ગુજરાતમાં રાજકીય ધરતીકંપ : ભૂપેન્દ્રભાઈ સરકારના તમામ ૧૬ મંત્રીઓએ રાજીનામાં આપ્યા : કાલે સવારે ૧૧:૩૦ કલાકે નવી કેબિનેટના શપથ : બે Dy CM બનવાની પ્રબળ શક્યતા! : ૨૦૨૧ની જેમ જ 'નો-રિપીટ' ફોર્મ્યુલા પર ભાર : નવા ચહેરાઓ પર વિશેષ ફોકસ : ગાંધીનગરમાં ચાલશે આજે મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામા : શપથવિધિમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રહેશે ઉપસ્થિત : ૨૨ થી ૨૫ મંત્રીઓનું સંખ્યાબળ ધરાવતું મંત્રીમંડળ શપથ લે તેવી શક્યતા : મંત્રીમંડળમાં ૮૦% ફેરફારના સંકેતો : ૭ થી ૧૦ મંત્રીઓ કપાઈ શકે છે : પાટીદાર અને ઠાકોર સમુદાય પર વિશેષ ફોકસ : વિસાવદરની હાર, સત્તા વિરોધી લહેર અને ૨૦૨૭ની તૈયારી મુખ્ય ૪ કારણો5:42 PM IST
કાલે મંત્રીમંડળમાં ફેરફાર : બે નાયબ મુ.મંત્રીની વિચારણા : કાલે સવારે ૧૧.૩૦ કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ : રાજયપાલ નવા સભ્યોને હોદ્દો - ગુપ્તતાના શપથ લેવડાવશે ગૃહમંત્રી શાહ - જે.પ.નડ્ડા હાજર રહેશે : દલિત અને આદિવાસી નેતાને ડે.સીએમ બનાવવા પણ વિચાર : કોણ ઇન - કોણ આઉટ થશે ? જબરી ગુપ્તતા : આજે સાંજે બધા પ્રધાનો રાજીનામા આપશે : બંધારણ મૂજબ કદ ૨૭ સભ્યોનું રહી શકે5:51 PM IST
ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા પૂર્વે મુખ્યમંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓએ રાજીનામા આપી દીધા : ભાજપ 2021ની માફક નો-રિપીટ ફોર્મુલા અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા : ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ સુનીલ બંસલ આજે ગુજરાતની મુલાકાતે : મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રી ફોર્મુલા લાગુ કરવા ધારાસભ્યો સાથે બેઠકો યોજાઈ તેવી શક્યતા4:30 PM IST
અરબ સાગરમાં તુરતમાં ચક્રવાતનો ખતરો મંડરાયો
દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ: ગુજરાત અને ઉ. ભારતનું વાતાવરણ સૂકું રહેશે : અરબ સાગરની સિસ્ટમ્સ પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોથી દૂર હોવાને કારણે ગુજરાત સહિત મોટાભાગના ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે અને વાતાવરણ સૂકું રહેશે12:09 AM IST
બિહાર વિધાનસભાની ચૂંટણી : કોંગ્રેસના 48 ઉમેદવારોની પહેલી યાદી જાહેર : કોંગ્રેસે બગાહાથી જયેશ મંગલ સિંહ, નૌતનથી અમિત ગિરી, ચાણપટિયાથી અભિષેક રંજન, બેતિયાથી વાસી અહેમદ, રક્સૌલથી શ્યામ બિહારી પ્રસાદ, ગોવિંદગંજથી શશિ ભૂષણ રાય ઉર્ફે ગપ્પુ રાય, સીતામઢીથી અમિત કુમાર સિંહ તુન્ના, એન્જીનીયર નવીન કુમાર (બીજીપી) અને નવીન કુમાર (બીજી)ને મેદાનમાં ઉતાર્યા11:46 PM IST
કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં થશે ધરખમ ફેરફારો : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સશક્તિકરણની રૂપરેખા રજૂ કરી : દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) ને વધુ મજબૂત, અસરકારક અને ખેડૂતલક્ષી બનાવવાની વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી : ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખેડૂતોને વૈજ્ઞાનિક ટેકનોલોજી અને નવીનતાઓનો પ્રસાર કરવા માટે માળખાગત સુવિધાઓ, સંસાધનો અંગેની સમીક્ષા કરવામાં આવી10:15 PM IST
