<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાજકોટના યુવા એડવોકેટ હેમંત સગરનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૮ : કાયદાકીય બાબતમાં તજજ્ઞ અને સામાજિક કામગીરીમાં અગ્રેસર એવા એડવોકેટશ્રી હેમંતભાઈ સગરનો આજે જન્‍મદિવસ છે.

પોતાની કાયદાકીય કુશળતાના આધારે સમગ્ર પંથકમાં વિવિધ જટિલ પ્રશ્નો પોતાની કુનેહ બુદ્ધિથી ઉકેલનાર સગર સમાજના યુવા કાર્યકર એડવોકેટ હેમંત સગરનો  આજે જન્‍મદિવસ છે.

જેવો હાલમાં રાજકોટ જામનગર જુનાગઢ તેમજ પાલનપુર જેવા વિસ્‍તારમાં પોતાની કાયદાકીય બાબતની દીવાની ફોજદારી અને મહેસુલી પ્રેક્‍ટિસ કરી રહ્યા છે.

વિશેષ એક મોટીવેશનલ વક્‍તા તરીકે પણ હાલ કાર્યરત છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવી છે

તેમનો મિલન સાર હસમુખ તથા સરળ સ્‍વભાવના કારણે તેઓ બોહળું મિત્ર મંડળ ધરાવે છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે વડીલો વકીલો સમાજ અગ્રણી સગા સંબંધીઓ તથા શુભચિંતકો તેમના મોબાઈલ નંબર ૯૭૨૭૨ ૫૨૫૩૯ પર હેમંત સગરને એમના જન્‍મદિવસ નિમિત્તે અભિનંદન વર્ષા કરી રહ્યા છે.

(1:55 PM IST)