વસ્તી ગણતરી ૨૦૨૭નું સત્તાવાર ટાઇમટેબલ જાહેર: ૨૫ જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે મહાઅભિયાન : સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા ઉપલબ્ધ : દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટે ૧ માર્ચ ૨૦૨૭ની મધ્યરાત્રિ 'રેફરન્સ ડેટ' નક્કી : બરફાચ્છાદિત પ્રદેશો અને ચૂંટણી ધરાવતા પાંચ રાજ્યો સિવાય સમગ્ર દેશમાં ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ડેટા કલેક્શન યોજાશે9:15 PM IST
કેટલાક લોકોને દેશનો વિકાસ ગમતો નથી વિપક્ષી નેતાઓ મોદીને બદનામ કરવા માંગે છે : જ્યારે દેશમાં કટોકટી આવે છે ત્યારે કેટલાક લોકો આનંદ કરે છે. આવા લોકો દેશને મુશ્કેલીમાં જોવા માંગે છેઃ બનાસકાંઠામાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા : આ લોકોએ ખેડૂતોને ધમકી આપી હતી કે તેમને ખાતર નહીં મળે અને મહિલાઓને ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવશેઃ તેમનો હેતુ દેશમાં અરાજકતા ફેલાવવાનો અને મોદીને બદનામ કરવાનો હતો3:03 PM IST
સૌરાષ્ટ્રથી હરિદ્વારની યાત્રા બનશે વધુ સરળ: વેરાવળ અને ઓખાથી નવી એસી ટ્રેનોને મંજૂરી: સત્તાવાર પરિપત્ર જાહેર થયો બંને સેવાઓ દિલ્હી, રેવાડી, અલવર, જયપુર, અજમેર અને આબુરોડ સહિતનાં મહત્વનાં સ્ટેશનોને જોડશે: ઇકોનોમી એસી કોચની ખાસ સુવિધા : હરિદ્વાર–વેરાવળ એક્સપ્રેસ દર બુધવાર અને રવિવારે સવારે ૪ વાગ્યે હરિદ્વારથી નીકળી બીજા દિવસે સવારે ૮:૧૫ વાગ્યે વેરાવળ પહોંચશે: પરત વેરાવળથી દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૫ વાગ્યે ઊપડી બીજા દિવસે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચશે: ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ અને કેશોદ ખાતે રોકાણ રહેશે9:38 PM IST
"સંસદનું ખાસ સત્ર બોલાવવા તૈયાર": અમિત શાહે 'મત ચોરી'ના આરોપો પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ફેંક્યો ખુલ્લો પડકાર! : ચૂંટણી પંચ અને SIR પર વિપક્ષના ગંભીર આક્ષેપો સામે કેન્દ્રીય ગૃહમંત્રીનો આકરો પ્રહાર; : સંસદમાં આરોપો સાબિત કરવાની હિંમત બતાવો, વિપક્ષ ચર્ચાથી ભાગીને માત્ર રસ્તાઓ પર હંગામો કરવા માંગે છે9:27 PM IST
અમેરિકાની રમત ખતમ થઈ જશે: એલોન મસ્કે આપી લોકશાહીના પતનની ગંભીર ચેતવણી : ૨૦૨૮ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત થાય તો યુએસ એકપક્ષીય શાસનમાં ફેરવાઈ જવાનો મસ્કનો દાવો: સુપ્રીમ કોર્ટ પેકિંગ, બોર્ડર ઓપનિંગ અને નવા રાજ્યોના નિર્માણ જેવા ૩ મોટા જોખમો ગણાવી રિપબ્લિકન્સ માટે કર્યો કરોડો ડોલરનો ધુમાડો9:22 PM IST
ઝેરી હવાથી દિલ્હીને બચાવવા મેગા પ્લાન: નવેમ્બરમાં પ્રદૂષણ રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં : ૫ થી ૨૦ નવેમ્બર સુધી સમગ્ર એનસીઆરમાં નિર્માણ કાર્ય પર સંપૂર્ણ પ્રતિબંધ, ૫૦% વર્ક ફ્રોમ હોમ અને પવન (PAVAN) ડિજિટલ કમાન્ડ સેન્ટર દ્વારા ૨,૩૦૦ થી વધુ ઉદ્યોગો તેમજ ૩,૨૦૦ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર રિયલ-ટાઇમ કડક નજર9:20 PM IST
સરકારી નોકરીના ઉમેદવારો માટે મોટો ધમાકો: તમિલનાડુ સરકારે વય મર્યાદામાં ૫ વર્ષની બમ્પર છૂટછાટ જાહેર કરી : તમિલનાડુમાં સરકારી ભરતીઓની મહત્તમ વય મર્યાદા ૩૦થી વધારીને ૩૫ વર્ષ કરાઈ : ગ્રુપ ૧, ૨, ૨A અને ગ્રુપ ૪ ની પરીક્ષાઓમાં તમામ શ્રેણીના યુવાનોને મળશે મોટો ફાયદો : ૩૦ ઓક્ટોબર ૨૦૨૬થી ૫ વર્ષ માટે આદેશ અમલી9:22 PM IST
ઇનોડેટામાં મોટો આંચકો: ૯૦% કર્મચારીઓની રાતોરાત છટણીથી હડકંપ : મેટાએ પ્રોજેક્ટ પાછો ખેંચતા આઉટસોર્સિંગ સેક્ટરમાં ખળભળાટ : આઉટસોર્સિંગ દિગ્ગજ ઇનોડેટા ઇન્ડિયા દ્વારા અચાનક કરાયેલી મોટાપાયે છટણીથી ભારત, યુએસ અને ફિલિપાઇન્સના સેંકડો કર્મચારીઓ બેરોજગાર : રેડિટ પર કર્મચારીઓએ આપવીતી વર્ણવી મીટિંગમાં મ્યૂટ કરી સિસ્ટમ બ્લોક કરી દેવાયાના ગંભીર આક્ષેપો કર્યા9:18 PM IST
અદાલતમાં હોબાળો: વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહી અટકાવવા સામે અલ્હાબાદ હાઇકોર્ટની લાલ આંખ, ન્યાયાધીશે કહ્યું- 'કોઈપણ સંજોગોમાં ન્યાય પ્રક્રિયા નહીં અટકે' : પ્રયાગરાજમાં ન્યાયિક ગરિમા અને બાર વચ્ચે ઘમાસાણ: અલ્હાબાદ હાઇકોર્ટે વકીલો દ્વારા સાથી વકીલોને બળજબરીપૂર્વક અટકાવવાની ઘટનાને ગંભીરતાથી લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અધૂરી માહિતી સામે પણ લાલઘુમ થઈ કડક ચેતવણી આપી 9:17 PM IST
શાંતિ બોન્ડ સામે મક્કમ વિરોધ અને 'ઈન્ડી ગઠબંધન' સાથેની રણનીતિથી ચર્ચામાં આવેલા AISA નેતા નેહા બોરા: શું કડક પોલીસ કાર્યવાહી સામે નમી ગયેલા CJP નેતાઓને પાછળ છોડીને બન્યા યુવા આંદોલનના નવા 'આઇકોન'? : દિલ્હીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો દરમિયાન શાંતિ બોન્ડ પર સહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી પોલીસ સામે અડગ રહેનાર નેહા બોરા અને જામીનગીરી બોન્ડ સ્વીકારી ચૂકેલા CJP નેતાઓની ભૂમિકા વચ્ચે વિશ્લેષકોમાં છે ફાટાફાટ ચર્ચાઓ; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એપિસોડ્સથી રાજકીય ગરમાવો.8:52 PM IST
નશા વિરોધી દેખાવો દરમિયાન જ પંજાબ પોલીસના એએસઆઈ (ASI) શંકાસ્પદ અને અસ્થિર હાલતમાં ઝડપાયા: મેડિકલ ટેસ્ટમાં ડ્રગ્સનું સેવન કર્યા હોવાનું બહાર આવતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ : બિહાર અને પંજાબમાં ડ્રગ્સ વિરોધી રેલીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ તંત્ર દ્વારા લેવાયા કડક શિસ્તભંગના પગલાં; સુરક્ષાકર્મીઓની ભૂમિકા સામે ઊભા થયા ગંભીર સવાલો.8:48 PM IST
વૈશ્વિક ટેકનોલોજી જગતમાં મોટો ઘટસ્ફોટ: એનવિડિયા (Nvidia) ના ચીફ જેસન હુઆંગ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી ચિની બિઝનેસવુમન એલિસ હુઆંગ બેઇજિંગ માટે જાસૂસી કરતી હોવાનો અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો દાવો : અમેરિકાના કડક પ્રતિબંધોને નેવે મૂકીને ચીનને અત્યાધુનિક AI ચિપ્સ પુરી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ; જો કે, વેપારી સંબંધો અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને વ્હાઇટ હાઉસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાનો અહેવાલમાં ખુલાસો.8:45 PM IST
મહારાષ્ટ્રના મતદારો માટે રાહતના સમાચાર: 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંતર્ગત મતદાર યાદીમાં નામ ચકાસવા અને સુધારા કરવાની સમયમર્યાદા લંબાઈ, મુખ્યમંત્રીએ કરી અપીલ : ચૂંટણી પંચના આદેશ બાદ દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની અંતિમ તારીખ ૨૬ ઓક્ટોબરથી વધારીને ૧૩ નવેમ્બર કરાઈ; ૩૦ નવેમ્બરે પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી.8:42 PM IST
