
મારું હૃદય તૂટી ગયું છે, હું એક અસહ્ય, અવર્ણનીય પીડા અને દુઃખમાં છું :કરુર ભાગદોડ પર અભિનેતા વિજયની પ્રતિક્રિયા : ટીવીકે (તમિલનાડુ વેત્રી કઝગમ) ના વડા અને અભિનેતા વિજયે ટ્વીટ કર્યું કે હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું1:02 AM IST
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચની અરજી ફગાવી : બે લાખનો દંડ ફટકાર્યો : હાઇકોર્ટના આદેશ પર મહોર : કોર્ટે ચૂંટણી પંચના વલણને "કાયદાના વિરુદ્ધ" ગણાવ્યું :સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ તર્કને માન્ય રાખ્યો અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદાનું કડક પાલન અનિવાર્ય છે12:29 AM IST
ચીનના ગાંસુ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ! ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને નુકસાન, તાત્કાલિક બચાવ ટીમો રવાના, લેવલ-III ઇમરજન્સી જાહેર : 200 બચાવકર્તાઓ અને 28 વાહનો સહિત વિશેષ બચાવ ટીમોને રવાના કરવામાં આવ્યા: ભૂકંપ લોંગક્સી, ઝાંગક્સિયાન, વેઇયુઆન અને લિન્ટાઓ કાઉન્ટી સહિત અન્ય વિસ્તારોમાં અનુભવાયો12:09 AM IST
અમેરિકામાં હઝારીબાગનો ડંકો! શોર્ટ ફિલ્મ 'સૂરજમુખી' એ ૨૯૦૦ ફિલ્મોને પછાડીને નેનોકોન ફિલ્મ ફેસ્ટિવલ જીત્યો, કલાકારો ખુશ! : જમીનદારી પ્રથા પર આધારિત ફિલ્મને આંતરરાષ્ટ્રીય માન્યતા: માત્ર ₹૨૫,૦૦૦ના નજીવા બજેટમાં થઈ હતી તૈયાર: મુંબઈમાં પણ સિને ડ્રીમ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી હતી11:54 PM IST
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ૪ દેશોના વિદેશ પ્રવાસે! બ્રાઝિલ-કોલંબિયા સહિત દક્ષિણ અમેરિકામાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ સાથે કરશે વાતચીત : લોકશાહી અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રવાસ: કોંગ્રેસ પાર્ટીએ આ મુલાકાતને ઐતિહાસિક મહત્વની ગણાવી: ભારત અને દક્ષિણ અમેરિકા વચ્ચે લાંબા સમયથી મજબૂત સંબંધો11:19 PM IST
બંગાળના દુર્ગા પૂજા પંડાલમાં ટ્રમ્પને રાક્ષસના રૂપમાં દર્શાવતી પ્રતિમા! 'તેમણે ભારતની પીઠમાં છરો ભોંક્યો,' મુર્શિદાબાદના આયોજકોએ લગાવ્યો ગંભીર આરોપ : મુર્શિદાબાદમાં 'વિશ્વાસઘાત'ની અનોખી થીમ: ખાગરા સ્મશાન દુર્ગા પૂજા સમિતિનું પગલું આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વિદેશ નીતિના મુદ્દાઓને તહેવારના મંચ પર લાવવાનો પ્રયાસ11:18 PM IST
હિન્દુ તહેવારની ઉજવણી આવે ત્યારે કેટલાક લોકોને ગર્મી ચઢી જાય છે.અમે તેની ગરમીને કાઢી નાખશું : સીએમ યોગીનો હુંકાર : મુખ્યમંત્રીએ કહ્યું કે દરેકને સન્માન અને સુરક્ષા આપીશું, પરંતુ જો કોઈ તે સન્માન અને સુરક્ષા સાથે છેડછાડ કરવાની હિંમત કરશે તો તેમને છોડવામાં આવશે નહીં:જો કોઈ શેરીઓમાં વિરોધ કરવાની અને ખલેલ પહોંચાડવાની હિંમત કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે11:30 PM IST
બિહાર: મોટી સુરક્ષા ખામી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના કાફલામાં પટણા એરપોર્ટ પર ઘૂસી અજાણી કાર! ગૃહમંત્રીની બિહાર મુલાકાત દરમિયાન હડકંપ : એરપોર્ટ પર અજાણ્યું વાહન ઘૂસતાં સુરક્ષા દળોમાં ગભરાટ: સુરક્ષા દળોએ ઝડપથી કાર્યવાહી કરીને અજાણી કારને રસ્તાની બાજુમાં ધકેલી દીધી: કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ10:36 PM IST
