તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલ જંગલની ભીષણ આગે પકડ્યું રોદ્ર સ્વરૂપ : 5ના મોત : 70 હજારથી વધુ લોકોએ ઘર છોડી ભાગવું પડ્યું : હોલીવુડ હિલ્સમાં પણ આગ ફાટી નીકળી છે, જેના કારણે હોલીવુડ બુલવર્ડ ઉપરના તમામ વિસ્તારોમાંથી લોકોને ખાલી કરાવવામાં આવ્યા : જૂઓ વિડીયો : આ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લોસ એન્જલસમાં લાગેલી આગને ડોલરના સંદર્ભમાં અમેરિકન ઈતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય8:59 AM IST
રાજકોટની શાળાઓના બાળકોનું આરોગ્ય કથળ્યું: ૬૩ હાર્ટ પેશન્ટ : મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ખેરા મેડીકલની ટીમ દ્વારા તપાસણી કાર્યક્રમમાં ચોંકાવનારી વિગતો બહાર આવી : શાળા આરોગ્ય ચકાસણીમાં ઘટસ્ફોટઃ કિડનીના ૧૩, કેન્સરના ૧૭, બહેરાશના ૬, લીવર તથા અન્ય ૧૮ વિદ્યાર્થીઓ રોગીષ્ઠ માલુમ પડતા આરોગ્ય વિભાગ ચોંકયું3:26 PM IST
ઘરમાં બેઠા ફક્ત તમારી પત્નીને જોયા કરશો :રવિવારે પણ તમારી કામ કરો :ઉદ્યોગપતિ સુબ્રમણ્યમની 90 કલાક કામ કરવાની સલાહ : 6 દિવસના કામને લગતા પ્રશ્નના જવાબમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ અને L&Tના ચેરમેન સુબ્રમણ્યને ખૂબ જ વિચિત્ર સલાહ આપી: કહ્યું- તમે ઘરે ફક્ત તમારી પત્નીને નિહાળ્યા કરશો :રવિવારે ઓફિસ પણ આવો અને કામ કરો1:07 AM IST
હું પણ મનુષ્ય છું, દેવ નથી; પીએમ મોદીએ નિખિલ કામત સાથે પ્રથમ પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરી : નિખિલ કામતે પીએમ મોદીને પૂછ્યું કે આજે આખું વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. શું આપણે ચિંતા કરવી જોઈએ? જેના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી, હું શાંતિના પક્ષમાં છું12:17 AM IST
૨૦૩૦ સુધીમાં ૭.૮ કરોડ નવી નોકરીઓનું સર્જન થશે:ભારતીય કંપનીઓ અદ્યતન ટેકનોલોજી AI અને રોબોટિક્સમાં કરી રહી છે પગપેસારો : તો શું કેશિયર ક્લાર્ક અને ગ્રાફિક ડિઝાઇન જેવી પરંપરાગત ભૂમિકાઓ થશે અદ્રશ્ય ? :વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 'ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ - 2025' નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો:5 ટકા ભારતીય કંપનીઓ સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ અપનાવશે10:09 PM IST
માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને એક કલાકમાં કેશલેશ સારવાર આપો :સુપ્રિમકોર્ટનો મોટો આદેશ ;કેન્દ્ર સરકારને આપ્યો નિર્દેશ : ગંભીર ઈજા બાદ એક કલાકના સમયગાળામાં તાત્કાલિક સારવાર મળવાથી મૃત્યુના જોખમને ટાળી શકાય:‘ગોલ્ડન અવર’ સમયગાળામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવા માટે નીતિ બનાવવા કેન્દ્ર સરકારને સૂચના આપી9:10 PM IST
બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા: રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે ગાઈડલાઈન : શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ-૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરી 6:04 PM IST
