<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

જુનિયર રાજકપુર,જાદુગર, મિમિક્રી, આર્ટિસ્‍ટ ઉમેશ રાવનો જન્‍મદિવસ

રાજકોટ, તા., ૧૯ : જુનિયર રાજકપુર,જાદુગર, મિમિક્રી, આર્ટિસ્‍ટ ઉમેશ રાવનો આજે જન્‍મ દિવસ છે. ઉમેશ રાવે દેશ વિદેશમાં હાસ્‍ય મિમિક્રી સાથે પોતાની કલામાં જાદુંમાં બાળકો સાથે બાળક અને વડીલો સાથે વડીલ બની જાય છે ગુજરાતની લગભગ દરેક જેલમાં, બાલાશ્રમ, સદભાવના વળદ્ધાશ્રમમાં હાસ્‍ય મિમિક્રી અને રાજકપુરનાં ગેટઅપમાં લોકોના દિલ જીતી લીધા છે.

હાલમા જેતપુર ખાતે આવેલા હરિઓમ વળદ્ધ આશ્રમ જોષીબાપા ના બા દાદાને ડીવાઈન ફિલના ભરતભાઈ પરમાર અને તેમની ટીમ સાથે સાસણ ગીરમાં હાસ્‍ય મિમિક્રી સાથે રાજકપુરની જમાવટ કરી વડીલોના આશીર્વાદ લીધાં હતાં. સાથે એમનો સુપુત્ર ડી. જે. તુષાર રાવ અને શ્રીમતિ ફુલા ઉમેશ રાવે ગીતો ગાયાં હતા અને આશીર્વાદ લીધા હતાં. હેલો જીંદગી હરનેશભાઈ સોલંકીના પ્રોગ્રામમાં રાજકપુરની જમાવટ કરી હતી અનેક ફિલ્‍મ કલાકારો અને અભિનેત્રીઓ સાથે તથાં મિમિક્રી આર્ટિસ્‍ટ સાથે પણ કામ કરી ચૂકયા છે ગણપતી મહોત્‍સવમાં ખૂબ જ લોક ચાહના મેળવી નાના મોટા સોના પ્‍યારા ઉમેશ રાવ અંધશ્રદ્ધાના પણ પ્રોગ્રામમાં નિપુણતા ધરાવે છે. ગુજરાતના મલ્‍ટી પરપસ એનાઉન્‍સર મિમિક્રી આર્ટિસ્‍ટ ઉમેશ રાવને  (મો. ૯૮૨૫૭ ૯૮૬૭૦ અને મો.૬૩૫૨૩ ૧૦૧૫૪) ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે. (૪.૧૨)

(3:40 PM IST)