પાસપોર્ટ રદ કરવામાં આવશે, મિલકત પણ જપ્ત કરવામાં આવશે : સરકાર દેશ છોડીને ભાગી જનારા ગુનેગારો સામે કડક વલણ અપનાવશે : દેશમાં ખાસ આંતરરાષ્ટ્રીય સ્તરની જેલ બનાવવામાં આવશે : જુલાઈ 2025માં નવા કાયદા અમલમાં આવશે : જેનાથી ભાગેડુઓ પર કાર્યવાહી કરવાનું સરળ બનશે : વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુઓની હવે ખેર નથી10:14 PM IST
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાંથી યુએસ બહાર : યુએસ પાસપોર્ટ હવે 12મા ક્રમે : હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 85મા સ્થાને આવી ગયું : એક સમયે સૌથી વધુ મુસાફરી-મૈત્રીપૂર્ણ માનવામાં આવતા, યુએસ નાગરિકો હવે પહેલા કરતાં વધુ વિઝા અને મુસાફરી પ્રતિબંધોનો સામનો કરે છે : મલેશિયા 12મા ક્રમે : 6:10 PM IST
વિખ્યાત બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીના પ્રથમ હિન્દી બાળગીતસંગ્રહ 'હાથીરાજા સ્કૂલ ચલે' ને ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત થશે : અનુઆધુનિક ગુજરાતી બાળસાહિત્યમાં મુકુટ સમા કિરીટ ગોસ્વામીની કલમ હવે રાજ્ય કક્ષાએ હિન્દીમાં પણ પોંખાઈ : જેમને બાળકો 'ટોપીવાળી મા' તરીકે ઓળખે છે, તેવા સર્જકને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી સન્માનાશે6:08 PM IST
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનની અજાણી કહાણી: હિન્દુ જ્યોતિષીની સલાહથી મળ્યું મુસ્લિમ નામ, પિતાના અવસાન પછી સ્વીકાર્યો ઇસ્લામ ધર્મ : આ સિવાય, છ ઓસ્કાર, બે ગ્રેમી અને એક બાફ્ટા જીતનાર એ.આર. રહેમાન હવે પહેલીવાર વારાણસીમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે, જે તેમના આધ્યાત્મિક પાસાને વધુ પ્રકાશિત કરશે5:05 PM IST
રાજસ્થાન વહીવટી સેવા (RAS) પરીક્ષા: ગર્વની ક્ષણ! ખેડૂત પુત્રે RAS પરીક્ષામાં ૯મો ક્રમ મેળવી ઈતિહાસ રચ્યો; નાગૌરના કમલ ખડવની સફળતાથી મેરતામાં દિવાળી જેવો માહોલ! : કમલ ખડવની આ સિદ્ધિ યુવા પેઢી માટે એક મોટી પ્રેરણા છે, જે દર્શાવે છે કે આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય, દૃઢ નિશ્ચય અને સતત મહેનત સફળતાના દ્વાર ખોલી શકે છે5:09 PM IST
જોધપુરના રાજકુમાર 'ટુટુ બન્ના'ની વણઉકેલી રહસ્યમય હત્યા: ૪૪ વર્ષ પછી પણ તલવાર, મુગટ અને મહેલની એ કાળી રાતનું રહસ્ય અકબંધ! : ફિલ્મ નિર્માતા ઇસ્માઇલ મર્ચન્ટે તેમની આત્મકથામાં દાવો કર્યો હતો કે હુકુમ સિંહ ઉમેદ ભવન પેલેસમાં રાત્રિભોજન દરમિયાન તલવાર લઈને પહોંચ્યા હતા, જ્યાં તેમની હત્યા કરવામાં આવી5:04 PM IST
