હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st November 2025
ગોંડલ પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોલેજનાં ચેરમેન અર્પણાબેન આચાર્ય નો જન્મદિવસ

ગોંડલ તા.૨૧ ગોંડલ નગરપાલિકાના સદસ્યા અને મહિલા કોલેજ નાં ચેરપર્સન તથા વરિષ્ઠ પત્રકાર જીતુભાઇ આચાર્યનાં પત્નિ અર્પણાબેન આચાર્યનો આજે જન્મદિવસ છે. તેઓ સતત બે ટર્મથી વોર્ડ નંબર-૧ માં સદસ્યા તરીકે ચુંટાઇ રહ્યા છે. ગોંડલ નગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનવાનું સન્માન તેવો ધરાવે છે. હાલ મ્યુનિસિપલ મહિલા કોલેજનાં ચેરપર્સન તરીકે સેવા બજાવે છે. કોલેજોની વિદ્યાર્થીનીઓમાં શિસ્ત, સંસ્કાર તથા શિક્ષણનાં સિંચન માટે અર્પણાબેન સતત પ્રયત્નશીલ રહ્યા છે. શહેરની મહિલા સંસ્થાઓ સાથે જોડાઇને સતત પ્રવૃતિશિલ રહેતા અર્પણાબેન આચાર્યનાં જન્મદિવસનાં પ્રસંગે તેમને ઢેર સારી શુભેચ્છાઓ મળી રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
