તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 27th September 2025
રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી અને એમ.એ.સી.ટી. બારના પૂર્વ પ્રમુખ મનિષ ખખ્ખરનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટના અગ્રણી એડવોકેટ તથા રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી તથા એમ.એ.સી ટી બાર ના પુર્વ પ્રમુખ શ્રી મનિષભાઇ હર્ષદભાઇ ખખ્ખરનો આજે તા. ૨૭/૦૯/૨૦૨૫ શનીવારના રોજ જન્મ દિવસ છે. તેઓ એ સાયન્સ ફેકલ્ટીમાંથી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાતનો અભ્યાસ કરેલ અને તેઓએ વકીલાતની શરૂઆત રાજકોટમાં ૧૯૯૫ની સાલથી કરેલ તેઓ રાજકોટ બાર એસો. માં વિવિધ હોદ્દાઓ ઉપર ઘણી વખત ચુંટાય આવેલ છે અને વકીલ આલમમાં તેઓની ખુબ જ લોક ચાહના અને નામના મેળવેલ છે તેમજ તેઓ અલગઅલગ બાર એસો. માં પણ હોદેદાર તરીકે રહીને વકીલો માટે પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેઓએ ૨૦૦૪ની સાલમાં નેશનલ લો કોન્ફરન્સ તેમજ ૨૦૧૬ ની સાલમાં લીગલ સેમીનાર તથા વકીલો માટે નિઃશુલ્ક ડીરેક્ટરીના કાર્યક્રમોમાં ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે તેઓ લોહાણા સમાજમાં પણ પ્રતિષ્ઠીત હોદા ઉપર રહી ચુકેલ છે તેમજ તેઓ રાજકોટની સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ એડી‘લ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમજ મોટર એકસીડન્ટ ક્લેઇમ કેસોમાં પણ પ્રશંસનીય કામગીરી કરેલ છે તેમજ તાજેતરમાં જ તેઓની સરકાર દ્વારા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર (સ્પે.પી.પી.) તરીકે એ.સી.બી. લાંચ રૂશ્વત) ધારાના કેસમાં નિમણૂંક થયેલ હોય તેમજ ૨૦૨૩માં તેઓએ તથા એમ.એ.સી ટી બાર ના પુર્વ પ્રમુખ તરીકે બારની ડીરેકટરી સહિત લિગલ સેમીનાર નુ આયોજન કરેલ. રાજકોટ બાર એસો. સીનીયર જુનીયર વકીલ મિત્રોમાં તેઓ ખુબ જ લોકચાહના ધરાવે છે.
તેઓ રાજકોટ બાર એસો. તરફથી ઘણા વર્ષોથી ક્રીકેટ રમે છે અને તેમને હુલામણા નામ બુન, કાકા, માસા, ના નામથી પણ ઓળખાય છે. અને તેઓ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. ધારાશાષાી મનીષ એચ. ખખ્ખરનો મો. ૯૪૨૭૨ ૨૨૨૦૪ ઉપર તેઓને વકીલો મિત્રો, સગા તોહીઓ દવારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
