રોજિંદી ચીજવસ્તુઓના ભાવ એક મહિનામાં ૨ થી ૧૦% સુધી વધ્યા : જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ-દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું, રાંધણ ગેસમાં PNG-LPG, ઓટો-ઔદ્યોગિક વપરાશ માટેનો CNG, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા : નિમ્ન-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાયોઃ સરકાર-તંત્ર સમયસર નક્કર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં કપરી પરિસ્થિતિ સર્જાવાની દહેશત10:41 AM IST
પેટ્રોલના ભાવ રૂા.૬.૬૦ અને ડીઝલના ભાવ રૂા.૯.૭૦ હજુ વધી શકે છે : જો કંપનીઓ સામાન્ય માર્જિન હાંસલ કરવા માંગતી હોય, તો ભાવમાં આશરે રૂા.૩.૫ પ્રતિ લિટરનો વધારો કરવાની જરૂર પડી શકે છે : વર્તમાન ભાવે પણ તેલ કંપનીઓ પૂર્ણ બ્રેક-ઇવન સુધી પહોંચી નથીઃ મે ૨૦૨૬માં LPG પરનું નુકસાન વધીને પ્રતિ સિલિન્ડર રૂા. ૬૫૦ થી વધુ થઈ ગયું છે2:43 PM IST
આઈપીએલ ૨૦૨૬ ના ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ધમાકેદાર એન્ટ્રી : ક્વોલિફાયર-૧ માં ગુજરાત ટાઇટન્સને ૯૨ રને કચડીને રજત બ્રિગેડે ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી : ધર્મશાલાના મેદાન પર આરસીબીએ ખડક્યો ૨૫૪ રનનો ઐતિહાસિક સ્કોર : કેપ્ટન રજત પાટીદારના અણનમ ૯૩ રન અને જેકબ ડફીની ત્રણ વિકેટ સામે ગુજરાત ૧૬૨ રનમાં ઓલઆઉટ11:50 PM IST
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તરફ જોવું પણ નહીં : ચીન સાથે વાટાઘાટો કરવા પહોંચેલા પાકિસ્તાનને ભારતની ચેતવણી : પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ચીનના પ્રવાસે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શાહબાઝ શરીફે તેમના સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો છે અને ચેતવણી આપી 11:06 PM IST
કર્ણાટકના રાજકારણમાં મોટો ભૂકંપ : મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બેથી ત્રણ દિવસમાં રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા : કોંગ્રેસ હાઈકમાન્ડે ડીકે શિવકુમારના નામ પર લગાવી શકે આખરી મહોર : NDTV નો ધડાકો : સિદ્ધારમૈયાને દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી અને રાજ્યસભા બેઠકની ઓફર કરાઈ : અહિંગા (AHINDA) જૂથના સંભવિત રોષ વચ્ચે દક્ષિણના રાજ્યમાં સત્તા પરિવર્તનનો મોટો નિર્ણય લેવાતા ખળભળાટ9:01 PM IST
મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં વિસ્તારમાં હાઈટેક લેબમાં ધમધમતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ :50 કરોડથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત : ત્રણ આરોપીની ધરપકડ : એક દેશી પિસ્તોલ તથા 19 જીવતા કારતૂસ પણ મળ્યા :પોલીસે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ્સ, કાચો માલ, મશીનો અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા7:39 PM IST
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે : C-DEP અને વાણિજ્ય મંત્રાલયનો સંયુક્ત ચોંકાવનારો અહેવાલ : વિદેશી માલના ડમ્પિંગથી દેશના ઉદ્યોગોને ૧.૫૪ લાખ કરોડનું આર્થિક નુકસાન : સ્થાનિક ઉત્પાદકોની સુરક્ષા અને ૭૦,૦૦૦ કરોડના રોકાણને વેગ આપવા DGTRની ભલામણોનો તાત્કાલિક અમલ અનિવાર્ય7:07 PM IST
કર્ણાટકના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા ગરમાવા વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની હાઈ-લેવલ બેઠક : સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેના ગજગ્રાહની અટકળો રાહુલ ગાંધીની હાજરીમાં ફગાવી દેવાઈ : પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ અને પ્રભારી રણદીપ સુરજેવાલાએ દિલ્હીમાં ચિત્ર સ્પષ્ટ કર્યું : હાઈ-લેવલ મંથન માત્ર રાજ્યસભા અને કર્ણાટક પરિષદની આગામી ચૂંટણીઓ સંદર્ભે જ યોજાયું હોવાનો સત્તાવાર દાવો7:03 PM IST
યુએસમાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ: ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે મુસીબતનો પહાડ, કોંગ્રેસમેન અમી બેરાએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી નીતિને ગણાવી 'હાનિકારક' : વતન પાછા ફરવાની ફરજ પાડતી નવી ઇમિગ્રેશન નીતિ સામે આક્રોશ: હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો6:43 PM IST
ખેડૂતોના જીવ સાથે રમત: રાજસ્થાનમાં કેન્સર ફેલાવતા નકલી મગફળીના બીજનું મોટું કૌભાંડ ઝડપાયું! : કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ સપાટો બોલાવી જયપુરના ચૌમુનમાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર પાડી ઓચિંતી રેડ: ફૂગવાળી હલકી ગુણવત્તાની મગફળીને બ્રાન્ડેડ પેકિંગમાં વેચી ખેડૂતો અને આંતરરાષ્ટ્રીય બજાર સાથે છેતરપિંડી આચરતા માફિયાઓમાં ભારે ફફડાટ6:34 PM IST
કેનેડામાં ઇન્ટરનેશનલ 'ફોર બ્રધર્સ' ગેંગનો પર્દાફાશ: ૧૭ ભારતીય મૂળના શખ્સોની ધરપકડ : ક્રિકેટ બોર્ડના ચીફના ઘરે ફાયરિંગ સાથે કનેક્શન : કેનેડિયન પોલીસ અને એફબીઆઈના સંયુક્ત ઓપરેશનમાં વેપારીઓને ડરાવી-ધમકાવી કરોડોની ખંડણી વસૂલતું નેટવર્ક ધ્વસ્ત: દોષિત સાબિત થયા બાદ કેનેડામાંથી ડિપોર્ટ કરવાની તૈયારી6:33 PM IST
પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર: 'અબ્રાહમ કરાર'માં જોડાવા માટે અમેરિકાનું દબાણ ઠુકરાવ્યું, કહ્યું - ઇઝરાયલ સાથેના સંબંધો વિચારધારાની વિરુદ્ધ : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્ય-પૂર્વ શાંતિ માટેની મોટી યોજનાને ઝટકો: પાકિસ્તાને પાસપોર્ટ નીતિ અને રાષ્ટ્રીય સિદ્ધાંતો આગળ ધરીને ઇઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોનો કર્યો સરેઆમ વિરોધ4:57 PM IST
રણવીર સિંહની કર્ણાટક યાત્રા: હાઈકોર્ટના આદેશનું પાલન કરીને ચામુંડેશ્વરી મંદિરમાં કરી વિશેષ પ્રાર્થના, 'ડોન 3' વિવાદ વચ્ચે જોવા મળી શાંત મુદ્રા : કાંતારા વિવાદમાં માફી બાદ અભિનેતાએ મૈસુરના પ્રખ્યાત મંદિરે ટેકવ્યું માથું, એક તરફ કાયદાકીય રાહત તો બીજી તરફ FWICE ના અસહકારના નિર્દેશ વચ્ચે રણવીરનું આ મૌન ચર્ચાનો વિષય3:49 PM IST
એક વખત LPG કનેક્શન સરેન્ડર કરાવ્યા બાદ ફરી લઇ શકાશે : સરકારે ૨૫ મે ૨૦૨૬ના રોજ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અમેંડેમેન્ટ ઓર્ડર ૨૦૨૬ જાહેર કર્યો : આ સુવિધા ખાસ કરીને ટ્રાંસફરેબલ નોકરીવાળા કર્મચારીઓ, પ્રવાસી પરિવારો, છાત્રો, ભાડુઆત અને વારંવાર શહેર બદલાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે10:03 AM IST
લગ્નની અનોખી ભેટ: વરરાજાએ ગામના 3,465 લોકોને આપ્યું ₹1 લાખનું વીમા કવચ, સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું : ખર્ચાળ રિટર્ન ગિફ્ટને બદલે જનસેવાનો માર્ગ અપનાવ્યો: સિદ્ધેશ્વરના વરરાજાએ લગ્ન મંડપમાં જ ગ્રામજનોને વીમા પોલિસીના દસ્તાવેજો આપ્યા, આખા ગામ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું કવચ બન્યું આ લગ્ન3:47 PM IST
નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં રેલ્વેમાં આવેલ અકલ્પનીય બદલાવ આધુનિકીકરણ, વીજળીકરણ, નવી ટ્રેનો, સ્ટેશન સુધારણા અને સુરક્ષા ક્ષેત્રે અનેક ફેરફારો : મોદી સરકારનો મુખ્ય ફોકસ ‘‘ઝડપી, આધુનિક, સુરક્ષિત અને ગ્રીન રેલ્વે'' ....!! : રેલ્વે ટ્રેક અને નેટવર્કનો વિસ્તાર ૩૧૦૦૦ કિમીથી વધુ નવા ટ્રેક નાંખ્યા, ૯૯% સુધી રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન12:09 PM IST
સ્થિર સરકાર અને આર્થિક સુધારાની અપેક્ષા પૂર્ણઃ સેન્સેક્સ ૧૨ વર્ષમાં આશરે ૨૫૦૦૦ થી ૭૫૦૦૦ પર પહોંચ્યું, જ્યારે નિફટી ૭૫૦૦ થી ૨૩૫૦૦ સુધી પહોંચ્યું : વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં શેર બજાર કૂદકેને ભૂસકે વધ્યુ : વર્ષ ૨૦૧૪ માં ડિમેટ એકાઉન્ટ આશરે ૨ કરોડ હતા અને હાલ આશરે ૨૧ કરોડ થી વધુ છે રોકાણકારો ને બખ્ખા.....12:06 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકામાં ૪ રાષ્ટ્રપતિ બદલાયા, યુકેમાં ૬ વડાપ્રધાન બદલાયા, જાપાનમાં ૫ વડાપ્રધાન બદલાયા, કેનેડામાં ૩ વડાપ્રધાન બદલાયા તો ભારતે છેલ્લા ૧૨ વર્ષમાં માત્ર એક જ વડાપ્રધાન જોયા છે : ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર ભાઈના ૧૨ વર્ષના સતત શાસન સામે વિશ્વના અન્ય દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની સરખામણી 12:05 PM IST
સતત અગ્નિપરીક્ષા પરંતુ નરેન્દ્રભાઈ ડગ્યા નહીં : સંઘના સૈનિકની સંગઠન થી લઈને ગુજરાતના સફળ મુખ્યમંત્રી સુધીની સફર, પક્ષમાં જ અસહકાર સામે વિપક્ષનો વિરોધ : ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી સતત ૪ ટર્મ ના આશરે ૧૨ વર્ષ અને ૧૨૭ દિવસ શાસન કરી સર્જ્યો હતો રેકોર્ડ : ગુજરાતને વિકાસના પંથે આગળ ધપાવ્યું, દેશભરમાં ગુજરાતને બનાવ્યું મોડલ વાયબ્રન્ટઃ ગુજરાત સમિટ ને મળી ભારે સફળતા રોડ અને રસ્તાઓમાં ભારે સુધારા વીજળી અને પાણીની સમસ્યાનો થયો હલ કૃષિ ક્ષેત્રે અનેરો બદલાવ 12:01 PM IST
મેક ઈન ઇન્ડિયાનો જોવા મળ્યો જલવો આત્મનિર્ભર ભારત...!! આધુનિક હથિયારો હવે આયાત નહિ.. હવે થાય છે નિકાસ : નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ : ડિફેન્સ એક્સપોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ ગણો ઐતિહાસિક વધારોઃ ભારતે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદી વાયુસેનાની તાકાતમાં કર્યો વધારોઃ રશિયાનો લીધો સહયોગ બ્રમહોસ, તેજસ, અગ્નિ વી વિકસાવ્યું આત્મનિર્ભર ભારતનુ પ્રતીક નેવીમાં પણ કરાયો વિકાસ આર્મી, નેવી અને એર ફોર્સ વચ્ચે સંકલન વધારવા પ્રથમ વખત ‘‘ સી ડી એસઠ પદ બનાવ્યું: સર્જીકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરને પગલે જવાનોનો અભિગમ બદલાયો મહીલાઓ માટે નવા દરવાજા ખુલ્યા ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બનાવાયા નવા ડિફેન્સ કોરીડોર લશ્કરી ક્ષેત્રે આમૂલ પરિવર્તન 12:00 PM IST
‘‘ખેલો ઇન્ડિયા યોજના'' ઓલિમ્પિક માં ઐતિહાસિક સફળતાઃ રમત ગમત હવે માત્ર મનોરંજન નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવની દ્રષ્ટિએ જોવાય છે : નરેન્દ્રભાઈ મોદી શાસન કાળ દરમિયાન રમત જગત ને મળ્યો એક નવો વેગ ક્રિકેટના મેદાનમાં ફક્ત પુરુષોએ નહિ મહિલાઓ એ પણ બાજી મારી મહીલા ખેલાડીઓની સંખ્યા વધી ક્રિકેટ સિવાયના ખેલોને પણ મળ્યું મહત્વ ફિટ ઈન્ડિયા અભિયાન 11:52 AM IST
