<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ચિતલના ‘ખીચડી રથ' ચલાવતા પદુભા સરવૈયાનો જન્‍મદિન

 

(હર્ષદ ત્રિવેદી દ્વારા) ચિતલ તા. ૧પ :.. ચિતલના નિવૃત્તિ એસ. ટી. ડ્રાઇવર પદુભા સરવૈયા એ પોતાનું પેન્‍શન ભારતીય સેના સૈનિક ફંડમાં આ જીવન લખાવી દીધા બાદ આજથી ત્રણ વર્ષ પહેલા પોતાના જન્‍મ દિવસે (૧પ-૯) ના રોજ પોતાની રીક્ષામાં કોઇ ભુખ્‍યુ ન સુવે એ હેતુ ચિતલ-ગામમાં જરૂરીયાત મંદ ભુખ્‍યા દુખ્‍યાને દરરોજ સાંજે ગીરનારી ખીચડી ખવરાવી સેવા શરૂ કરી છે.

ટાઢ-તડકો-ચોમાસુ ૩૬પ દિવસ અવરીત દરરોજ સાંજે સેવા આપી પછી લોકો જોડાતા ગયા આજે લોકો પોતાના જન્‍મ દિવસે પુણ્‍યતિથી, શ્રાધ્‍ધ તમામ સારા પ્રસંગોએ યાદ કરી ‘પદુભા' ને ખીચડી સેવા લખાવી રહ્યા છે. જોત જોતમાં આજે તેમના જન્‍મ દિવસે ચોથા વર્ષમાં પ્રવેશ ખીચડી સેવાનો થઇ રહ્યો છે. જે ભગવાનના હુલામણા નામે ઓળખાતા પદુભાઇ સરવૈયા બીજી બે નમૂના રૂપ સેવા કરી રહ્યા છે. જ્ઞાતિ-જાતીના ભેદ વગર પોતાની રીક્ષામાં ર૪-૭ થી ર૪ કલાક કોઇપણ દર્દીને ચિતલના સરકારી દવાખાને મફત પહોંચાડે છે.

ઉપરાંત ચિતલનો સ્‍મશાન રથ (શબવાહીની) ના ડ્રાઇવર તરીકે પણ પદુભાઇ તદન મફત સેવા કરી રહ્યા છ.ે તેમના જન્‍મદિને મો. ૮૭૯૯૧ ૧૭૦૬પ ઉપર શુભેચ્‍છાષર્વા થઇ રહી છે.

(1:54 PM IST)