વિપક્ષનો ‘ફુગ્ગો' ફુટયો : ‘ઇન્ડિયા' ગઠબંધનના ફુરચા : રાહુલનું સપનું તુટયું : ભાજપ વિરૂધ્ધ ગયા વર્ષે રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં હવે માત્ર કોંગ્રેસ જ બચી : મમતા - અખિલેસ - કેજરીવાલ - ઉધ્ધવ - શરદ પવાર છુટા પડયા : બાકી હતું તે લાલુપુત્ર તેજસ્વીએ પુરૂ કર્યુ : ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી પુરતું જ હોવાનો કર્યો ધડાકો10:56 AM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતનું ગઠબંધન? મમતા-અખિલેશ બાદ હવે ઉદ્ધવ ઠાકરે કરશે મોટી જાહેરાત : કોંગ્રેસ પણ લડવા માટે તૈયાર : જેને દિલ્હીની રાજનીતિ સાથે ભલે કોઈ લેવાદેવા ન હોય, પરંતુ તેઓ એ નક્કી નથી કરી શકતા કે ચૂંટણીમાં કોંગ્રેસ તરફ જવું કે આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવવુ : તમામ પક્ષો મૂંઝવણમાં4:08 PM IST
ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાનું નામ લેતો નથી : સતત બીજા દિવસે, સ્થાનિક બજારો ઘટાડા સાથે કારોબાર : સેન્સેક્સ 528 પોઈન્ટ ઘટીને 77,619.80 પર બંધ રહ્યો : સેન્સેક્સ કંપનીઓમાં ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ઝોમેટો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્મા, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસીના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો4:36 PM IST
CTET પરીક્ષાના પરિણામો જાહેર, ctet.nic.in પર ઉમેદવારો પરીક્ષાનું પરિણામ જોઈ શકશે : ઓનલાઈન તપાસવા માટે, ઉમેદવારોએ રોલ નંબર જેવી લોગિન માહિતીનો ઉપયોગ કરવો પડશે : CTET ડિસેમ્બર 2024 14 અને 15 ડિસેમ્બર 2024 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી પરિણામ ડિસેમ્બર 2024 આન્સર કી આન્સર કી 1 જાન્યુઆરી, 2025 ના રોજ રિસ્પોન્સ શીટ સાથે બહાર પાડવામાં આવી હતી4:13 PM IST
કેનેડાની અદાલતે નિજ્જર હત્યા કેસમાં ચારેય આરોપીઓને જામીન આપ્યા : કેનેડા સરકાર અને પોલીસને મોટો ઝટકો લાગ્યો : ચારેય આરોપીઓને છોડવાથી જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલી વધશે : હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરી 2025ના રોજ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસના ચારેય આરોપીઓને કાયદાકીય સુનાવણી બાકી હોય તેમને જામીન પર મુક્ત કર્યા 3:46 PM IST
છત્તીસગઢમાં કુખ્યાત નક્સલવાદી હિડમાની બટાલિયન સાથે એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 3 માર્યા ગયા, ફાયરિંગ ચાલુ : છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. નવીનતમ ઓપરેશન સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદ પર : ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), કોબ્રા બટાલિયન, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને બંને જિલ્લાના CRPF જવાનો સામેલ3:45 PM IST
રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓને નવા પ્રકારની છેતરપિંડી વિશે ચેતવણી આપી : પ્રીમિયમ રેટ સર્વિસ” દ્વારા ફોન કે મિસ કોલ આવે તો ધ્યાન રાખજો : અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી યુઝર્સને મિસ્ડ કોલ કરવામાં આવે છે. જ્યારે વપરાશકર્તા આ નંબરો પર પાછા કૉલ કરે છે, ત્યારે પ્રીમિયમ રેટ સેવા સાથે જોડાયેલ છે જેના કારણે વપરાશકર્તાને નાણાકીય નુકસાન 3:37 PM IST