'સત્યમેવ જયતે' – દિલ્હી હાઈકોર્ટના ફટકા બાદ પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની પહેલી પ્રતિક્રિયા, 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' વિવાદ પર આ કહ્યું! : કોર્ટના નિર્ણય ટિપ્પણી કરવાનું ટાળ્યું, સંકેત આપતા કહ્યું: "હું આ બધા પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. હું ફક્ત એક જ વાત કહીશ: સત્યમેવ જયતે.": ડ્રગ્સના દુરુપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર10:34 PM IST
Google CEO સુંદર પિચાઈનો ખુલાસો: 'ઇડિયટ' સર્ચ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો કેમ દેખાય છે? આનું કારણ રાજકીય પક્ષપાત નહીં પણ... : 'ગૂગલ બોમ્બિંગ' અને અલ્ગોરિધમની અસર: જ્યારે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ કોઈ શબ્દને છબી સાથે જોડે છે, ત્યારે અલ્ગોરિધમ તે પેટર્નને સૌથી સુસંગત માનીને પરિણામોમાં કરે છે પ્રદર્શિત 10:31 PM IST
કંગના રનૌતનો કોંગ્રેસ પર આકરો હુમલો! કોંગ્રેસ પ્રવક્તાએ PM મોદીની ઓડિશા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો, કંગનાએ કહ્યું: 'તેઓ દેશમાં ગમે ત્યાં જઈ શકે છે!' : ઓડિશાના ઝારસુગુડાથી દેશના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 4G સ્ટેક અને 100,000 સ્વદેશી BSNL ટાવરનું ઉદ્ઘાટન: આનાથી 20 મિલિયન લોકોને સીધો લાભ: 30,000 ગામડાઓને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ 10:29 PM IST
BMW અકસ્માત: આરોપી ગગનપ્રીત કૌરને જામીન, પરંતુ કોર્ટે એમ્બ્યુલન્સ પર ઉઠાવ્યો સવાલ: "30 સેકન્ડમાં નીકળી ગઈ, આ તબીબી બેદરકારી નથી?" : ધૌલા કુઆન BMW અકસ્માત કેસમાં નવો વળાંક: કોર્ટની એમ્બ્યુલન્સ પરની ટિપ્પણીએ હવે તબીબી પ્રતિક્રિયા અને માર્ગ અકસ્માત પછીના પ્રોટોકોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.10:28 PM IST
જાહેર અભિપ્રાય: "અધર્મ પર ધર્મનો વિજય!" – ગાઝિયાબાદે ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઇનલને 'યુદ્ધ' ગણાવ્યું, રેકોર્ડબ્રેક જીતનો વિશ્વાસ! : ક્રિકેટ નહીં, કરોડો ભારતીયોની લાગણીઓનું 'યુદ્ધ': ગાઝિયાબાદના લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે આ ફાઇનલ મેચ ભારતીયો માટે માત્ર એક રમત નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને પ્રભુત્વનો સવાલ છે.10:26 PM IST
પાકિસ્તાનનું 'હાઇબ્રિડ મોડેલ' ખુલ્લું પડ્યું! ખ્વાજા આસિફને સવાલ: 'શું તમે આર્મી ચીફ મુનીરને સસ્પેન્ડ કરી શકો છો?' – જવાબ સાંભળીને સૌ સ્તબ્ધ! : સંરક્ષણ પ્રધાનનો જવાબ: બંધારણ નહીં, 'વ્યવહારિક જરૂરિયાત' સર્વોપરી: ખ્વાજા આસિફે પોતે સ્વીકાર્યું હતું કે આ દેશમાં બંધારણીય અધિકારો અને લોકશાહી સિદ્ધાંતો ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. 10:25 PM IST
તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેટ્ટ્રી કઝગમ (ટીવીકે)ના અધ્યક્ષ વિજયની જંગી રેલીમાં ભગદડ: ૨૯ના મોત: અનેક ઘાયલ: મૃત્યુ આંક વધવાનો ભય : ૫૦ વ્યક્તિઓની સારવાર ચાલુ: તિરુચીથી ૨૪ અને સેલમથી ૨૦ ડોક્ટર્સને કરુર મોકલવામાં આવ્યા: અત્યધિક ભીડને કારણે જગ્યાની અછત અને ભીડનું અચાનક આગળ વધવાને લીધે અઘટીત બનાવ બન્યો 9:38 PM IST
પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા સાત પર્યટન સ્થળોને ફરીથી ખોલવા માટે મંજૂરી: LG સિન્હાએ આદેશ જારી કર્યા : કાશ્મીર વિભાગના સાત પર્યટન સ્થળો, જેમાં અરુ વેલી, રાફ્ટિંગ પોઈન્ટ યાનાર, અક્કડ પાર્ક, પાદશાહી પાર્ક અને કમાન્ડ પોસ્ટ તેમજ પાંચ પર્યટન સ્થળો, જેમાં કઠુઆમાં દાગન ટોપ, રામબન, ધગર, સલાલ અને રિયાસીમાં શિવ ગુફા સામેલ 9:30 PM IST
