<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

જામનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ડિસ્‍ટ્રિક્‍ટ કો. બેંકના એમ.ડી ધરમશીભાઈ ચનિયારાનો જન્‍મદિવસ

 

 (સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૧પઃ જામનગરના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે એક પરિચિત નામ એટલે ધરમશીભાઈ ચનિયારા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે તેમની સેવાઓ હંમેશા યાદગાર રહી છે. તેઓ માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ એક સાચા સમાજસેવક અને પ્રજાના હિતેચ્‍છુ તરીકે પણ ઓળખાય છે.

ધરમશીભાઈનું જીવન અનેક સિદ્ધિઓથી ભરેલું છે. તેમણે જામનગર ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્‍ટર (MD) તરીકે, જામનગર જિલ્લા ખરીદ સંઘના ડાયરેક્‍ટર તરીકે,જોડિયા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન, અને જોડિયા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે પણ મહત્‍વની ભૂમિકા ભજવી છે. આ તમામ હોદ્દાઓ પર રહીને તેમણે પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને તેમના ઉકેલ માટે સક્રિય પ્રયાસો કર્યા છે.

તેમનું મુખ્‍ય લક્ષ્ય હંમેશા જનકલ્‍યાણ રહ્યું છે. રાજકારણમાં હોવા છતાં, તેમણે કયારેય પક્ષ કે જૂથવાદને પ્રાધાન્‍ય આપ્‍યું નથી, પરંતુ લોકોની સમસ્‍યાઓને પ્રાધાન્‍ય આપ્‍યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવી, ખેડૂતોના હિત માટે લડવું, અને ગ્રામીણ વિસ્‍તારોના વિકાસ માટે પ્રયાસો કરવા એ તેમના કાર્યનો એક અભિન્ન ભાગ રહ્યો છે.

આજે, જ્‍યારે તેઓ પોતાનો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે, ત્‍યારે તેમના જીવનની આ સિદ્ધિઓને યાદ કરવી ખૂબ જ જરૂરી છે. ધરમશીભાઈ ચનિયારા મો- ૯૪૨૭૨ ૧૯૧૫૨ શુભકામનાઓ આપી રહ્યા છે માત્ર એક પૂર્વ પ્રમુખ કે નેતા નથી, પરંતુ એક એવા વ્‍યક્‍તિત્‍વ છે જેમણે પોતાના કાર્ય અને સમર્પણથી સમાજમાં એક આગવી છાપ છોડી છે. તેમના જેવા પ્રજાસેવકો જ સમાજને સાચી દિશા આપી શકે છે.

(5:02 PM IST)