<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

એડવોકેટ અને નોટરી રવિ ટાંકનો આજે જન્‍મ દિવસ : ૪૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૬ : રેવન્‍યુ તથા સિવિલ ક્ષેત્રમાં સારી પ્રેકટીસ ધરાવતા એડવોકેટ એન્‍ડ નોટરી રવિ આર. ટાંકનો આજે તા. ૧૬ ના જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૪૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ રવિભાઇ ૨૦૦૯થી રેવન્‍યુ તથા સિવિલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે. રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (રૂડા), રાજકોટ નાગરિક સહકારી બેંક, કો.ઓપ. બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)માં પણ તેઓ પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. નોટરી પબ્‍લીક તરીકે કેન્‍દ્ર સરકારએ ૨૦૨૦માં તેઓની નિમણુંક કરેલ. તેમજ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં વર્ધમાન વિસ્‍તાર કુટુંબ પ્રબોધન સંયોજક તરીકે દાયીત્‍વ ધરાવે છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે તેમના મો.૯૯૨૪૮ ૧૦૮૨૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(2:28 PM IST)