<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

શિક્ષણએ માત્ર સર્જનાત્‍મકતાની ઉજવણી નહીં પરંતુ વ્‍યકિતગત ભાવનાત્‍મક વિકાસ : બાળકમાં શાષાનું જ્ઞાન આપણા નો ઇતિહાસ આપણી ભૌગોલિક પરિસ્‍થિતિ વગેરે ની માહિતી નળત્‍ય કળાઓ, ગરબાઓ ભવાઈ નાટકો દ્વારા આપણી જૂની પરંપરાથી બાળકોને પરિચિત કરાવવા જેથી કરીને એ આપણી પરંપરાઓથી પરિચિત બને જૂની પરંપરાઓને જૂની સમજી કબાટમાં મૂકી દેવાને બદલે તાજી રાખી હંમેશ માટે બાળકોના મન સ્‍થિતિ માં કેળવાય એ જરૂરી છે માટીથી બનાવેલા રમકડા એ અત્‍યારે મળતા કાચ અને કચકડા તેમજ પ્‍લાસ્‍ટિકના રમત રમકડા કરતા ખૂબ જ મહત્‍વના છે કેમકે એના દ્વારા બાળક ધૂળ માટી થી પરિચિત બનશે રમકડા બનાવતા શીખશે જેને કારણે એ માટી નો સ્‍પર્શ કરશે : તમારી જે પ્રકારનું ધ્‍યેય હશે એ જ પ્રમાણે તમારા જીવનનું સ્‍વરૂપ બંધાશે તમારો આદર્શ ભલે ગમે તે હોય પણ જ્‍યાં સુધી તમે તમારી અંદર પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી હોય ત્‍યાં સુધી એ આદર્શનો તમે પૂર્ણ રીતે સાક્ષાત્‍કાર નહીં કરી શકે તમારું ધ્‍યેય ઉચ્‍ચ અને વિસ્‍તાર રાખો ઉદારતા વિનાનું ધ્‍યેય તે ફોગટ છે તમારું જીવન તમારે પોતાને માટે તેમજ અન્‍યને માટે પણ ઘણું કીમતી વસ્‍તુ બની રહેશે બાળકોમાં આત્‍મવિશ્વાસ આપે શિક્ષણ વિદ્યાર્થીઓમાં વધુ આનંદદાયિક રીતે અભ્‍યાસક્રમ પૂરો કરવાની ભાવના ધરાવે કળા શિક્ષણ અવલોકન કરી સમજૂતી શક્‍તિ ધરાવતું સાધન એટલે કળા શિક્ષણ : બાળકો પોતાના મનગમતું કંઈ પણ કાર્ય કરી શકે શિક્ષકોએ પણ ભણાવવાનું નહીં. માત્ર ને માત્ર બાળકોને માઈન્‍ડ ફ્રેશ થાય એવી જ કોઈ રમત રમાડવાની ચિત્રો કરાવવાના નાટકો કરવાના ગીતો ગાવાના વગેરે થી બાળકો માટે નવી કૌશલ્‍ય ક્ષમતા વિશે એમના પ્રયોગો થાય છે તે ખૂબ જ જરૂરી છે : આજના જમાના ની AI ટેકનીક પણ વિદ્યાર્થીઓને શીખવવામાં ખૂબ જ જરૂરી અને માહિતીપ્રધાન સાબિત થઈ છે જેના દ્વારા વિદ્યાર્થી પોતાની મૂંઝવણ અને દૂર કરી શકે અને આગળ વધી શકે બાળકો ટેકનોલોજી ના માધ્‍યમથી પેઇન્‍ટિંગ એનિમેશન ફિલ્‍મ ચિત્રો વગેરે બનાવી રહ્યા છે ડિજિટલ ર્લનિંગ નો ઉપયોગ કરીને બાળકો આગળ વધી રહ્યા છે કળાને એટલે જ બાળકો ના મનનું કેનવાસ કહ્યું છે જેના માધ્‍યમથી બાળક પોતાની ઈચ્‍છાઓને આકાંક્ષાઓને ભવિષ્‍ય માટે તૈયાર કરી શકે છે 2:04 PM IST

