : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ભરતભાઈ ડાંગર સહિતના સ્ટાફે સરમત ગામના પાટીયા પાસેથી રૂ.૧,૦૬,૦૫૦ ના મુદ્દામાલ સાથે ત્રિપુટીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી6:21 PM IST
‘હેં..ભગવાન ! પાણી પ્રશ્ને પાલિકા પાંગળી પુરાવર થઈ,હવે તો કેશોદની પાણી સમસ્યા માત્ર મેઘરાજા જ હલ કરી શકે !' : પુનઃ પાણીનો કકળાટઃ ‘ પાણીનો ‘ ડૂકો' નહીં આવવા દઈએ તેવું ચૂંટણી સમયે કહેનારા કયાં છે ?! '૧૦-૧૨ દિ' એ પીવાનું પાણી અપાતા મહિલાઓ માં આક્રોશ : પાલિકા પાણી પ્રશ્ન‘ે ગંભીર છે, મુખ્યમંત્રીને પત્ર પાઠવી વધુ ૪ એમ એલડી પાણીની માંગ કરવામાં આવેલ છે, નવા બનાવેલા બોરમાં પાણી હોય જે વહેલી તકે ચાલુ કરી દેવા માં આવશે , ટૂંક સમયમા ંજ પાણી વિતરણની સ્થિતિ સામાન્ય થઈ જશેઃ પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડીયા1:38 PM IST
ભાવનગર મફતનગરમાં નજીવી બાબતે સશસ્ત્ર ધીંગાણું10:50 AM IST
કુવાડવા પાસે બંધ ટ્રક પાછળ બાઈક અથડાઇને ફંગોળાયું પછી કારની ઠોકરે ચડયું: હોમિયોપેથીક વિદ્યાર્થીનું મોત : કુવાડવાની આર્યવીર કોલેજમાં હોમિયોપેથીક વિભાગમાં અભ્યાસ કરતાં નિખિલ (ઉ.વ.૨૦)ને સારવાર માટે ખસેડાયો પણ દમ તોડી દીધોઃ તેના મોટા ભાઇ રાજકોટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છેઃ નિખીલ રાજકોટથી કુવાડવા કોલેજ ખાતે જતો હતો ત્યારે બનાવઃ મુળ કચ્છનો વતનીઃ પરિવારમાં-સાથી છાત્રોમાં શોકની કાલીમા2:30 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં 100 શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધથી ભારે રોષ :પૂર્વ મંત્રી મેનકા ગાંધીએ કર્યો કુલપતિને ફોન : પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવતા શ્વાન પ્રેમીઓમાં રોસ ફેલાયો અને વિરોધ શરૂ :આખા દેશમાં ક્યાંય પણ આ પ્રકારની સિસ્ટમ નથી. જેથી તાત્કાલિક આ બોર્ડ હટવું જોઈએ.6:56 PM IST
ગોંડલના વેપારી પાસેથી ૨૧ લાખની ખંડણી વસુલનાર પિયુષ રાદડીયા સહિત ૩ પકડાયા : બોગસ પેઢીના કૌભાંડની પોસ્ટ ફેસબુકમાં મૂકી જીએસટી- પોલીસ વિભાગમાં ગુન્હો દાખલ કરાવવાની ધમકી આપી : એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી ડિવીઝનના પી.આઇ. જી.એસ. ગઢવી તથા ટીમે પીયુષ રાદડીયા, હિતેશ સાકરીયા તથા પૂર્વ ભાગીદાર ભૌતિક બોઘરા સહિત ૩ શખ્સોને દબોચી લઇ ધરપકડ કરીઃ એક શખ્સની શોધખોળ : પૂર્વ ભાગીદાર ભૌતિક બોઘરાને ધંધાકીય મનદુઃખ થતા પેઢી અંગે હિતેશ સાકરીયાને માહિતી આપતા પિયુષ રાદડીયા સહિત ત્રણેય ખંડણી વસૂલીઃ ૨૧ લાખ ખંડણી વસુલ્યા બાદ હિતેશ સાકરીયાએ ફોન કરી કહેલ કે મને મારા ભાગના રૂપિયા મળેલ નથી તમામ રૂપીયા પીયુષ લઇ ગયો છે તેમ કહી વધુ ૨૧ લાખની ખંડણી માંગતા અંતે વેપારી મેહુલ રૈયાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવીઃ પીયુષ રાદડીયા અગાઉ ખંડણી સહિતના ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે4:04 PM IST