આવતીકાલે ૩૧ ઓક્ટોબરે દેશના ૨૫ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પલટાશે હવામાન: IMD ની ચેતવણી મુજબ ભારે વરસાદ અને ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાશે તોફાની પવન : દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે તાપમાનમાં ઘટાડો નોંધાશે; યુપી, બિહાર અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વચ્ચે ખેડૂતો અને પ્રવાસીઓને સાવચેતી રાખવા આદેશ.8:38 PM IST
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસમાં શાનદાર ૪.૯ ટકાની વૃદ્ધિ: યુરોપ, આસિયન અને લેટિન અમેરિકાના બજારોની મજબૂત માંગને કારણે કુલ નિકાસ ૧૫.૩૮ અબજ ડૉલરે પહોંચી : સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીની સર્વોચ્ચ માસિક નિકાસ નોંધાતા ફાર્મા ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ; બલ્ક ડ્રગ્સ અને બાયોલોજિકલ ઉત્પાદનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની.8:34 PM IST
હુક્કા તંબાકુ તપાસ અને જપ્તી પ્રકરણમાં મહારાષ્ટ્ર સરકારની લાલ આંખ: ગેરરીતિ અને દબાણના આક્ષેપ બદલ એફડીએ (FDA) ના ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૨૧ સામે ખાતાકીય તપાસના આદેશ : અધિકારક્ષેત્ર બહાર જઈને મનસ્વી કાર્યવાહી કરવા અને બિનખાદ્ય ઉત્પાદનો પર નિયમો વિરુદ્ધ પગલાં ભરવાના મામલે વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ; વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં.8:32 PM IST
વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે વિદેશી મુદ્રા બજારમાં રૂપિયામાં શાનદાર રિકવરી: ડૉલર સામે રૂપિયો ૫૦ પૈસા મજબૂત થઈને ૯૪.૭૬ના મથાળે બંધ : સ્થાનિક શેરબજારના સુધારા અને આરબીઆઈના કથિત હસ્તક્ષેપથી મળી સારો ટેકો; મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઊંચા ક્રૂડ ઓઈલ વચ્ચે આગામી સમયમાં ચલણ બજાર અસ્થિર રહેવાની સંભાવના.8:29 PM IST
તહેવારોની મોસમ ટાણે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર: સરહદી વિસ્તારોમાં ડ્રોન અને એન્ટી-ટનલ ઑપરેશન દ્વારા દિવસ-રાત ચાલી રહ્યું છે સઘન પેટ્રોલિંગ : હિમવર્ષા પહેલા એલઓસી (LOC) પર લૉન્ચપેડ સક્રિય થવાની આશંકા અને આતંકી ઘૂસણખોરીના ખતરાને ધ્યાનમાં રાખીને વધારાની સૈન્ય ટુકડીઓ તૈનાત; ઘીચ જંગલો અને પહાડી વિસ્તારોમાં વિશેષ તપાસ અભિયાન તેજ.8:22 PM IST
મહાયુતિમાં ‘દોસ્તીમાં કુસ્તી નહીં’: વિધાન પરિષદની ચૂંટણીમાં હાર બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કડક આદેશ, સાથી પક્ષો સામે જાહેરમાં નિવેદનબાજી કરવા પર મૂક્યો સખત પ્રતિબંધ : પુણે અને નાગપુરની બેઠકો પર સહકારના અભાવ અને આંતરિક આરોપ-પ્રત્યારોપ વચ્ચે ગઠબંધનની એકતા જાળવવા નેતાઓને તાકીદ; વરિષ્ઠ સ્તરે ચર્ચા દ્વારા મતભેદો ઉકેલવા પર ભાર.8:21 PM IST
૧૦ અને ૨૦ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપમાં બદલાવા જઈ રહ્યું છે મોટું ચિત્ર: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ટકાઉ પોલિમર નોટો માટે મેગા પ્લાન તૈયાર, આગામી વર્ષે ૧ એપ્રિલથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના : ATM મશીનોમાં કરોડો રૂપિયાના ખર્ચાળ ફેરફારો ટાળવા માટે નોટોનું કદ યથાવત રખાશે; પર્યાવરણ અને આબોહવા અનુકૂળ વિશેષ પૉલિપ્રોપિલીન સામગ્રીથી સજ્જ નોટો સામાન્ય કાગળની નોટો કરતાં બે થી ચાર ગણી વધુ સમય સુધી ટકશે.8:18 PM IST
સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટની મુશ્કેલીઓ બાબતે દિલ્હી હાઈ કોર્ટનો રેસલિંગ ફેડરેશનને સખ્તાઈભર્યો આદેશ: બે અઠવાડિયામાં કારણદર્શક નોટિસ પર અંતિમ નિર્ણય લેવા તાકીદ : પ્રતિબંધિત ડ્રગ્સના કથિત ભંગ અને ગેરવર્તનના મામલે લટકતી તલવાર સમાન નોટિસો અંગે કોર્ટે કરી સ્પષ્ટતા; ખેલાડીની માનસિક ફિટનેસ અને સ્પર્ધાત્મક ભવિષ્યને ધ્યાનમાં રાખીને વ્યાજબી રાહતની માંગ.8:15 PM IST
ભારતીય વાયુસેનામાં ટોચના સ્તરે મોટા ફેરબદલ: એર માર્શલ ઇન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના નવા ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક : લગભગ ચાર દાયકાની ભવ્ય લશ્કરી કારકિર્દી ધરાવતા અને મિગ-૨૧થી લઈને સુખોઈ-૩૦ એમકેઆઈ જેવા ફાઈટર વિમાનો ઉડાવવાનો વિશાળ અનુભવ ધરાવતા એર માર્શલ વાલિયા આગામી ૧ નવેમ્બરે સંભાળશે નવો પદભાર.7:48 PM IST
ઝારખંડના દુમકામાં મોત સામે પડાકાર ફેંકતી ઘટના: ઢાળવાળા રસ્તા પર બસના બ્રેક ફેલ થતાં જ કંડક્ટરે જીવના જોખમે ટાયર નીચે પથ્થરો મૂકીને અનેક મુસાફરોના બચાવ્યા પ્રાણ : ચાલતી બસમાંથી કૂદીને ભાગદોડ મચાવવાને બદલે કંડક્ટરે દાખવી અદભુત સાહસિકતા અને ત્વરિત સૂઝબૂઝ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અસલી હીરો તરીકે થઈ રહી છે પ્રશંસા.7:45 PM IST
એરફોર્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ કરવાના અણધાર્યા વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહને અપાઈ ભવ્ય વિદાય: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'ઓપરેશન સિંદૂર'ના સફળ અમલીકરણ બદલ કર્યા મુક્તકંઠે વખાણ : નવી દિલ્હીના વ્યૂહાત્મક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર જમીન સર્વેક્ષણ શરૂ થતાં નિવૃત્તિ પૂર્વેની પરંપરાગત 'ગોલ્ફિંગ આઉટ' રદ થઈ; સુવર્ણ મંદિરની ફ્રેમવાળી તસવીર ભેટ આપી સંરક્ષણ મંત્રીએ પાઠવી શુભકામનાઓ.7:46 PM IST
વૃંદાવનના ૧૯ વર્ષીય આધ્યાત્મિક ગુરુ શ્રી શાશ્વત આચાર્ય ઈન્ટરનેટ પર બન્યા નવા ક્રશ: સોશિયલ મીડિયા પર 'જેન-ઝી બાબા' નામે મળ્યો નવો ટ્રેન્ડ : 'સ્ટ્રેન્જર થિંગ્સ'ના હોલીવુડ પાત્ર 'માઈક' સાથે લુકની તુલના થતાં જ નેટિઝન્સ ઘેલા થયા; સુંદર દેખાવ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમથી સોશિયલ મીડિયા પર વહી પ્રશંસાની નદી.7:43 PM IST
IDBI બેંકમાં સરકારી હિસ્સો વેચવાના નિર્ણય પર રાજકીય ઘમાસાણ: 'સંબંધો અને સેટિંગથી બેંકિંગ ચલાવવાનો યુગ હવે પૂરો થયો છે' - રાહુલ ગાંધીના આરોપો સામે નાણામંત્રી નિર્મલા સીતારમણનો ધારદાર વળતો પ્રહાર : કોંગ્રેસ શાસનમાં રાજકીય દબાણ હેઠળ અપાયેલી લોન 'બેડ લોન' બની હોવાનો દાવો કરતા નાણામંત્રીએ કહ્યું કે એનડીએ સરકારે રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુના મૂડી રોકાણ દ્વારા બેંકને પુનર્જીવિત કરી.7:24 PM IST
યુકેમાં એમબીએ અભ્યાસ અધવચ્ચે મૂકીને પરિવારની જાણબહાર ગુપ્ત રીતે ભારત પરત ફરેલી યુવતીનો પુણેના ફ્લેટમાંથી રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ: ફૂડ ડિલિવરીના ટ્રાન્ઝેક્શને ખોલ્યા રહસ્યો : છત્રપતિ સંભાજીનગરની ૩૪ વર્ષીય મુગ્ધા દેશમુખ લંડનથી પરત ફરી પિંપરી-ચિંચવડના ભાડાના ફ્લેટમાં રહેતી હતી, જેનો સંપર્ક તૂટતાં ઓનલાઈન બેંકિંગના આધારે પોલીસે ભાળ મેળવી.7:17 PM IST