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભગવાન વિષ્ણુની દિવ્ય અને અલૌકિક પ્રતિમા તૈયાર : રજવાડામાં દર્શન અને પૂજા માટે રાખવામાં આવી : ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને મંત્રી કૈલાશ વિજયવર્ગી પણ રજવાડા પહોંચ્યા : આ પ્રતિમાને પૂર્ણ કરવામાં લગભગ સાડા ચાર વર્ષનો સમય લાગ્યો : આ પ્રતિમા પંચધાતુની છે,જેની લંબાઈ 11 ફૂટ છે આ પ્રતિમાનું વજન 21 ટન છે,પંચધાતુથી બનેલી આ પ્રતિમાની કિંમત લગભગ 24 કરોડ રૂપિયા3:36 PM IST
પાકિસ્તાની આર્મી ઓફિસરે ભગતસિંહને "ગુનેગાર" કહ્યા, BSMFPએ નોટિસ મોકલી - "માફી માંગવા અને 50 કરોડ રૂપિયા વળતર ચૂકવવાની માંગ" : કાયદાકીય નોટિસ લાહોર મેટ્રોપોલિટન કોર્પોરેશનના મુખ્ય જનસંપર્ક અધિકારી અને પાકિસ્તાન સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારી તારિક મજીદને એડવોકેટ ખાલિદ જામા ખાન દ્વારા મોકલવામાં આવી4:10 PM IST
વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ : આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે એવો અંદાજ : મહામૃત્યુંજય યંત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે : ભક્તોને વિશ્વના સૌથી મોટા મહામૃત્યુંજય યંત્રના દર્શન થશે. જે 52 ફૂટ ઊંચું, 52 ફૂટ લાંબું અને 52 ફૂટ પહોળું છે. તેની સ્થાપના સિદ્ધ મહામૃત્યુંજય સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે, આ યંત્ર ખૂબ જ અલૌકિક હશે3:34 PM IST
સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક : ₹ 1.42 લાખ સુધીનો પગાર : દિલ્હી, લખનૌ, હૈદરાબાદ, કાનપુર, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈમાં જગ્યાઓ ભરાશે : માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક3:36 PM IST
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ૬૦ વષૅના એક મહિલામાં HMPV વાયરસના લક્ષણો જોવા મળ્યા : બલરામપુર હોસ્પિટલમાં દાખલ : સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા : નિષ્ણાતોએ જણાવ્યું કે HMPV માટે ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે,તેથી તે ખૂબ ચિંતાજનક નથી, લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ જેવા છે3:33 PM IST
હાઇવે પર ઓવર સ્પીડિંગ કરી રહ્યા છો તો પણ હવે ચલણની ચિંતા કરવાની જરૂર નથી : સ્માર્ટ ફોન વાપરો છો તો મોબાઇલમાં રહેલી એક એપ જ કહી આપશે કે આગળ ક્યાં અને કઈ જગ્યાએ કેમેરા લાગેલા છે : આ સિસ્ટમ ઓગસ્ટ 2024માં બેંગલુરુ-મૈસુર હાઇવે પર લાગુ કરવામાં આવી હતી, ટૂંક સમયમાં જ દેશના બાકીના હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે,તેથી હવે તમે પણ નિયત કરેલી સ્પીડમાં જ સાધન ચલાવજો 3:35 PM IST
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જાટ મતદારોને આકર્ષવાનો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો પ્રયાસ : દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવાની માંગ : કેન્દ્ર સરકારે OBC આરક્ષણના નામે 10 વર્ષ સુધી જાટ સમુદાય સાથે છેતરપિંડી, 'હજારો બાળકોને DUમાં પ્રવેશ મળતો નથી, 2015માં તમે જાટ સમુદાયના નેતાઓને તમારા ઘરે બોલાવ્યા હતા અને વચન આપ્યું હતું કે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે 2:23 PM IST
