News of Saturday, 11th October 2025
હેમાબેન મોદીનો કાલે જન્મદિવસ
જૈન અગ્રણી પારસભાઇના ધર્મપત્ની તથા જીવદયા કાર્યકર

રાજકોટઃ જીવદયા કાર્યકર હેમાબેન પારસભાઈ મોદી નો કાલે તા.૧૨ નાં જન્મદિવસ છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, પદમાવતી દેવી અને હનુમાન દાદા પર અપાર શ્રદ્ધા ધરાવનાર હેમાબેન મકાઈ સેવા ગ્રુપ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સમ ર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૨ વ્હાલુડીના વિવાહ, શ્રી જનસેવા ટ્રસ્ટ, રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળ, જીવદયા ગ્રુપ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, વડિલ વંદનાં સેવા અવસર, જીવન સાથી પસંદગી અવસર વગેરેમાં સેવાઓ આપેલ છે તથા એક યા બીજી રીતે આપી રહ્યા છે.
દર રવિવારે દાતાઓના સહકારથી ખિસકોલીને મકાઈના ડોડા, કબૂતરોને ચણ, કીડીયારું, શ્વાનોને દૂધ રોટલી, ગૌ માતાઓને રોટલી ભાઈઓ બહેનોનાં ગ્રુપ સાથે રહીને કાર્ય કરે છે. આ શુભદીને અગ્રણીઓ તથા વડીલવર્ગ તરફથી હેમાબેન મોદીનાં મો. ૯૪૨૮૮ ૯૨૨૭૧, ૮૨૦૦૩ ૯૨૨૭૧ અગાઉથીશુભેચ્છા મળી રહી છે. (૩પ-૧૩)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