સાબરમતી હાઇ-સિક્યોરિટી જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવ પર તોળાતું મોટું જોખમ: તેના જ જૂના સાથીઓ અને હરીફ ગુંડાઓ બન્યા સૌથી મોટો માથાનો દુખાવો : દેશભરમાં હત્યા અને ખંડણીનું નેટવર્ક ચલાવનાર બિશ્નોઈ સિન્ડિકેટમાં ભારે આંતરિક વિખવાદ; ગુપ્તચર એજન્સીઓના અહેવાલ બાદ જેલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક.7:22 PM IST
અજાણ્યા નંબરોથી પરેશાન મોબાઈલ યૂઝર્સ માટે મોટી રાહત: આગામી ૧ નવેમ્બરથી દેશભરમાં લાગુ થશે 'CNAP' સર્વિસ, હવે ફોન સ્ક્રીન પર નંબર સાથે ચમકશે કોલ કરનારનું અસલ નામ : થર્ડ-પાર્ટી એપ્સ પરની નિર્ભરતા ઘટશે અને સાયબર ફ્રોડ તેમજ ફેક કોલ્સ પર આવશે સીધી લગામ, સરકારના આ ક્રાંતિકારી પગલાથી છેતરપિંડી આચરતા ઠગાઈ કરનારાઓ જલ્દી પકડાઈ જશે.7:16 PM IST
કોચી મર્સિડીઝ અકસ્માત કેસમાં નવો વળાંક: સગીર આરોપીની ઓળખ જાહેર કરવા બદલ કેરળ સેશન્સ કોર્ટે રાજ્ય સરકાર અને પીડિત પરિવારને લગાવી ભારે ફટકાર : જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૪ ના સ્પષ્ટ ઉલ્લંઘન બદલ જજે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો; અરજીઓમાં સગીરનું નામ સુધારીને અનિવાર્ય કાનૂની ફેરફારો કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.7:16 PM IST
દિલ્હી-એનસીઆરમાં સતત વધતા પ્રદૂષણ સામે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: ૫ થી ૨૦ નવેમ્બર સુધી તમામ પ્રકારના બાંધકામ અને તોડફોડના કામો પર લાદવામાં આવ્યો સંપૂર્ણ પ્રતિબંધ : હવાની ગુણવત્તામાં સુધાર લાવવા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો મોટો નિર્ણય, ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓની હાજરીનો નિયમ લાગુ કરી વાહનોના ધુમાડા પર લગામ કસવાનો પ્રયાસ.7:13 PM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઐતિહાસિક સફળતા: ગુજરાતના બીલીમોરા ખાતે પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન નિર્માણના આખરી તબક્કામાં, ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રક્રિયા ઝડપી બની : ૧૮,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામેલા આ આધુનિક સબસ્ટેશન દ્વારા બુલેટ ટ્રેનના હાઇ-સ્પીડ કોરિડોરને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ૨ × ૨૫ કે.વી. ટ્રેક્શન પાવર સિસ્ટમ કરાશે કાર્યરત.7:10 PM IST
ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અડગ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો હુંકાર: રાજ્યમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનતા જ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની કરી જાહેરાત : લખનઉમાં ભાજપ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધતા શાહે ૧૯૯૦ના અયોધ્યા ગોળીબારની યાદ અપાવી વિપક્ષો પર પ્રહારો કર્યા, સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનની પ્રશંસા કરી માફિયા રાજનો અંત લાવ્યાનું જણાવ્યું.7:07 PM IST
વિદેશ પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મોટા સમાચાર: આગામી ૧ નવેમ્બરથી દેશના ૭ અગ્રણી એરપોર્ટ પર શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 'ડિજી યાત્રા' ની ટ્રાયલ : ચહેરો જ બનશે તમારો પાસપોર્ટ! લાંબી કતારો અને કંટાળાજનક દસ્તાવેજી ચકાસણીમાંથી મળશે મુક્તિ, ચિપવાળા ઈ-પાસપોર્ટ ધારકોને એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ફ્લાઇટ્સમાં મળશે આધુનિક સુવિધાનો લાભ.7:03 PM IST
થાણે નજીક એન્ટી-નાર્કોટિક્સ સેલના મોટા ડ્રગ્સ વિરોધી ઑપરેશનમાં રૂ. ૨.૨ કરોડના પ્રતિબંધિત પદાર્થો સાથે બે નાઇજીરિયન નાગરિકો ઝડપાયા: મુંબઈમાં પણ રૂ. ૬૬ લાખથી વધુના ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ : દીવા-મુંબ્રા વિસ્તારમાં પોલીસે બે ડઝનથી વધુ જવાનોની ટીમ સાથે સંયુક્ત દરોડા પાડીને બે કિલો મેફેડ્રોન અને સેંકડો ગ્રામ કોકેન જપ્ત કર્યું, જ્યારે અન્ય એક અલગ ઓપરેશનમાં સાતારાથી ડ્રગ્સ વેચવા લાવેલા શખ્સો પકડાયા.7:02 PM IST
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર સૈન્ય જવાન પંજાબ પોલીસના હાથે ઝડપાયો: પશ્ચિમ બંગાળના હાસીમારાથી રાજવીરસિંહની ધરપકડ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાયો : ભારતીય સેનાની ખાનગી માહિતી પાકિસ્તાનને લીક કરવાના ગંભીર કેસમાં અગાઉ પકડાયેલી મહિલા આરોપીની પૂછપરછ બાદ ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.7:00 PM IST
દિલ્હીમાં ૧ નવેમ્બરે રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ: 'ઇન્ડિયા' એલાયન્સની 'મત બચાવો, દેશ બચાવો' મેગા રેલી સામે ભાજપ દ્વારા તિલક નગરથી હરિ નગર સુધી ભવ્ય પદયાત્રાનું એલાન : કોંગ્રેસના નેતૃત્વમાં રાહુલ ગાંધી દ્વારા રામલીલા મેદાન સુધી કાઢવામાં આવનારી કૂચના જવાબમાં સત્તાધારી ભાજપે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને સાથે રાખીને રણશિંગુ ફૂંક્યું.6:52 PM IST
પશ્ચિમ એશિયામાં વધતા જતા ભૂ-રાજકીય તણાવ અને સુરક્ષા જોખમોને કારણે એર ઇન્ડિયા અને એઆઇ એક્સપ્રેસનો મોટો નિર્ણય: સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરવાની મુદત ૧૪ નવેમ્બર સુધી લંબાવવામાં આવી : જેદ્દાહ, રિયાધ અને દમ્મામ જેવા મહત્વપૂર્ણ શહેરો માટેની વિમાની સેવાઓ સ્થગિત રહેતા કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને મફત રિબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.6:50 PM IST
મણિપુરના રાજકારણમાં મોટો ધડાકો: પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ગંભીર આક્ષેપ, રાજ્યમાં ભાજપના જ કેટલાક નેતાઓએ કોંગ્રેસ સાથે મળીને પદ પરથી હટાવવાનું કર્યું હતું ષડયંત્ર : પોતાની હકાલપટ્ટી છતાં મણિપુરમાં હિંસા કેમ અટકી નથી તેવો મોટો સવાલ ઉઠાવીને પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને જનતાનો ખોવાયેલો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવા અને ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક પગલાં ચાલુ રાખવા કરી તાકીદ.6:45 PM IST
મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની પુત્રીના આગામી ૨૫ નવેમ્બરે યોજાનાર લગ્ન પ્રસંગને લઈને રાજકીય અને પારિવારિક વર્તુળોમાં ઉત્સાહ: સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લગ્નવિધિ પૂર્ણ થતાં જ ૧ ડિસેમ્બરે જેલમાં આત્મસમર્પણ કરશે ધારાસભ્ય : પુત્રી શિવાંગી સિંહના ભવ્ય વિવાહ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે દુલારચંદ યાદવ હત્યા કેસમાં જામીન રદ થતાં અનંત સિંહને નિર્ધારિત સમયમર્યાદામાં શરણાગતિ સ્વીકારવી પડશે.6:43 PM IST
ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા રાફેલ મરીન ફાઇટર જેટનું સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પ્રથમ પ્રયાસમાં સફળ ઉતરાણ: ૬૩,૦૦૦ કરોડના આ ઐતિહાસિક સોદાથી હિંદ મહાસાગરમાં ભારતનું વ્યૂહાત્મક વર્ચસ્વ બનશે વધુ મજબૂત : ફ્રાન્સ સાથેના સંરક્ષણ કરાર હેઠળ ભારતમાં જ વિમાનના ભાગો બનાવવાની અને જાળવણી સુવિધાઓ સ્થાપવાની જોગવાઈ સાથે નૌકાદળની લડાઈ ક્ષમતામાં નવો અધ્યાય શરૂ થયો.6:33 PM IST
ભારત-ચીન સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુનો મોટો ખુલાસો: ચીન મેકમોહન લાઇનને માન્યતા આપતું ન હોવાથી થાય છે અતિક્રમણની ઘટનાઓ : તવાંગમાં આયોજિત પ્રવાસન માર્ટ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરહદ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન હોવાને કારણે પેટ્રોલિંગ દરમિયાન સરહદ ઉલ્લંઘન થાય છે, પરંતુ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે.6:29 PM IST
મદ્રાસ હાઈકોર્ટનો કડક આદેશ: વર્તમાન ન્યાયાધીશોને વ્યક્તિગત રીતે નિશાન બનાવતા કે ડરાવતા જાહેર વિરોધ પ્રદર્શનોને પોલીસ મંજૂરી ન આપે : ન્યાયિક નિર્ણયોની ટીકા કરવાનો સૌને અધિકાર છે, પરંતુ ન્યાયાધીશો સામે દુર્વ્યવહાર, બદનક્ષી કે ધમકીઓ આપતી ઝુંબેશો અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવતી નથી તેમ સ્પષ્ટ કરીને અદાલતે સાયબર ક્રાઈમ વિભાગને પણ ઓનલાઈન ગતિવિધિઓ પર કડક નજર રાખવા નિર્દેશ આપ્યો.6:31 PM IST
અમેરિકાની રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પ્રણાલીમાં મોટા ફેરફારોની તૈયારી: PERM પ્રક્રિયામાં સુધારાથી હજારો ભારતીય વ્યાવસાયિકો પર થઈ શકે છે અસર : ફેડરલ સમીક્ષા મંજૂર થતાં શ્રમ પ્રમાણપત્ર પ્રક્રિયામાં ભરતીના માપદંડો કડક બનશે, છટણીથી પ્રભાવિત અમેરિકન કામદારો માટે સુરક્ષા વધશે અને નોકરીદાતાઓની જવાબદારીઓ વધુ વ્યાપક બનશે.6:26 PM IST
ઇઝરાયેલમાં ચૂંટણી પરિણામો ત્રિશંકુ સ્થિતિમાં મુકાતા રાજકીય અનિશ્ચિતતા ટોચ પર: વડાપ્રધાન નેતન્યાહૂ અને વિપક્ષી નેતાઓ બહુમતી મેળવવામાં નિષ્ફળ જતા હવે રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ પર દેશની મીટ : કોઈપણ ગઠબંધનને સરકાર રચવા માટે જરૂરી ૬૧ બેઠકો ન મળતા, રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ હવે પક્ષોના નેતાઓ સાથે પરામર્શ કરીને આગામી સરકાર રચવા માટે કોને પ્રથમ તક આપવી તે અંગેનો ઐતિહાસિક નિર્ણય કરશે.6:14 PM IST
તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય: સરકારી નોકરીઓની સીધી ભરતી માટે વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટની જાહેરાત, હજારો યુવાનોને મળશે મોટી રાહત : મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની અધ્યક્ષતામાં લેવાયેલા આ લોકકલ્યાણકારી નિર્ણયથી ગ્રુપ-૧, ગ્રુપ-૨ અને ગ્રુપ-૪ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા સામાન્ય તથા અનામત શ્રેણીના ઉમેદવારો માટે વય મર્યાદામાં કરાયો વધારો.6:12 PM IST
કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) નો મોટો દાવો ભારે પડ્યો: પ્રિસ્ક્રિપ્શન બદલવા માટે ChatGPT ની સલાહ લેનાર મિરગી (એપિલેપ્સી) પીડિત યુવતીનું દર્દનાક મોત, કોર્ટમાં કેસ દાખલ : ડૉક્ટરની સલાહ વગર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ પર ભરોસો રાખીને દવામાં ફેરફાર કરવાનું જીવલેણ સાબિત થતાં ટેકનોલોજી અને તબીબી સલાહ વચ્ચેની સીમાઓ પર ઊભો થયો ગંભીર નૈતિક તથા કાનૂની વિવાદ.6:04 PM IST
પહલગામ હુમલા બાદ પાકિસ્તાની માતાના નિધન અને ભારતીય પિતા સાથે રહેતા સગીર પુત્રના દેશનિકાલનો મામલો: નાગરિકતાની અરજી પેન્ડિંગ હોવા છતાં પુત્રને પાકિસ્તાન મોકલવાના વિવાદ પર જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ : મૃતક માતાના ભારતીય પતિ અને પુત્ર દ્વારા નાગરિકતા માટે કરવામાં આવેલી કાનૂની અરજી વચ્ચે સર્જાયેલી અસમંજસની સ્થિતિ વચ્ચે અદાલતે સમગ્ર મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.5:37 PM IST
સીબીએસઇ દ્વારા ધોરણ ૯ અને ૧૦ના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો: પર્યાવરણ શિક્ષણ મુખ્ય વિષયમાંથી હટાવાયું જ્યારે તમામ વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક (વોકેશનલ) શિક્ષણ બન્યું ફરજિયાત : વર્ષ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક સત્રથી લાગુ થનારા આ નવા નિયમો અંતર્ગત વિદ્યાર્થીઓએ ૨૨ કૌશલ્ય-આધારિત વિષયોમાંથી એક વિષય પસંદ કરીને તેની બોર્ડ પરીક્ષા આપવી પડશે.5:17 PM IST
આઈડીબીઆઈ બેંકનો ૬૦.૭૨ ટકા હિસ્સો કેનેડિયન કંપની ફેરફેક્સને ૫૩,૦00 કરોડમાં વેચવાના સોદા પર સરકારની સ્પષ્ટતા: મૂલ્યાંકન અને બોલી પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલોના આપ્યા જવાબો : પ્રતિ શેર ૮૧ રૂપિયાની બોલી સાથે બેંકના મૂલ્યાંકનમાં ૩,૯૧૭ કરોડ રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવીને સરકારે પારદર્શક 'ડબલ-બ્લાઇન્ડ' પ્રક્રિયા અપનાવવામાં આવી હોવાનો દાવો કર્યો.5:10 PM IST
મણિરત્નમની સુપરહિટ ફિલ્મ 'રોઝા'ની દાસી અને જાણીતી અભિનેત્રી વત્સલા રાજગોપાલનું નિધન: ચારસોથી વધુ ફિલ્મો અને લોકપ્રિય ધારાવાહિકોમાં અનોખી છાપ છોડનાર પીઢ અભિનેત્રીએ અંતિમ શ્વાસ લીધા : અડસઠ વર્ષની ઉંમરે અભિનય જગતમાં કદમ મૂકીને સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પોતાની અમીટ ઓળખ બનાવનાર દિગ્ગજ કલાકારની વિદાયથી કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું.5:15 PM IST
ચક્રવાત 'અર્નાબ'ની ઘાતક અસરથી ઓડિશામાં રેકોર્ડબ્રેક વરસાદ અને જળપ્રલય: ગંજામ તથા ગજપતિ જિલ્લામાં પૂરના કારણે હજારો લોકો ફસાયા, વ્યાપક બચાવ કામગીરી જારી : દક્ષિણ ઓડિશાના પ્રભાવિત વિસ્તારોમાં અચાનક આવેલા પૂરમાં પાણીના તેજ પ્રવાહ વચ્ચે કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના હેલિકોપ્ટરો દ્વારા એર-ડ્રોપિંગ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને હજારો નાગરિકોને સુરક્ષિત ખસેડાયા.4:54 PM IST
'ગેમ ઓફ થ્રોન્સ'ના સ્ટાર નિકોલાજ કોસ્ટર-વાલ્ડૌએ યુક્રેનની મુલાકાત દરમિયાન કિવના ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં વિતાવી ભયજનક રાત: રશિયન હવાઈ હુમલાની ચેતવણી વચ્ચે અભિનેતાએ અનુભવી યુદ્ધની વાસ્તવિકતા : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) ના માનવતાવાદી કાર્ય અર્થે કિવ પહોંચેલા લોકપ્રિય અભિનેતાએ મિસાઇલ હુમલાના ભય વચ્ચે સ્થાનિક નાગરિકો સાથે મેટ્રો સ્ટેશનમાં આશરો લઈને યુક્રેનના લોકોના સંઘર્ષને નિકટથી નિહાળ્યો.4:51 PM IST
