<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જામજોધપુરના શેઠવડાળાના સેવાભાવી જયદીપ જોષીનો જન્‍મદિન

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૫: યુવા નેતા શ્રી જયદીપ એમ જોશી, શેઠવડાળા - તાલુકા પંચાયત જામજોધપુર નો આજે જન્‍મદિવસ છે. આજે ૩૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેઓએ વિદ્યાર્થી ભુવન અમદાવાદના નિર્માણમાં અમૂલ્‍ય યોગદાન છે. દિવસ રાત જોયા વગર હાલાર ના ગામડાઓ ઘૂમી, ખૂબ જ પરિશ્રમ વેઠી માતબર ભંડોળ એકત્રિત કરી આપ્‍યું. આજે પણ આપની એ અમૂલ્‍ય સેવા વિશાળ જ્ઞાતિજનોની સ્‍મળતિમાં છે. જ્ઞાતિસેવા આપના マદયમાં કંડારાઈ ચૂકી છે. સાથે સમાજના દર્દી નારાયણ માટે જરૂરી ફંડ એકત્રિત હોય, ફ્રી કન્‍યા છાત્રાલય સાવરકુંડલા માટે ફંડ હોય, અમદાવાદ - રાજકોટ આરોગ્‍ય ધામ ની તિથિઓ હોય, સરકારી ઓફિસર ગ્રુપ હોય કે જીલ્લા ના ગ્રુપ હોય, અવસાન નોંધ કે સામાજીક કાર્ય વગેરે સેવામાં અનેરો ઉત્‍સાહ છલકતો દેખાય છે. તેમના મો. ૯૯૯૮૨ ૩૪૫૯૧ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે

(11:43 AM IST)