News of Monday, 10th November 2025
ભાજપ વેપાર સેલના કન્વીનર દિપક મદલાણીનો જન્મ દિવસ : ૫૧માં પ્રવેશ

રાજકોટ તા. ૧૦ : મુળ પોરબંદરના વતની પરિવારમાંથી આવતા અને રાજકોટમાં જન્મેલા સામાજીક કાર્યકર્તા દિપક મદલાણીનો આજે જન્મ દિવસ છે. ૫૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે .યુવા ભાજમાં મંત્રી તરીકે ર ટર્મ રહી ચુકેલા અને ૭ વર્ષ ભાજપના કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી ચુકયા છે. સ્વસ્તીક શિકાકાઇ કંપનીમાં વેસ્ટ ઝોન સિનીયર મેનેજર તરીકે કારકીર્દીની શરૂઆત કર્યા બાદ બાન લેબ્સ (સેસા)માં માર્કેટીંગ ડીપાર્ટમેન્ટનો અનુભવ મેળવનાર દિપકભાઇ હાલ સૌરાષ્ટ્ર કચ્છ સેલ્સમેન એસોસીએશન અને ગુજરાત સેલ્સ વેલ્ફેરના સ્થાપક પ્રમુખ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ કામદાર સેનાના સેલ્સમેન વેલ્ફેર એસોસીઅશેનના તેઓ મંત્રી છે. મુંબઇ મહારાષ્ટ્રમાં સેલ્સમેન એસોસીએશનના પણ એકટીવી છે. ઉપરાત અભિનવ સોશ્યલ ગ્રુપ, નમસ્કાર સોશ્યલ ગ્રુપ, ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ, સહાય કલબ, જલારામ યુથ કલબ સહતી ૨૫ જેટલી સંસ્થાઓમાં સેવા આપે છે. ગુજરાત એસ.ટી. બોર્ડમાં પણ સલાહકાર સમિતિમાં રહી ચુકયા છે. વિશ્વ હિન્દુ પરિષદની ધર્મયાત્રામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. હાલ ભાજપ વેપાર સેલના કન્વીનર હોવા સાથે ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝયુમર વેલ્ફેર કમીટીમાં ગુજરાત પ્રદેશ વાઇસ પ્રેસીડેન્ટ તરીકે સેવારત છે. આજે જન્મ દિવસ નિમિતે તેમના મો.૮૦૦૦૦ ૦૦૨૩૪ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