નક્સલવાદના ખાત્મા તરફ મોટું પગલું: બીજાપુરમાં ૧૩૦ નક્સલીઓ ૭૦થી વધુ હથિયારો સાથે કરશે આત્મસમર્પણ! ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં સમારોહ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે દેશ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે: મોટા પાયે થઈ રહેલી શરણાગતિ લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું 5:05 PM IST
'લિંગના કારણે ભેદભાવ થયો': પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા KCRના પુત્રી કે. કવિતાએ ભવિષ્યની યોજનાઓ અને પિતા સાથેના સંબંધો પર કર્યા ખુલાસા : કવિતાએ શ્રોતાઓને અપીલ કરી કે "દેશની દીકરીઓને એક તક આપો." તેમણે કહ્યું કે તેલંગાણાની મહિલાઓ તેમની સાથે છે: જો લોકો તેમની ચિંતાઓ સમજશે, તો તેઓ રાજકારણમાં સક્રિય રહેશે5:01 PM IST
પવન ઊર્જાનું પાવરહાઉસ બનવા ભારત તૈયાર! કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ૨૯ ઓક્ટોબરે ચેન્નાઈમાં 'વિંડર્જી ઈન્ડિયા'નું ઉદ્ઘાટન કરશે: 'વિંડર્જી ઇન્ડિયા ૨૦૨૫'ની થીમ છે: "પવન શક્તિ: સ્વ-નિર્ભરતા તરફ નીતિઓ અને ભાગીદારી" : ઇન્ડિયન વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IWTMA) અને PDA વેન્ચર્સ દ્વારા આયોજિત આ ઇવેન્ટ ભારતને વિશ્વની પવન ઊર્જાની રાજધાની બનાવવા તરફનું એક નિર્ણાયક પગલું 4:57 PM IST
મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર '3 ઈડિયટ્સ'ના દ્રશ્યની જેમ મહિલા તબીબના વિડીયો કોલના માર્ગદર્શન હેઠળ હાજર અન્ય લોકોની મદદથી એક યુવકે મહિલાની ડિલિવરી કરાવી : મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. : મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરનારા યુવાન વિકાસ દિલીપ બેદ્રે અને ફોન પર જ યોગ્ય માર્ગદર્શન આપીને જીવ બચાવનાર ડૉ. દેવિકા દેશમુખના કાર્યની રેલવે પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા4:50 PM IST
તાલિબાન ભારત માટે પાકિસ્તાન સામે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે ,તાલિબાનના નિર્ણયો નવી દિલ્હી (ભારત સરકાર) દ્વારા પ્રાયોજિત છે : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત પર મોટો આરોપ લગાવ્યો : આસિફે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે પણ શંકા વ્યક્ત કરી,પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન માને છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાંબો સમય ટકશે નહીં 4:38 PM IST
સંતોના આર્શીવાદ, સંગઠનની ગાડી ચલાવજો પુરપાટ 3:36 PM IST
અદકેરૂ અભિવાદન 3:36 PM IST
ઉષ્માભર્યો આવકાર3:36 PM IST
રાજકોટ સાથે નરેન્દ્રભાઇ મોદીનો પણ જૂનો નાતો છે 4:21 PM IST
જગદીશ વિશ્વકર્માને આવકારતા અલ્પેશ ઢોલરીયા12:16 PM IST
