News of Wednesday, 12th November 2025
સાવરકુંડલા ફૌજી અને સમાજ સેવક અતુલભાઈ જાનીનો જન્મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) તા. ૧ર, સાવરકુંડલા શહેરના વતની અતુલભાઈ બળવંતરાય જાની જેઓ બોડર સિકયુરિટી ફોર્સ બી.એસ.એફ.માં ૨૧ વર્ષો સુધી ભારત દેશની સરહદોની સેવા કરી ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી હાલ પોતાના વતન સાવરકુંડલામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આર.એસ.એસ.માં સ્વયં સેવક તરીકે સેવા બજાવી રહ્યાછે અતુલ જાની સાવરકુંડલા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી, માનવ મંદિર પાગલ આશ્રમ ના સેવક, શીવાજીનગર સ્વામી જાગળત નાગરિક તેમજ માનવ સેવા, ગૌ સેવા અને વિવિધ સેવાકીય પ્રવતિઓ અને ૨૪ કલાક લોક ઉપયોગી કાર્યો કરી રહ્યાછે સાવરકુંડલા શહેર અને તાલુકાની વિવિધ સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ જવાબદારીઓ નિભાવી રહ્યાછે આજરોજ તારીખ ૧૨/૧૧ના રોજ નિવળત ફૌજી અતુલભાઈ જાની નો જન્મ દિવસ હોવાથી તેમનો મોબાઈલ નંબર ૯૪૦૮૨ ૨૮૬૫૦ પર સંતો, મહંતો, સામાજીક, રાજકીય અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ દિવસ ની શુભકામના પાઠવી રહ્યા છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