મોદી જે બોલે છે તે કરી બતાવે છે...મેરા વચન હી મેરા શાસન : દેશના પ્રજાજનોનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર અતૂટ વિશ્વાસ : વિરોધી હોય કે હોય વિપક્ષ દરેકે સ્વીકારવું જ પડેઃ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદભૂત વિકાસ, વર્ષો જૂના પડકાર રૂપ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાઃ ભૂમિપૂજન પણ આપણે કરવાનું ઉદ્ધાટન પણ આપણે જ કરવા નું નરેન્દ્ર ભાઈ ની વાત ને પ્રજાજનો વણલખ્યો વાયદો માને છે...!! ૧૨ વર્ષ માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રિજ... ટનલ.... ક્ષેત્રે અધધ વિકાસઃ ચેનાબ રેલ બ્રિજ દુનિયાનું સૌથી ઊંચું રેલવે આર્ચ બ્રિજ અટલ ટનલ આસામ અને અરુણાચલ ને જોડતી ધોલા-સાદિયા બ્રિજ, ભારતનો સૌથી લાંબોરેલ અને રોડ બ્રિજ, બોગીબીલ બ્રિજ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે... કુલ લંબાઈ...૧૩૮૬ કી.મી., દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિક, અટલ સેતુ, અયોધ્યા રામ મંદિર, સંસદ ભવન...11:48 AM IST
નરેન્દ્રભાઈની અપાર લોકચાહનાનું સાચું કારણ શું છે...???: દેશની કરોડો જનતા કેમ આટલો પ્રેમ કરે છે....??? : દેશ હિત અને પ્રજાલક્ષી યોજના ઓ.... જનધન યોજના, ઉજ્જ્વલા યોજના, આવાસ યોજના, આયુષ્ય માન ભારત યોજના, પી એમ કિસાન યોજના નાના અને મધ્યમ વર્ગના મહીલા ઓ અને સમાજ કલ્યાણ હિતની યોજનાઓ પ્રજાજનોની સતત કાળજી, મહિલાઓના સન્માન માટે સદા અડીખમ, અન્નદાતાઓના લાભો અને સુરક્ષાને પહેલું પ્રાધાન્ય, માછીમાર હોય કે શ્રમજીવી દરેક ની કરે છે ચીંતા11:46 AM IST
દેશની સામાન્ય જનતાના ઉડાનના સ્વપ્નને સાકાર કરતા નરેન્દ્રભાઇ મોદી : વર્ષ ૨૦૧૪માં હતા આશરે ૭૫ એરપોર્ટ અને હાલમાં છેઃ ૧૬૫ એરપોર્ટ.....!!!! : ઉડાન યોજનાનો કર્યો આરંભઃ ‘‘ઉડે દેશ કા આમ નાગરિક'' નાના શહેરો હવાઈ નકશામાં જોડાયા, ભારતીય એરપોર્ટ નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૪૧ કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા, સંઘપ્રદેશ દમણમાં એરપોર્ટના ઉદ્ધાટનની તૈયારી11:45 AM IST
ઇક્વિટી કેશ ટર્નઓવરમાં ગુજરાત બીજા ક્રમેઃ રૂા. ૨ લાખ કરોડના આંકડાને સ્પર્શી ગયું : એપ્રિલમાં ગુજરાત બન્યું ઇક્વિટી રોકાણકારોનું હબઃ ટર્નઓવરમાં અમદાવાદ, સુરત મોખરે : કેશ ટર્નઓવરની બાબતમાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમેઃ એપ્રિલ મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં રૂા.૩.૩ લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું 10:52 AM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ શાંતિ કરાર આખરી ચરણમાં! : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ વિવાદનો અંત લાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો નરમ વલણ સાથેનો પ્રસ્તાવ : સોશિયલ મીડિયા પર સંવર્ધિત યુરેનિયમનો નિકાલ કરવા તેહરાનને ત્રણ મહત્વપૂર્ણ અને વિકલ્પો આપ્યા : સામે ઈરાને ચીનનો વિકલ્પ મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું : અમેરિકા કે ઈરાન સિવાય અન્ય સ્વીકાર્ય સ્થળે આંતરરાષ્ટ્રીય સાક્ષીઓ અને એટોમિક એનર્જી કમિશનની હાજરીમાં યુરેનિયમ નષ્ટ કરવાની ઓફર વચ્ચે પાકિસ્તાની સૈન્ય વડા આસિમ મુનિર આખરી ડીલ માટે દોહા પહોંચ્યા : સક્રિય યુદ્ધવિરામ અને અમેરિકી સૈન્યના દબાણ વચ્ચે આગામી ગણતરીના દિવસોમાં મહાકરાર ફાઇનલ થવાના મજબૂત સંકેતો6:33 AM IST
કોઈપણ દાવા વગરની રૂ.૧.૧ લાખ કરોડની રકમ : રૂ.૮૩,૦૦૦ કરોડની અનક્લેઈમ્ડ બેન્ક ડિપોઝીટ છે અને રૂ.૧૦,૦૦૦ કરોડની એસેટ્સ અનક્લેઈમ્ડ ઈક્વિટી સ્વરૂપે છે. અન્ય રૂ.૧૪,૦૦૦ કરોડની અનક્લેઈમ્ડ વીમા પોલિસી : રેગ્યૂલેટર્સે ‘યોર મની, યોર રાઈટ' કેમ્પેઈન શરૂ કર્યું છતાં જંગી રકમ રિક્લેઇમ કરવાની સમસ્યા10:06 AM IST
આઇપીએલ ઇતિહાસના ચોંકાવનારા આંકડા: પહેલા ક્વોલિફાયર પછી જ મળી જાય છે ચેમ્પિયન! : અત્યાર સુધી માત્ર ૪ વખત એવું બન્યું છે કે બીજી ક્વોલિફાયર કે એલિમિનેટર મેચ રમનાર ટીમ ચેમ્પિયન બની હોય : આઇપીએલ ૨૦૨૬ ના પ્લેઓફ મુકાબલા આજથી શરૂ: પહેલો ક્વોલિફાયર મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે9:28 AM IST
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ ત્વિષા શર્મા મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ કરશે : પતિ સમર્થ સિંહ અને પૂર્વ જજ સાસુ ગિરિબાલા સિંહ સામે દહેજ ઉત્પીડનની એફઆઈઆર નોંધાઈ : ભોપાલમાં ૧૨ મેના રોજ પૂર્વ મોડલ અને અભિનેત્રી ત્વિષા શર્મા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી: મીડિયાને અને લોકોને સંયમ જાળવવા સુપ્રીમ કોર્ટની અપીલ : સોલિસિટર જનરલે જણાવ્યું કે માતા-પિતા માટે મૃત દીકરી કરતા છૂટાછેડા લીધેલી દીકરી વધુ સારી છે: તેના મેસેજ પરથી ખબર પડે છે કે તે નર્કમાં જીવી રહી હતી9:29 AM IST