રિલાયન્સના ૧૨,૮૦૦ કરોડના કેજી બેસિન ગેસ વિવાદને ઉકેલવા સુપ્રીમ કોર્ટે કરી પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની મધ્યસ્થી તરીકે નિમણૂક : મુંબઈના સામાન્ય વકીલથી લઈને સર્વોચ્ચ અદાલતના જજ બનવા સુધીની સફર ખેડનાર જસ્ટિસ દેસાઈએ અગાઉ કસાબ કેસ, સીમાંકન પંચ અને સમાન નાગરિક સંહિતા જેવી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.4:44 PM IST
ભારતીય નૌકાદળની તાકાતમાં થશે ઐતિહાસિક વધારો: કેન્દ્ર સરકાર દ્વારા ૪૦,૦૦૦ કરોડથી વધુના ખર્ચે આઠ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધજહાજો (નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ) ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી : વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ના આ મોટા નિર્ણયથી કોલકાતા અને ગોવાના શિપયાર્ડમાં રચાશે નવા જહાજો, જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.5:14 PM IST
મદ્રાસ હાઈકોર્ટે પત્રકાર અને પ્રવક્તા સૌરવ દાસની નાગરિકતા તથા પૃષ્ઠભૂમિની તપાસની માંગ કરતી અરજી પર કરી સુનાવણી: કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને નોટિસ જારી : ન્યાયતંત્ર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવાની અને જો વિદેશી નાગરિક સાબિત થાય તો દસ્તાવેજો રદ કરવાની માંગ સાથે ઉઠી અવાજ.4:29 PM IST
નાણામંત્રીના નામ પર છેડછાડ મુદ્દે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો રાહુલ ગાંધી પર આકરો પ્રહાર: સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવાની યુક્તિઓ છોડીને મેદાનમાં લડવા દીધી સલાહ : કોંગ્રેસ નેતા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર નાણામંત્રી નિર્મલા સીતારમણને 'સીતારમા' કહીને સંબોધવામાં આવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું.4:30 PM IST
કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની જામીન સામેની એનઆઈએની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: લાંબા જેલવાસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મળી મોટી રાહત : યુએપીએ (UAPA) હેઠળ પાંચ વર્ષથી જેલમાં બંધ કાર્યકર્તાને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન યથાવત રાખીને સર્વોચ્ચ અદાલતે તપાસ એજન્સીની અરજી રદ કરી દીધી.4:28 PM IST
દિલ્હીમાં આજથી દિલજીત દોસાંઝના 'ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ: ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસની વિશેષ એડવાઈઝરી જારી : જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારા આ મ્યુઝિકલ કોન્સર્ટમાં હજારો પ્રશંસકો ઉમટી પડવાની સંભાવનાને પગલે દિલ્હી પોલીસ દ્વારા રૂટ ડાયવર્ઝન અને મેટ્રો સેવાઓ લંબાવવાની કરવામાં આવી ખાસ વ્યવસ્થા.4:10 PM IST
બાંદ્રા ગરીબ નગર ખાતે રેલવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો: MMRDA દ્વારા પુનર્વસન બાદ પશ્ચિમ રેલ્વે દ્વારા ૯૪ ગેરકાયદે માળખાં કરાયા ધ્વસ્ત : બોમ્બે હાઈકોર્ટના કડક આદેશ અને પાત્ર પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ (PAP) ને વૈકલ્પિક આવાસ ફાળવ્યા બાદ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી મેગા ડિમોલિશન કાર્યવાહી.4:10 PM IST
યુપીમાં ભાજપ સરકાર અંગદના પગ જેવી મજબૂત, આગામી ૩૦ વર્ષ સુધી સત્તામાં વાપસી નહીં કરી શકે સમાજવાદી પાર્ટી: અમિતભાઈ શાહનો હુંકાર : લખનૌ ખાતે ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કરતા આગામી સમયમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની પણ કરી જાહેરાત.4:08 PM IST
વૈશ્વિક બજારોના નબળા સંકેતો છતાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી: નિફ્ટી ૨૩,૦૦૦ ની સપાટી વટાવીને લીલા નિશાનમાં બંધ: સેન્સેક્સ ૭૪,૪૫૯.૫૩ પોઈન્ટ પર બંધ થયો : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને તણાવ વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોની ભારે લેવાલી જોવા મળી, જેણે બજારના તમામ ઘટાડાના અંદાજોને ખોટા સાબિત કર્યા.4:07 PM IST
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી: નવા હસ્તગત કરેલા સરકારી વિમાનો દ્વારા દેશનિકાલની ફ્લાઇટ્સનો પ્રારંભ : ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના સામૂહિક દેશનિકાલ અભિયાનને વેગ આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા પ્રથમ વખત સરકારી માલિકીના બોઇંગ 737 વિમાનનો ઉપયોગ શરૂ કરાયો છે.4:07 PM IST
વાનખેડે સ્ટેડિયમના ડ્રોન શો દરમિયાન ગંભીર અકસ્માત: બે ડ્રોન ચર્ચગેટ સ્ટેશન પર ખાબકતા ટ્રેનની રાહ જોઈ રહેલો પ્રવાસી લોહીલુહાણ : દક્ષિણ મુંબઈના વ્યસ્ત રેલવે સ્ટેશન પર બનેલી આ ચોંકાવનારી ઘટનામાં ટેકનિકલ ખામીને કારણે સ્ટેડિયમથી ઉડેલું ડ્રોન પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરના માથા પર પડતા ભારે નાસભાગ મચી ગઈ.4:05 PM IST
ITR ફાઇલ કરવામાં વિલંબ મોંઘો સાબિત થયોઃ આવકવેરા વિભાગે ૪ લાખ રૂપિયાની નોટિસ જારી કરી : મુંબઈ ITAT એ શિપ કેપ્ટન પર સમયસર ITR ફાઇલ ન કરવા બદલ લાદવામાં આવેલ લગભગ ૪ લાખ રૂપિયાનો દંડ રદ કર્યો : ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે નોટિસ મળ્યા પછી રિટર્ન ફાઇલ કરવું એ આપમેળે આવક છુપાવવાનો પુરાવો નથી10:01 AM IST
હવે સરળ હપ્તે LPG સિલિન્ડર મળશે અને વ્યાજ પણ ૦ ટકા : પૈસા ન હોય તો ચિંતા ન કરશો, ભારતગેસ ગ્રાહકો માટે સારા સમાચાર : હવે LPG સિલિન્ડર રિફિલ કરાવવા પૈસા ન હોય તો ૬૦૦ રૂપિયા સુધીની માઈક્રો-લોન મળશેઃ હમણાં ખરીદો, પછીથી ચૂકવો મોડેલ પર આધારિત આ સુવિધામાં ૦% વ્યાજ લાગશે. ગ્રાહકો ૬ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ૧૦૦ રૂપિયાના હપ્તામાં ચૂકવણી કરી શકશે3:07 PM IST
લખનૌમાં સનસનીખેજ ટ્રીપલ મર્ડરઃ RSSનાં નેતા તેમના પુત્ર અને ભાઇની ગોળી મારી કરપીણ હત્યા : લાઇવ વિડિયો વાયરલઃ ચબૂતરો બનાવવા અને કાર પાર્કિંગ મામલે વિવાદ હતો કાર પાર્કિગ અને ધાર્મિક ચબૂતરાના જૂના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: મર્ચન્ટ નેવીના પૂર્વ અધિકારીએ ધડાધડ ૨૦ સેકન્ડમાં પાંચ ગોળીઓ વરસાવી ત્રણના જીવ લીધા હત્યાકાંડનો રુવાડાં ઊભાં કરી દેતો વીડિયો વાયરલઃ આરોપીએ એક પછી એક ગોળીઓ છોડી, પોલીસની બેદરકારી સામે સવાલો ઊઠતાં બે અધિકારીઓ સસ્પેન્ડઃ આરોપીના મકાનનું ગેરકાયદે બાંધકામ તોડાયું: પુત્રના લગ્ન હતા3:09 PM IST
ભૂતાનમાં જાગ્યો નેપાળવાળો હિમ રાક્ષસ, ગ્લેશિયર તૂટતાં જળબંબાકારઃ ભારત પર ખતરો : પર્વતીય વિસ્તારોમાં હિમનદીઓને (ગ્લેશિયર્સ) લગતું એક નવું સંકટ ઊભું થયું છે, જે ભારત માટે પણ ચેતવણી સમાન : નેપાળમાં તાજેતરમાં આવેલા પૂર જેવી જ પરિસ્થિતિઃ હવે ભૂતાનમાં સર્જાઈ એક વિશાળ હિમનદી સરોવર (ગ્લેશિયલ લેક) ફાટવાને કારણે નદીઓમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું : સરહદ નજીકના જિલ્લાઓ માટે હાઈએલર્ટ જાહેર 10:29 AM IST