રાજયપાલ ભાવનગર જિલ્લાની મુલાકાતે1:38 PM IST
પરસોતમભાઇ રૂપાલા જસદણની મુલાકાતે11:34 AM IST
ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે ટ્રકમાંથી ૧૩.૩૪ લાખનો દારૂ પકડાયોઃ રાજકોટ રેન્જની ટીમનો દરોડો : કારપેટ રોલમાં દારૂ છૂપાવ્યો'તોઃ વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ ૯૭૯ર તથા ટ્રક સહિત ર૮.૧૪ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ : તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલ) સાથે રેન્જની ટીમ નજરે પડે છે. 11:37 AM IST
માસૂમ બાળકને ફક્ત જંક ફૂડ ખવડાવે રાખ્યું, ૭ વર્ષની ઉંમરે ૧૧૫ કિલોનો કરી દીધો, દર્દનાક મોત નિપજ્યું : અમેરિકાના મિશિગનથી એક એવો ચોંકાવનારો મામલો આવ્યો છે જેણે માતાની મમતા અને પિતાના પ્રેમ પર સવાલ ઊભા કરી નાખ્યાઃ સાત વર્ષના પુત્રની એવી હાલત કરી કે દર્દનાક રીતે મોતને ભેટ્યોઃ જાણીને અરેરાટી થશે 10:21 AM IST
અમેરિકામાં કુદરતનો પ્રકોપ: આકાશી ભઠ્ઠીમાં શેકાઈ રહેલા સુપર પાવર દેશમાં ૧૧૫ ડિગ્રી જેવી જીવલેણ ગરમીથી હાહાકાર: કાળઝાળ હીટવેવના પગલે અડધાથી વધુ રાજ્યોમાં રેડ એલર્ટ : ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી પૃથ્વી ત્રાહિમામ: હીટ-ડોમની અસરે હવામાન તંત્રને હચમચાવ્યું: લૂ અને હીટ સ્ટ્રોકથી હજારો લોકોના જીવ જોખમમાં મુકાતાં ઇમરજન્સી કેન્દ્રો શરૂ5:35 PM IST
અફઘાન સેનાનો પાકિસ્તાનની ધરતી પર પ્રચંડ સૈન્ય પ્રહાર: અગાઉ થયેલા હુમલાનો લીધો ભયાનક બદલો: પાક સરહદમાં ઘૂસીને આઈએસઆઈએસના અડ્ડાઓ પર ડ્રોનથી મિસાઈલ વર્ષા કરતાં ઇસ્લામાબાદ સ્તબ્ધ : દક્ષિણ એશિયાના ડિફેન્સ ક્ષેત્રે મોટો ભડાકો: આધુનિક મિલિટરી ડ્રોન્સે પાકિસ્તાનની હવાઈ સુરક્ષાના ધજીયા ઉડાડ્યા: અનેક આતંકીઓ ઠાર મરાતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાના એંધાણ5:37 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આંતરરાષ્ટ્રીય ઓર્ગન માફિયાઓનું ભયાનક કારસ્થાન: વેનેઝુએલાથી ભારત લાવવામાં આવેલા નાવિકના મૃતદેહમાંથી મગજ:હૃદય અને ફેફસાં ગાયબ:વિદેશી ધરતી પર ભારતીયના શબના અંગો ચોરાઈ જતાં ભારે આક્રોશ : મેડિકલ સ્મગલિંગના વૈશ્વિક રેકેટનો પર્દાફાશ: ભારતમાં બીજી વાર પોસ્ટમોર્ટમ કરાતાં તબીબો પણ સ્તબ્ધ, કિંમતી માનવ અંગો કાઢીને લાશને ખોખલી કરી દેવાતાં વિદેશ મંત્રાલય કક્ષાએ તપાસની માંગ5:35 PM IST
યુરોપ બાદ હવે સમગ્ર ઉત્તર અમેરિકા ખંડ આકાશી ભઠ્ઠીમાં શેકાયો: અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં પણ સૂર્યદેવનો પ્રકોપ: ગરમીથી બચવા ઠેર-ઠેર કટોકટી કુલિંગ સેન્ટરો શરૂ કરવાની લશ્કરી પ્રક્રિયા : ઠંડા ગણાતા દેશોમાં પણ આબોહવા પરિવર્તનનો ભયાનક આતંક: કેનેડા અને મેક્સિકો સરહદે પારો રેકોર્ડ સ્તરે પહોંચતાં હજારો લોકો ઘરભેગા:પાવર ગ્રીડ પર મોટું સંકટ તોળાતાં ઇન્ટરનેશનલ એલર્ટ5:36 PM IST