બ્રિટનમાં ભીષણ ગરમીનો પ્રકોપ: મે મહિનામાં ૮૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લંડનમાં તાપમાન ૩૪.૮ ડિગ્રીને પાર: આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે: તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચવા સંભવ : રવિવારની રાત પણ બ્રિટનના ઇતિહાસમાં મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે નોંધાઈ: ઈંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં 'યલો' અને 'એમ્બર' હીટ હેલ્થ એલર્ટ જારી કરવામાં આવ્યા9:34 AM IST
નવા મુખ્યમંત્રી વિજયે ખેડૂતોને મોટી ભેટ આપી: સીમાંત ખેડૂતો માટે 50,000 સુધીની લોન માફ કરવાની જાહેરાત : તામિલનાડુના મુખ્યમંત્રી વિજયે સીમાંત ખેડૂતો માટે 50 હજાર રૂપિયા સુધીની સહકારી બેંક પાક લોન માફ કરવાની જાહેરાત કરી: મોટા ખેડૂતોની 5000 રૂપિયા સુધીની લોન માફ :રાજ્યના 14.22 લાખ ખેડૂતોને ફાયદો થશે અને તેનો ખર્ચ ₹2044 કરોડ થશે.9:16 PM IST
મુંબઈ રસ્તાઓ પર હવે થૂંકવું કે કચરો નાખવો પડશે મોંઘું: BMC એ દંડમાં કર્યો મોટો વધારો, સ્વચ્છતા જાળવવા માટે મેદાનમાં ઉતાર્યા ૩૫૦ સુપરવાઇઝર્સ! : જાહેર સ્થળોએ સ્વચ્છતાના કડક નિયમો: થૂંકનાર પાસેથી ₹૩૫૦ અને કચરો ફેંકનાર પાસેથી ₹૫૦૦નો દંડ વસૂલવામાં આવશે; BMC નું અત્યાર સુધીનું સૌથી કડક અભિયાન.10:02 PM IST
તમિલ માર્શલ આર્ટ સિલામ્બમના રક્ષક કે પજાનિવેલને પદ્મશ્રી: સન્માન લેતી વખતે PM મોદી સામે નમીને જીતી લીધા દેશના દિલ! : ચાર દાયકાની અથાક સેવા: પદ્મશ્રી એનાયત કરતી વખતે પજાનિવેલની નમ્રતા અને વડાપ્રધાન મોદીનો પ્રતિભાવ બન્યો આકર્ષણનું કેન્દ્ર; લાખો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપી જીવંત રાખી પ્રાચીન કલા.10:03 PM IST
ભારતીય મહિલા ક્રિકેટની 'કેપ્ટન કૂલ' હરમનપ્રીત કૌરને પદ્મશ્રી સન્માન: વર્લ્ડ કપ વિજય સાથે ઇતિહાસ રચનાર કેપ્ટનનું રાષ્ટ્રપતિ ભવનમાં ગૌરવશાળી સન્માન! : વિશ્વકપમાં ભારતનો ડંકો વગાડનાર હરમનપ્રીત કૌરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ: ભારતીય મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનાર કેપ્ટનનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન.10:03 PM IST
ભારત-કેનેડા સંબંધોમાં નવા સૂર્યોદયની આશા: 'શત્રુતા' ના વાદળો દૂર થતાં પિયુષ ગોયલની ઐતિહાસિક મુલાકાત ખોલશે આર્થિક વિકાસના નવા દ્વાર! : વ્યાપારિક સંબંધોમાં 'બ્રેકથ્રુ': ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ ભૂલીને મૈત્રીપૂર્ણ નવા તબક્કાની શરૂઆત, 100 થી વધુ ઉદ્યોગપતિઓ સાથે મંત્રીની મુલાકાત બનશે આર્થિક એન્જિન!10:05 PM IST
ડોનાલ્ડ ટ્ર્મપે ખેલ્યું અબ્રાહમ કરાર કાર્ડ :પેલેસ્ટાઇનના અધિકારો કેવી રીતે પૂર્ણ કરશે પાકિસ્તાન ? : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ આરબ દેશોને અબ્રાહમ કરારમાં જોડાવાનું કહીને પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી:શું હવે આરબ દેશો પેલેસ્ટાઇનના અધિકારો પૂર્ણ કરશે કે ટ્રમ્પનું પાલન કરશે? 10:11 PM IST
PNG ગ્રાહકો માટે સરકારની મોટી ભેટ: હવે LPG કનેક્શન સરેન્ડર કર્યા પછી પણ ગમે ત્યારે થઈ શકશે રી-એક્ટિવેટ : કેન્દ્ર સરકારે 'એલપીજી રેગ્યુલેશન સુધારા ઓર્ડર ૨૦૨૬' જાહેર કરી ટ્રાન્સફર વાઉચર સુવિધા શરૂ કરી; વારંવાર બદલી થતા નોકરીયાતો, ભાડૂઆતો અને વિદ્યાર્થીઓને નવા નિયમથી સિક્યોરિટી ડિપોઝીટ કે દસ્તાવેજોની લાંબી પ્રક્રિયામાંથી મળશે મુક્તિ10:37 PM IST
ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી થોડા દિવસોમાં દેશના સરહદી વિસ્તારોની મુલાકાતે :સુરક્ષા સંબંધિત બેઠકો કરશે : રાત્રે બિકાનેર પહોંચશે : 29 મેના રોજ ભુજ નો પ્રવાસ કરશે. હરામી નાલાની મુલાકાત લેશે: પાંચ જૂનના ત્રિપુરામાં સરહદી વિસ્તારનો પ્રવાસ કરશે:15 જૂન આસપાસ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે જ્યાં બોર્ડર ક્ષેત્રમાં જશે12:48 AM IST
અઢળક સમાચારો પલકારામાં વાંચી જાવ12:41 AM IST
નવી દિલ્હીમાં ક્વાડ બેઠક પૂર્વે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી સાથે દ્વિપક્ષીય બેઠક : બંને દેશો વચ્ચે આર્થિક સુરક્ષા, વેપાર, ઉર્જા, સપ્લાય ચેઈન લવચીકતા, શિપિંગ, ટેકનોલોજી અને ઈનોવેશન તેમજ પરસ્પર લોકસંપર્ક સહિતના અનેક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે સકારાત્મક ચર્ચા12:57 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં ચાર દિવસ પછી પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે :શનિવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી : બે દિવસ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઇ શકે7:35 PM IST
શેરડી પકવતા ખેડૂતોને મળશે મોટો લાભ :સહકારી ખાંડ મંડળીઓએ ચુકવેલ વધારાના શેરડી ભાવોને સરકારની મંજૂરી:મંત્રી જીતુભાઇ વાઘાણીની જાહેરાત : ઇન્કમટેક્સ વિભાગે ખાંડ મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા આ વધારાના ભાવોને મંડળીઓનો 'નફો' ગણી લીધો હતો અને તેના પર ટેક્સ વસૂલવા માટે મંડળીઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો ફટકારી હતી7:15 PM IST