પદ-પ્રતિષ્ઠતા અને ખુરશી કરતા કાર્યકર્તાઓ માટે અભિમાન છેઃ જગદીશ વિશ્વકર્મા : દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રદેશ અધ્યક્ષ હોવુ અને લાખો-કરોડો કાર્યકર્તાઓનો ખભો મને મળતો હોય ત્યારે આ : રાજકોટવાસી ગુજરાત કે દેશ-વિદેશના કોઇપણ ખુણે હોય તો પણ બપોરનું છાપુ વાંચવાની ટેવ ભુલે નહી એટલે રાજકોટ મીડિયાની આગવી છાપ પ્રિન્ટ-ઇલેક્ટોનિક મીડિયાએ ઉભી કરી છે તે બદલ મીડિયા કર્મીઓને અભિનંદનઃ ભાજપનો કાર્યકર્તા એટલે વિચારધારાનું ઘડતર,ભાજપનો કાર્યકર્તા એટલા મારી પ્રેરણા,મારી તાકાત.. મારા જીવવાની અંતિમ ક્ષણ સુઘી મારૂ અમુલ્ય ઘરેણુ જો કોઇ હશે તો તે ભાજપનો કાર્યકર્તાઃ જગદીશ વિશ્વકર્મા : રાજકોટ જિલ્લા-મહાનગર અને મોરબી જિલ્લા દ્વારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાજકોટ ખાતે વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયો : રાજકોટના સાંસદ તરીકે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને અંતકરણ શુભેચ્છા પાઠવું છું: પુરષોત્તમભાઇ રૂપાલા3:37 PM IST
કુંડળી ન જોવડાવવાને લીધે તૂટે છે ૩૭ ટકા લગ્નોઃ ૬૩% સનાતની વિધિઓની અવગણનાથી : બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસરોએ કરેલા સંશોધનનું આવ્યું આ તારણઃ ફક્ત ૩૬ ગુણો જ નહીં, ગ્રહોનો મેળ પણ મહત્વપૂર્ણ છે :સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૩૭ ટકા લગ્ન ફક્ત એટલા માટે તૂટી રહ્યા છે કારણ કે કન્યા અને વરરાજાની કુંડળી યોગ્ય રીતે મેળ ખાતી ન્હોતીઃ ગૃહ દોષને અવગણીને લગ્નો કરી લેવાય છે જે પછી સંબંધો વેરવિખેર થઇ જાય છે10:32 AM IST
ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ શુક્રવારે બપોરે ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં શપથ લેશે: મોટી સર્જરીના એંધાણ : ધારાસભ્યોને ગાંધીનગર રહેવા તાકિદ : ન્યુઝફર્સ્ટ : ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની તારીખ અને સમય લગભગ નિશ્ચિત થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.9:38 PM IST
ગુડ ન્યૂઝ! વંદે ભારત સ્લીપરમાં હવે ઉપરના બર્થ પર ચઢવું બનશે આસાન: રેલવે સીડીની ડિઝાઇનમાં કરશે મોટો ફેરફાર, બધા માટે આરામદાયક મુસાફરી! : વંદે ભારત સ્લીપર ટ્રેન ભારતમાં લાંબા અંતરની મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખવા માટે તૈયાર: વંદે ભારત પ્રોજેક્ટના મુખ્ય ડિઝાઇનર એવજેની માસ્લોવે પણ કરી પુષ્ટિ11:09 PM IST
આતંકવાદના મૂળિયાં સુધી પહોંચવા તૈયારી! ગુરુગ્રામમાં ₹૧૪૧ કરોડના ખર્ચે NSGનું 'ગેમ-ચેન્જર' સ્પેશિયલ ઓપરેશન્સ તાલીમ કેન્દ્ર બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (SOTC)નો કર્યો શિલાન્યાસ : ગુરુગ્રામની વ્યૂહાત્મક પસંદગી (દિલ્હીની નિકટતા અને NSG મુખ્યાલયની હાજરી) આ કેન્દ્રને દેશની આંતરિક સુરક્ષા માટે એક કેન્દ્રીય હબ બનાવશે11:12 PM IST
તૈયાર છે 'ત્રેતાયુગ'ના દર્શન કરાવતું રામાયણ મીણ સંગ્રહાલય: વિશ્વનું પ્રથમ 'રામાયણ વેક્સ મ્યુઝિયમ' અયોધ્યામાં તૈયાર, દીપોત્સવ પર CM યોગી કરશે ઉદ્ઘાટન : આ ભવ્ય સંગ્રહાલય એક સમયે ૧૦૦ લોકો સમાવી શકે છે: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી ધાર્મિક પર્યટનને આ મ્યુઝિયમ એક નવી અને આકર્ષક દિશા આપશે11:12 PM IST