પાંચ વર્ષની બાળકી પર ૧૭ વર્ષના સગીરનો બળાત્‍કાર, તેના શેઠ જસવંત સિંગે બાળાના પિતાને ધમકી દીધી! : રાજકોટના અયોધ્‍યા ચોક નજીકના એપાર્ટમેન્‍ટમાં ચોંકાવનારી ઘટનાઃ એપાર્ટમેન્‍ટના રહેવાસીઓ-આગેવાનોએ બાળકીના પિતાને કહ્યું-જો તું ફરિયાદ કરીશ તો આપણા એપાર્ટમેન્‍ટનું નામ છાપે ચડશે, બદનામી થશે! : સગીરના શેઠે બાળાના પિતાને દવાખાનાના ખર્ચ પેટે ઓનલાઇન પાંચ હજાર આપી ફરિયાદ નહિ કરવા ધમકાવ્‍યોઃ યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરીઃ બાળાને ગુપ્‍તભાગે, પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર અપાવવી પડી : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે કડક કાર્યવાહી કરીઃ એપાર્ટમેન્‍ટના રહેવાસીઓની માનસિકતા સામે સર્વત્ર રોષ10:54 AM IST

લોકમેળાનું બાંધકામ પૂર્ણઃ કલેકટર દ્વારા આખરી ઓપ : બપોરે ૧ વાગ્‍યાથી તમામ અધીકારીઓ સાથે સમીક્ષા બેઠક શરૂઃ કુલ ર૩ વોચ ટાવરઃ SDRF-NDRFની ટીમો-ડીઝાસ્‍ટર ટીમ માટે અલગ જગ્‍યા ગુરૂવારે સાંજે પ વાગ્‍યે ભવ્‍યાતિભવ્‍ય ઉદ્‌ઘાટનઃ ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ કલેકટર રાજકોટના લોકમેળાનો ઇતિહાસ વર્ણવશે મેદાન સહિત તમામ બાબતોનું નિરિક્ષણ કરતા અધીકારીઓઃ પીવાનું પાણી-મોબાઇલ ટોયલેટની સુવિધાઃ ઇમરજન્‍સી માટે ખાસ પાંચ ગેઇટઃ ૧૭પ૦નો પોલીસ બંદોબસ્‍ત ૧૭ સ્‍થળે ફ્રી પાર્કિંગઃ વાહન ચાલકોને અલગ કલર વાળી પહોંચ અપાશેઃ વીજ પુરવઠા માટે અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ પાથરી દેવાયાઃ પાંચ દિવસ વિખ્‍યાત કલાકારોના કાર્યક્રમો.4:17 PM IST

ગુરૂ દિક્ષા આપીને દિશા આપે છેઃ પૂ.મુકતાનંદ બાપુ : રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ અને હરીઓમ ફોજના સંયુકત ઉપક્રમે ‘રક્ષાબંધન મહોત્‍સવ'ની ઉજવણી : પૂ.મુકતાનંદબાપુના હસ્‍તે હરીઓમ ફોજની રચનાઃ ગુરૂ દિક્ષા અપાઇ સનાતન ધર્મ પૂ. મુકતાનંદબાપુ જેવા સંતો થકી ટકી રહયો છેઃ જે કરો તે બેસ્‍ટ કરોઃ મોટીવેશનલ સ્‍પીકર સંજય રાવલ સંસ્‍થાને મજબુત કરવા નિષ્‍ણાંત માણસોને લઇને બંધારણ મજબુત કરવુ જોઇએ : ગીજુભાઇ ભરાડ કર્મ કરવાથી સિધ્‍ધી પ્રાપ્‍ત થાય પણ આપણું લક્ષ્ય પરમાત્‍માના દર્શન જોઇએ છેઃ જયપ્રકાશ માઢક રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ સમાજની વાડી બનાવવા સમાજને સાથ સહકારની અપીલ કરતા બંકિમ મહેતા 2:13 PM IST