પાલનપુરમાં પતિએ પત્નીને ₹50 હજારમાં વેચી દીધી પછી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી :તપાસમાં ચોંકાવનારા ખુલાસા : આરોપીએ પોતાની પત્નીને મિત્રો સાથે મળાવવાના બહાને લઈ જઈ અન્ય લોકોના હવાલે કરી: તપાસમાં દુષ્કર્મ અને માનવ વેંચાણના ગંભીર ખુલાસા:આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અન્ય યુવતીઓને ફસાવી ભગાડવાના બનાવોમાં સંડોવાયેલ7:11 PM IST
ભારતના પ્રાચીન જ્ઞાનથી લઈને વૈશ્વિક રમતગમત પ્લેટફોર્મ સુધી હવે યોગ વિશ્વની શક્તિ બન્યું :કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા : ૨૦૩૬ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી સાથે, યોગને ઓલિમ્પિક રમત તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો: યોગ ભારતની સોફ્ટ પાવર અને આરોગ્ય, આર્થિક તક અને વૈશ્વિક માન્યતાનું માધ્યમ બની ગયો: પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ૪ થી ૮ જૂન દરમિયાન અમદાવાદમાં યોજાશે: ૭૫ દેશોના સહભાગીઓ ભાગ લેશે.7:06 PM IST
તાપી જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુમાં સમયસર અને પૂરતું ખાતર પહોંચાડવા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ મહત્વની બેઠક : કાળાબજારી રોકવા તાલુકા સ્તરે ખાસ મોનીટરીંગ સમિતિઓ રચાશે : નાના અને સીમાંત ખેડૂતો સુધી ખાતરનો જથ્થો સમાન રીતે પહોંચાડવા અને કૃત્રિમ તંગી ઉભી કરનારા વિક્રેતાઓ પર નજર રાખવા કૃષિ વિભાગને માઈક્રો પ્લાનિંગ સાથે આગોતરા આયોજનની કલેક્ટરે આપી સ્પષ્ટ સૂચના 10:51 AM IST
અમદાવાદ મનપામાં નવા મેયર તરીકે હિતેશભાઈ બારોટ અને ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી : દંડક તરીકે અતુલભાઈ મિશ્રાની પસંદગી: પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોરને જવાબદારી :બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર1:19 PM IST
વડોદરા મહાનગરપાલિકાની શર્મનાક બેદરકારી છતી થઈ: પીવાના પાણીની તૂટેલી મુખ્ય પાઇપલાઇનને રિપેર કરવાને બદલે સીધી ગટર લાઇન સાથે જોડી દેવાનું અમાનવીય કૃત્ય : નાગરિકોના ઉગ્ર આક્રોશ અને ધરણાં બાદ પાલિકા તંત્રને નમતું જોખી સમગ્ર પાઇપલાઇન બદલવાની કામગીરી શરૂ કરવાની ફરજ પડી : પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર આંકડા બતાવતી અને સ્થળ પર વેઠ ઉતારતી વડોદરા પાલિકાની કામગીરીની પોલ ખુલી: જવાબદાર ઇજનેરો અને કર્મચારીઓની મનમાની અને કામચલાઉ વ્યવસ્થાને કારણે હજારો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં, સતત ફરિયાદો અને મીડિયામાં વાત આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું 3:45 PM IST
નડિયાદના વડતાલ નજીક ફાર્મમાં ચાલતા જુગારધામ પર એસએમસીના પીએસઆઈ કે.એચ.ઝંકાતનો મોટો દરોડો : હિરેન ખરાડી, હબીબ શંભય અને અર્જુનસિંહ રાઠોડ સહિત ૧૪ જુગારીઓ રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો : રૂા.૬.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત : જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર નીતિન પરમાર, ખેતર ભાડે આપનાર કિશોરભાઈ અને ચાર વાહનોના ચાલક-માલિકો સહિત ૬ શખ્સો વોન્ટેડ જાહેર 10:58 AM IST
૨૫ ગુન્હાના વોન્ટેડ ધમા બારડને ક્રાઈમ બ્રાન્ચે પગમાં ગોળી મારી કાબૂમાં લીધો : અમદાવાદમાં સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ટીમનો અસામાજિક તત્વો વિરુદ્ધનો જંગ જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણ ટીમ દ્વારા ટોપ ગિયરમાં પોલીસની ઘેરાબંધી તોડી ઝપાઝપી કરી, પોલીસ ઇન્સ્પેકટર મેહુલ ચોૈહાણને ઇજા પહોંચી, પોલીસનું હથિયાર છીનવે તે પહેલા સ્વબચાવમાં પીઆઇ દ્વારા ફાયરિંગ કરાયું10:39 AM IST
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત- હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે આપી સત્તાવાર મંજૂરી: સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી : આ નિર્ણયથી સહકારી ખાંડ મંડળીઓ પરનો રૂ. ૧,૫૦૦ કરોડનો બોજો હટશે: બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતો અને ખાંડ મંડળીઓને મળશે મોટી રાહત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સહકારમંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાંડ સહકારી મંડળીઓ અને ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતા મંત્રી જીતુભાઈ વાઘાણી2:36 PM IST
આણંદ સાયબર ક્રાઈમ પોલીસની મોટી સફળતા:આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સાગરીત ઝડપાયો :રૂ .770 કરોડથી વધુનું મસમોટું કૌભાંડ : પાકિસ્તાન,યુગાન્ડા અને યુ,એ,ઈ સુધી કનેક્શન :અલગ-અલગ બેંકોના 186 જેટલા ખાતાઓનો દુરુપયોગ :એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો:ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી FIR પણ રજીસ્ટર થઈ 11:29 PM IST
વેદો એ સૃષ્ટિનું આદિ જ્ઞાન અને માનવ સભ્યતાનું મૂળ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભરૂચ સ્થિત આત્મીય હોલ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ’: ૧૯ વર્ષની નાની વયે "દંડકમ" પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે સહિત ૮ વેદપાઠીઓનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું9:05 PM IST
અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ.૧૦૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવાશે :આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે ટાટા એરલાઈન્સે આરોગ્ય વિભાગને રૂ.૫૩.૧૨ કરોડ ચૂકવશે : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા7:14 PM IST
ગુજરાત સરકારની મોટી જાહેરાત :ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે કાલથી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ : ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8768નો ટેકાનો ભાવ :આગામી તા. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્યસ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે: ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત 6:31 PM IST
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી સમય અને ઇંધણની બચતનો નવો રાહ ચીંધ્યો : પોલીસ અધિકારી કર્મચારીઓ અને જેલના કેદીઓ માટે વીડિયો કોન્ફરન્સ સુવિધા આશીર્વાદરૂપ: સમય અને નાણાંનો થાય છે બચાવ: રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરી અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું: વીડિયો કોન્ફરન્સિંગ (ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર) સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા રાજ્યના પોલીસ વડાનો અનુરોધ6:38 PM IST
વિકાસ પ્રોજેક્ટમાં વિલંબથી ભુપેન્દ્રભાઈ પટેલ નારાજ :અધિકારીઓને કહેવું પડ્યું કે "દરેક વખતે તમે જ નડ્યા કરો છો, હવે કંઈક ઉકેલ શોધો." : મુખ્યમંત્રીના આવા કહેણ અને નારાજગી પછી અધિકારીઓ કેટલા એક્ટિવ થઈને સરકારી પ્રોજેક્ટમાં સમયની બચત કરીને કોણ, કયા પ્રોજેક્ટમાં કેવી નાણાકીય બચત કરી દેખાડે છે તે જોવું રહ્યું2:13 PM IST
સમૃદ્ધ, સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે પ્રાકૃતિક ખેતી જીવનદાતા સમાન : પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક અને કાલ્પનિક : ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી ખેડૂતને બેવડા નફા સાથે મનુષ્ય અને પર્યાવરણને સ્વસ્થતાની સોગાત આપનારી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા કાંસિયા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ : ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જમીનના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા સંકલ્પબદ્ધ કર્યા : પર્યાવરણ અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રગતિશીલ ખેડૂતો સન્માનિત : રાજ્યપાલની નેમ સાકાર કરવા વહીવટીતંત્ર સજ્જ: વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા મિશન મોડ પર આયોજન રજૂ કર્યું4:04 PM IST
બનાસકાંઠાના ધાનેરા નજીક એસએમસીના પીએસઆઈ કે.એચ.ઝંકાતનો સપાટો : સ્કોર્પિયો ગાડીમાંથી રૂા.૧૨.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ચાલક આશુખાન સુમરાની ધરપકડ : જુઓ વિડીયો : ધાનેરા-સાંચોર હાઇવે પરથી કુલ રૂા.૨૨.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત : થરાદનો મુખ્ય બુટલેગર હિતેશ મહારાજ ઉર્ફે બાપજી, ગાડીનો માલિક અને રાધનપુરનો ખરીદનાર સહિત ચાર શખ્સો વોન્ટેડ જાહેર 10:56 AM IST
લોટ-સમોસા-મસાલો-નાનખટાઇ-ટોસ્ટ-ભાખરી-ખાખરા સહિત ૬૩ કિલો અખાદ્ય જથ્થો પકડાયો : નાશ : જુઓ વિડિયો : મનપા દ્વારા કિડવાઇનગર મેઇન રોડની જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક તથા સત્ય સાંઇ રોડની રાધે ડેરી અન્ડ સ્વીટમાં ચેકીંગઃ માંડા ડુંગર વિસ્તારના ૮ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સૂચનાઃ ૩ નમૂના લેવાયા2:43 PM IST
ગેસના બાટલાની દાદાએ ના પાડી બે લાફા મારી દેતાં મોહિતે ઝપાઝપી કરી પછાડી દઇ માથામાં બ્લોક ફટકારી દીધો'તો : રામાપીર ચોકડીએ શાષાીનગરમાં વૃધ્ધ અરજણભાઇ મિયાત્રાની હત્યામાં પોૈત્ર મોહિતની ધરપકડ મોહિતે અગાઉ પણ દાદાની જમીન ઉપર ધીરાણ લઇ રૂપિયા વાપરી નાંખ્યા હોઇ દાદા-પોૈત્ર વચ્ચે મિલ્કતને લઇને લાંબા સમયથી તકરાર ચાલતી હતીઃ પોતાને પોૈત્રથી ભય હોઇ વૃધ્ધે થોડા દિવસ પોતાના ભાઇને સાથે રહેવા બોલાવ્યા હતાં: ગઇકાલે દાદા એકલા હતાં ત્યારે મોહિતે મોતને ઘાટ ઉતારી દીધા3:05 PM IST
સગાની દિકરીની પાછળ પડેલા અંકિતને ઠપકો દેતાં તેની ધમકીથી પ્રમોદે જીવ દીધો'તોઃ ગુનો નોંધાયો : સાડા ત્રણ મહિના પહેલા ખોખડદડમાં યુપીના યુવાને આપઘાત કર્યાની ઘટનામાં સાચી વિગતો બહાર આવી આપઘાત કરનારા પ્રમોદની અંતિમવિધીનો વિડીયો બનાવીને પણ અંકિતે સોશિયલ મિડીયામાં વહેતો કરી દીધો હતોઃ આજીડેમ પોલીસે મૃતકના ભાઇ દિપકની ફરિયાદ પરથી કાર્યવાહી કરી2:47 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય શાસનનાં ૧૨ વર્ષ પૂર્ણઃ ૨૬ મે ૨૦૧૪ના રોજ દેશમાં વિકાસ યુગનો સૂર્યોદય થયો હતો : ‘સબકા સાથ-સબકા વિકાસ'ના મંત્રથી દેશને નવી ઊંચાઈએ પહોંચાડી ‘વિશ્વ ગુરુ' બનાવ્યાઃ પ્રદેશ ભાજપ અગ્રણીએ વડાપ્રધાનને કોટી-કોટી અભિનંદન પાઠવ્યા : સળંગ ૨૫ વર્ષ (૧૩ વર્ષ મુખ્યમંત્રી અને ૧૨ વર્ષ વડાપ્રધાન) પ્રજાની અવિરત સેવા કરી વિશ્વ વિક્રમ સર્જનાર સૌથી દીર્ઘકાલીન લોકતાંત્રિક શાસક : રાજુભાઈ ધ્રુવ3:20 PM IST
