<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કાલાવડ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ વોરાનો જન્‍મદિવસ

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા ખીરસરા તા. રર :.. કાલાવડ- રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સાથે બાળપણથી જોડાયેલા ચુસ્‍ત રાષ્‍ટ્રવાદી કાલાવડ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ બાબુલાલ વોરાનો આજે ૬૦ મો જન્‍મદિવસ છે. તેઓ ૪ ટર્મથી શહેર પ્રમુખ રહી ચૂકયા છે. ઉપરાંત અગાઉ ૩ ટર્મ તેઓ શહેર મહામંત્રી પણ રહી ચૂકયા છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દી વર્ષ ૧૯૮૫ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈને શરૂ કરી હતી. તેમના સતત પ્રયત્‍નોથી કાલાવડમાં વિધાનસભા બેઠક તેમજ નગરપાલિકા ચૂંટણીઓમાં અનેકવાર ભાજપને જ્‍વલંત સફળતા સાંપડી છે.

(11:20 AM IST)