વિશ્વની 80% સમસ્યાઓ માટે વૃદ્ધ નેતાઓ જવાબદાર : લોકશાહીમાં પ્રગતિશીલ વિચારકો પરિવર્તન શોધે છે, જ્યારે ટ્રમ્પ જેવા નેતાઓ જૂના અને રૂઢિચુસ્ત અભિગમોને વળગી રહે છે : બરાક ઓબામાએ ટ્રમ્પ પર સાધ્યું નિશાન : વૃદ્ધ નેતાઓ, જે સત્તા પર ચોંટી રહેવા માંગે છે અને દરેક વસ્તુ પર પોતાનું નામ લખવા માંગે છે 9:25 PM IST
સુપર સાઇક્લોન રગાસાનું તાંડવ: ૨૦૨૫નું સૌથી શક્તિશાળી તોફાન બન્યું: ફિલિપીન્સ, તાઇવાન, હોંગકોંગ, મકાઉ અને દક્ષિણ ચીનમાં વિનાશ વેર્યો: વૈજ્ઞાનિકો વધતા સમુદ્રી તાપમાનને કારણે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવે છે: વધુ તોફાનો માટે એશિયાને તૈયાર રહેવા ચેતવણી : ફિલિપીન્સમાં વિનાશ: ૭૪૬,૦૦૦ ઘરોમાં વીજળી ગઈ, ૧૨ ફૂટના મોજા ઉછળ્યા:૧૧ મૃત્યુ, ૧૧ ઘાયલ, ૧ વ્યક્તિ ગુમ હજારોનું સ્થળાંતર:૨,૪૧૮ ઘરો તૂટી ગયા, ૩૪ પુલ અને ૩ રસ્તા તૂટ્યા: તાઇવાનને સૌથી વધુ અસર: ઠેર ઠેર ૨૦થી ૨૮ ઇંચ વરસાદ: મતાઇઆન ક્રીક બેરિયર તળાવ તૂટ્યું, ૧૭ મૃત્યુ, ૫૪ ઘાયલ, ૧૫૨ ગુમ, ૩૦૦ ફસાયા, જ્યારે ૫ મીટર જેટલા કાદવમાં અનેક વિસ્તારો દટાયા: ૧૧,૩૬૩ ઘરોમાં વીજળી ગઈ: ૧૬૦ ફ્લાઇટ્સ રદ 8:52 PM IST
"મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે!" ઝુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્માનો SIT તપાસ વચ્ચે મોટો ખુલાસો : ઝુબીન ગર્ગના મૃત્યુ બાદ મેનેજર શંકાના દાયરામાં: સિદ્ધાર્થે દુઃખ વ્યક્ત કર્યું કે જે લોકોએ વર્ષો સુધી ઝુબીન દાનો ઉપયોગ કર્યો, તે હવે પોતાને બચાવવા માટે તેમના વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.7:17 PM IST
પોલીસે મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોને જેલ ભેગા કર્યા: 40 ની ધરપકડ: 2000 સામે FIR દાખલ : બરેલી રમખાણોમાં મોટી કાર્યવાહી : મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યો બરેલીમાં અલ હઝરત દરગાહની આસપાસ "આઈ લવ મોહમ્મદ" લખેલા પોસ્ટરો સાથે લોકોએ દેખાવો કર્યા : પોલીસ પર પથ્થરમારો કર્યો : જેના કારણે લાઠીચાર્જ કરવો પડ્યો 6:35 PM IST
જુઓ સમાચારો ઉડતી નજરે...7:29 PM IST
દિવાળી પહેલા કોલ ઇન્ડિયાના કર્મચારીઓને આપી મોટી ભેટ : 1 કરોડ રૂપિયાનો વીમો અને બોનસ જાહેર કર્યું : : કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) એ કર્મચારીઓ માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે: કર્મચારીઓ માટે વીમા કવર વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં કામચલાઉ કર્મચારીઓનો પણ સમાવેશ : કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. એક્સ-ગ્રેશિયા રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા 6:34 PM IST
ઇતિહાસ રચાયો: પોલેન્ડના આન્દ્રેજ બાર્ગીલ ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ પરથી સ્કીઇંગ કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા! : પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે આ સિદ્ધિ પર ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, "આકાશ મર્યાદા છે? ધ્રુવો માટે નહીં! આન્દ્રેજ બાર્ગીલે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ પરથી નીચે સ્કીઇંગ કર્યું!"4:56 PM IST
