News of Saturday, 27th September 2025
ધ્રોલ પાલિકાના કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) તા. ર૭, ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને શહેરના જાણીતા સેવાભાવી વ્યક્તિ શ્રી સુરેશભાઈ ગોસાઈ આજે જન્મદિવસ છે. રાજકીય ક્ષેત્રે તેમનું પદ અને પ્રભાવ છે, પરંતુ સમગ્ર શહેરમાં તેમની ઓળખ એક સેવાભાવી કાર્યકર્તા અને સાચા સમાજ સેવક તરીકેની છે, જેને કારણે તેમને જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. સુરેશભાઈ ગોસાઈ હાલમાં ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેમનો કાર્યકાળ વિકાસલક્ષી નિર્ણયો અને જનહિતના કાર્યોને કારણે ચર્ચામાં રહ્યો છે. તેઓ રાજકારણમાં હોવા છતાં, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાનો રહ્યો છે.
સેવાકીય કાર્ય અને ધર્મ પ્રત્યેની તેમની નિષ્ઠા પણ જગજાહેર છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં તેઓ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન રહે છે અને આખો મહિનો ધાર્મિક કાર્યોમાં વિતાવે છે. ધ્રોલ શહેરમાં તેમની છાપ એક એવા નેતાની છે જે માત્ર રાજનીતિ જ નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને ધર્મ ઙ્કત્યે પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સુરેશભાઈ ગોસાઈની રાજકીય અને સેવાકીય નામનાને પગલે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. શહેરના રાજકીય નેતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
તેમના તોહીજનો અને સમર્થકો તેમના મોબાઈલ નંબર ૯૩૨૭૧ ૩૩૩૩૩ પર ફોન કરીને કે સંદેશા મોકલીને તેમને દીર્ઘાયુ અને સફળતા માટેની શુભકામનાઓ આપી રહ્યા છે. શ્રી સુરેશભાઈ ગોસાઈએ પોતાના કાર્યથી ધ્રોલ શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તેમની આ નિસ્વાર્થ સેવા ભાવનાને કારણે તેઓ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
