<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સામાજિક અગ્રણી જીતુભાઈ પીઠડીયા અને રૂપલબેન પીઠડીયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ : સામાજિક અગ્રણી, મચ્‍છુ કઠિયા સઈ સુથાર શૈક્ષણિક ટ્રસ્‍ટના મંત્રી અને પીઠડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના કારોબારી સભ્‍ય શ્રી જીતુભાઈ પીઠડીયા અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રૂપલબેન પીઠડીયાનો આવતીકાલે તા.૨૯ના રોજ સંયુક્‍ત જન્‍મદિવસ છે. આ સુખી દંપતી એક જ દિવસે જન્‍મીને પોતાના જીવનની ખુશીઓ સાથે વહેંચી રહ્યા છે.

શ્રી જીતુભાઈ પીઠડીયા છેલ્લા ૨૨ વર્ષથી વધુ સમયથી મચ્‍છુ કઠિયા સઈ સુથાર શૈક્ષણિક ટ્રસ્‍ટ-રાજકોટમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે અને હાલમાં મંત્રી પદની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. તેમના નેતળત્‍વ હેઠળ જ્ઞાતિના અનેક સેવાકીય કાર્યોને વેગ મળ્‍યો છે.

વ્‍યાવસાયિક ક્ષેત્રે, તેઓ છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી દરજીકામના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અને રાજકોટના પ્રખ્‍યાત ‘ધ બેસ્‍ટ ટેલસએન્‍ડ સિલેક્‍શન' ના માલિક છે. છેલ્લા ૧૦ વર્ષથી તેમનો આધુનિક શો-રૂમ શહેરના મુખ્‍ય એવા આમીન માર્ગ પર કાર્યરત છે, જ્‍યાં તેઓ ગ્રાહકોમાં પોતાની આગવી પ્રતિષ્ઠા અને વિશ્વાસ ધરાવે છે.

આ દંપતીના સંયુક્‍ત જન્‍મદિવસ નિમિત્તે પીઠડીયા પરિવાર, મિત્રવર્તુળ, જ્ઞાતિજનો અને શુભેચ્‍છકો તરફથી તેમના મો. ૯૮૯૮૨૧૪૬૬૬ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(4:03 PM IST)