સંજય કપૂરની સંપત્તિ વિવાદ: પ્રિયા સચદેવને મોટી રાહત, દિલ્હી હાઈકોર્ટે 'સીલબંધ પરબિડીયા'માં દસ્તાવેજો ફાઇલ કરવાની આપી મંજૂરી!: દસ્તાવેજોની નકલ કરિશ્મા કપૂરના બાળકોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સાથે પણ કરવી પડશે શેર : હાઈકોર્ટે કરિશ્માના બાળકોના વકીલને ગુપ્તતા જાળવવાનો માર્ગ સૂચવવા પણ કહ્યું: આગામી સુનાવણી દરમિયાન મિલકતોની વહેંચણી અને ટ્રસ્ટમાં બાળકોના હિસ્સા અંગેની ચર્ચાઓ વધુ વેગ પકડે તેવી શક્યતા 4:55 PM IST
'બદલાની ભાવના': ટ્રમ્પે ભૂતપૂર્વ FBI વડા જેમ્સ કોમી પર ફોજદારી આરોપો દાખલ કરાવ્યા, 'ખોટા નિવેદનો' અને 'અવરોધ'નો આરોપ! : કોમીને ટ્રમ્પે 2017 માં બરતરફ કર્યા હતા, જેના કારણે રશિયાની તપાસનો હવાલો રોબર્ટ મુલરને સોંપવામાં આવ્યો હતો. નવી કાર્યવાહીએ યુએસ રાજકારણમાં કાયદાકીય પ્રક્રિયાના રાજકીયકરણની ચિંતાઓને વધારી 4:52 PM IST
દેવ આનંદની 102મી જયંતિ: Gen Z માટે 'એવરગ્રીન હીરો'નો સિનેમેટિક વારસો સમજવામાં મદદ કરશે 7 કાલાતીત ફિલ્મો : દેવ આનંદની ફિલ્મો જોવી એટલે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ભવ્ય વારસા અને કથા કહેવાની કલાને સમજવી. તે સમયમાં બનેલી આ ફિલ્મોમાં આજના યુવાનો માટે પણ ઘણા ઊંડા સંદેશાઓ 4:51 PM IST
'હોટ સ્પોટ' બનતું સ્પેનનું વિદ્યાર્થી આવાસ બજાર: વિદેશી નોંધણીમાં 77% ઉછાળો, વૈશ્વિક રોકાણકારોનો ધસારો! : જર્મનીની 21 વર્ષીય વિદ્યાર્થીની લૌરા ટેસ્કે જેવા વિદેશી વિદ્યાર્થીઓ આ અપમાર્કેટ બ્લોક્સમાં જીમ, પૂલ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ સાથે માસિક €1,080 ચૂકવી રહ્યા છે, જે સ્પેનિશ યુનિવર્સિટી નગરોમાં આવાસના ખર્ચના અંતરને કરે છે પ્રકાશિત4:50 PM IST
સમીર વાનખેડેને મોટો આંચકો: દિલ્હી હાઈકોર્ટે આર્યન ખાનની 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' સિરીઝ સામેના માનહાનિના કેસની જાળવણી પર સવાલ ઉઠાવ્યા! : અરજી દિલ્હીમાં કેવી રીતે જાળવી શકાય, કેસ બોમ્બે હાઈકોર્ટ અને NDPS સ્પેશિયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે: વાનખેડેના વકીલ સંદીપ સેઠીએ ખાતરી આપી કે ફરિયાદમાં તે મુજબ કરશે સુધારો4:49 PM IST
નોમિની બદલાયા છતાં અલગ રહેતી પત્ની ફેમિલી પેન્શન માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણયઃ છૂટાછેડાની કાર્યવાહી અને વ્યભિચારના અપ્રમાણિત આરોપો છતાં, મૃતક સરકારી કર્મચારીની અલગ રહેતી પત્ની અને બે બાળકો ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નોમિનેશન બદલવાથી પત્નીના અધિકારો સમાપ્ત થતા નથી9:49 AM IST
અયોધ્યાઃ ઓક્ટોબરમાં સંકુલના બધા મંદિરો ભક્તો માટે ખુલશે : ૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ધ્વજારોહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કાર્યક્રમ માટે આશરે ૮,૦૦૦ લોકોની મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે : સંતોના નામ પર બનેલા રામ મંદિર સંકુલના બે દરવાજા ૧૫ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે9:50 AM IST
ભારત વિશ્વભરમાં વાર્ષિક રૂ. ૨.૭૦ લાખ કરોડની દવાઓ વેચે છે : ફાર્મા ટેરિફઃ અમેરિકનોએ કિંમત ચૂકવવી પડશે : અમેરિકામાં દવાઓની સૌથી વધુ નિકાસ ગુજરાત અને તેલંગાણાથી થાય છે. આ બંને રાજ્યો મળીને રૂ. ૧.૦૬ લાખ કરોડની દવાઓ નિકાસ કરે છે. આ પછી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત ૩૦ ભારતીય રાજ્યોમાં ૧૦,૦૦૦ થી વધુ MSME કંપનીઓ જેનેરિક દવાઓનું ઉત્પાદન કરી રહી છે9:51 AM IST
