<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

શિવ વર્લ્‍ડ વિઝનના આનંદ વાગડીયાનો જન્‍મદિનઃ પ૭માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ શહેર ભીલ સમાજ આગેવાન તથા કોંગ્રેસ અગ્રણી તથા બીઝનેશમેન શિવ વર્લ્‍ડ વીઝન, કેબલ ઓપરેટર અને ઇન્‍ટરનેટ/ ડિશ કનેકશન સપ્‍લાયર મીનરલ વોટરનો બીઝનેશ ધરાવતા આનંદ હસમુખભાઇ વાગડીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ૧પ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે. તેમજ વોર્ડ નં. ૧ તેમજ વોર્ડ નં. ૭ માં સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહયા છે. વિશ્વઆદિવાસી દિવસ, બિરસામુંડા જયંતિ તેમજ ગણપતિ મહોત્‍સવ, જલારામ જયંતિ, કૃષ્‍ણ જન્‍મોત્‍સવમાં કાર્યકર તરીકે સેવા આપે છે.

તેમના દાદા સ્‍વ. ધીરૂભાઇ પિતાંબરભાઇ વાગડીયા જેઓ રાષ્‍ટ્રીય શાળામાં ગાંધીજી સાથે શૈક્ષણિક તેમજ કોંગ્રેસની સ્‍થાપનામા સાથે જોડાયેલા હતા, આફ્રિકા દેશના ઇથોપીયા સીટીમાં ત્‍યાંના રાજા હેલેસલાસી સાથે કૌટુબીક ધરોબો ધરાવતા હતા ઇન્‍ડીયન નેશનલ સ્‍કુલની સ્‍થાપના કરેલી હતી આનંદભાઇ, મહેશભાઇ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, શહેર પ્રમુખ, ડો. રાજદિપસિંહ જાડેજા, ડો. હેમાંગભાઇ  વસાવડા, ડી.સી.પી. હરીશ મુલીયાણા, ગાયત્રીબાવાઘેલા, ગુજરાત ભીલ મહિલા પ્રમુખ વાસવીબેન સોલંકીએ શુભેચ્‍છા પાઠવી છે.  મો. ૯૨૨૭૧ ૮૬૧૮૬

(3:29 PM IST)