૨૦ મહિનાની કાનૂની લડાઈ પછી મહાત્મા ગાંધીના પૌત્રને અમેરિકામાં ૩૦ એકર જમીન પાછી મળી : રાષ્ટ્રપિતાના પૌત્ર સ્વર્ગસ્થ કનુ ગાંધીની ૩૦ એકર જમીન પર ૨૦ મહિનાથી ચાલી રહેલા કાનૂની વિવાદનો ઉકેલ આવ્યો : અમેરિકાની એક કોર્ટે ગાંધી પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છેઃ ગેરકાયદેસર કબ્જો હટાવવો આદેશ : જમીન ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવી 1:17 PM IST
સાંવરિયા સેઠને એક ભક્તે ચાંદીના બે શોરૂમ અને બીજાએ ઈ-સ્કૂટર ચડાવ્યું : રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા શ્રી સાંવરિયા સેઠને ભક્તો પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવીને સફળતાની માનતા માને છે અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે જેના માટે માનતા રાખવામાં આવી હોય એનો ચાંદીનો સિમ્બોલ ભગવાનને ચરણે ધરે છે10:04 AM IST
નાશિકમાં કાલથી જગવિખ્યાત સિંહસ્થ કુંભમેળાનો ભવ્ય પ્રારંભ : ૩૧ ઓક્ટોબરથી ૨૪ જુલાઈ, ૨૦૨૮ સુધી સતત ૨૧ મહિના અને ૨૨ દિવસ સુધી ચાલશે આસ્થાનો મહાસાગર: ૨૦૨૭માં ચાર મુખ્ય અમૃતસ્નાનની તારીખો: લાખો શ્રદ્ધાળુઓ ઊમટશે : ૧૨ વર્ષે યોજાતા આ મહાકુંભનો આવતીકાલે શનિવારે બપોરે ૧૨.૦૨ વાગ્યે ધર્મધ્વજારોહણ સાથે પ્રારંભ : પ્રથમ અમૃતસ્નાન ૨ ઓગસ્ટ, બીજું ૩૧ ઓગસ્ટ અને અંતિમ અમૃતસ્નાન નાશિકમાં ૧૧ તથા ત્ર્યંબકેશ્વરમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૭ના રોજ : લાંબા સમયગાળા પાછળ ધાર્મિક પરંપરા, ગુરુ ગ્રહની સ્થિતિ અને વિશેષ ધાર્મિક અનુષ્ઠાનોનો સંબંધ9:59 AM IST
બાયનન્સ પર વિશ્વનું સૌથી મોટું હેકિંગ કાંડ : ૨.૮ અબજ ડૉલરની લૂંટથી ક્રિપ્ટો માર્કેટમાં ધરતીકંપ : માત્ર એક જ કલાકમાં ૬૨૮ મિલિયન ડૉલરનો ધુમાડો! : કાળી રાતે ૨.૮ અબજ ડૉલર ચોરાતા બિટકોઈન ૭૯,૦૦૦ ડૉલરની નીચે પટકાયો : બીએનબી ૬.૩% કડડભૂસ : ટેથર અને સર્કલે અબજો રૂપિયાના સ્ટેબલકોઈન ફ્રીઝ કરી નાખતા હાહાકાર5:07 AM IST
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી : રશિયા સાથેના તણાવ, સાયબર હુમલા અને તોળાઈ રહેલા મહાવિનાશના જોખમને પગલે સરકારી તંત્ર એલર્ટ : યુદ્ધ કે આફતના પ્રથમ કટોકટીના કલાકોમાં પોતાની મેળે રક્ષણ મેળવવા અપીલ5:50 AM IST
શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ: ધોરણ ૧૦ માટે નવા NCERT પાઠ્યપુસ્તકો આવતા મહિનાથી આવવાનું શરૂ થશે : ધોરણ ૧૧ ના પુસ્તકો પર પણ તૈયારીઓ તેજ! : શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮થી વિદ્યાર્થીઓ ભણશે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત પુસ્તકો : માર્ચ ૨૦૨૭ સુધીમાં તમામ વિષયોના પુસ્તકો શાળાઓ સુધી પહોંચાડી દેવાનો લક્ષ્યાંક10:43 PM IST
સીઈસી જ્ઞાનેશકુમારનો વિરોધ કરવા વિપક્ષની મોટી તૈયારી :આગામી ત્રણ દિવસ નિર્ણાયક :આવતીકાલે દિલ્હીમાં "જનતા મહાભિયોગ" યોજાશે. : "જનતા મહાભિયોગ"ના બે દિવસ પછી, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા રેલીનું કાઉન્ટડાઉન શરૂ:રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ દ્વારા તૈયારીઓના સ્કેલ વિશે પણ માહિતી આપી11:47 PM IST
જામિયામાં વિદ્યાર્થી શક્તિનો ઐતિહાસિક વિજય: ૨૦ વર્ષ બાદ પુનઃસ્થાપિત થશે વિદ્યાર્થી સંઘ : જીતની ખુશીમાં ગુંજી ઉઠ્યું કેમ્પસ! : ૧૮ દિવસની ભૂખ હડતાળ અને આંદોલન આગળ યુનિવર્સિટી વહીવટીતંત્ર ઝૂક્યું : ૧૫ મે ૨૦૨૭ સુધીમાં નવું બંધારણ બનશે અને ઓગસ્ટ ૨૦૨૭માં યોજાશે ચૂંટણી : તમામ શિસ્તભંગના પગલાં પાછા ખેંચાયા10:44 PM IST
નોએલ ટાટા 11 નવેમ્બરે ટ્રેન્ટના ચેરમેન અને ડિરેક્ટર પદેથી રાજીનામું આપશે: જાણો હવે કોણ આ ભૂમિકા સંભાળશે : નોએલ ટાટા 1997માં ટ્રેન્ટમાં જોડાયા હતા. તેમને 1999માં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા :તેમણે માર્ચ 2014માં ચેરમેનનું પદ સંભાળ્યું હતું:નોએલ ટાટાના નેતૃત્વ હેઠળ, કંપનીએ બજારમાં તેની હાજરીને મજબૂત બનાવતી વખતે સતત વૃદ્ધિ હાંસલ કરી 11:26 PM IST
ભાજપ દ્વારા વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે તૈયારી: સિવિલ સોસાયટી મારફત SIR પર સકારાત્મક નેરેટિવ બનાવવાની વ્યૂહરચના : ભાજપની બેઠકમાં દેશભરના તમામ જિલ્લાઓમાં બિન-સરકારી અને બિન-રાજકીય સંગઠનો દ્વારા SIR ની વાસ્તવિકતાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો :દરેક જિલ્લામાં જનભાગીદારી વધારવી , અને જાહેર સંવાદો પણ યોજશે 12:15 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસિવિલ હોસ્પિટલમાં ૨૫૯મું અંગદાન: બ્રેઇનડેડ યુવાનના પરિવારની સંમતિથી પ્રાપ્ત થયા ૫ અંગો : રોજગાર અર્થે અમદાવાદમાં સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના યુવાનના અંગદાનથી જરૂરિયાતમંદોને મળશે નવજીવન: ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલના સનિષ્ઠ પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે ૧૧૨૧ અંગો-પેશીઓ મેળવવાની સિદ્ધિ: બ્રેઈનડેથ બાદ યોગ્ય તબીબી મૂલ્યાંકન અને સંમતિથી અન્ય દર્દીઓને જીવનદાન આપી શકાય છે: ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ9:43 PM IST
ગુજરાતને મળી બે નવી રેલ સેવાની સોગાત : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા - બેચરાજી - સાબરમાતી મેમુ અને સાબરમાતી - વારાણસી એક્સપ્રેસને લીલીઝંડી આપી : બહુચરાજી અને કાશી વિશ્વનાથના શ્રદ્ધાળુઓને મળશે વિશેષ લાભ : ઐતિહાસિક રેલ માર્ગ પર ફરી શરૂ થઈ યાત્રી સેવા : ઔદ્યોગિક ક્ષેત્રના કામગારો અને વિદ્યાર્થીઓ માટે પરિવહન સરળ બનશે : માસિક સિઝન ટિકિટથી રાહત3:59 PM IST
ગુજરાતમાં "સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬"નો કાલથી પ્રારંભ: "સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ"ના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન : ૨ નવેમ્બરે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો લેશે ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ : યુવાનો અને નાગરિકો માટે ક્વિઝ, ચર્ચા-વિચારણા, વોકથોન, શેરી નાટકો અને પપેટ શૉ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ : સી.વી.સી.ની વેબસાઈટ પર ઈ-પ્રતિજ્ઞા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરોધી સંદેશો જન-જન સુધી પહોંચશે4:15 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચ નિહાળી : વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રોમાંચક મુકાબલામાં નાયબ મુખ્યમંત્રીએ ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું: બાંગ્લાદેશને હરાવીને ભારતીય પુરુષ કબડ્ડી ટીમે કર્યો ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ9:48 PM IST