BSNLનો નફો રૂા.૫,૦૦૦ કરોડને પારઃ ગયા વર્ષ કરતાં રૂા.૨,૩૦૦ કરોડ વધુઃ સિંધિયા : સબ્સ્ક્રાઇબર બેઝ ૮૭ મિલિયનથી વધીને ૯૧ મિલિયન થયોઃ આ પહેલી વાર છે જ્યારે સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધી છે : રાજ્ય માલિકીની ટેલિકોમ કંપનીએ મૂડી વિસ્તરણમાં લગભગ રૂા.૨૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ છે9:51 AM IST
જોધપુરના સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર તમામ કારીગરોનું પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પૂજન અને સન્માન : 'તમે નાના નથી. ભલે તમે ગમે તે કાર્ય કરતા હો, પરંતુ અહીં મંદિરમાં તમે કાર્ય કર્યું, તેથી તમે સૌ મહાન ભક્ત બની ગયા છો : પૂ. મહંત સ્વામી મહારાજ : "આ મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ, આવું સન્માન અમને કોણ આપી શકે ? આજે અમે કૃતાર્થ થઈ ગયા છીએ" : કારીગર ઉદયસિંહ ભાવવિભોર1:40 PM IST
ED એ હૈદરાબાદ સહિત નવ સ્થળોએ દરોડા પાડ્યા: ગેરકાયદેસર સરોગસી રેકેટનો પર્દાફાશ કર્યો: અનેક યુગલોને નિશાન બનાવ્યા : ED ટીમે હૈદરાબાદ, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા:વિદેશથી આવેલા એક દંપતી પણ છેતરપિંડીનો ભોગ બન્યા: DNA ટેસ્ટમાં સત્ય બહાર આવ્યા પછી બાળકને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરાયો હતો12:51 AM IST
પટણામાં ભાજપની મોટી બેઠક: અમિતભાઈ શાહે પાર્ટી કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિધાનસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો: પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા અને તેમની સાથે ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી12:53 AM IST

સેલ્ફી તો બનતી હૈ.....

માં ને માંના નમન

સ્વચ્છ ભારત અભિયાન

ફ્લાઈંગ ક્લીમિનેશન સેરેમની
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રી-દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી : "મેઈડ ફોર ઈન્ડિયાને બદલે હવે 'મેઈડ ઈન ઈન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડ'ની ચર્ચા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરતો આ કાર્યક્રમ સ્વદેશીનો વિચાર તેમજ રાષ્ટ્રીય ગૌરવનો વિષય સાબિત થશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું આજે ઝારસુગાડા, ઓડિશા ખાતેથી લોન્ચિંગ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાની મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વિશેષ ઉપસ્થિતિ2:38 PM IST
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫: આખા ભરૂચ જિલ્લાભરમાંથી ૧૦ હજાર આભારપત્ર લખાયા : ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી.ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંર્તગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો:ભારત સરકારના કૃષિ-ડેરીના ઉદ્યોગના હિતમાં લેવાયેલા નિર્ણયથી લાભાન્વિત થનાર ભરૂચના પશુપાલકો તથા સહકારી મંડળીના સભ્યોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી અભિનંદન પાઠવ્યા: વડાપ્રધાનના નિર્ણયો બદલ આભાર વ્યકત કરતા અંદાજિત 2.લાખ 80 હજાર પોસ્ટકાર્ડ ભરુચના લાભાર્થીઓ પાઠવશે6:28 PM IST