'ન તો નેતૃત્વ, ન બેઠક, ન એજન્ડા', મમતા-કેજરીવાલ પછી હવે ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ઇન્ડિયા ગઠબંધન ખતમ કરો : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઠબંધનને લઈને કહ્યું કે જ્યાં સુધી મને યાદ છે ઈન્ડીયા ગઠબંધન માટે કોઈ સમય મર્યાદા નહોતી. કમનસીબે કોઈ બેઠકનું આયોજન નથી નેતૃત્વના એજન્ડા કે ભારતીય ગઠબંધનના અસ્તિત્વ વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી.1:57 PM IST
ઓટો એક્સ્પો 2025: ટિકિટ કેવી રીતે મેળવવી, શું હશે સમય, કયા દિવસથી સામાન્ય લોકોને પ્રવેશવાની છૂટ મળશે: જાણો સંપૂર્ણ વિગતો : ભારત મોબિલિટીમાં પણ ઓટો એક્સ્પોનું આયોજન: આ કાર્યક્રમ જોવા માટે ટિકિટ કેવી રીતે ખરીદી શકાય? શું મારે ટિકિટ માટે ચૂકવણી કરવી પડશે? જાણો સામાન્ય જનતા ક્યારે પ્રવેશશે અને કાર મેળો જોવાનો સમય શું હશે? 1:11 PM IST
ચીનના 6ઠ્ઠી પેઢીના ફાઈટર પ્લેન ઉડાડવા પર વાયુસેના પ્રમુખે કહ્યું-અમારી પાસે હજુ 40 તેજસ એરક્રાફ્ટ પણ નથી : મિગ-21નું સ્થાન લેનાર તેજસ ફાઈટર એરક્રાફ્ટની ડિલિવરીમાં થતા વિલંબથી વાયુસેના પ્રમુખ પણ ચિંતિત :તેમણે અન્ય ઘણા વિકલ્પો અને ખાનગી ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો:તેમણે કહ્યું કે વિલંબ પછી ટેક્નોલોજીનો કોઈ ઉપયોગ થતો નથી9:54 PM IST
શાર્ક ટેન્ક ઈન્ડિયા-4: સૌથી મોટી ડીલ!:5 કરોડમાં વેચાઈ આખી કંપની:પીયૂષે કહ્યું- 'આ મારો અત્યાર સુધીનો સૌથી મોટો ચેક છે' : શાર્ક ટેન્ક ઇન્ડિયાની ચોથી સિઝનના ત્રીજા એપિસોડમાં એક સ્ટાર્ટઅપ આવ્યું જેની પ્રોડક્ટ્સે તમામ શાર્કને તેની પ્રશંસા કરવા મજબૂર કરી દીધા. આ સ્ટાર્ટઅપનું નામ NOOE છે એટલે કે ક્યારેય ઓડ કે ઈવન નહીં.11:46 PM IST
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન : અનુપમ ખેરે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી : 15 જાન્યુઆરી 1951ના રોજ બિહારના ભાગલપુરમાં જન્મેલા ફિલ્મ નિર્દેશક પ્રિતેશ નંદીએ 73 વર્ષની વયે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા:હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું :પ્રીતિશે 40 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે.11:55 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાહવેદ મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો :મામલતદાર (વર્ગ-2 )તરીકે ફરજ બજાવતા 36 અધિકારીઓની બદલી : જુઓ સંપૂર્ણં યાદી : સોમનાથના બી,એ,નાગરેચાને ભાવનગર,અને જામનગરના મહેન્દ્ર ચાવડાને રૂરલમાં મુકાયા :જસદણના એમી,ડી,દવેની વંથલી અને સુરેન્દ્રનગરના ઇન્દ્રેશ વાળાની કચ્છ અને અલ્કેશકુમાર મોરબી બદલી :પાટણના હરગોવિંદ પરમારને પણ મોરબી મુકાયા 11:19 PM IST
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-૧ તરીકે ફરજો બજાવતાં 10 અધિકારીઓની બદલી : સેન્ટ્રલ લેબના સતીશ પરમારને કચ્છ ,અને રાજકોટના હેમંતકુમાર રાઠોડને ગાંધીનગર મુકાયા : ગાંધીનગરના કુ, મેઘા પટેલની ભાવનગર , અને હિંમતનગરના ડો, શ્વેતા પટેલની રાજકોટ તેમજ મધ્યસ્થ પ્રયોગશાળના ભદ્રેશકુમાર પટેલની જામનગર બદલી8:24 PM IST
મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો : માયનસ 0.5 ડીગ્રી લઘુતમ તાપમાન : પર્યટકો ઠંડીને માણવા માટે આબુ પહોંચી ગયા : નક્કી લેકનાં પાણીમાં અને ગાડીઓ ઉપર બરફની ચાદરો જામી ગઇ :જુઓ વિડિઓ : કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું : રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી 2:22 PM IST
કારમાંથી કિંમતી સામાન ચોરતી ‘ત્રીચી ગેંગ'ના ૧ર સભ્યોને ઝડપી લેતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ : વડોદરા, અમદાવાદ, વાપી, પુના, શીરડી, નાસીક, ગોવા સહિતના દેશના જુદા-જુદા શહેરોમાં ૩ માસ દરમિયાન રપ ગુન્હા આચર્યાની કબુલાત : પીઆઇ આર.જી.જાડેજા અને પીઆઇ એચ.ડી.તુવરની ટીમને સફળતા ઝડપાયેલી ત્રીચી ગેંગ અને તેમની પાસેથી કબ્જે લેવામાં આવેલ ચોરાઉ લેપટોપ સહિતની કિંમતની માલમત્તા સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટુકડી નજરે પડે છે. 4:25 PM IST
સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનો પલટવાર કહ્યું- 'સાબિત કરો, તો હું આજીવન સંગીત છોડવા તૈયાર : કાજલ મહેરિયાએ જણાવ્યું કે, હું સાચી હોવાથી મારી વાત સાબિત કરવા માટે હું મહેસાણા સ્થિત મારા ઘરેથી ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરે ચપ્પલ પહેર્યા વિના ચાલતી જઈશ. હું ઉમિયા માતાના દીવા પર હાથ મૂકીને કહીશ કે, હું પાટીદાર સમાજ વિશે કશું ખોટું બોલી નથી1:25 AM IST
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિકારીઓની બદલી : ભરૂચના રૂપસિંહ વસાવાની ભાવનગર , મધ્યસ્થ પ્રયોગશાળાના સંજયકુમાર પટેલને પોરબંદર, જેતપુરના ભરત કુનડિયાને ગાંધીનગર મુકાયા :રાજકોટના ભરતસિંહ ચૌહાણની મહેસાણા,કચ્છના ભરત ડોળાસીયાની સુરેન્દ્રનગર અને જામનગરના કુ, હેમાબેન શાહની ગાંધીનગર બદલી8:22 PM IST
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નાયબ પર્યાવરણ ઈજનેર વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 34 અધિકારીઓની બદલી : જુઓ સંપૂર્ણં યાદી : ભાવનગરના જયદીપ જોશીની અમદાવાદ અને પવનકુમાર શર્માની ગાંધીનગર બદલી :મોરબીના કિરણ પુજારીને ગાંધીનગર અને ગાંધીનગરના બ્રિજેશ શેઠને સુરેન્દ્રનગર તેમજ મહેસાણાના ચિરાગ બાવરવાને રાજકોટ અને મોરબીના ઇન્દ્રવદન પટેલને રાજકોટ મુકાયા8:16 PM IST
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 67 અધિકારીઓની બદલી કરાઈ : જુઓ સંપૂર્ણં યાદી : અમદાવાદના તેજસ મેતલિયાની ભાવનગર, ભાવનગરના વિજયભાઈ લીંબડીયાની સુરેન્દ્રનગર ,ગાંધીનગરના માનસિંહભાઈ જાદવ અને જૂનાગઢના કુ, મોનીકા કુબાવતની રાજકોટ તેમજ ગાંધીનગરના કેતનભાઈ ભરડિયાની જૂનાગઢ અને પાર્થિક સોનીની જામનગર બદલી , જામનગરના ચેતન ચૌહાણ અને જેતપુરના ગિરધર રામને મોરબી મુકાયા 8:11 PM IST
HMPV વાઈરસ મુદ્દે શાળાઓ સતર્ક :બાળકને શરદી-તાવમાં સ્કૂલે ના મોકલવા DEOની એડવાઈઝરી: પરીક્ષા પછી લેવાશે : બાળકને શરદી, તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો, સ્કૂલ બાળકનું પેપર ફરી લેશે: સંચાલકો દ્વારા વાલીને મેસેજ મોકલાયો: ખાનગી સ્કૂલોની સાથે જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે પણ એડવાઈઝરી જાહેર11:13 AM IST
આ વર્ષમાં વધુ ૧પ ઘાસ ગોડાઉન નિર્માણ થશે1:27 PM IST
યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીને પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધામક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે : અંબાજી નગરના માર્ગો પર ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરુઢ થઈ મા જગતજનની અંબા નગરયાત્રાએ નીકળશે : અંબાજીમાં બોલ મારી અંબે..જય જય અંબેનો નાદ ગુંજી ઊઠશે4:09 PM IST
‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ : પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ : કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ૦૮ વર્ષ દરમિયાન ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ : અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા :આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે: ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર સેવારત2:20 PM IST
IITE (લાઇફ સાયન્સ) અને UGC માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર દ્વારા, ‘એ ડવાન્સ્ડ ટૂલ્સ એન્ડ રિસોર્સિસ ફોર ટીચિંગ બાયોલોજિકલ સાયન્સ' પર ઓનલાઈન વર્કશોપનું આયોજન : વર્કશોપની કોઈ જ રજીસ્ટ્રેશન ફીસ રાખવામાં આવેલ નથી ખાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રિસર્ચ સ્કોલર માટે આ બહુ ઉપયોગી તક : તા.૨૦ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન યોજાશે4:03 PM IST
સૂર, કાંટે, ચમેલી જેવી ફિલ્મોનાં નિર્માતા પદ્મશ્રી પ્રિતીશ નંદીની વિદાય : પ્રિતીશ નંદી મહારાષ્ટ્રમાંથી સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓ ૧૯૮૦ના દાયકામાં ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિપેન્ડન્ટ અને ફિલ્મફેરનાં એડિટર પણ રહ્યા હતા : તેમણે ૪૦ થી વધુ પુસ્તકો લખ્યા હતા. ભારતીય સાહિત્યમાં યોગદાન માટે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા : ૧૯૯૬માં તેમણે હોટેલ લીલા કેમ્પિન્સકી ખાતે ભારતનું પ્રથમ સાયબર કાફે ખોલ્યું હતું : તેમનો તાજેતરનો શો ‘મોર્ડન લવ મુંબઇ' હતો જેને ખુબ સફળતા મળી હતી3:00 PM IST
વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા આજે દિપદાન મનોરથ : ઈશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં આહલાદક નજારો.... મનોરથના દર્શનથી ભાવિકો ભાવવિભોર : રાજકોટવાસીઓ શ્રી નાથદ્વારામાં દર્શન કરતા હોય તેવી અનુભૂતિ : સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી'ના દર્શન માટે કળષ્ણભકતો ઉમટી પડયા : નાથદ્વારાના પૂ. વિશાલબાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી : રાજકીય-સામાજીક મહાનુભાવો વૈષ્ણવો અને રાજકોટવાસીઓ ‘વૃંદાવનધામ' નિહાળી ધન્યતા અનુભવી : હજારો ભાવિકો ઉમટી પડયા2:36 PM IST
શંકાસ્પદ પનીર બનાવતી મીની ફેક્ટરી ઝડપાઇ : એક વર્ષથી હાર્દિક કારીયા ભાડાના મકાનમાં પરપ્રાંતીય માણસો રાખી પનીર બનાવી શહેરભરમાં ૧૫૦થી ૧૮૦નું કિલો લેખે વેંચતો હતોઃ સાધન સામગ્રી કબ્જેઃ ફૂડ વિભાગને જાણ કરી નમુના લેવડાવાયાઃ ૮૦૦ કિલો જેટલુ ભેળસેળીયુ પનીર મળ્યું પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ, અનોપસિંહ સહિતનો દરોડો ગાંધીગ્રામ શીતલ પાર્કમાં ગુજરાત ફૂડ્ઝમાં દરોડો પામોલીન તેલ, સ્ફટીક જેવા ફલેક્સ, એસિટીક એસિડ, દૂધનો ઉપયોગ કરી બનાવાતુ હતું પનીર4:13 PM IST
