<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વિજય દેસાઇ : એવા નામ કરે સેવાના કામ : હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : જાહેર જીવનમાં વર્ષોથી ઝગમગતા રાજકોટ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપાધ્‍યક્ષ શ્રી વિજય દેસાઇનો આજે જન્‍મ ૧૮ નવેમ્‍બરે જન્‍મદિવસ છે.

શ્રી વિજય બાબુભાઇ દેસાઇ પાવર સોલાર પ્રોજેકટ અને આયાત-નિકાસના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. સરદારધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. જય સરદાર યુવા ગ્રુપના નામથી નવરાત્રી મહોત્‍સવ યોજે છે. સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્‍સવ જેવી સેવાકીય પ્રવૃત્તિ તેમનો શોખનો વિષય છે. રાજકીયરીતે કેસરિયા રંગે રંગાયેલા છે. આજે જન્‍મદિને વિશાળ શુભેચ્‍છક વર્ગ તરફથી મળેલી શુભેચ્‍છાનો સ્‍વીકાર કરી વળતી શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્‍ય રહે...' મો. ૯૮રપ૦ ૩ર૭૩૧ રાજકોટ. 

 

 

(1:35 PM IST)