આવી ગઈ ઠંડી! દિલ્હી-NCRમાં ધુમ્મસનો પ્રારંભ, યુપી અને બિહારમાં તાપમાન ગગડ્યું; ઉત્તર ભારતમાં રાતનો પારો ૨૦ ડિગ્રી નીચે : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો વધશે ચમકારો 11:13 PM IST
સાવધાન! 'સાયબર ગુલામી'નું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભારતીય યુવાનોને લાઓસ મોકલતા રેકેટનો પર્દાફાશ કર્યો : પોલીસે જનતાને આવા શંકાસ્પદ સંદેશાઓ અને ઓફરોથી સતર્ક રહેવા અને તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવા અપીલ કરી: આ રેકેટ યુવાનોના ભવિષ્ય અને સુરક્ષાને પણ ગંભીર ખતરો11:13 PM IST
ISROનું 'મહા-લક્ષ્ય' જાહેર: ભારત ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલશે! ISRO ચીફ વી. નારાયણને જણાવી ગગનયાનથી માંડીને ચંદ્ર મિશનની સંપૂર્ણ યોજના : ચંદ્રયાન-૧ થી ચંદ્ર પર પાણીની શોધ અને ચંદ્રયાન-૩ થી દક્ષિણ ધ્રુવ પાસે પ્રથમ સોફ્ટ લેન્ડિંગની સિદ્ધિઓના આધારે, ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલીને ભારત હવે વૈશ્વિક અવકાશ શક્તિ11:19 PM IST
ઝુબીન ગર્ગના આરોપીઓને સોંપી દેવાની માગ સાથે લોકોનું પોલીસ સાથે ઘર્ષણ: આગચંપી :પોલીસનો લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર : પાંચ આરોપીઓને કોર્ટમાં હાજર થવા માટે જેલમાંથી લઈ જતા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ઝુબીન માટે ન્યાયની માંગણી કરતા પોલીસને આરોપીઓને જેલની બહાર સોંપવાની માંગ કરી. ત્યારબાદ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો 12:11 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત કેબિનેટ વિસ્તરણની છેલ્લી ઘડીની તૈયારીઓ : જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મહામંથન : મોડી રાત્રે CM સાથે રાજભવનમાં બેઠક : નવા મંત્રીઓની પસંદગી અને શપથવિધિના આયોજન અંગે ચર્ચા : કૃષિમંત્રી રાઘવજી પટેલની વિદાય નિશ્ચિત, ઓફિસ ખાલી કરાઈ : સ્વર્ણિમ સંકુલમાં વધુ બે કેબિનેટ મંત્રીઓ માટે ચેમ્બરની સફાઈ શરૂ9:37 PM IST
ગુજરાત સરકારમાં ધડમૂળથી સફાઈના સંકેતો : નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે તમામ વિભાગોમાં નવા સ્ટાફની નિમણૂક : જુના મંત્રીઓના પટ્ટાવાળાથી લઈ P.S. સુધીના સ્ટાફની બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ : આવતીકાલે યોજાનારી શપથવિધિ પહેલા સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક ધોરણે ઓર્ડર કર્યા : રાજકીય વર્તુળો આ પગલાને ભાજપ દ્વારા વહીવટી તંત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાના પ્રયાસ તરીકે ગણાવી રહ્યા છે7:49 PM IST
સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ માં બેલ રીંગિંગ કરીને લીસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું : સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ : સુરત મનપાના ‘મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઈસ્યુ’માં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ2:59 PM IST
