<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાનો જન્‍મ દિવસ

 

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧: શહેરના અગ્રણી ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયાનો આજે જન્‍મ દિવસ છે.

શહેરની ધોરી નાશ સમા સાડી પ્રિન્‍ટિંગની ઔદ્યોગિક સંસ્‍થા ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસિયન નું છેલ્લા ૭ વર્ષ થી  નિર્વિવાદિત પ્રમુખ પદ શોભાવી ઉદ્યોગના વિકાસ માટે ચિંતા કરતા જીવન ના ૬૬ વર્ષ પૂરાં કરી ૬૭ વર્ષ મા પ્રવેશ કરી રહ્યા છે જયંતીભાઈ રામોલીયા સાથે સાથે હાલ કેન્‍દ્ર સરકારના ભાવનગર રેલવે બોર્ડમાં સલાહકાર તરીકે મહત્‍વનું યોગદાન આપી રહ્યા છે. શહેરની અન્‍ય સંસ્‍થાઓ લેઉવા પટેલ સમાજ ભવન ઉપ. પ્રમુખ, સીટી કાઉન્‍સિલ ઓફ જેતપુર.માં પ્રમુખ, ચેમ્‍બર્સ ઓફ કોમર્સમાં ઉપ પ્રમુખ સહિતની જવાબદારીઓ નિભાવી લોકોના હૃદયમાં મુઠી ઊંચેરા માનવી તરીકેનું સ્‍થાન મેળવ્‍યું છે. રાજકીય ક્ષેત્રે પણ કદાવર હોય બહોળું વર્ચસ્‍વ ધરાવતા પણ સામાન્‍ય માણસના સુખ દુઃખમાં સહભાગી થતા હોય છે. વ્‍યવસાયમાં આગવું સૂઝબૂઝ થી ખુબજ સંધર્ષ કરી  સાડી ઉધોગ નો દેશ દેશાવરમાં ડંકો વગાડ્‍યો છે. આજે તેના જન્‍મ દિવસ પર તેમના વિશાળ મિત્ર વર્તુળ. રાજકીય આગેવાનો. સામાજિક  અગ્રણીઓ દ્વારા શુભેચ્‍છાઓ મળી રહી છે.

(12:24 PM IST)