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર ઝોનની ત્રણ નગરપાલિકાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સનું વિતરણ : સ્વચ્છતા ક્ષેત્રે ભાવનગર ઝોનની ત્રણ નગરપાલિકાઓને નિર્મળ ગુજરાત એવોર્ડ્સનું વિતરણ : સ્વચ્છતા ક્ષેત્રે સરાહનીય સિદ્ધિ : ભાવનગર ઝોનની ત્રણ પાલિકાઓને નિર્મળ ગુજરાત એવોર્ડ : ભાવનગર ઝોનની જાફરાબાદ પાલિકાએ ‘ક’ વર્ગમાં રાજ્યની 62 પાલિકાઓમાં પ્રથમ ક્રમાંક મેળવી 50 લાખનો એવોર્ડ જીત્યો : જૂનાગઢ જિલ્લાની વિસાવદર પ્રથમ અને વંથલી સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે : અમરેલી જિલ્લાની જાફરાબાદ પાલિકા નિર્મળ ગુજરાત હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે3:28 PM IST
માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ સીપીના એક વિચાર માત્રથી પોલીસ સ્ટાફ એને તેમનો પરિવાર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકનો ઋણી બની ગયો : IPS અધિકારીઓ નિવૃત થાય તો તેમની કાર દોરડા વડે ખેંચી વિદાયમાન આપવામાં આવે, બદલી થાય તો ફુલોના વરસાદ થાય, પણ આ બધી વ્યવસ્થા કરનારા પોલીસ તંત્રના હાથ પગ જેવા નાનો સ્ટાફ નિવળત થાય ત્યારે , સન્માનજનક વિદાઈ કેમ નહિ? :એક પોલીસ મથકની મુલાકાત સમયે બાજુની પોલીસ લાઈનમાં રહેતાં પોલીસ જવાન કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાનું જાણી પોલીસ કમિશનર તેમના ઘરે પહોંચી, પરિવારને હિંમત આપી , પોતે તમામ રીતે સાથે હોવાનું જણાવતાં આખા પરિવારની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ 1:18 PM IST
સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક: ₹૫.૫૧ કરોડ નાગરિકોને પરત, ₹૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું : "સાયબર ગુનેગારો પાતાળમાં પણ છુપાયા હશે તો શોધી કાઢીશું": ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : વડોદરાના એક સિનિયર સિટીઝનને પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓના નામે જંગી નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા જેમના ₹૪.૯૧ કરોડ પોલીસે સફળતાપૂર્વક ફ્રિઝ કરાવી પરત અપાવ્યા4:50 PM IST
એ વિસ્ફોટક વાતચીતની ઓડિયો કોણે વાયરલ કરી?11:57 AM IST
નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજનાએ સપનાંઓને આપી નવી ઉડાન, તાલીમાર્થીઓને આપવામાં આવે છે ₹25 લાખ સુધીની લોન : અમદાવાદની વિધિ પરમારે અમેરિકાના મિઆમી રાજ્યની ફ્લાઇટ સ્કૂલ સંસ્થામાંથી કમર્શિયલ પાઇલટ લાયસન્સની તાલીમ મેળવી છે3:31 PM IST
કમ્પોઝિશન સ્કીમ હેઠળ ફૂડ/રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં મોટાપાયે કરચોરી મળી: એસ. જી.એસ.ટી. વિભાગ દ્વારા રૂ. ૫૨.૦૭ કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી રૂ. ૪.૮૮ કરોડની કરચોરી પકડવામાં આવી : અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ ખાતેના ૧૬ વેપારીઓના ૨૫ સ્થળોએ સ્થળ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી 6:41 PM IST
સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમા નોરતે ગુજરાત રાજ્યભરમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે : ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી : શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ મંત્રીની અપીલ : એક નોરતું દેશના નૌજવાનોને નામ - દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ4:55 PM IST
ગુજરાત સરકાર દ્વારા વકીલોને દિવાળી ગીફટઃ ૧પ૦૦ વકીલોને નોટરી તરીકે નિમણુંક અપાઇ : સમગ્ર ગુજરાત ભરમાં નોટરી માટે અરજીઓ કરનારા લગભગ તમામ વકીલોની નિમણુંકો જાહેર કરાઇઃ દિવાળી પહેલા નવરાત્રીમાંજ લીસ્ટ જાહેર કરી દેવાતા વકીલોમાં ખુશીની લહેરઃ બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપ પટેલે સરકારનો આભાર માન્યોઃ નોટરીની નિમણુકમાં સરકારનું પારદર્શક પગલુ...2:41 PM IST
