News of Monday, 13th October 2025
રાજકોટના યુવા એડવોકેટ વૈભવ કુંડલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા.૧૩: રાજકોટના યુવા એડવોકેટ તેમજ યુવા લોહાણા અગ્રણી વૈભવ કુંડલીયાનો આજે જન્મ દિવસ છે. આજરોજ રાજકોટના યુવા એડવોકેટ તેમજ રઘુવંશી સમાજના અગ્રણી તેમજ લોહાણા જ્ઞાતીમાં નામના ધરાવતા કુંડલીયા પરિવારના પુત્ર વૈભવ ભુપતભાઈ કુંડલીયાનો જન્મદિવસ હોય, તેઓ ૮ વર્ષથી રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ તથા સીવીલ કોર્ટ ખાતે સીનીયર ધારાશાષાી રાકેશભાઈ દોશી સાથે જુનીયરશીપ કરતા હોય તથા તાજેતરમાં દાણાપીઠમાં વેપારીઓને વકફ બોર્ડના નામની આડમાં દુકાન બળજબરીથી ખાલી કરાવવાના પ્રયાસોને નિષ્ફળ કરાવવામાં કાયદાકીય મદદ કરનાર તથા કબજો પરત અપાવનાર અને ન્યાય અપાવનાર, સ્વતંત્ર રીતે બચાવ પક્ષે ઘણા ફોજદારી કેસો, નેગોશીએબલ કેસો તથા એન.ડી.પી.એસ. તેમજ સીવીલ કેસોમાં પોતાનું સ્વતંત્ર પ્રતિનિધિત્વ કરી પોતાના અસીલોને ન્યાય અપાવે છે, તથા લોહાણા સમાજમાં પોતાના તન, મન અને ધનથી સેવા આપે છે. તેઓને તેમના જન્મદિન નિમિતે તેમને વકીલ મિત્રો, કુટુંબીજનો તથા સમાજના આગેવાનો દ્વારા મો. નં. ૭૬૦૦૨ ૭૨૦૭૨ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
