News of Tuesday, 23rd September 2025
જુનાગઢ મહાનગર ભાજપ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને પાર્ટી માં અનેક જવાબદારીઓ નિભાવી ચુકેલા અને હાલ પણ જુનાગઢ મહાનગર માં મિડીયા ની જવાબદારી સાથે ૨૦૧૭ તથા ૨૦૨૨ માં ગુજરાત ગૌરવ યાત્રા માં જવાબદારી ૨૦૨૪ લોકસભામાં મિડિયા ની જવાબદારી તથા વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મિડિયા ની જવાબદારી નિભાવી ચુકેલા સંજય પંડ્યા હાલ ગાંધીનગર ખાતે કેસરી દૈનિક અખબાર સંભાળી રહ્યા છે.
અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જેમાં જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ માં ગુજરાત ડાયરેક્ટર, નરેન્દ્ર મોદી વિચાર મંચ માં પ્રદેશ કોર કમિટી નાં સલાહકાર તરીકે ચાર ટર્મ થી કાર્યરત સાથે શ્રી બ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ તથા હજારો કલાકારો ની સંસ્થા ગુજરાત કલાવૃંદ નાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે હાલ પણ સેવાઓ આપી રહ્યા છે.
આજરોજ ૨૩ સપ્ટેમ્બર નાં સંજય પંડ્યા નો જન્મદિવસ હોય ગુજરાત નાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી રૂષિકેશભાઇ પટેલ, પ્રદેશ મિડીયા કન્વિનર ડો યજ્ઞેશભાઇ દવે, રાષ્ટ્રીય કીશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયા, કેસરી દૈનિક અખબાર નાં તંત્રી સુનિલભાઈ નાવાણી, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, પુર્વ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સાશક પક્ષનાં નેતા મનન અભાણી દંડક કલ્પેશ અજવાણી પ્રદેશ મિડીયા ટીમ નાં શૈલેષ પરમાર, રાજુ દેસાઇ, પાર્થ રાવલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ ડો અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી દિનેશભાઇ રાવલ ગીરીશભાઈ ત્રિવેદી આશિષભાઇ મહેતા સહિત બ્રહ્મ અગ્રણીઓ સાથે જુનાગઢ મિડિયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા જીતેન્દ્ર ઠકરાર તથા સમગ્ર પ્રદેશ મિડીયા ટીમ તથા બહોળી સંખ્યામાં દરેક ક્ષેત્રમાં મિત્રો ધરાવતા સંજયભાઇ પંડ્યા ને ગાંધીનગર તથા જુનાગઢ ના પત્રકાર મિત્રો સ્નેહીઓ સગાં સંબંધીઓએ જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