પ.પૂ. દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લેતા કથાકાર પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે" : શારદાપીઠના જગદગુરુ સાથે આધ્યાત્મિક અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અંગે થઈ ચર્ચા : પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"ના કથા કાર્યને બિરદાવી સનાતન ધર્મના પ્રચાર કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિના આશીર્વચન પાઠવ્યા10:32 PM IST
સુરતના શખ્સની મદદથી યુપીનો શખ્સ ગાંજો ઘુસાડે તે પહેલા પોલિસ ત્રાટકી : નો ડ્રગ્સ ઈન સુરત વાંબાગ જમીર, એડી. સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાજેશ પરમાર અને મદદનિશ કમિશનર ઝેડ. આર. દેસાઈના માર્ગદર્શનમા વધુ એક સફળતા : ઝોન ૪ lcb ટીમના શક્તિસિંહની બાતમી સચોટઃ pi કે ડી. જાડેજાના નેતળત્વમાં psi કે. જે. વસાવા, અને ડી. જે. બારોટ ટીમની જહેમત ફળી2:14 PM IST
ગેસ રીફીલીંગના કારસ્તાનમાં ૭ પકડાયા, ૧૫ વોન્ટેડ : ઢેબર રોડ અટીકા સાઉથના ન્યુ નહેરૂનગર તેમજ આહિર ચોકના નહેરૂનગરમાં મકાનો, ગોડાઉનોમાં બે દરોડા : કુલ ૫૧૪ બાટલા જપ્ત : કોમર્શિયલ તેમજ ઘર વપરાશના ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખી અન્ય બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતાં કરી માણસોની જિંદગી જોખમમાં મુકીે નિર્ધારીત બજાર કિંમત કરતાં ઉંચા ભાવે વેંચાણ કરતાં હોવાનો આરોપઃ એસએમસીએ બે ગુના દાખલ કરાવ્યાઃ આગળની તપાસ ભક્તિનગરના પીએસઆઇ એસ. એચ. ગોહિલે હાથ ધરી : પોલીસ વડા જી. એસ. મલિકની સુચનાથી એસએમસીના પીએસઆઇ એસ. વી. ગળચર, વી. એન. જાડેજા અને ટીમની કાર્યવાહી : મધુરમ ગેસ એજન્સી, જયમીન ગેસ એજન્સી, જય ભીમ ગેસ એજન્સીના માણસો પણ કારસ્તાનમાં સામેલ : પોલીસે અમિત ડાંગર, આશિષ ગોગરા તથા બીજા કેસમાં હરદેવ ચાવડા, મેરામણ ચાવડા, રમેશ ચાવડા, રાકેશ બિશ્નોઇ, પુરેનનાથ કોરીને પકડયાઃ જ્યારે બંને કેસના મળી ૧૫ને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ગેસ એજન્સીઓના ડીલીવરી મેન પણ સામેલ હોવાનું ખુલ્યું 2:12 PM IST
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી પર શત શત વંદનઃ ઉદય કાનગડ : સરદાર પટેલ માત્ર ભારતના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરૂષ નહોતાં, પરંતુ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા, અવિભાજય રાષ્ટ્રનું સ્વપ્ન તેમણે વાસ્તવિક બનાવ્યું: ૫૭૨ રિયાસતોને એકતાના સૂત્રમાં બાંધવાનું તેમનું અવિસ્મરણીય યોગદાન ભારતીય ઈતિહાસમાં અક્ષય રહેશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયેલ લોખંડી પુરૂષની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ'દેશના સ્વાભિમાનનું પ્રતિક બની છે3:49 PM IST
રેસકોર્ષમાં ત્રણ દિવસ દિવાળી કાર્નિવલની રમઝટ બોલશે : રાજકોટમાં દિવાળીના દીપ ઝળહળશે, રંગોળીના રંગ ખીલશે ૬ થી ૮ નવેમ્બર સુધી રોશનીની ઝાકમઝોળ, લેસર શોની ચમક અને છ આકર્ષક ફલોટ સાથે ટેબ્લો કાર્નિવલ જમાવશે જમાવટઃ મેયર ડો.નેહલ શુક્લ, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા, તુષાર સુમેરા, ડો. હિરેનભાઈ ખીમાણિયા, સંજયસિંહ રાણા, મનીષ ભટ્ટ દ્વારા માહિતી અપાઈ2:49 PM IST
દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ...3:50 PM IST
સાત‘વાર' અને સાત ‘શિકાર' : રેલ્વે સ્ટેશનથી લઇ શેરીઓ સુધી ૭ દરોડામાં દારૂ સાથે ૭ કબ્જે : દિવાળીમાં ‘કમાઇ' લેવા દારૂના ધંધાર્થીઓ અને ‘સ્ટોક' કરી લેવા પ્યાસીઓ મેદાનમાં રેલ્વે પોલીસ,ક્રાઇમ બ્રાંચ,પી.સી.બી, થોરાળા, બી-ડીવીઝન અને યુનિવર્સિટી પોલીસની કાર્યવાહીઃ મોંઘીદાટ વ્હીસ્કી, વોડકાની બોટલો સાથે ટ્રેન અટેન્ડન્ટ સહિત ૭ ઝપટે ચડી ગયા 3:50 PM IST
શાન્શા સ્પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયુઃ ત્રિપુરા, મણીપુર, દિલ્હી, ઇન્દોરની લલનાઓ મન પડે એવા ભાવ વસુલતી : અમીન માર્ગ પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ડમી ગ્રાહક મોકલી દરોડો સંચાલક પ્રતિક મજેઠીયા, ટેલીકોલર રવિના પકડાયાઃ સ્પા માલિકો આદિત્ય મજેઠીયા, ક્રીશ રૂઘાણીની શોધખોળઃ પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયભાઇ શુક્લા સહિતની ટીમનો દરોડો]2:15 PM IST
જોડિયાના વાવડી ગામે ખેડૂતના આપઘાત મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ભાવુક અપીલ - ખેડૂતો કોઈ ખોટું પગલું ન ભરે : ૨૦૨૭માં પોતાની સરકાર બનાવવા આહ્વાન કર્યું : જુઓ વિડીયો : સરકારની માત્ર ૮,૫૦૦ રૂપિયાની સહાયને મજાક સમાન ગણાવી, મહારાષ્ટ્રની જેમ ૨ લાખ રૂપિયા સુધીનું ખેડૂત દેવું માફ કરવા અથવા હેક્ટર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા જમા કરવા કરી માંગ6:23 PM IST
જુનાગઢ : બાળકોનું જાતીય શોષણ કરવામાં ફિટ થયેલ આરોપી મૌલાનાએ દીકરીની ફી ભરવા 20 દિવસના વચગાળાના જામીન માગ્યા : કોર્ટે ફગાવ્યા : બાળકો પરના જાતીય ગુનાના કેસમાં આરોપી મૌલાનાની અરજી નામંજૂર : કેશોદની સ્પેશિયલ પોક્સો કોર્ટે પીડિત બાળકોની જુબાની અને સાક્ષીઓને પ્રભાવિત થવાની શક્યતાને ધ્યાને લેવાઈ9:17 AM IST
કચ્છમાં અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપનીના પ્લાન્ટ સામે પ્રદૂષણની ગંભીર ફરિયાદ: ૧૫ દિ’ બંધ રાખવાનો આદેશનો ઉલાળીયો કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ : વાયોર અને આસપાસના ગામોમાં જનાક્રોશ બાદ પ્રદૂષણ નિમંત્રણની ટીમ દોડતી થઈ, ઝીણી રજકણોના કારણે તળાવનું પાણી પ્રદૂષિત, ખેતરો બંજર થયા, આસપાસના ગામોમાં ખેતી કરવી મુશ્કેલ 9:28 AM IST
કેશોદના સંશોધક અર્જુનભાઈ પાઘડારને મુંબઈમાં લિએન્ડર પેસના હસ્તે પ્રતિષ્ઠિત ‘લેગસી લીડર્સ' એવોર્ડ : સ્વર્ગારોહણ ભઠ્ઠીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ : કિશોર અવસ્થાથી શરૂ થયેલ સંશોધન યાત્રાનું પરિણામ ૩૯ વર્ષે મળ્યું: બનાવવામાં આવેલ ખાસ પ્રકારની ભઠ્ઠીના કારણે દહન ક્રિયા માટે ૩૦૦ થી ૪૦૦ કિલો લાકડાના બદલે માત્ર ૬૦ થી ૭૦ કિલો લાકડાની જરૂરઃ દેશના જુદા જુદા રાજ્યોમાં ૧૦૦ જેટલા સ્થળોએ સ્વર્ગારોહણ ભઠ્ઠી કાર્યરત1:15 PM IST
સોમનાથમાં રવિવારે દંતયજ્ઞ-બત્રીસી કેમ્પ 3:23 PM IST
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો : જામનગર જિલ્લાના ૧.૦૭ લાખ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી રૂ.૨૧.૫૭ કરોડની સહાય ચૂકવાઈ : પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની છે : સાંસદ પૂનમબેન માડમ3:29 PM IST
