News of Friday, 14th November 2025
વેરાવળ પાટણ સંયુક્ત પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ઉદય શાહનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણઃ તા. ૧૪, અજાત શત્રુ અને લોકોના ઘર ઘર માં જાણીતું નામ એવા વેરાવળ- પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાજપ અગ્રણી અને હાલના નગરસેવક ઉદયભાઇ શાહનો આજે તા.૧૪ નવેમ્બરે જન્મદિવસ છે.
તારીખ ૧૪-૧૧-૧૯૭૦ ના રોજ વેરાવળ ખાતે જન્મેલા. તેઓનો સરળ સ્વભાવ - મિલનસાર અને પ્રજા તથા વોર્ડના પ્રશ્નોમાં પ્રજાની સાથે રહેનાર મૌન કામગીરી અને સાદાઈથી સૌને પ્રભાવિત કરતા. તેઓ પક્ષ વિપક્ષ અને પ્રજામાં લોકપ્રિય છે. તેમના જન્મદિનને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો. ૭૫૬૭૯ ૩૯૩૯૩ ઉપર થઇ રહ્યો છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