રાજકોટમાં નકલી પનીર બાદ બજરંગવાડી વિસ્તારમાં મકાનમાં નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપાયું : રહેણાંક મકાનમાં SOGની ટીમે દરોડો કરતાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી: અલગ અલગ રંગના પેકીંગ વાળી બીડીના બંડલ, બીડીના સિમ્બોલ વાળા સ્ટીકર, લાકડાના બોક્સ સ્ને ગુંદર સહિત કુલ 1,05,700નો મુદામાલ કબ્જે10:39 PM IST
આર્યનગરની કોલેજીયન છાત્રાએ ત્રણ બહેનપણીઓના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યાઃ સકંજામાં લેવા તજવીજઃ વધુ ભેદ ખુલશે : પોતાના જ વિસ્તારની યુવતિઓને બહેનપણી બનાવી તેના ઘરે ઉછીના કપડા લેવાના જતી પછી બહેનપણીને રૂમ બહાર રાખી રૂમ બંધ કરી કબાટમાંથી હાથફેરો કરી લેતી'તીઃ એક વર્ષમાં ત્રણ ઘટનાઃ અરજીને આધારે હવે ગુનો નોંધી બી-ડિવીઝન પોલીસે તપાસ આરંભી3:29 PM IST
વાવડીમાં સરકારી ખરાબાની વધારાની જમીન અંગે ઉદ્યોગકારો : ૮ કરોડ ભરી દિધાઃ છતા પ્લાન પાસ થતા નથી!! વાવડી સર્વે નં.૧૪૯ની જમીનઃ ૭ દિવસની અંદર યોગ્ય નહિ થાય તો બાંધકામ કરી લેવાની ચેતવણીઃ બાદમાં જવાબદારી કલેકટરનીરાજકોટ મ્યુ.કોર્પોરેશનના તંત્રની આડોડાઇઃ ભારે દેકારોઃ ઉદ્યોગકારો કલેકટર પાસે દોડી આવ્યા પૈસા ૧ વર્ષથી ભરી દિધા છેઃ કોર્પોરેશનમાં ૧૨ ઉદ્યોગકારોએ ૬ મહિનાથી અરજીઓ કરી છેઃ છતા પ્લાન પાસ કરાયા નથી 3:29 PM IST
એસઓજીએ મુળ યુપીના અંશને ૨.૧૩ લાખના એમડી સાથે દબોચ્યોઃ મુંબઇથી લાવ્યાનું રટણ : વધુ એક કોલેજીયન માદક પદાર્થની હેરાફેરીના રવાડે ચડયો :ભગતસિંહજી ગાર્ડન નજીક ભાડેથી રહેતાં અંશ ઉર્ફ અંશુડાને એક પેડલર સાથે મિત્રતાઃ મોજશોખના ખર્ચા કાઢવા ‘પડીકી' બનાવી બંધાણીઓને વેંચાણ કરતો હોવાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજ : પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. મજીરાણાની ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ડી. બી. ખેર અને હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડની બાતમી પરથી કાર્યવાહી10:59 AM IST
શુક્ર-શનિ સીસીટીવી સર્વેલન્સ અને આઈટી બિઝનેસ એકસ્પો : સૌરાષ્ટ્રસિકયુરીટી એન્ડ સર્વેલન્સ એસોસીએશન દ્વારા માત્ર વેપારીઓ ક્રાઈસ્ટ કોલેજ ખાતે સૌથી મોટો એકસ્પોનું આયોજન રાજકોટમાં :સિકયુરીટી સિસ્ટમ્સ અને સર્વેલન્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને આમંત્રણઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી ૬ હજારથી વધુ લોકો આવશેઃ ૯૦થી વધુ કંપનીઓ અને લીડીંગ ડીસ્ટીબ્યુટરના સ્ટોલ2:33 PM IST
પદ્મભૂષણ પં. અજય ચક્રવર્તીજીના કંઠથી વહેતી ભાવસભર તથા શળંગારરસ-મિશ્રીત ઠુમરીનો આસ્વાદ માણી શ્રાવકો થયા કળતજ્ઞ : સૌપ્રથમ વાર ત્રણ કલાક ઠુમરી માટે ખાસ સભાનું આયોજન કરવાનો શ્રેય રાજકોટના ફાળે સંગીત મારૂં સર્વસ્વ છે હું દસ રાત્રી ઠુમરી ગાઈ શકું તેટલો ખજાનો મારી પાસે છેઃ પંડિત શ્રી અજય ચક્રવર્તીજી2:51 PM IST
પ્રેમની અનોખી ભાષા વ્યકત કરતુ ફિલ્મ ‘તારો થયો : ૧૭મીએ સીનેમાઘરોમાં રીલીઝ : હિતેનકુમાર, સની પંચોલી, વ્યોમા નાન્દી, રિવા રાચ્છ અભિનિત ફિલ્મમાં ભવાઇ ગીત જમાવટ કરે છે કાજલ ઓઝા વૈદ્યની કલમે આલખાયેલી કથા પડદા પર થશે જીવંત : ચાર યુગલોના માધ્યમથી જીંદગીને ક્ષણે ક્ષણે માણવાની વાત રજુ : ધર્મેશ પટેલનું કાબીલેદાદ ડાયરેકશન3:03 PM IST