વૈશ્વિક આઈટી સેક્ટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ: માઇક્રોસોફ્ટના અબજો ડોલર હવામાં ઓગળ્યા, માત્ર ૩૦ દિવસમાં ૫૭૦ અબજ ડોલરની બજાર મૂડી સાફ થતાં વૈશ્વિક રોકાણકારો ત્રાહિમામ! : વોલ સ્ટ્રીટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પરપોટા ફૂટવાના એંધાણ: ટેક જાયન્ટના શેરમાં એક જ મહિનામાં ભયાનક કડાકો, આર્થિક મંદીના ભય વચ્ચે આખા આઈટી ઉદ્યોગનું અબજો રૂપિયાનું ધોવાણ!5:38 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં અભિષેક શર્માનો ઐતિહાસિક રેકોર્ડ : ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ સિક્સર ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો : એવિન લુઇસનો રેકોર્ડ તોડી માત્ર ૭૮૫ બોલમાં સિદ્ધિ મેળવી અને ઇંગ્લેન્ડની ધરતી પર ભારત તરફથી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી : રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ૧૦૦ સિક્સર ક્લબમાં જોડાનારો છઠ્ઠો ભારતીય11:24 PM IST
આયર્લેન્ડ સામે ફિયાસ્કા બાદ ભારત માટે ‘કરો કે મરો’: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦માં બ્રુક સેનાની ખતરનાક પ્લેઇંગ ઇલેવન તૈયાર, કેપ્ટન શ્રેયસ ઐયર માટે ખતરાની ઘંટડી : ચેસ્ટર-લે-સ્ટ્રીટના મેદાન પર આજે જામશે હાઈવોલ્ટેજ જંગ; બટલર, સોલ્ટ અને કરન જેવા મેચ વિનરો સાથે મેદાને ઉતરશે ઇંગ્લિશ ટીમ, ટીમ ઇન્ડિયા માટે કોમ્બિનેશન સેટ કરવાનો મોટો પડકાર8:21 PM IST
વૈભવ સૂર્યવંશીના સવાલ પર કેપ્ટન શ્રેયસ ઐયર પ્રેસ કોન્ફરન્સમાં ભડક્યા: 'આટલો ઘમંડ સારો નથી, કેપ્ટન...' કહી ચાહકોએ સોશિયલ મીડિયા પર આડે હાથ લીધા : આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા કેપ્ટનના વલણથી ક્રિકેટપ્રેમીઓ નારાજ; સુનીલ ગાવસ્કર અને મોહમ્મદ કૈફે પણ મેનેજમેન્ટના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ7:42 PM IST
એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-૧૮ મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની : ૧ થી ૭ જુલાઈ દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ : રાજલવાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય વોલીબોલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી10:19 AM IST
ક્રિકેટ જગતમાં સનસનાટી: યુરોપિયન T20 લીગમાં રાહુલ દ્રવિડની ટીમ ‘ડબલિન ગાર્ડિયન્સ’ નો કેપ્ટન અને મેન્ટર બનશે આર. અશ્વિન! : આઇસીસીની મંજૂરીવાળી પ્રથમ મલ્ટી-કંટ્રી પ્રીમિયર લીગ (ETPL) માં જામશે દિગ્ગજોનો મેળો; મેક્સવેલ, સ્મિથ અને ડુ પ્લેસિસ જેવા ગ્લોબલ સ્ટાર્સ વચ્ચે ૨ જુલાઈએ યોજાશે પ્લેયર ડ્રાફ્ટ9:11 PM IST
મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં મહાસંગ્રામ: લંડનના ઐતિહાસિક ઓવલ મેદાન પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે હાઈવોલ્ટેજ સેમિફાઇનલ જંગ, કોણ મારશે બાજી? : છેલ્લા બે વર્લ્ડ કપથી સાઉથ આફ્રિકા સામે હારતું આવ્યું છે ઇંગ્લેન્ડ, પરંતુ ઘરઆંગણે અજેય રહેલી હોસ્ટ ટીમ વેર વાળવા આતુર; ઈજા બાદ કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટની વાપસીથી ઇંગ્લિશ કેમ્પ મજબૂત9:06 PM IST
૧૫ વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં રમાડવા માટે પૂર્વ પસંદગીકાર મેદાને: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦ મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા સરનદીપ સિંહની મોટી માંગ : "ભવિષ્ય માટે કઠિન નિર્ણયો લેવા જ પડશે, કિશોર પર કોઈ દબાણ રાખ્યા વગર તેને મુક્તપણે રમવા દો" - દિલ્હી પ્રીમિયર લીગની હરાજી દરમિયાન પૂર્વ સ્પિનરનું મોટું નિવેદન8:07 PM IST
વિમ્બલ્ડન ૨૦૨૬માં ઇતિહાસની સૌથી રોમાંચક ટક્કર: ૪૧ વર્ષીય દિગ્ગજ વાવરિંકાની દિલ જીતી લેતી લડત, બેરેટિની સામે હારીને આંસુઓ સાથે લીધી વિદાય : ૪ કલાક અને ૨૦ મિનિટ સુધી ચાલેલા 'ટાઇ-બ્રેકર મહાયુદ્ધ'માં બેરેટિનીનો વિજય; ટેનિસ કોર્ટને અલવિદા કહેતા ભાવુક થયા ૩ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્ટેન વાવરિંકા5:58 PM IST
૬૦ વર્ષથી દરેક પેઢીના દિલો પર રાજ કરી રહ્યું છે મુકેશનું આ અમર ગીત: 'તીસરી કસમ' ફિલ્મનું 'સાજન રે ઝૂઠ મત બોલો' આજે પણ છે સુપરહિટ, ધોનીથી લઈને આજનો યુવા વર્ગ પણ છે દિવાનો : અભિનેતા બનવા આવેલા મુકેશ કેવી રીતે બન્યા રાજ કપૂરનો અવાજ? શંકર-જયકિશનના સંગીત અને શૈલેન્દ્રના શબ્દોએ સર્જ્યો હતો ઇતિહાસ; ગાયકના જીવનના રસપ્રદ કિસ્સા8:02 PM IST
આમિર ખાનના ત્રીજા લગ્ન પહેલાં જ ભાઈ ફૈસલ ખાન પીગળ્યો: પરિવારની જાહેરમાં બદનામી કરવા બદલ માગી માફી, કહ્યું- "હું હદ વટાવી ગયો હતો" : ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે આમિરના નિકાહ પૂર્વે ફૈસલ ખાને જૂના ઝઘડા ભૂલવા હાથ લંબાવ્યો; માનસિક બીમારી અને પરાણે લગ્નના દબાણ જેવા ગંભીર આક્ષેપો બદલ વ્યક્ત કર્યો પસ્તાવો7:00 PM IST
ઓસ્કાર સુધી પહોંચેલી આમિર ખાનની 'લગાન'ના ૨૫ વર્ષ પૂરા: ઈન્ડિયા પોસ્ટે ખાસ સ્મારક કવર અને સ્પેશિયલ કેન્સલેશન સ્ટેમ્પ જાહેર કરી આપ્યું સર્વોચ્ચ સન્માન : આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બનેલી આઇકોનિક ફિલ્મે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું; આમિર ખાન પ્રોડક્શન્સની રજત જયંતી સફરની શાનદાર ઉજવણી7:18 PM IST
રાજકોટના યુવા એડવોકેટ અમિત ગડારાનો જન્મદિવસ2:18 PM IST
પંચાયત વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન 11:56 AM IST































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































































































