"આમ આદમી પાર્ટી"ના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત 2 મહિનામાં 1000 સભાઓ પુર્ણ: 25,000થી વધુ ભાજપ-કોંગ્રેસના આગેવાનો, સામાજિક આગેવાનો અને અલગ અલગ સંસ્થાના આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા : 12000 ઉમેદવાર ચુંટણીમાં ઉભા રાખશે: ઈસુદાન ગઢવી : આગામી સમયમાં 50 લાખ લોકોને AAPમાં જોડવાનો પ્લાન:ગુજરાતની ચુંટણીમાં AAP નિમિત્ત બનશે, ભાજપ વિરુદ્ધ જનતા અસલી ચૂંટણી લડશે : 1000 સભાઓ યોજવામાં આવશે: 3 ઓક્ટોબરથી તાલુકા લેવલે મેમ્બરશીપ અભિયાન :ડોર ટુ ડોર અભિયાન દ્વારા 4 લાખ લોકો AAPમાં જોડાયા : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ4:15 PM IST
સ્કૂલે અને ગરબામાં જતી બે બાળાનો પીછો કરી ફોટા પાડી ચાકુ બતાવ્યું: બે સગીરની અટકાયત : રાજકોટની ઘટનાઃ ચારેક દિવસથી સતત પજવણી થતી હોઇ ૧૩ અને ૧૪ વર્ષની બાળાઓ ગભરાઇ ગઇ હતીઃ વાલીઓએ ગત રાતે દિકરીઓની પાછળ-પાછળ જઇ બે છોકરાને પકડી પોલીસને સોંપ્યા : સામા કાંઠાનો બનાવઃ બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણે અને ટીમની ગુનો નોંધી બંને ૧૬-૧૬ વર્ષના સગીર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી 2:58 PM IST
વાળ કાપતી વખતે સલૂનવાળા તને અડે એ મને પસંદ નથી, શાપરની પરિણીતાને રાજકોટમાં જુના મિત્રએ લાફા માર્યા! : ત્રણેક મહિના પહેલા બે દિકરીની માતાનો પરિચય રાજકોટના શંભુદાન ગઢવી સાથે થયા બાદ સહમતિથી શરીર સંબંધ બાંધ્યા હતાં: મહિલાએ સંબંધ પુરા કરતાં ઉશ્કેરાઇ ગયોઃ તું તારા પરિવારને છોડીને મારી પાસે નહિ આવ તો મારી નાંખીશ તેવી ધમકી પણ આપીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : મહિલાએ હું રાજકોટ મારા નહિ, દિકરીઓના વાળ કપાવવા આવી છું તેમ કહ્યું છતાં ઉશ્કેરાઇ ગાળો દઇ ધમાલ મચાવી3:34 PM IST
ભુજ મર્કેન્ટાઇલ બેંકની ઉંચી ઉડાનઃ કાલે રાજકોટ બ્રાંચનું ઉદ્ઘાટનઃ સોમવારથી સેવાનો કરશે પ્રારંભ : ૯૦૦ કરોડથી વધુનો બિઝનેસઃ ૧૦ શાખાઓઃ ૧૦,૦૦૦ શેરધારકોઃ ૫૦,૦૦૦ ગ્રાહકોઃ ૩૫૦ કરોડનું ધિરાણઃ અનેક એવોર્ડ મળ્યા છે : અદ્યતન ટેકનોલોજી સાથે ગ્રાહકોને સુવિધાઓઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા બેંકના ચેરમેન અને સીઇઓ મનોજભાઇ લેકિનવાલાઃ સીઇઓ મનોજગોર2:35 PM IST
શીવ શકિત ગરબી મંડળની બાળાઓના રાસ-ગરબાએ જમાવટ કરી 3:11 PM IST
ગરબા તથા દાંડિયા ડેકોરેશન સ્પર્ધાએ જમાવટ કરી 11:47 AM IST
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે : જુનાગઢ જિલ્લાના કેશોદ અને માણાવદર વિધાનસભા વિસ્તારની મુલાકાત કરશે : શ્રી ગોરસ સાંસદ કાર્યાલય ઉપલેટા ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે , બપોરે ૪-૩૦ વાગ્યે ગોંડલ તાલુકા પંચાયત ખાતે કોન્ફરન્સ હોલ તેમજ રેકર્ડ રૂમના ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે2:58 PM IST
હુન્નરમંદ હાથ....આત્મનિર્ભરતાનો રાહ : અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના લક્ષ્મીબહેન વાઘેલાનો 'રેશમની દોરી' થી 'જીવનનો દોર' બદલાયો : એક હજારના રોકાણથી...સમૃદ્ધિની શરૂઆત સુધી.. : જુઓ વિડીયો : મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને યોજનાઓથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે : લક્ષ્મીબેન વાઘેલા : હુન્નરમંદ હાથને સરકારનો સાથ : સરસ મેળાના માધ્યમથી હુન્નરમંદોને મળ્યું પ્લેટફોર્મ4:04 PM IST