જુના ગીતો પરથી નવા ગીતો બનતા ફલેવર ખરાબ થાય છેઃ પાર્થો પ્રતિમ : આજે રાત્રે હેમુગઢવી હોલ ખાતે આર.ડી.ઇવેન્ટસ દ્વારા ડયુઅલ વોઇસ ધરાવતા પાર્થો પ્રિતમ જમાવટ કરશે, આજના કાર્યક્રમમાં પાર્થોજીએ કરેલ અલગ જ મેશઅપ સાંભળવા મળશે, કરાઓકેમાં લાઇવ જેવી મજા નથી આવતીઃ પાર્થો પ્રિતમ, બપ્પી લહેરી, લતાજી-આશાજી, સપના મુખર્જી, ઉષા ઉત્થુપ, સલમા આગાના સદાબહાર ગીતો ગુંજશે4:23 PM IST
ઉડે જો આભમાં પતંગો તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી : વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત જામનગર જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન : ઇજાગ્રસ્ત પક્ષીને નજીકના કોઇપણ સારવાર કેન્દ્ર પર પહોચાડવા અથવા વિસ્તાર મુજબના સારવાર કેન્દ્રોનો સંપર્ક કરવા વન વિભાગનો અનુરોધ : વન વિભાગનો હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા ‘Karuna’ ટાઇપ કરવાથી જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મેળવી શકાશે10:21 AM IST
ગોંડલમાં પશુઓ પણ તાપણાના સહારે11:52 AM IST
બોટાદના હિફલી વિસ્તારમાંથી બાળકના કિડનેપીંગ બાદ બાળકને છોડાવવા જાતા પોલીસ ઈન્સ્પેક્ટર ઉપર છરી વડે ખુની હુમલો કરવાના આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકતી બોટાદની સેશન્સ કોર્ટ : રૂા.૮૫,૦૦,૦૦૦/- ની ખંડણી માંગતા ખંડણી આપવા માટે બે પોલીસ અધિકારી તથા બાળકના મોટા બાપુ સુટકેશમાં ખંડણીની રકમ આપવા જતી વખતે છરી વડે પોલીસ ઈન્સ્પેકટરશ્રી ઉપર હુમલો કરી ખૂન કરવાની કોશીષ કરવાનો હતો આરોપ8:41 PM IST
દ્વારકામાં પૈસાની માંગણી કરી, લૂંટ1:28 PM IST
જામનગર પાસે ટેન્કરમાં આગ2:08 PM IST
મુંબઈ ના ઓશવાળ મહાજન દવારા જામનગરની કોર્ટમા રાજઘરાનાની મીલક્ત અન્વયે કરવામાં આવેલ દાવો મંજુર કરતી કોર્ટ : વાદગ્રસ્ત મિલકતની દાદ મંજૂર કરેલી નથી પરંતુ કરારની ચૂકવેલી રકમ પરત આપેલી છે : જામનગરની પ્રખ્યાત રાજઘરાના ની મીલકત જામપેલેસ ” વાળી જગ્યાને લગત સીટી સર્વે નં. એફ જી ૪ વાળી જગયા સ.નં. ૧૮૧ કુલ ચોકુ. ૨૫૨૭૨ પૈકી ની ૭૫% જગ્યા જામનગર ના જામસાહેબશ્રી શત્રુશલ્યસીંહજી દિગ્વીજયસીંહ જાડેજા દવારા દક્ષાકુમારીબા વાળા ને બક્ષીસ આપવામાં આવેલ તે મુદ્દે ચુકાદો4:38 PM IST
ઉદ્યોગપતિ કેતનભાઇ ગજજરને મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રાઇડ ઓફ પોરબંદર'-એવોર્ડ એનાયત : રકતદાન ક્ષેત્રે અનેરી સેવા પ્રવૃતિ માટે ઉદ્યોગપતિ કેતનભાઇને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલઃ દર વર્ષે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિતે રકતદાન મેગા કેમ્પનું આયોજનમાં રેકોર્ડ બ્રેક રકત એકઠું થાય છેઃ આ રકત રેડક્રોસ દ્વારા કોઇપણ શહેરમાં પુરૂં પાડવામાં આવે છે.12:18 PM IST
આજે સવારે 32,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી 2 વિશાળ એસ્ટરોઈડ પસાર થયા : લઘુગ્રહો હંમેશા પૃથ્વી માટે ચિંતાનો વિષય : બે વિશાળ એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયા : જ્યાં એક તરફ ધરતી પર ધરતીકંપના કારણે વિનાશનો ખતરો છે તો બીજી તરફ અવકાશમાં રહેલા લઘુગ્રહો હંમેશા પૃથ્વી માટે ચિંતાનો વિષય 3:31 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