બોટાદવાળી ઘટના મામલે કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ કાર્યાલય પહોંચતા જ અટકાયત કરી લેવાઈ : રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો: રાજુ કરપડાએ ખેડૂતોને અપીલ કરી કે તેઓ જેલમાં જાય ત્યારબાદ પણ ખેડૂતો આંદોલનને ચાલુ રાખે. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેઓ 'કળદા પ્રથા' બંધ કરવા માટે ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધશે1:15 PM IST
ડીજીટલ એરેસ્ટ ગેંગ, હનીટ્રેપ અને ડ્રગ્સ માફિયાઓ ઉપર તૂટી પડો : ગુજરાતના ટોચના અધિકારીની સુરેન્દ્રનગરમાં યોજાયેલ બેઠકમાં મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો રણટંકાર : જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, નરસિંહમા કોમાર, અનુપમસિંહ ગેહલોત, બ્રજેશ ઝા, અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ રણનીતિ તૈયાર4:20 PM IST
સાવધાન સોના ચાંદીના ભાવો વધતા હવે રીઢા અપરાધીઓએ ચોરી અને લૂંટમાં દાગીનાઓ તફડાવવા પરજ ભાર મુકયાનું ચોંકાવનારું તારણ : બહેનોને અતિપ્રિય એવી આ કિમતી ધાતુના ભાવ આસમાનને આંબી જતા તસ્કરોએ અહીં જ ધ્યાન કેન્દ્રિત કર્યાનુ બહાર આવતા દીપોત્સવી તહેવારો હોળીમાં ન ફેરવાઈ તે માટે તંત્ર ઊંધા માથે દિવાળીમાં બહાર ફરવા જાવ ત્યારે દાગીના ઘેર ન રાખવા cid વડા ડો.કે.એલએન.રાવની સૂચનાથી એડવાયઝરી જાહેર કરવામાં આવી સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મુકાયુ તસ્કરો નકલી પોલીસ બની દાગીના અથવા દાગીના ખરીદવા મોટી રકમ ન લૂંટે તે માટે પોલીસને એલર્ટ મોડમાં મૂકી, લોકોને પણ નકલી પોલીસથી સાવચેત રહેવાના સંદેશ આપ્યા અમદાવાદસીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, વડોદરા સીપી નરસિંહમા કોમાર જેવા ગુનેગારોની mo થી પરિચિત અધિકારીઓ દ્વારા રણનીતિ તૈયાર, રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા સોની બજાર, પેલેસ રોડ સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અનુભવી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમને વિશેષ જવાબદારીઓ સોંપાઈ12:52 PM IST
માનસિક બિમાર ૬૫ વર્ષના મંજુલાબેનને ગળાટુંપો દઇ પતાવીને પતિ જયેન્દ્ર ધકાણ પોલીસમાં હાજર : કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ નરસિંહ મહેતા ટાઉનશીપમાં છઠ્ઠા માળે ક્વાર્ટરમાં હત્યા : ૬૦ વર્ષના રિક્ષાચાલક સોની વૃધ્ધે સગર જ્ઞાતિના મંજુલાબેન સાથે લવમેરેજ કર્યા હતાં: આઠેક મહિનાથી પત્નિને બિમારી લાગુ પડતાં તે ગમે ત્યારે દેકારો મચાવી રડવા માંડી મારામારી કરી લેતાં: પત્નિની પીડા જોઇ ન શકતાં છુટકારો આપી દીધાનું પતિનું રટણઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ હત્યાનો ભોગ બનનારના બહેનની ફરિયાદ નોંધી3:28 PM IST