કુતિયાણા, બાંટવા, માણાવદર પંથકમાં ઉદ્યોગો સ્થાપવા ડો. માંડવીયા સમક્ષ રજૂઆત : કુતિયાણાના ઈશ્વરીય ગામે વિશાળ સંમેલનમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાને બાંટવા, માણાવદર, વંથલી, કુતિયાણાના આગેવાનોની રેલ્વે બાદ આ વિસ્તારને નાનામોટા ઉદ્યોગ આપવાની રજૂઆતઃ પ્રાથમિક ધોરણે વાત સ્વીકારતા કેન્દ્રીય મંત્રીએ દિવાળી પહેલા રૂબરૂ મળવાની ખાત્રી આપી 11:43 AM IST
દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંખરિયા દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનું આયોજન : દ્વારકાની દરેક ગરબી મંડળની કુમારિકાઓ તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતી દરેક કુમારિકાઓને શ્રી રાંદલ માતાજીની પ્રસાદી લેવાનું જાહેર આમંત્રણઃ વહેલા તે પહેલાના ધોરણે કુમારિકાઓને લાણી અપાશે11:11 AM IST
પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરના ટીન ૧૪,૮૦૮ નંગ રૂ.૩૪,૫૫,૨૮૦/- તથા ૬ વાહનો સહિત રૂ.૭૫,૦૫,૨૮૦/-નો જથ્થો પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ : જુઓ વિડીયો : દારૂના જથ્થાના કટીંગ સમયે પોલીસ કાફલો ત્રાટકયો : લીસ્ટેડ બુટલેગર હરી હરજી ગઢવી રહે. મુળ ગામ કોટાયા તા.માંડવી-કચ્છ હાલે રહે. માંડવી,દેવરાજ ગોપાલ ગઢવી સહિતના આરોપીઓ સામે ફરિયાદ બાદ શોધખોળ3:39 PM IST
પરંપરાગત ગરબીથી ગાજતું કચ્છનું રાપર: ગ્રામીણ અને શહેર વિસ્તારમાં નવરાત્રીની આરાધનાનો માહોલ : રાસ ગરબાની રમઝટ વચ્ચે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા ગ્રામીણ વિસ્તારો ફતેહગઢ, ગાગોદર, આડેસર, સલારી, બાલાસર, રવેચી માતાજી, મોમાયમોરા, વૃજવાણી, રામવાવ, સુવઇ સહિતના તમામ નાના-મોટા ગામોમાં નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણી9:33 AM IST
યુવાનોને ‘રાષ્ટ્ર પ્રથમ'ના ધ્યેય સાથે કાર્ય કરવા મનસુખભાઇનું આહવાન : પોરબંદરની ગોઢાણીયા કોલેજમાં આત્મનિર્ભર ભારત યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું સંબોધન : મનસુખભાઇ વર્ષ ર૦૩૦ના કોમન વેલ્થ ગેમ્સ : અને ૨૦૩૬ના ઓલિમ્પીકની તૈયારીની જવાબદારી સંભાળી રહયા છેઃ અર્જુનભાઇ મોઢવાડીયા12:26 PM IST
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષ સ્થાને તથા મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર જિલ્લા ખરીદ વેંચાણ સંઘની ૬૩મી વાર્ષિક સભા સંપન્ન : વિકાસલક્ષી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી સ્થાનિક રોજગારી વધારવા મંડળીઓના હોદ્દેદારોને મંત્રી મુળુભાઈ બેરાનું આહવાન : વિકસિત ભારતના નિર્માણમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારી ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ-મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ4:48 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ભારત અજેય, પણ ભૂલોનો ઢગલો! સુપર ઓવર જીતવા છતાં ટીમની અપૂર્ણતા વર્લ્ડ કપ પહેલાં મોટી ચિંતાનો વિષય: મોર્ને મોર્કેલની સ્વીકૃતિ: સકારાત્મક બાબતો પણ છે : શ્રીલંકા સામે અર્શદીપની કમાલ, છતાં પ્રદર્શન પર સવાલ: આ ટુર્નામેન્ટમાં ભારતની સૌથી સ્પષ્ટ સમસ્યા ખરાબ ફિલ્ડિંગ છે. ટીમે અત્યાર સુધીમાં 12 કેચ છોડ્યા છે10:37 PM IST
























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