જીજ્ઞેશ દાદા માફી માગેઃ માતા સીતા વિશેના ઉચ્ચારણોથી પ્રચંડ રોષ : રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ દર્શાવી માતા જાનકી ઉપર અભદ્ર ટિપ્પણી કરતા સોશ્યલ મિડીયા ઉપર રોષ ફાટી નિકળ્યો : રામચરિત માનસમાં આવો સંવાદ છે તેનું પ્રુફ નહી મળે તો કાયદેસરની કાર્યવાહીઃ જીગ્નેશદાદા માફી માંગે - સાધુ સમાજ દેવી દેવતાઓનું અપમાન કરવું એવી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, ફરિયાદ દાખલ કરવામાં આવશેઃ રામાનંદી નવનિર્માણ સેના અધ્યક્ષ નિખિલ નિમાવત3:06 PM IST
ગરમી જૂનમાં પણ રીતસર અકડાવશેઃ શિક્ષણ વિભાગ સ્કૂલોનું વેકેશન લંબાવે! : આકાશી આફત સામે માસૂમોને કેમ હોમાય? આગામી ૮ જૂનથી શાળાઓ શરૂ ન કરવા વાલીઓની અપીલ : મોટેરાઓ પણ લૂ-આકરા તાપમાં તોબા પોકારી ગયા, તો નાના ભૂલકાઓ ક્લાસરૂમમાં શેકાશે કેવી રીતે? ભાડા વધારાની પળોજણ બાજુ પર મૂકો, વેકેશન લંબાવવા પ્રર્વતતી લાગણી3:33 PM IST
રૈયા રોડ સુભાષનગરમાં અસ્માબેનને પતિએ માર મારી ગળુ દબાવ્યું: તલ્લાક માટે દસ લાખ માંગ્યા : નિકાહના એક જ મહિનામાં ત્રાસ શરૂ થઇ ગયોઃ છ મહિનામાં ચાર વખત કાઢી મુકી પતિની ઘડીયાળ ખરાબ થઇ ગઇ હોઇ ચાર્જર ન મળતાં ગુસ્સે થઇ મારામારી કરીઃ ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ વારીસ માલવીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો2:46 PM IST
કુવાડવાના શારદાબેન અને તેના પતિ પર હુમલામાં ૪ પાડોશીઓ સામે ગુનો : ગેરકાયદે દબાણનું ડિમોલીશન કરાવ્યું હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો રામજી, વિજુબેન, પ્રીતિબેન અને કાનાએ ખાર રાખી ઘર પર પથ્થરમારો કરી આજે તો બચી ગયા હવે અરજી કરશો તો મારી નાંખશું તેવી ધમકી દીધી હતીઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો 3:33 PM IST
એમડી ડ્રગ્સની પડીકીઓ બનાવી વેંચે એ પહેલા શીવપરાનો ઇરફાન ઉર્ફે રોમીયો ચાનીયા એસઓજીના હાથે ઝડપાયો : અગાઉ પણ બે વખત એનડીપીએસના ગુનામાં પકડયો હતોઃ જેલમાંથી છુટયાના પખવાડીયામાં ફરીથી રાજસ્થાન-પ્રતાપગઢથી માદક પદાર્થ લાવ્યો ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા, ઇન્ચાર્જ એસીપી વી.બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમની કામગીરીઃ ઇન્દ્રજીતસિંહ અને દિગ્વીજયસિંહની બાતમી12:15 PM IST
EPF કર્મચારી સંઘની માંડવીયાજી સાથે મુલાકાત2:08 PM IST
હાઉસીંગ બોર્ડની ૧૦ સોસાયટીના એક હજાર આવાસધારકો ઉપર ઝળુંબતુ મોત : ૫૦ વર્ષ જૂના જર્જરીત મકાનોને રીનોવેશન કે રીપેર કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી અપાતી ન હોવાથી ઉભો થયેલો ખતરોઃ લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરાવવા નહિ માંગતા રહેવાસીઓને ફરજીયાત ફ્રી હોલ્ડ કરાવવા મનઘડંત નિયમોને આધાર બનાવી કરાતુ દબાણઃ વડાપ્રધાન કાર્યાલય સુધી સોૈરાષ્ટ્ર-કચ્છની હાઉસીંગ બોર્ડ સોસાયટીના લાખો ધારકોનો પ્રશ્ન પહોંચ્યો2:45 PM IST
અમરેલીના ભાકોદર ગામે બાવળની ઝાડીઓમાંથી બે દિવસથી ગુમ યુવાનનો સિંહે ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો : ગ્રામજનોમાં રોષ : બાવળની ઝાડીઓમાંથી યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર :વનવિભાગ અને જાફરાબાદ મરીન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો:મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડી વનવિભાગે સિંહનું લોકેશન મેળવવાની કવાયત હાથ ધરી9:55 PM IST
જૂનાગઢ શહેરને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવતો રેલવે બોર્ડનો ઐતિહાસિક નિર્ણય : ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને લીલી ઝંડી, શહેર વચ્ચેનો રેલખંડ કાયમી બંધ થશે : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીની જાહેરાત : વસ્તીવાળા વિસ્તારના ૭ સમપાર ફાટકો દૂર થતાં અકસ્માતો ઘટશે, મહાનગરપાલિકા જોડાણ માટે ઈ-બસ સેવા શરૂ કરશે7:05 PM IST
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પુરુષોત્તમ માસની શેષનારાયણ જયંતીએ દિવ્ય શણગાર, કેરીનો અન્નકૂટ : દિવસમાં બે વખત રાજોપચાર પૂજન: 100 કિલો ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા : હનુમાન ચાલીસા યજ્ઞનો પ્રારંભ : પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂ.વિવેકસાગર સ્વામીના માગૅદશૅન હેઠળ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન2:17 PM IST
વ્હોરા સમુદાયમાં ઇદની ઉજવણી10:44 AM IST
ચોમાસા પૂર્વે વીજ તંત્રનું આગોતરું આયોજન : રાજકોટ ગ્રામ્યમાં રૂ. ૩૬૦ લાખના ખર્ચે ટેકનિકલ માળખાનું મજબૂતીકરણ : ૧,૩૮૩ ફીડરો અને ૨૭,૩૨૪ કિ.મી.ની વીજ લાઈનોનું સમારકામ પૂર્ણ : આકસ્મિક સ્થિતિ માટે ૩,૩૬૯ વીજ થાંભલા અનામત: ૭૪૦ કિલોમીટરથી વધુ લંબાઈના MVCC વાયરો બદલાવ્યાં :૨૦ ઇમરજન્સી ટીમનું ગઠન અને ૦૧ જૂનથી ૨૪x૭ કંટ્રોલ રૂમ કાર્યરત6:55 PM IST