સાળંગપુરમાં આસ્થાનો મહાકુંભ : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાનો ૧૭૮ મો પાટોત્સવ ઉજવાયો : વહેલી સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતીથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસરઃ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દિવ્ય શણગારઃ વિશેષ અભિષેક અને અન્નકૂટ આરતીએ ભક્તોને કર્યા ધન્યઃ સંતો દ્વારા મહાપ્રસાદનું ભવ્ય આયોજન11:38 AM IST
કેશોદમાં નેતાઓ અને રાજકીય આગેવાનોએ નક્કર કામગીરી કરવાના બદલે માત્ર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં છાવવાનો શોખ! : ખુલ્લી ગટરો, માર્ગો પર ખાડા, પશુઓનો ત્રાસ અનેકવિધિ સમસ્યાઓ અને ફરિયાદો વચ્ચે : એસ.બી.આઈ. પાસે ખુલ્લી ગટરમાં પગ પડી જતા ખાનગી કંપનીના કર્મચારીને થયું ફેક્ચરઃ તાત્કાલીક ગટર પેક કરવા બીજલભાઇ સોંદરવાની માંગ1:16 PM IST
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગના વહીવટી કર્મચારીઓની સ્વૈચ્છિક ફેરબદલીથી નિમણૂંકના આદેશો જારી કરાયા : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓની અન્ય સ્થળોએ થઈ બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ : આમુખ-૧થી જિલ્લા આંતરિક બદલી અંગે મળેલી સત્તા અન્વયે અને સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી મારફત મળેલી દરખાસ્તો પરતવે મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સાત જેટલા કર્મચારીઓને હાલના ફરજ સ્થળેથી અન્ય બીટ અને તાલુકામાં બદલવામાં આવ્યા6:38 PM IST
ગોંડલના બીલીયાળા ગામે કૂવામાંથી પુરુષની લાશ મળતા ચકચાર : ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો : પોલીસે તપાસ હાથ ધરી : જુઓ વિડીયો : મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી આ પુરુષ કૂવામાં પડી ગયો છે કે કોઈએ ધક્કો માર્યો છે કે આત્મહત્યા છે ? તે અંગે અનેક તર્ક-વિતર્ક : પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે4:02 PM IST
અર્જુનભાઇ મોઢવાડીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે 12:25 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ધામેધામથી પધારેલા સંતોના હસ્તે નવી "અંતિમ યાત્રા સેવા" વાહનનું સેવા લોકાર્પણ : સ્વજનો ગુમાવનાર પરિવારજનોને દુઃખની ઘડીમાં રાહત,અંતિમ સંસ્કારની વિધિ સુચારૂ રૂપે પાર પાડી શકાય તે હેતુથી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સુવિધા ઉપલબ્ધ3:28 PM IST
ખિજડીયા પક્ષી અભયારણ્યને પણ દુષ્કાળની ગંભીર અસર.... : બે વિભાગમાં વહેંચાયેલું આ અભયારણ્યનો પાર્ટ-૨ પાણી વિહોણો જ્યારે પાર્ટ-૧માં પાણીની ઓછી માત્રા વિદેશી મહેમાનો એવા પક્ષીઓને આકર્ષિત નહીં કરી શકે તેમ આશંકા : સૌની યોજના કે નર્મદાના નિરથી ખિજડીયા પક્ષી અભયારણ્યમાં પાણી ઠાલવવા પક્ષી પ્રેમીઓની લાગણી અને માંગણી11:04 AM IST
કચ્છના રાપરમાં ભ્રષ્ટાચારના કારણે નર્મદા કેનાલની દુર્દશા: પ્રજાકીય પ્રતિનિધિઓની તડાપીટને પગલે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ચીમકી : અધિકારી રાજ નહીં ચાલે ! : નર્મદા આધારિત ૩૯ ગામોમાં માનવસર્જિત પાણીની તંગી સામે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આક્રોશ, અધિકારીઓ દ્વારા પાણીના ટેન્કર અને કેનાલ સફાઈના મુદ્દે બનતા બિલો શંકાના દાયરામાં; રૂ. ૬ કરોડની ગ્રાન્ટના ઉપયોગ સહિતના આક્ષેપોની તપાસ માટે ખાસ કમિટી રચવાનો આદેશ12:00 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ભારતીય ક્રિકેટના દિગ્ગજો રાહુલ દ્રવિડ અને વીરેન્દર સેહવાગના પુત્રોની અન્ડર-૧૯ એશિયા કપ માટેની ભારતીય ટીમમાં ધમાકેદાર એન્ટ્રી: અન્વય દ્રવિડ અને આર્યવીર સેહવાગ કરશે દેશનું પ્રતિનિધિત્વ : ઓમાનના મસ્કતમાં આગામી પાંચમી નવેમ્બરથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની યુવા ભારતીય ટીમમાં ગુજરાતના યુવા ખેલાડી કાવ્ય પટેલને પણ સ્થાન મળ્યું.5:32 PM IST
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી૨૦ મેચમાં ભારતની ૮૭ રનની શરમજનક હાર: ગ્લેન ફિલિપ્સની તૂફાની સદી અને જેકબ ડફીની ઘાતક બોલિંગ આગળ ભારતીય ટીમ સંપૂર્ણપણે લાચાર : ઓકલેન્ડના મેદાન પર યજમાન ટીમ સામે ૨૫૯ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહેલી ભારતીય ટીમ ટી૨૦ ક્રિકેટના ઇતિહાસમાં કીવીઓ સામે પોતાની સૌથી મોટી હારનો સામનો કરવા મજબૂર બની.4:45 PM IST
કઝાકિસ્તાનના અસ્તાના ખાતે મનીષા ભાનવાલાએ રચ્યો ઇતિહાસ: સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનવાનું ગૌરવ હાંસલ કર્યું : અમેરિકાની ખેલાડી સામે ફાઇનલ મુકાબલામાં ૦-૬થી પાછળ રહ્યા બાદ અદભૂત વાપસી કરીને મનીષાએ ૮-૬થી મેળવી ઐતિહાસિક જીત; ભારતીય મહિલા રેસલિંગ ટીમે આ વૈશ્વિક સ્પર્ધામાં કુલ ચાર મેડલ સાથે કર્યું શાનદાર સમાપન.9:05 PM IST
હોંગકોંગ સિક્સીસ ૨૦૨૬માં ભારત-પાકિસ્તાન મુકાબલા અગાઉ હાઈ-વોલ્ટેજ ડ્રામા: ભારતીય કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ વખતે પાકિસ્તાની કેપ્ટન અબ્બાસ આફ્રિદી સાથે હાથ મિલાવવાનું ટાળ્યું : મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતીય ટીમ દ્વારા ક્રિકેટના મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની પરંપરાને યથાવત રાખવામાં આવતા ખેલજગત અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી.4:49 PM IST
૩ વર્ષના સંબંધ બાદ ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું બ્રેકઅપ? બોલિવૂડના ચર્ચિત કપલના અલગ થવાના અહેવાલોથી ચાહકોમાં નિરાશા : લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અને અભિનેત્રી પલક વચ્ચે પરસ્પર સમજૂતીથી સંબંધોનો અંત : કોઈપણ પ્રકારના વિવાદ વગર કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો લીધો નિર્ણય9:26 PM IST
'જેલર ૨'માં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલના મહત્વના દ્રશ્યો કાપી નાખવામાં આવતા મલયાલમ દર્શકોમાં ભભૂકી ઉઠ્યો રોષ: નિર્માતા એન્ટની પેરૂમ્બાવુરે એક કાર્યક્રમમાં વ્યક્ત કરી નારાજગી : ફિલ્મમાં મોહનલાલના પાત્ર 'મેથ્યુ' ના સીન્સ ટ્રેલર બાદ મુખ્ય પટકથામાંથી ગાયબ થતાં કોસ્ચ્યુમ ડિઝાઇનરથી લઈને મલિવુડના દિગ્ગજો અને ચાહકો દ્વારા ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.6:23 PM IST
સુકેશ ચંદ્રશેખર ૨૦૦ કરોડના extortion કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને મળી મોટી રાહત: દિલ્હી કોર્ટે નોરાને કેસમાંથી સાક્ષી તરીકે સમન્સ પાઠવીને આપી મુક્તિ : સુકેશ દ્વારા મોરોક્કોમાં ઘર ખરીદવા અને કરોડો રૂપિયા આપવાના દાવા વચ્ચે કોર્ટે ૩જી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં 'LW 3' તરીકે સામેલ નોરા ફતેહીની ભૂમિકાને લઈને સ્પષ્ટતા કરી.8:00 PM IST


































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































