<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીના ચેરમેન પદે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહજી ઝાલા ,જીતુભાઈ સોમાણી સહિતનાની સભ્યપદે વરણી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીના ચેરમેન પદે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ની વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્યસભા ના સંસદ કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, રાજકોટ કલેકટર પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરહ, ઍરપોર્ટ ચીફ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સીરસવા, ઈન્ડિગો એરલાઇન્સ ના એરિયા મેનેજર લોઇડ પીન્ટો, એરપોર્ટ મેનેજર એર ઇન્ડિયા ક્રિષ્ના ચતુર્વેદી, ગોકુલ હોસ્પિટલના ડોક્ટર પ્રકાશ મોઢા, જૈન અગ્રણી મયુર શાહ,હાઇબોન્ડ સિમેન્ટના એમડી રાજન વડાલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રણવ ભાલારા અને આદેશ ટ્રાવેલ્સના ગોપાલ ઉનડકટની પણ વરણી સભ્ય પદે કરવામાં આવી છે.9:08 PM IST

એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય : રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી 'ગીર રક્ષિત વિસ્તાર'ના આજુબાજુનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ :વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો : વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ : હાલમાં ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિ.મી. વિસ્તારનો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’માં સમાવેશ થતો હતો : ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તાર : ગીર રક્ષિત વિસ્તારના ફરતે ત્રણ જિલ્લાના કુલ ૧૯૬ ગામ તેમજ ૧૭ નદીઓને સમાવી લેવાઈ : નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ : નવીન ઝોનમાં ૨૪ હજાર હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ ૧.૫૯ લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ3:35 PM IST

રેલનગરમાં લિવ ઇનમાં રહેતાં બ્યુટીશીયન તૃપ્તીબેન અને પ્રેમી અક્ષય કલોલીયાએ ફાંસો ખાઇ મોત મેળવ્યું : અગાઉ ગુરૂપ્રસાદ ચોકમાં રહેતી તૃપ્તીબેન અને અક્ષય સાતેક દિવસથી રેલનગરમાં ભાડેથી રહેતાં હતાં: મહિલાએ અનેક લોકો પાસેથી ઉછીના નાણા લીધા હતાં: એક પરિચીતને થોડા દિવસ પહેલા જ વ્યાજે નાણા અપાવવાનું કહેતાં તેણે મદદ કરવા પંદર હજાર ઉછીના દીધાની અને મુદ્દત વિત્યે પરિચીતે નાણા પાછા માંગતા બ્લોક લિસ્ટમાં મુકી દીધાની ચર્ચા : પ્રેમી અક્ષય રાતે બહારથી ઘરે આવ્યો તો પ્રેમિકા લટકતી હતી, આ જોઇ તેણે મિત્રને વોઇસ મેસેજ કરી કહ્યું કે-તૃપ્તિ હવે રહી નથી, હું પણ રહી નહિ શકું, આપઘાત કરુ છું: મિત્રએ પોલીસને જાણ કરતાં બધા રેલનગર પહોંચ્યાઃ જ્યાં બંને લટકતા મળ્યાઃ પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરીઃ ચંદ્રેશનગરમાં રહેતાં તૃપ્તિબેનના માવતરે અંતિમવિધી માટે મૃતદેહ સ્વીકાર્યોઃ અક્ષય કલોલીયા કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતો હતો, અકે બહેનથી નાનો અને અટીકામાં પિતા સાથે કારખાનુ ચલાવતો હતોઃ અમદાવાદ કામે જવાનું કહીને થોડા દિવસ પહેલા નીકળી જઇ તૃપ્તિબેન સાથે રહેતો હતોઃપંદર વર્ષ પહેલા પોતાની જ્ઞાતિમાં લગ્ન થયા બાદ તૃપ્તિબેને છુટાછેડા લીધા પછી ગેરેજ સંચાલક ભાવેશ ધ્રાંગધરીયા સાથે લવમેરેજ કર્યા'તાઃ એક દિકરાની માતા બન્યા પછી તેની સાથે છુટાછેડા લીધા હતાં: ભાવેશની જ જ્ઞાતિના અક્ષય કલોલીયા સાથે દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવી હતીઃ આર્થિક ભીંસથી પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે પોલીસની તપાસ3:46 PM IST