જામનગર મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં જેલવાસ ભોગવતા બે કોર્પોરેટરો હાજર : ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા અલ્તાફ ખફી અને અસલમ ખિલજીને અદાલતી મંજૂરી બાદ પોલીસ બંદોબસ્ત સાથે લવાયા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને કોર્પોરેટરોની હાજરીને લઈને પ્રથમ બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો : સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો1:01 PM IST
વિંછીયાના છાસીયા ગામે મનસુખભાઇની કરપીણ હત્યા : કોળી યુવાન ઓરી ગામે નાના ભાઇને ઇમિટેશનનું કામ આપીને આવતાં હતાં ત્યારે ગામના પાદરમાં રમેશ ઉર્ફે ભટુ જોગરાજીયા લોખંડના પાઇપથી તૂટી પડયો : ૨૦૨૪માં મનસુખભાઇ અને તેના પિતા માવજીભાઇને રમેશ ઉર્ફે ભટુએ માર મારી ધમકી દીધી હોઇ તેનો કેસ થયો હતોઃ આ વાતનો ખાર રાખી વારંવાર ઘરે અને વાડીએ આવી ઝઘડા કરતોઃ અંતે હત્યા કરીઃ વિંછીયા પીઆઇ એ. સી. ડામોર અને ટીમે આરોપીને દબોચી લીધો10:43 AM IST
આગામી ચોમાસુ ૧૨ આની રહેવાની આગાહીઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો : જૂનના બીજા-ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનો પ્રારંભ, જુલાઈ મધ્ય અને ઓગસ્ટ શરૂઆતે અતિવૃષ્ટિની શકયતા, ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં વિદાયનો અંદાજ : ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે 12:13 PM IST
મિડલ ઈસ્ટમાં મહાવિસ્ફોટની તૈયારી: અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત પ્લાન લીક: અલ-અક્સા મસ્જિદને ૩ ધર્મોનું કેન્દ્ર બનાવવાની હિલચાલથી ઇસ્લામિક દેશોમાં ભારે ખળભળાટ : જેરૂસલેમના સૌથી વિવાદાસ્પદ પવિત્ર સ્થળ પર નવો વૈશ્વિક સટ્ટો: પડદા પાછળ રમાઈ રહી છે મોટી રાજદ્વારી રમત:માસ્ટરપ્લાનની ગંધ આવતા જ આરબ દેશો લાલઘૂમ, યુદ્ધના ભણકારા5:53 PM IST
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો વિસ્ફોટ:સીઝફાયરના લીરેલીરા ઉડ્યા: અમેરિકાનો ઈરાન પર સીધો સૈન્ય હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસ પર ભયાનક એરસ્ટ્રાઈક : પેન્ટાગોનના આદેશથી અમેરિકી વાયુસેનાનો ઈરાની સૈન્ય મથકો પર પ્રચંડ બોમ્બમારો: વૈશ્વિક ક્રૂડ ઓઈલના સપ્લાય રૂટ પર યુદ્ધના વાદળો ઘેરાતા જ દુનિયાભરમાં ભારે હડકંપ:ઈરાને આપી પલટાવારની ભયંકર ચેતવણી5:49 PM IST
સ્માર્ટફોનની દુનિયામાં એપલનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ગુમાય, 'નો સર્વિસ' ભૂતકાળ બનશે : ક્વોલકોમને બાય-બાય કહી એપલ લાવશે પોતાનું શક્તિશાળી 'C2 મોડેમ': 5G સેટેલાઇટ ટેક્નોલોજી (5G NR-NTN) નો થશે ઉપયોગ:હવે ખિસ્સામાં કે ઘરમાં હશે ફોન, તોય ડાયરેક્ટ સેટેલાઇટથી કનેક્ટ રહેશે5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
યુક્રેનની રાજધાની કિવ પર પરમાણુ કે મહાવિનાશક હુમલાનું કાઉન્ટડાઉન શરૂ: રશિયાનું વિદેશી નાગરિકોને આખરી અલ્ટિમેટમ:'તાત્કાલિક કિવ શહેર ખાલી કરો' : મોસ્કો તરફથી કિવને રાખના ઢગલામાં ફેરવી નાખવાની ખુલ્લી ધમકીથી દુનિયાભરમાં ભારે હડકંપ: દુતાવાસો ટપોટપ બંધ થવા લાગ્યા: એરપોર્ટ અને રસ્તાઓ પર નાસભાગ જેવો માહોલ:તમામ દેશોએ પોતાના નાગરિકો માટે ઈમરજન્સી એડવાઈઝરી જાહેર કરી5:48 PM IST
મિડલ ઈસ્ટના ઇતિહાસનો સૌથી મોટો સટ્ટો:ટ્રમ્પનો વિસ્ફોટક દાવો: ઇઝરાયેલ સાથેના 'અબ્રાહમ એકોર્ડ'માં કટ્ટર દુશ્મન ઇરાન પણ સામેલ થશે : ટ્રમ્પે ઇરાન પીસ ડીલ સાથે અબ્રાહમ એકોર્ડનું જોડાણ કરી નવો મોરચો ખોલ્યો: સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો માટે ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવા 'મેન્ડેટરી' શરત મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું5:52 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
IPL પ્લેઓફ પર વરસાદનું સંકટઃ મેચ ધોવાઈ જશે તો કોનું નસીબ ચમકશે અને કોણ થશે બહાર? જાણી લો ગણિત : ક્વોલિફાયર અને એલિમિનેટર માટે કોઈ ‘રિઝર્વ ડે' નથી, વરસાદ પડવાની સ્થિતિમાં પોઈન્ટ ટેબલના આધારે ફાઈનલની ટિકિટ નક્કી થશેઃ ગુજરાત ટાઈટન્સ માટે રાહતના સમાચાર, રાજસ્થાનને મોટું નુકસાન : આજના મેચમાં વરસાદ વિલન બનશે તો બેંગ્લોરની ટીમ સુધી ફાઈનલમાં પહોંચશેઃ ગુજરાતને ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલીફાયર રમવુ પડશે : આજે બેંગ્લોર વિ.ગુજરાત અને કાલે હૈદરાબાદ વિ.રાજસ્થાન વચ્ચે મુકાબલો11:38 AM IST
IPL 2026 માં RCB નું તોફાન: શું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરશે ‘સંપૂર્ણ પ્રભુત્વ’? દિગ્ગજ ખેલાડીઓની આગાહી, ‘ટાઇટલ સુધી પહોંચવામાં કોઈ રોકી નહીં શકે’ : ક્વોલિફાયર-1 માં RCB વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સની ટક્કર: ધર્મશાલાના મેદાન પર રનનો વરસાદ થવાની શક્યતા, પૂર્વ ક્રિકેટરોના મતે 225 સુધી પહોંચી શકે છે સ્કોર8:23 PM IST






















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































