News of Monday, 15th September 2025
પોરબંદરના સીનીયર ધારાશાસ્ત્રી હારૂનભાઈ સાટીનો કાલે જન્મદિવસ
સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદરના જો. સેક્રેટરી અને ડીસ્ટ્રીકટ બાર એસો. પોરબંદર ના જો. ટ્રેઝરર, સાટી મુસ્લિમ જમાત પોરબંદરના પ્રમુખ હારૂનભાઇ સાટીને સાર્વત્રિક શુભેચ્છાઓ

પોરબંદરના સીનીયર, સેવાભાવી, જાણિતા ધારાશાસ્ત્રી હારૂનભાઈ કાસમભાઈ સાટીનો કાલે તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી એડવોકેટ ક્ષેત્રે પ્રેકટીસ કરતા હારૂનભાઈ સાટી કાયદાકીય આંટીઘુંટી ઉકેલવામાં નિષ્ણાંત છે તેમજ ક્રિમીનલ કેસો માં માસ્ટરી ધરાવે છે. એટલું જ નહીં પરંતુ તેઓ વકફ બોર્ડને લગતી કામગીરીના પણ નિષ્ણાંત છે. મુસ્લિમ સમાજની સંસ્થાઓના રજીસ્ટ્રેશન સહિતની કાયદાકીય, કાનુની કામગીરીમાં તેઓ સારી એવી હથોટી ધરાવે છે. એડવોકેટ ક્ષેત્રની કામગીરીની સાથોસાથ તેઓ સેવાકાર્યમાં પણ સતત અગ્રેસર રહે છે અને અનેક સામાજીક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સુન્ની અંજુમન ઇસ્લામ પોરબંદરના તેઓ જોઈન્ટ સેક્રેટરી પણ છે તેમજ ડીસ્ટ્રીકટ બાર એસો. પોરબંદરના જો. ટ્રેઝરર અને સાટી મુસ્લિમ જમાત પોરબંદરના પ્રમુખ પણ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે વકીલાત ક્ષેત્રના ધુરંધરો, સ્નેહીજનો, મિત્રો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે. તેમના મો.નં. ૯૭૨૪૨ ૪૪૧૪૧ છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