જસદણના જસાપર ગામના ‘ડબલ મર્ડર' કેસમાં પિતા પુત્રને આજીવન કેદ : આજથી આઠેક વર્ષ પૂર્વે નજીવી બાબતે જસાપરના બે પટેલ યુવાનની હત્યાના કેસમાં રાજકોટ સેસન્સ કોર્ટનો ચુકાદો : આરોપીની વૃધ્ધ માતાને મહાવ્યથા સબબ ત્રણ વર્ષની સજા : ભોગ બનનારને ૧૧ લાખનું વળતર ચુકવવા આદેશઃ સરકાર પક્ષે સ્પે.પી.પી. ધીરૂભાઇ પીપળીયા અને ફરીયાદ પક્ષના વકીલ અંશ ભારદ્વાજની સફળ રજુઆત3:30 PM IST
રાજકોટના ટૂર્સ ટ્રાવેલ્સ સંચાલક પ્રકાશ કમાણી સાથે જામનગર રહેતાં ફઇના દિકરાની ઠગાઇઃ ૪ કરોડ ૬૨ લાખ જીએસટી પેનલ્ટી મળી! : અગાઉ પ્રકાશભાઇ સિધ્ધી વિનાયક ટૂર્સ નામે પેઢી ચલાવતાં હતાં તેના જીએસટીનું કામ ફઇનો દિકરો અલ્કેશ સંભાળતો હતો આ પેઢીનો જીએસટી નંબર રદ ન કરાવી તેમજ હાલની નવી કંપની આલ્પાઇન થાઇડ્રીમ્સના જીએસટી નંબરનો પણ ઉપયોગ કરી અલ્કેશે બારોબાર લાખોના વહિવટ કરી લીધાઃ પ્રકાશભાઇને નોટીસ મળતાં નિવેદન નોંધાવવા ગયા ત્યારે ઠગાઇની ખબર પડીઃ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી12:59 PM IST
દેણુ થઇ જતા રાજકોટના જયેશભાઇ રાણીંગાએ અડધા કરોડના દાગીનાની ચોરીનું તરકટ રચ્યું ! : રાજકોટથી સોનુ લાવી ઉપલેટા સ્થિત ઘરે સંતાડી દઇ બાદમાં ચોરી થયાની પોલીસમાં ખોટી ફરીયાદ કરતા ભાયાવદર પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી ભાંડો ફોડયો સંયુકત મિલ્કતમાં ભાગ ન પડતા દેવુ થઇ જતા લેણદારોને રૂપીયા આપવા ન પડે તે માટે ચોરીની ખોટી સ્ટોરી ઉભી કરનાર જયેશની ધરપકડ 12:14 PM IST
૩૩ ગુનામાં સામેલ અશોક સિંધવ આસ્થા ચોક ડો.આંબેડકર ભવન અંદર દારૂ વેંચતા ઝડપાયો : દારૂ-જૂગાર-મારામારી-લૂંટ-ધાકધમકી-રાયોટીંગ સહિતમાં ચડી ચુક્યો છે પોલીસ ચોપડે માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલની ટીમે રૂપિયા ૬૬૯૨૦ના જથ્થા સાથે ઝડપી લીધોઃ અગાઉ ત્રણ વખત ખાઇ ચુક્યો છે પાસાની હવા 3:32 PM IST
સાધુ વાસવાણી રોડ પર જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાશે જયાં રોટીનો ટૂકડો, ત્યાં હરિ ઢુકડા : ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ જલાબાપાને પિરસાશે, ઇંટના ભઠ્ઠાના ચૂલ્લામાં દેશી-પધ્ધતિથી રસોઇ બનાવાશેઃ ભકિત, ભોજન, ભજનનો અનેરો ત્રિવેણી સંગમ રચાશે, ભાવિકોને જાહેર આમંત્રણ મહાપ્રસાદમાં ગૂંદી, ગાંઠીયા, બટેટાનું શાક, ખીચડી, કઢી, રોટલા, સંભારો4:08 PM IST
જસદણના બહેનો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન11:42 AM IST
જુનાગઢ અંધ કન્યા છાત્રાલયમાં ભેટ અપાઇ 12:57 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
T20 વર્લ્ડ કપ 2026 માટે તમામ 20 ટીમો નક્કી થઇ : જાપાનને હરાવી UAE ક્વોલિફાય થનારી અંતિમ ટીમ : આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તમામ 20 ટીમોએ ક્વોલિફાય કરી લીધું:T20 વર્લ્ડ કપ એશિયા અને ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર 2025 ના સુપર 6 રાઉન્ડમાં જાપાનને હરાવી UAE T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઇ ગઈ 9:48 PM IST
































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































