<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

પૂનિત સદ્‌‌ગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧ : પુનિત સદ્‌‌ગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીનો આજે તા. ૧ ના જન્‍મદિવસ છે. રર વર્ષની વયથી ધાર્મિક યાત્રા સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાથી શરૂ થયેલ. ૪૦ વર્ષથી સંતપુનિત ના ભજનો સાથે નિઃસ્‍વાર્થ ભાવે સંકળાયેલ છે. હાલમાં શ્રી પુનિત સદ્‌્‌ગુરૂ ભજન મંડળ રાજકોટનું નિઃસ્‍વાર્થ ભાવે, સંત પુનિતના આદેશ અનુસાર નિઃશુલ્‍ક સફળ સ઼ચાલન સંભાળી રહેલ છે.

હાલમાં જયેશભાઇ નિવૃત જેવુ જીવન જીવી રહ્યા છે. શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્‍ટ, શ્રી સીતારામ ધુન-મંડળ, સત્‍યસાઇ સેવા સમિતિ સહિતની ધાર્મિક સંસ્‍થાઓ સાથે શુભેચ્‍છક તરીકે જોડાયેલ છે. શ્રી સત્‍યસાઇ સેવા સમિતિમાં ટ્રસ્‍ટી તરીકે પણ સેવા આપી રહેલ છે. જન્‍મ દિવસે તેમને મો. ૯૭૧૪૧ ૯૮૯૭૦ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહેલ છે.

(3:55 PM IST)